છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાતમાં દરેક ક્ષેત્રે અભુતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છેતમે રાજ્યનાં ગમે તે ખૂણે જાવ, તમને દર ૨૫ કિ.મિ.નાં પરિઘમાં કોઈને કોઈ વિકાસ કાર્ય થતુ નજરે ચઢશે.
ગુજરાત એક એવુ રાજ્ય છે જે વિકાસનો ઉત્સવ મનાવે છે;આ રાજ્ય માનવીય વિકાસની ઉજવણી કરે છે અને તેનું નેતૃત્વ એક દુરંદેશી અને ડાયનેમિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સંભાળે છે; આ રાજ્ય માત્ર ભારતમાં જ નહિ, પણ વૈશ્વિક ફલક પર વિકાસનો પર્યાય બની ચૂક્યુ છે. અવરોધ ગમે તે આવે, ગુજરાતની વિકાસયાત્રા ચાલુ રહે છે.વણથંભ્યુ ગુજરાત ગીતમાં આ જ વાતનો પડઘો સુંદર રીતે ઝીલવામાં આવ્યો છે.આવો, અને ગુજરાતની વણથંભી વિકાસયાત્રાની ઉજવણીમાં શામેલ થાવ.