Vanche Gujarat- A movement to make Gujarat's young read (part-1)

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અને યુવાશકિત  દ્વારા  ૧૦૦  કલાકનું  સમયદાન જેવા બે શિરમોર સમા જનઆંદોલનોમાં જોડાઇ જવા સમસ્ત ગુજરાતના જન-જનને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીનો આ અવસર, ગુજરાતની સમાજશકિતના સામર્થ્યની અનુભૂતિ કરાવનારો શિરમોર બની રહેવાનો છે.

“ર૧મી સદી-જ્ઞાનની સદી” ગુજરાતના સમાજજીવનમાં સંસ્કાર ધડતરના બે અનોખા જનઅભિયાનો “વાંચે ગુજરાત” અને યુવાશકિતનું સોકલાકનું સમયદાનમાં સમસ્ત ગુજરાતના નાગરિકોને પ્રેરિત કરવા આજે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં માર્ગદર્શક વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું. ગુજરાતના સમાજજીવનના અગ્રણીઓ, સાહિત્યકારો, કેળવણીવિદો અને સેવા સંગઠ્ઠનોના આમંત્રિતોની આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં જનશકિતની અનોખી ભાગીદારીના દર્શન કરાવ્યા હતાં. BISAG અને GSWANના આઇટી નેટવર્ક દ્વારા સમગ્ર ગુજરાતની શાળા-કોલેજો અને ગ્રામ્યસ્તરે જિલ્લાઓમાં આ અવસરનું જીવંત પ્રસારણ થયું હતું જેનો ૭પ લાખ યુવકોએ લાભ લીધો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વાંચે ગુજરાત અને સમયદાનની બે વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો.

“વાંચે ગુજરાત” અભિયાનની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લગભગ રોબોટ જેવી યંત્રવત જિંદગીની ધરેડમાં, સમસ્યાઓ અને મૂંઝવણોના એકલતાની કમનસિબ સ્થિતિમાંથી ઉગરવાનો ઉપાય છે, પુસ્તક-વાંચનની પ્રેરણા પાંચ હજાર વર્ષની માનવીય સંસ્કૃતિના વિકાસમાં રામાયણ-મહાભારત જેવા ગ્રંથોના પ્રકાશમાં જીવનશૈલી જોડાયેલી છે. જ્ઞાનની યાત્રામાં ભારત સર્વોપરી રહ્યું છે અને એમાં જ્ઞાનના ગ્રંથો સદા સંકટોના માર્ગદર્શક બન્યા છે. ઉપનિષદ સ્મૃતિ-શ્રુતિ જેવા સમયાનુકુળ દરેક યુગમાં જ્ઞાનની ઉપાસનાને સમાજે સ્વીકારેલો છે. કમનસિબે ટેકનોલોજીના પ્રભાવમાં માહિતી સ્ત્રોતો જ્ઞાનને ધક્કો મારી રહ્યાં છે. માહિતીના વિસ્ફોટમાં જ્ઞાનની ઉપાસના જ જીવનનો રસ્તો બતાવી શકે અને ધન અંધકારમાં પણ રસ્તો બનાવવો હોય તો જ્ઞાનનો પ્રકાશ જ કામીયાબી આપી શકશે.

પુસ્તક વાંચન એ જ્ઞાનના કોઇપણ સ્વરૂપને યથાર્થ બનાવે છે અને જીવનનું સામર્થ્ય બતાવી શકે છે એનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે જ્ઞાનપ્રાપ્તિ માટે જ નહીં, પણ પુસ્તક વાંચન વિચાર શૃંખલાને ઝકજોર કરી શકે છે અને તે જ વિકાસની ઊર્જા બની રહે છે. ર૧મી સદી જ્ઞાનની સદી હોય તો ગ્રંથ સાથે વાંચનનો નાતો જોડવો જ રહ્યો. સ્વર્ણિમ જ્યંતી વર્ષની ઉજવણીના અનેકાનેક સ્વરૂપો છે પણ તેમાં “વાંચે ગુજરાત” અભિયાન શિરમોર હશે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં અને દુનિયામાં ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિ ઉજવણીનું મૂલ્યાંકન પણ શિરમોર બની રહેવાનું છે એવો દ્રઢ વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો.

હજારો વર્ષની ગૂલામીના કાળખંડમાં માત્ર આઝાદીનું આંદોલન, સમાજજીવનની સ્થગિતતામાં ચેતના ઉજાગર કરવાની વૈચારિક ક્રાંતિ બની ગઇ હતી તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કમનસિબે આઝાદી પછી આ વિચાર કેપ્સુલમાં પૂરાઇ ગયો-સમાજ માટે દેશ માટે જીવવાની યુવાપેઢીમાં પ્રેરણા આપે તેવો આ સ્વર્ણિમ જ્યંતી વર્ષનો અવસર બની રહે એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આગામી પચાસ વર્ષો સુધી ગુજરાતની યુવાશકિતને ભારત માટે કર્તવ્યભાવથી પ્રેરિત કરવાનો અવસર બની રહે તેવું આહ્્‍વાન ઝીલવા યુવાપેઢીને તેમણે પ્રેરણા આપી હતી.

“દરેક ધરમાં ગ્રંથમંદિર હોવું જ જોઇએ” એવા સંકલ્પની પ્રેરણા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એવું તો ધર ના હોય જ્યાં પુસ્તકના હોય! કમનસિબે પુસ્તક સાથેનો આપણી વર્તમાન પેઢીનો નાતો છૂટી ગયો છે એને જીવંત બનાવવો છે. પરિવારમાં વાંચનનું વાતાવરણ કેમ ના બને? સ્વાગત પ્રવૃત્તિમાં “બુકે” (પુષ્પગુચ્છ) શા માટે અપાય, બુક (પુસ્તક) કેમ નહીં? “સમાજજીવનમાં બદલાવ લાવવા માટે સંસ્કારનો નાનકડો પ્રયોગ પણ નવી ચિનગારીનો પ્રકાશ પ્રગટાવી શકે છે” એના પ્રેરણાદાયી દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકના મહાત્મ્યને નવી પેઢીમાં પ્રસ્થાપિત કરવા અને વાંચેગુજરાત તથા સમયદાનજનઆંદોલન બને તેવી હ્વદયસ્પર્શી અપીલ કરી હતી.

“પુસ્તક વાંચનની બંધ બારી તો ખોલો”-આખરી તાર્કિક વૃત્તિ તો સંસ્કારી વાંચનની દિશા ભણી ચોક્કસ બાળકને લઇ જશે એમ તેમણે જણાવ્યું હતું.

“બાળકને મન વાંચન એટલે પાઠયપુસ્તક દ્વારા પરીક્ષા પાર કરવાની તૈયારીમાંથી પુસ્તક વાંચન દ્વારા જીવન પાર ઉતરવાની તૈયારી-એ માટે વાંચે ગુજરાત અભિયાન ગુજરાતના સમાજજીવનમાં વાંચનના વાતાવરણથી ગુજરાતને ધેલું બનાવી દે એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.”

“પુસ્તકોની પરખ” એ જ્ઞાનની ઉપાસના છે. ગુજરાતમાં હેમચન્દ્રાચાર્યના જમાનાથી ગ્રંથની પરંપરાનું ગૌરવ લેવાનો વારસો ધરાવતો આ સમાજ વાંચેગુજરાત દ્વારા ગ્રંથસારથી બની ગ્રંથમંદિરનું સામૂહિક શકિત રૂપે નિર્માણ કરે તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

લાખ જેટલા “તરતાં પુસ્તક”ની અભિનવ યોજનામાં સમાજના અનેક મહાનુભાવો પુસ્તકમિત્ર તરીકે જોડાય અને પુસ્તક તરતાં મૂકીને વાંચેગુજરાતનો મહિમા લાખો ધરમાં સંવર્ધિત કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું અને આ સંસ્કાર અભિયાનના અનેકવિધ આયામોની રૂપરેખા આપી હતી.

સ્વર્ણિમ ગુજરાત જ્યંતી અભિયાન સમાજજીવનની શકિતને જોડવા માટેનો અવસર બની રહે તે માટે નાગરિક કર્તવ્યભાવનું વાતાવરણ પ્રગટાવવા સમયદાન અભિયાનની ભૂમિકા તેમણે આપી હતી.

આઝાદી કાજે દેશ માટે મરવાનું સૌભાગ્ય હતું હવે આઝાદી પછી દેશ માટે જીવવાનો અવસર એટલે સમાજનું ઋણ ચૂકવવા માટે કર્તવ્ય નિભાવવાનું ૧૦૦ કલાકનું સમયદાન એવા ભાવ સાથે યુવાશકિતને તેમણે આહ્્‍વાન કર્યું હતું.

Vanche Gujarat- A movement to make Gujarat's young read (part-2)

“મારી ગુજરાતના હોનહાર યુવક-યુવતિઓને અપીલ છે કે ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિના પ૦ વર્ષની ઉજવણી નિમિત્તે, ૧૦૦ કલાકનું સમયદાન સેવાપ્રવૃત્તિ માટે આપે. શિક્ષણ, આરોગ્ય સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્રની કોઇ એક પ્રવૃત્તિમાં દરેક યુવાન આખા વર્ષ દરમિયાન સો કલાક સેવાનું સમયદાન કરવાનો સંકલ્પ પાર પાડશે” એવું પ્રેરક આહ્્‍વાન તેમણે કર્યું હતું.

આ અવસરે “તરતાં પુસ્તક” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ બે પુસ્તકો પુસ્તકમિત્ર-વિઘાર્થીઓને એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રી ડો. શ્રીમતી કમલાજી, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત રાજ્યના ૧૮ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ અભિયાન માટે અર્પણ કરેલાં ર૦પ પ્રેરણાદાયી પુસ્તકો તરતાં પુસ્તક રૂપે ગુજરાતમાં વાંચન અભિયાનમાં જોડાયા છે. યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો દ્વારા સંશોધન અભ્યાસના રિસર્ચ જર્નલનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

“આપણા પૂર્વજોના સુખશાંતિના બલિદાનથી આપણે આજે આઝાદીની હવામાં જીવી રહ્યા છીએ અને આપણું કર્તવ્ય એ જ હોઇ શકે કે આવનારી પેઢી માટે આપણે ૧૦૦ કલાકની સમયસેવા પણ ના આપી શકીએ?-સામાજિક ક્રાંતિ અને પરિવર્તનની અલભ્ય તક છે, સ્વર્ણિમ જ્યંતીનો અવસર” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ એવા મહાસંકલ્પની પ્રેરણા આપી હતી કે ગુજરાત આજે વિકાસમાં અગ્રેસર છે પરંતુ આપણું સપનું તો ગુજરાતની સામર્થ્ય શકિતની વિશ્વમાં ઓળખ ઉભી કરવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.

સમાજના શ્રેષ્ઠીજનો અને સરસવતી ઉપાસકો, શબ્દ સ્વામીઓની ઉપસ્થિત વાંચે ગુજરાતના અભિયાનને સફળ બનાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ અંતરની અભિલાષા વ્યકત કરી હતી.

આ વાંચે ગુજરાત અભિયાનના પ્રારંભમાં શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યની સ્થાપનાની સુવર્ણજ્યંતી પ્રસંગે જનભાગીદારીથી શરૂ થતો આ મહાજ્ઞાનયજ્ઞ સ્વર્ણિમ જ્યંતી ઉજવણીની ચરમસીમાએ પહોંચશે ત્યારે રાજ્યભરમાં ર૧મી સદીમાં જ્ઞાનનો નવો આવિષ્કાર કરાવનારો બની રહેશે. તેમણે ઉમર્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી શાળાપ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવા અભિયાનોએ શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જી છે તેવી જ નવી વૈચારિક ક્રાંતિ “વાંચે ગુજરાત” અભિયાનથી સમાજમાં અનેરી ચેતના પ્રગટાવશે. રાજ્યના યુવાનો રાજ્યના વિકાસમાં ૧૦૦ કલાકનું સમયદાન આપશે તો ચોક્કસ વિકાસયાત્રામાં નવી ક્રાંતિ સર્જશે તેમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી ડો. હસમુખ અઢિયાએ આભાદર્શન કર્યું હતું તેમણે આ અભિયાનના શુભારંભે ઉપસ્થિત સૌ કેળવણીકારો, સાહિત્ય શ્રેષ્ઠીઓને વાંચે ગુજરાત અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, ફકીરભાઇ વાધેલા, મંગુભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, વાસણભાઇ આહિર સહિત લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો સર્વશ્રી રધુવીર ચૌધરી, ચીનુ મોદી, ભોળાભાઇ પટેલ, કૃષ્ણ દવે, હર્ષદ ત્રિવેદી તથા નિતીન વડગામા વગેરે ઉપરાંત શિક્ષણવિદો સહિત ૧૦૦ કલાક સમયદાન આપનાર યુવાનો અને વાંચન પ્રેમીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In 3-year PLI push, phones, pharma, food dominate new jobs creation

Media Coverage

In 3-year PLI push, phones, pharma, food dominate new jobs creation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister receives Foreign Minister of Kuwait H.E. Abdullah Ali Al-Yahya
December 04, 2024

The Prime Minister Shri Narendra Modi today received Foreign Minister of Kuwait H.E. Abdullah Ali Al-Yahya.

In a post on X, Shri Modi Said:

“Glad to receive Foreign Minister of Kuwait H.E. Abdullah Ali Al-Yahya. I thank the Kuwaiti leadership for the welfare of the Indian nationals. India is committed to advance our deep-rooted and historical ties for the benefit of our people and the region.”