અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટ્ટિસ આજે બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે જૂનમાં તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની વિસ્તૃત, સ્પષ્ટ, અસરકારક અને ફળદાયક ચર્ચાને યાદ કરી હતી. બંને પક્ષોએ તેમની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા માટેના સંકલ્પને પુનઃવ્યક્ત કર્યો હતો. સેક્રેટરી મટ્ટિસે પ્રધાનમંત્રીને એ મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયોના અમલીકરણ અને દ્વિપક્ષીય એજન્ડાને આગળ ધપાવવા પ્રગતિ વિશે જાણકારી આપી હતી.
તેમણે શાંતિ, સ્થિરતા માટેની સહિયારી પ્રાથમિકતાઓ તથા આતંકવાદનો સામનો કરવા પ્રાદેશિક અને વૈશ્વિક ધોરણે સહકાર વધારવા ચર્ચા પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ પારસ્પરિક લાભના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ગાઢ સંબંધની પ્રશંસા કરી હતી.