કોંગ્રેસના કુશાસને જલ-થલ-પાતાળ કોઇ ક્ષેત્ર ભ્રષ્ટાચારથી બાકી રાખ્યુ નથી
પંચાવન મહિના એશ-આરામ ને પાંચ મહિના પ્રજાને દેખાડવા ખાતર મોઢું બતાવતી સરકારને જાકારો આપી-કોંગ્રેસમૂકત ભારત માટે રાજસ્થાનના મતદારોને આહવાન
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Sawai Madhopur, Rajasthan
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજસ્થાનની જંગી ચૂનાવ જાહેરસભાઓમાં કોંગ્રેસના કુશાસન અને ભ્રષ્ટાચારે દેશને તબાહિના આરે લાવી મૂકયો છે તેમાંથી વિકાસનો માર્ગ અને સુરાજ્યની દિશામાં લઇ જવા ભારતીય જનતા પાર્ટીને સત્તા સુકાન સોંપવા આહવાન કર્યું હતું.
રાજસ્થાનના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં એક જ દિવસમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલ્વર, પાલા, બન્દીકૂઇ, સવાઇ માધોપોર અને દુદુમાં વિશાળ જાહેરસભાઓને સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજસ્થાનમાં બરબાદી અને રાજ્યને તહસ-નહસ કરવાની સત્તાની સાઠમારીની કોંગ્રેસ સરકારની આકરી આલોચના કરતાં જણાવ્યું કે રાજસ્થાનની વર્તમાન કોંગ્રેસ સરકારને રાજ્યની વડી અદાલતે પણ ઠપકો આપ્યો છે અને જો લોકોનું ભલું ન કરી શકે તો સત્તામાં ન રહેવું જોઇએ તેવો નિર્દેશ કર્યો છે ત્યા્રે હવે જનતા જનાર્દન એવી વાયદે બાજ સરકારમાં કઇ રીતે ભરોસો મૂકે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવારશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજસ્થાનની પ્રજાને હવે પોકળ વાતોના વડાં કરનારી, વચનો આપી નામુકર જનારી કે પંચાવન મહિના એશો-આરામમાં ખોવાઇ જઇ પાંચ જ મહિના જનતાને દેખાડા ખાતર મોઢું બતાવતી સરકારમાં નહીં, વિકાસની રાજનીતિથી પ્રદેશનો સમૂળગો વિકાસ કરે અને પ્રજા સાથે જોડાયેલી રહે તેવી પોતીકી ભાજપા સરકાર જોઇએ છે તેવો જનમિજાજ ઊભો થયો છે જે કોંગ્રેસનું નામૂ નાંખી દેશે તેમ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ગુજરાત અને રાજસ્થાન પડોશી રાજ્યો છે છતાં ભાજપાના સુશાસનમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ અને રાજસ્થાનની કોંગી સરકારમાં પ્રદેશની અવદશા સૌને નજરે દેખાઇ રહી છે તેમ જણાવતાં મુખ્યામંત્રીશ્રીએ કહયું કે, ગુજરાતની સરકાર તો પ્રચંડ જનસમર્થનથી સૌના સાથ સૌના વિકાસની ભાવનાને વરેલી છે. રાજસ્થાયનની કોંગી સરકાર જેમ સ્વરના વિકાસ કે પરિવારભકિતને નહીં તેવો વેધક કટાક્ષ તેમણે કર્યો હતો.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ પ્રદેશ અને રાષ્ટ્ર્ના વિકાસ માટે કોંગ્રેસમૂકત ભારતનું આહવાન આપતાં કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસનની નીતિરીતિ ખૂલ્લી પાડી હતી અને જણાવ્યું કે, આકાશ, પૃથ્વી્, જલ, થલ, પાતાળ એક પણ ક્ષેત્ર આ લોકોએ ભ્રષ્ટાચારથી બાકાત રાખ્યું નથી. એમને તો પૈસા કયાંથી મળે એમાં જ રસ છે. પ્રજાની પરવા જ નથી. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદેશી બેન્કો માં રહેલા બેહિસાબી નાણાંની ચિંતા કોંગ્રેસને છે, પરંતુ દેશની જનતાને કારમી મોંઘવારીમાંથી બહાર કાઢવાની ચિંતા નથી તેમ સ્પાષ્ટંપણે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ દેશની સમસ્યાના સમાધાન માટે કોંગ્રેસનો દેશનિકાલ કરવાની અપિલ કરતાં રાજસ્થાનમાં પરિવર્તનની લહેરનો પરચો મતદાન દિવસે બતાવી દઇ ભાજપાને વિજય માળા પહેરાવવા અને ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા પણ હાકલ કરી હતી.
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Alwar, Rajasthan