મુખ્યમંત્રીશ્રીનું ટિવટર
આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન એજન્સી એસ એન્ડ પી.ની સમીક્ષાને કેન્દ્રમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની આકરી ટીકા કરી
નબળા વડાપ્રધાન અને શકિતશાળી કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ભારત ગંભીર આર્થિક સંકટો તરફ ધકેલાઇ રહ્યું છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય આર્થિક મૂલ્યાંકન સંસ્થા એસ એન્ડ પી (સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ) એ ભારતની વાસ્તવિક આર્થિક સ્થિતિ અંગે અને યુ.પી.એ. સરકારની આર્થિક ક્ષેત્રે નિષ્ફળતા અંગે જે ટીકા કરી છે તેનાથી કોઇને આヘર્ય થયું નથી.
આજે ‘ટિવટર' ઉપર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, શકિતશાળી કોંગ્રેસ પ્રમુખ અને નિયુકત વડાપ્રધાનની નબળાઇના કારણે ભારતમાં નીતિનિર્ધારણ માળખું નબળું પડી ગયું છે અને રાજકીય શૂન્યાવકાશ ઉભો થયો છે.
કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના નબળા આર્થિક નિર્ણયો, સુધારાની વૃત્તિનો અભાવ અને રાજકીય અવરોધોએ ભારતને ખુબ પાછળ ધકેલી દીધું છે. છેલ્લા ૯ વર્ષનો સૌથી નીચો વિકાસદર (જી.ડી.પી.) કોઇ આશ્ચર્યજનક ઘટના નથી. પરંતુ, દેશ કેવા આર્થિક સંકટો તરફ ધકેલાઇ રહ્યો છે તેની વાસ્તવિકતાનો તે નિર્દેશ કરે છે.