કેન્દ્રીય કેબિનેટ સચિવે એન.સી.આર.ક્ષેત્રમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે રવિવારથી શરૂ કરાયેલા કાર્યોની સમીક્ષા કરી હતી.
એવું જાણવામળ્યું છે કે પંજાબ અને હરિયાણામાં પાકના ઠૂંઠા સળગાવવાના કિસ્સાઓ હજી પણ ચાલુ છે અને તેને નિયંત્રિત કરવા માટે વધુ સઘન પગલા લેવાની જરૂર છે.
આ રાજ્યોને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે નિયમો નું ઉલ્લંઘન કરનારાઓને યોગ્ય દંડ કરીને કાર્યવાહી કરવામાં આવે, તેમજ આવા કિસ્સાઓ ન બને તે માટે વધુ દેખરેખ ટીમોને તૈનાત કરવામાં આવે.
આ બેઠકમાં પાટનગરની પરિસ્થિતિ અંગે વિવિધ એજન્સીઓ સંકલનનું જે કાર્ય કરી રહી છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને એવું ધ્યાને આવ્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હજી વધારે સઘન પ્રયત્નોની જરૂર છે.
રાજ્યોને પણ ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થતિ ને પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.