માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2023-24 માટે તમામ મુખ્ય ખરીફ પાકો માટે લઘુતમ ટેકાના ભાવો (MSP)માં વધારાને મંજૂરી આપી છે.
સરકારે માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકો માટે MSP (લઘુતમ ટેકાના ભાવ)માં વધારો કર્યો છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો મળે અને પાકમાં વિવિધતા લાવવા પ્રોત્સાહન મળે એ સુનિશ્ચિત કરવાનો છે. અલગ-અલગ પાક માટે વિવિધ ટેકાનાં ભાવ નીચે મુજબ છેઃ
ખરીફ માર્કેટિંગ સિઝન (KMS) 2023-24 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)
(ક્વિન્ટલદીઠ રૂ.)
પાક |
MSP (લઘુતમ ટેકાના ભાવ) 2014-15 |
MSP (લઘુતમ ટેકાના ભાવ) 2022-23 |
MSP (લઘુતમ ટેકાના ભાવ) 2023-24 |
ખર્ચ* KMS (ખરીફ માર્કેટિંગ સિઝન) 2023-24 |
2022-23ની સરખામણીમાં MSP (લઘુતમ ટેકાના ભાવ)માં વધારો |
ટકાવારીમાં ખર્ચનું માર્જિન |
ડાંગર – સામાન્ય |
1360 |
2040 |
2183 |
1455 |
143 |
50 |
ડાંગર - ગ્રેડ A^ |
1400 |
2060 |
2203 |
- |
143 |
- |
જુવાર – હાઇબ્રિડ |
1530 |
2970 |
3180 |
2120 |
210 |
50 |
જુવાર - માલદાંડી^ |
1550 |
2990 |
3225 |
- |
235 |
- |
બાજરા |
1250 |
2350 |
2500 |
1371 |
150 |
82 |
રાગી |
1550 |
3578 |
3846 |
2564 |
268 |
50 |
મકાઈ |
1310 |
1962 |
2090 |
1394 |
128 |
50 |
તુવેરદાળ |
4350 |
6600 |
7000 |
4444 |
400 |
58 |
મગ |
4600 |
7755 |
8558 |
5705 |
803 |
50 |
અડદ |
4350 |
6600 |
6950 |
4592 |
350 |
51 |
મગફળી |
4000 |
5850 |
6377 |
4251 |
527 |
50 |
સૂર્યમુખીના બીજ |
3750 |
6400 |
6760 |
4505 |
360 |
50 |
સોયાબીન (યેલ્લો |
2560 |
4300 |
4600 |
3029 |
300 |
52 |
તલ |
4600 |
7830 |
8635 |
5755 |
805 |
50 |
નાઇજર સીડ (રામતિલ) |
3600 |
7287 |
7734 |
5156 |
447 |
50 |
કપાસ (મધ્યમ તાર) |
3750 |
6080 |
6620 |
4411 |
540 |
50 |
કપાસ (લાંબો તાર) ^ |
4050 |
6380 |
7020 |
- |
640 |
- |
*ખર્ચનો સંદર્ભ, જેમાં ચુકવણી થયેલાં તમામ ખર્ચ સામેલ છે, જેમ કે મજૂરો, બળદ/મશીનનો શ્રમનો ખર્ચ, જમીનમાં ભાડાપટ્ટા માટે ચુકવાયેલું ભાડું, બિયારણો, ખાતરો, છાણ જેવી આંતરિક ચીજવસ્તુઓના વપરાશ પર થયેલાં ખર્ચ, સિંચાઈનો ચાર્જ, સાધનો અને કૃષિલક્ષી બિલ્ડિંગ્સ પર ધસારો, કાર્યકારી મૂડી પર વ્યાજ, પમ્પ સેટની કામગીરી માટે ડિઝલ/વીજળીનો ખર્ચ, સંલગ્ન ખર્ચ અને પારિવારિક શ્રમનો અંદાજિત ખર્ચ.
^ ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબો તાર) માટે ખર્ચનાં આંકડા અલગથી સંકલિત કર્યા નથી.
માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકો માટે MSP (લઘુતમ ટેકાના ભાવ)માં વધારો કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2018-19 સાથે સુસંગત છે, જેમાં અખિલ ભારતીય સ્તરે ઉત્પાદનનાં સરેરાશ ખર્ચથી MSP (લઘુતમ ટેકાના ભાવ) ઓછામાં ઓછી 1.5 ગણી નક્કી કરવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાતનો ઉદ્દેશ ખેડૂતો માટે વાજબી અને લાભદાયક વળતર સુનિશ્ચિત કરવાનો હતો. ખેડૂતો માટે તેમના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન બાજરાનાં કિસ્સામાં અંદાજે સૌથી વધુ (82 ટકા) હશે અને ત્યારબાદ તુવેર (58 ટકા), સોયાબીન (52 ટકા) અને અડદ (51 ટકા) હશે. બાકીના પાકો માટે ખેડૂતોનું તેમના ઉત્પાદન ખર્ચ પર માર્જિન અંદાજે ઓછામાં ઓછું 50 ટકા રહેશે.
છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે કઠોળ, તેલીબિયા અને પોષક દ્રવ્યો ધરાવતા અનાજ/શ્રી અન્ન જેવા અન્ય પાકોના વાવેતરને પ્રોત્સાહન આપ્યું છે. સરકારે આ માટે આ પ્રકારનાં પાકો માટે ઊંચી MSP ઓફર કરી છે. ઉપરાંત સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY), રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અભિયાન (NFSM) જેવી વિવિધ યોજનાઓ અને પહેલો પણ શરૂ કરી છે, જેણે ખેડૂતોને તેમનાં પાકોમાં વિવિધતા લાવવા પ્રોત્સાહન આપ્યું છે.
2022-23 માટે ત્રીજા આગોતરા અંદાજ મુજબ, દેશમાં અનાજનું કુલ ઉત્પાદન અંદાજે રેકોર્ડ 330.5 મિલિયન ટનને આંબી ગયું છે, જે અગાઉના વર્ષ 2021-22ના ઉત્પાદનથી 14.9 મિલિયન ટન વધારે છે. આ છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ વધારો છે.