મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાના સર્વસંમતિથી વરાયેલા અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાને અંતઃકરણની શુભેચ્‍છા અને અભિનંદન આપતા સહર્ષ જણાવ્‍યું હતું કે સંસદીય લોકશાહીના આ સર્વોચ્‍ચ સ્‍થાનને ગુજરાતના એક આદિવાસી સંતાન પહેલીવાર શોભાવે તે ગુજરાતની સ્‍વર્ણિમ જ્યંતી વર્ષની પણ વિરલ અને અનેરી ઘટના બની રહેશે. ગૃહના નેતા અને મુખ્‍યમંત્રીશ્રીએ વિધાનસભાના અધ્‍યક્ષસ્‍થાને એક યુવાન સામાજિક કર્મનિષ્‍ઠની પસંદગી સર્વસંમતિથી કરીને આ વિધાનગૃહે પહેલીવાર નવો ચીલો ચાતર્યો છે એ પણ એક ગૌરવપ્રદ ઘટના છે. અધ્‍યક્ષપદે શ્રી ગણપતભાઇ વસાવાની નિયુકિતમાં વિધાનસભાના વિપક્ષ અને ગૃહના તમામ સભ્‍યોએ સર્વસંમતિથી નિર્ણય લઇને વિધાનસભાની ગરિમાને વધુ ઉંચાઇ ઉપર લઇ જવાની ઉજ્જવળ પરંપરા માટે મુખ્‍યમંત્રીશ્રીએ ગૃહના સૌને અભિનંદન આપ્‍યા હતા. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દિવંગત અધ્‍યક્ષ સ્‍વ. અશોક ભટ્ટને સ્‍મરણાંજલિ આપતાં જણાવ્‍યું કે એવો કોઇને અંદાજ પણ નહોતો કે સ્‍વ. અશોક ભટ્ટ અધ્‍યક્ષપદની અધવચ્‍ચે આપણાથી વિદાય લેશે અને વચગાળે નવા અધ્‍યક્ષશ્રીની પસંદગી કરવાનો પ્રસંગ આવશે, પરંતુ ઇશ્‍વર કાંઇ જૂદુ જ વિચારતો હોય છે. અગાઉ આ ગૃહના અધ્‍યક્ષ તરીકે પીઢ અને લાંબા અનુભવી મહાનુભાવોએ ગરિમાપૂર્ણ પદને શોભાવ્‍યું છે. પરંતુ પહેલીવાર રાજ્યના સ્‍વર્ણિમ જ્યંતી વર્ષમાં આદિવાસી સમાજના એક સંતાન તરીકે શ્રી ગણપતભાઇ વસાવા આ સ્‍થાન શોભાવશે. નવા અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાના સાર્વજનિક જીવનની યશસ્‍વી કારકિર્દીના વિશેષ પાસાંઓનો નિર્દેશ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે શ્રી ગણપતભાઇ વસાવાની વિધાનસભ્‍ય તરીકે રાજનૈતિક જીવનની ઓળખ આપણને છે. પરંતુ તેઓ સમાજકારણ સાથે સતત જોડાયેલા તરવરિયા યુવા સામાજિક સુધારક તરીકે પોતાના આદિવાસી સમાજમાં યુવાપેઢી શિક્ષિત બને, સમાજ વ્‍યસનમૂકત બને તે માટેની સક્રિય ભૂમિકા સાથે અભિયાનો ચાલવી રહ્યા છે. યુવાન હૈયામાં ખેલકૂદ દ્વારા સામાજિક ચેતના જગાવવા તેઓશ્રી દર વર્ષે બે લાખ જેટલા યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રેરિત કરે છે, એટલું જ નહીં સમાજસેવાની રચનાત્‍મક પ્રવૃતિઓ પણ તેઓ અવિરત કરતા રહ્યા છે. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી ગણપતભાઇ વસાવાના ગૃહના ધારાસભ્‍ય તરીકે ધીરગંભીર વ્‍યકિતત્‍વનો ગૌરવસહ ઉલ્‍લેખ કરી જણાવ્‍યું કે ધારાગૃહમાં તેમના માટે કયારેય કોઇ ઠપકાનો અવસર બન્‍યો નથી. આવા ઉચ્‍ચ સંસ્‍કારો ધરાવતા સભ્‍યની અધ્‍યક્ષશ્રી તરીકેની નિયુકિતથી ગુજરાત વિધાનગૃહની ગરિમામાં વધારો થશે. તેમણે જણાવ્‍યું કે લોકશાહીમાં વિધાનગૃહ શિરમોર છે, અને આ ગૃહમાં થતી ચર્ચાની ઉજ્જવળ પરંપરા અને જહોજહદ મંથન કરીને સમાજને માટે કંઇક સારૂં કરવા અને અમૃત પ્રાપ્‍ત થાય તે માટે આ સભાગૃહે સર્વસંમતિથી અધ્‍યક્ષશ્રીની વરણી કરી તે માટે વિપક્ષ સાથી પક્ષ અને ગૃહના સૌ સભ્‍યો અભિનંદનના અધિકારી છે. વિદાય લેતા અધ્‍યક્ષશ્રી મંગળભાઇ પટેલના સભાગૃહના સંચાલનમાં અધ્‍યક્ષ તરીકેના ઉજ્જવળ યોગદાનની પણ આ ગૃહ સહર્ષ નોંધ લે છે અને સ્‍વાસ્‍થ્‍યની પણ પરવા કર્યા વગર આદરણીય પ્રો. મંગળદાસ પટેલ સંકટના સમયે કાર્યરત રહ્યા છે તેમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ તેમને પણ અંતઃકરણની શુભેચ્‍છા આપી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi