વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના સ્થળાંતરના અનુભવો શેર કર્યા.
આ વાતચીત પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં થઈ હતી. વિદ્યાર્થીઓએ યુક્રેનમાંથી આપણા નાગરિકોને પરત લાવવા માટે ચાલી રહેલા ઓપરેશન ગંગા માટે ભારત સરકાર, ભારતીય દૂતાવાસો અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ ભારતના ત્રિરંગાની તાકાત વિશે પણ તેમની ખુશી વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે સરકાર ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કોઈ કસર છોડી રહી નથી અને બાકીના વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવા માટે ભારત સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.