મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ગુજરાતના રણકાંઠે એશિયાના સૌથી વિશાળ એવા ગુજરાત સોલાર પાર્કનો ઐતિહાસિક કાર્યારંભ કરાવતા જાહેર કર્યું હતું કે, આવતીકાલના હિન્દુસ્તાનના ઝળહળતા ભવિષ્યનો સૂર્યોદય ગુજરાતની આ ધરતી ઉપર આજે ગુજરાત સોલાર પાર્કના કાર્યારંભથી થવાનો છે અને તેની ઐતિહાસિક સૂર્ય ઉપાસનાનો મહિમા હિન્દુસ્તાનમાં સૌરઊર્જાની ક્રાંતિરૂપે સ્વર્ણિમ સૂર્ય તીર્થ તરીકે ઓળખાશે.

ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષના અવસરે સૂર્યશક્તિ દ્વારા વિકાસનો સૂર્યોદય થાય, ગુજરાતમાં નવી સમૃદ્ધ ઊર્જા પેદા કરે તેવા ઉદ્દેશથી આ સ્વર્ણિમ સૂર્ય તીર્થનો મહિમા કરાશે એવી તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી.

કલાઇમેટ ચેન્જના પડકારો સામે વિશ્વમાં દિશાસૂચક પહેલ કરનારી ગુજરાત સરકારે પ્રેરિત ગુજરાત સોલાર પાર્ક પાટણ જિલ્લાના રણકાંઠે આવેલા ચારણકાની ૧૦૦૦ એકરની વેરાન સરકારી જમીન પર આકાર લઇ રહ્યો છે. ગુજરાત પાવર કોર્પોરેશન સ્થાપિત આ સોલાર પાર્ક રૂા. ૧ર૪૭ કરોડના ખર્ચે પ૦૦ મેગાવોટ વીજળીનું સૂર્યશક્તિ સંચિત કરીને ઉત્પાદન કરશે. દેશ-વિદેશની સૌર ઊર્જાની કંપનીઓએ આ સોલાર પાર્કમાં ૩૦ વર્ષની લીઝના ધોરણે સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદનના એકમો મેળવ્યા છે અને સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન ઉપરાંત સૂર્યઊર્જાના વીજ ઉત્પાદક સંસાધનોના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ પણ ઉભા થશે. આ ઉપરાંત સૂર્યશક્તિના સંશોધન-વિકાસના કેન્દ્ર તથા ટેકનીકલ સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેઇનીંગ સંસ્થા શરૂ કરાશે. ખાનગી પ્રોજેકટ વિકાસકારો દ્વારા એકંદરે રૂા. ૭પ૦૦ કરોડનું મૂડીરોકાણ થશે.

આ સોલાર પાર્કમાં વીજળી ઉત્પાદન કરતા સૌર એકમોની પ૯૦ મેગાવોટ જેટલી વીજળી ખરીદવાના કરારો રાજ્ય સરકારે કરેલા છે અને તેના માટે પાર્કમાં જ સોલાર પાવર સ્માર્ટગ્રીડ ટ્રાન્સમિશન નેટવર્ક પણ કાર્યાન્વિત થશે. જેટકો દ્વારા સ્માર્ટ ગ્રીડ નેટવર્કનો શિલાન્યાસ પણ આજે મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોલાર પાર્કમાં પાવર પ્લાન્ટ અને સોલાર કોમ્પોનેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ સ્થાપવા માટે દેશ-વિદેશના ખાનગી પ્રોજેકટ રોકાણકારો અને કંપનીઓએ જે ઉમળકાભેર અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો તેને ગુજરાતની શાખ ગણાવતાં જણાવ્યું કે, ભવિષ્યમાં ભારતના પશ્ચિમ છેવાડાના પ્રદેશમાં સૂર્ય ઉપાસના આવતીકાલના હિન્દુસ્તાનનો ભાગ્યોદયનો શિલાન્યાસ છે. આ ધરતી ઉપરથી માત્ર સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન જ નથી થવાનું હિન્દુસ્તાનની ધરતીને આ સોલાર પાર્કમાં સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન થતાં કલીન એનર્જીથી વર્ષે એંસી લાખ ટન કાર્બન ડાયોકસાઇડનું પ્રદૂષણ ઘટશે અને કોલસા-ગેસ જેવા કુદરતી ઇંધણની બચત થતા પર્યાવરણ સંવર્ધનની દિશામાં ગુજરાત ઐતિહાસિક ક્રાંતિ કરશે.

મુખ્ય મંત્રીશ્રીએ સોલાર પાર્કના પ્રોજેકટ એકમોની મંજૂરીના પત્રો ખાનગી વિકાસકારોને એનાયત કર્યા હતો અને સૂર્યઊર્જા શક્તિના વિવિધ ઉપયોગોની પ્રસ્તુતિ કરતા સોલાર એનર્જી એકઝીબિનશનનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ભારતમાં ચારણકાના રણપ્રદેશમાં સૌથી વધુ સોલાર રેડિયેશનની માત્રા ઉપલબ્ધ છે અને તેનો સંશોધન અભ્યાસ અમેરિકાની કલાઇમેટ ચેન્જની અગ્રણી સંસ્થા મે. ક્લિન્ટન ફાઉન્ડેશને તૈયાર કરીને ગુજરાત સરકાર સાથે સૂર્યઊર્જા વિકાસમાં ભાગીદાર બન્યા છે.

ગુજરાતે ઊર્જા અને વીજળી ઉત્પાદન ક્ષેત્રે દૂરથી કોલસો લાવીને પણ ઊર્જા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે પરંતુ આપણા રણકાંઠાના ઘરઆંગણે જ ધૂળની ડમરી અને ધોમધખતો તડકો આપતી આ ધરતીને સૂર્યઉપાસના કરીને ગુજરાત સરકારે સૌર ઊર્જાની ટંકશાળમાં પરિવર્તિત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું. આકરી ગરમી અને ઊની લૂની આ ધરતીને એકવીસમી સદીના પહેલા દશકાનો આજનો છેલ્લો દિવસ ઊર્જા ક્ષેત્રે ક્રાંતિનો સંદેશ લઇને સંપન્ન થવાનો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

સૂર્યઊર્જાથી ઉત્પાદિત થનારી વીજળી ભવિષ્યમાં સસ્તી થવાની છે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સોલાર કોમ્પોનંન્ટના મેન્યુફેકચરીંગ એકમોથી કૃષિક્ષેત્રે ગુજરાતે સોલાર પોલીસીમાં માત્ર સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન જ નહીં, પરંતુ સૂર્યઊર્જાના વિવિધ ઉપયોગોનો સંસાધનો દ્વારા રોજગારલક્ષી મેન્યુફેકચરીંગ યુનિટ પણ સ્થાપી શકાય તેવો વ્યાપક ઉદ્દેશ રાખ્યો છે તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જના સંકટોથી દુઃખી છે એના મૂળમાં આપણે કુદરત સાથેનો નાતો તોડી નાખ્યો તેવું પાપ કર્યું છે. પરંતુ હવે ગુજરાતે આ દિશામાં ક્રાંતિકારી પહેલ કરી છે. સૂર્યશક્તિથી ચારણકામાં જે વીજળી પેદા થવાની છે તેનાથી ૮૦ લાખ ટન કાર્બન ડાયોકસાઇટનું પ્રદૂષિત ઉત્પાદન ઘટશે અને નવ લાખ ટન કોલસાનું ઇંધણ બચશે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે કુદરતી સંસાધનો અને સંપત્તિ બચાવવાનું અભિયાન ઉપાડયું છે ગુજરાતના કિસાનોએ પાણીના વૈજ્ઞાનિક ઉપયોગ કરીને પાણીની બચત માટે ટપક સિંચાઇ અપનાવવાની ક્રાંતિ કરી છે. કુદરતી સાધનો બચાવવાથી જ સમૃદ્ધિ આવશે, પર્યાવરણ સુધરશે આ દિશામાં ટપક સિંચાઇથી ખેતીમાં સમૃદ્ધિ લાવવા તેમણે ઉપસ્થિત વિશાળ કિસાન સમુદાયને આહ્વાન આપ્યું હતું. માત્ર પાણી બચાવવાથી જ ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ ઉત્તમ ગુજરાત બની જશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ કિસાનોએ કેટલાક ઉશ્કેરણી ફેલાવવા માંગતા તત્ત્વોને જાકારો આપીને નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરવાની પહેલ કરી છે તે માટે આભાર માન્યો હતો અને કન્યા કેળવણી માટે આ જમીનની કિંમતની રકમ આપીને જે પહેલ કરી તે માટે અંતઃકરણપૂર્વક આભારની લાગણી પણ પ્રદર્શિત કરી હતી.

પાટણ જિલ્લાના પ્રભારી અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આ વિસ્તારની કાયાપલટ કરશે એટલું જ નહીં, આ વિસ્તારનો વિકાસ નવી દિશાઓ કંડારશે.

રાજ્યમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી, રસ્તા જેવી સુવિધાઓ ઉભી કરાઇ છે અને ગરીબોને કાયમી ધોરણે ગરીબાઇમાંથી મુકત બનાવવાનું અભિયાન રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધર્યું છે.

પ્રથમવાર પાટણ જિલ્લાને મેડીકલ કોલેજ અપાઇ છે તથા આવતા બે વર્ષમાં ઉત્તર ગુજરાતને હરિયાળું બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે. સાંતલપુર, ચાણસ્મા, સમી અને હારીજ તાલુકાની ધરતીને સિંચાઇ માટેનું શુદ્ધ પાણી પહોંચવાનું છે ત્યારે ખેડૂતો જમીન સંપાદનમાં સહયોગ આપશે તો ખૂબ ટૂંકાગાળામાં પાણી ઉપલબ્ધ થઇ શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા દશકામાં ગુજરાતે બનમૂન પ્રગતિ કરી છે. શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઓળખ પામેલા ગાુજરાતમાં પુરતી, ગુણવત્તાયુકત અને સૌને વીજળી આપી છે. ગામડામાં ર૪ કલાક પુરતી વીજળી આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. જેટકોએ આ વર્ષે ૧૪૦ સબ-સ્ટેશન બનાવવાનું કામ હાથમાં લીધું છે અને રૂા. ર હજાર કરોડના ખર્ચે સબ-સ્ટેશન બનાવનાર છે. માત્ર પાટણ જિલ્લામાં ૪ સબ-સ્ટેશન બનાવાયાં છે.

આગામી દિવસોમાં જયાં જરૂર હશે ત્યાં સબ-સ્ટેશન ઉભા કરાશે. સ્વર્ણિમ વર્ષમાં એક પણ ઘર વીજળીથી વંચિત ન રહે તે અમારો સ઼કલ્પ છે.

કેન્દ્ર સરકારે નૂર ભાડામાં વધારો કર્યો છે. દર વર્ષે ડીઝલ, પેટ્રોલના ભાવ વધે છે. કોલસા પુરતા પ્રમાણમાં અપાતો ન હોવાથી વિદેશમાંથી કોલસો આયાત કરવો પડે છે તેનું ભારણત પ્રજા પર ગુજરાત સરકારે પડવા દીધું નથી. તેથી ગુજરાત સરકાર ર હજાર કરોડનો બોજો ઉઠાવે છે. દિવસે-દિવસે વીજળી મોઘી થતી હોવા છતાં ગુજરાત સરકારે એક પણ ગરીબ પરિવારને વીજળીથી વંચિત નથી રાખ્યું.

દુનિયાનું સૌથી પહેલું અને મોટું સોલાર પાર્ક અહીં ઉભું થવા જઇ રહ્યું છે તે આ વિસ્તારની કાયાપલટ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

આઇ. એફ. સી.ના પ્રતિનિધિ શ્રી અનિતા જયોર્જે જણાવ્યું હતું કે, ગુજરાતે સોલાર પાર્ક દ્વારા આ ક્ષેત્રે સફળતાપૂર્વકના મંડાણ કર્યા છે તે પ્રશંસનીય અને અનુકરણીય છે. તેમણે આ માટે તમામ રીતે સહયોગી બનવાની ખાતરી આપી હતી.

રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશમાં સૂર્ય ઊર્જાની ક્રાંતિના પ્રારંભનું ગૌરવ આ વિસ્તારને સાંપડયું છે. પાટણનો આ પંથક દસ વર્ષ પહેલાં પીવાના પાણી માટે તલસતો હતો, શિક્ષણની સુવિધાઓનો અભાવ હતો તે વિસ્તારમાં ગામે ગામ પાણી પહોંચ્યું છે, શિક્ષણની જયોત પ્રજવલિત થઇ છે. આરોગ્ય, રસ્તા જેવા કામોથી વિસ્તારની કાયાપલટ આ સરકારે કરી છે. સૌર ઊર્જાથી આ વિસ્તારના લોકોનું ભાગ્ય પણ ઉર્જાવાન બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી નટુજી ઠાકોર, જેડાના ચેરમેન શ્રી ઇશ્વરભાઈ ભાવસાર, ધારાસભ્ય શ્રી ભાવસિંહજી, શ્રી રજનીભાઈ પટેલ, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી પાંડિયન, જી.એસ.પી.સી.ના મેનેજિંગ ડિરેકટર શ્રી તપનરે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના જનરલ મેનેજર જેટકોના મેનેજિંગ ડિરેકટર શ્રી નેગી, જિલ્લા કલેકટર શ્રી જે. જી. હીંગરાજીયા, અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ચારણકા સ્વર્ણિમ સૂર્ય તીર્થઃ મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સોલાર પાર્કનો ઐતિહાસિક કાર્યારંભ કરાવતાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતીઃ

સૂર્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે કરેલી આ પહેલ ગુજરાતને દુનિયામાં સૂર્ય ઊર્જાની રાજધાની તરીકે અંકિત કરશે.

ભારતના પશ્ચિમ પ્રદેશમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ તથા ગુજરાતના રણકાંઠાના ગામ ચારણકામાં પ૦૦ મેગાવોટ સૂર્ય ઊર્જાનો સૂર્ય તીર્થ તરીકેનો શિલાન્યાસ સમગ્ર ભારતના ભાગ્યોદયનો શિલાન્યાસ બનશે.

સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાત સોલાર પાર્કના આ સ્વર્ણિમ સૂર્ય તીર્થમાં ઉત્પન્ન થનારી સૌર ઊર્જાને કારણે ૯ લાખ ટન કોલસાનું ઇંધણ બળતું બચી જશે અને ૮૦ લાખ ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્પાદન અટકતાં પર્યાવરણની રક્ષા થશે.

સ્વર્ણિમ સૂર્ય તીર્થમાં સૂર્ય ઉપાસનાના પર્વ તરીકે સૂર્યમંદિર બનાવવાનું સૂચન તેમણે કર્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 નવેમ્બર 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South