જાહેરસભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ જ મંચ પરથી પાંચ વર્ષ પહેલા એક ચૂંટણી સભામાં હંી તમારી પાસે વોટ માંગવા માટે આવ્યો હતો. અને છત્તીસગઢના ભવિષ્ય માટે બીજીવાર સરકાર બનાવવા માટે અમને તક આપો એવી પ્રાર્થના મે તમને કરી હતી અને મને આજે ગર્વ છે કે હિન્દુસ્તાનમાં એક એવી સરકાર છે, એક એવા મુખ્યમંત્રી છે, જે પોતાના પાંચ વર્ષના કામનો હિસાબ ગામેગામ જઇને જનતાને આપી રહ્યાં છે. આજે હિન્દુસ્તાનમાં આટલા વર્ષ શાસનમાં રહ્યાં બાદ કોઇ મુખ્યમંત્રી માટે ખુ્લ્લેઆમ જનતા વચ્ચે જવુ ઘણું મુશ્કેલ છે. અમે તો અનુભવ્યું છે. મે એવી સરકાર, મુખ્યમંત્રી જોયા છે, તેમણે બે વર્ષ શાસન કર્યું હોય તે તેમની જનતા વચ્ચે જવાનું અવસર શોધે ત્યારે લોકો કાળા ઝંડા અથવા પથ્થર ફેંકે છે. પંરતુ આમને 10 વર્ષ થયા પછી પણ લોકો તેમનો ઉષ્માભેર સ્વાગત કરે છે. આટલી ગરમીમાં લોકોને મળવા એ હિન્દુસ્તાનના રાજકિય પંડિતોને ભાજપની સરકારની શું વિશેષતા રહી છે. સરકારે વોટ બેન્કની રાજનીતિ તો જોઇ છે, આવી ઉલ્લુ સુધી કરનારા રાજનેતા જોયા છે, સત્તામાં આવવું વોટ બેન્ક મજબૂત કરવાનું કામ 50 વર્ષોથી ચાલ્યું આવ્યું છે. પરંતુ ભાજપનું હિન્દુસ્તાનના રાજકારણમાં યોગદાન રહ્યું છે કે, અમે વોટબેન્કની રાજનીતિને લલકારી છે. જનતાની સેવા કરવોની તક મળી અમે વોટબેન્કને દફનાવીને વિકાસની રાજનીતિનો માર્ગ અપનાવ્યો. તેમાં ઘણો પરિશ્રમ કરવો પડે છે. તેમાં સેંકોડો કામ કર્યા પછી પણ કેટલાક કામ બાકી રહી જાય છે. લોકોને ઇમાનદારીથી ફરિયાદ કરવાનું કારણ રહે છે, પરંતુ વિકાસની રાજનીતિના કારમે આજે ભલે કંઇ મળ્યું હોય ના હોય, પરંતુ જ્યારે વિકાસનની રાજનીતિનો માર્ગ અપનાવીએ ત્યારે સામાન્ય માનવીના મનમાં વિશ્વાસ પેદા થશે. આજે ત્યાં સુધી આવ્યા છે કાલે આપણા પાસે પણ આવશે.
છત્તીસગઢની જનતા પર મને ગૌરવ છે
છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અલગ થયા બન્નેમાં કોંગ્રેસની હુકુમત હતી. જ્યારે પહેલી સરકાર બની ત્યારે લોકોને હતુ કે છત્તીસગઢને કંઇક મળશે પરંતુ પ્રથમ ત્રણ વર્ષમાં તબાહ કરી નાંખ્યું, પરંતુ છત્તીસગઢની જનતા પર મને ગૌરવ છે કે તેમણે ભાજપને શાસનમાં લાવ્યા અને આજે કહીં શકું છું કે તમારો નિર્ણય સાચો હતો એ હવે તમે પણ ગર્વ લેશો. તમે રાજનીતિ સ્થિરતાની તાકાત શું હોય છે તેને તમે જાણી છે, જો રાજકિય સ્થિરતા હશે તો વિકાસની ગતિ સાચી દિશામાં સાચા વેગ સાથે આગળ વધે છે. તમે બીજી વખત ભાજપને સત્તા પર લાવીને વિકાસનું કામ કરવાનો અમારો ઉમંગ સેંકડો ગણો વધારી દીધો છે. તેના કારણે પહેલા પાંચ વર્ષના વિકાસના કારણે બીજા પાંચ વર્ષમાં પણ તેના કરતા વધારે સારું કામ થશે અને મને વિશ્વાસ છે કે બીજા પાંચ વર્ષ પણ છત્તીસગઢ દેશમાં પોતાનું કાંઠુ કાઢશે.
હું પણ એક મુખ્યમંત્રી છુંએટલે મને ખબર છે કે એકવાર ઉંચાઇ પર પહોંચ્યા બાદ તેને મેઇનટેન કરવામાં કેટલી તાકાત જોઇએ તે હું જાણું છું અને રમણસિંગે નમ્રતા અને કુશળતા સાથે આજે છત્તીસગઢની જનતાની સેવા કરી રહ્યાં છે. જો તમે પસંદ ના કર્યા હોત અને આશિર્વાદ ના આપ્યા હોત તો તે સંભવ નહોતું. 2000માં જ્યારે છત્તીસગઢની રચના થઇ ત્યારે છત્તીસગઢનું બજેટ 6 હજાર કરોડ હતું અને બજેટ કેટલું મહત્વનું હોય છે તે હું જાણું છું કે, આજે હું અભિનંદન કરું છું ભાજપની સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના કારણ કે, આટલા ઓછા સમયમાં 6 હજાર કરોડથી 49 હજાર કરોડ સુધી પહોંચ્યું છે, તે નાની વાત નથી.
દેશ અંધકારમાં હતું ત્યારે ગુજરાત અને છત્તીસગઢ ઝળહળતું હતુંદેશમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે દેશભરમાં અંધકાર છવાઇ ગયો હતો. દેશના 19 જેટલા રાજ્યોની જનતા અંધારામાં હતી ત્યારે દેશના બે રાજ્યો રોશનીથી ઝળહળી રહ્યાં હતા અને એ બન્ને રાજ્ય હતા છત્તીસગઢ અને ગુજરાત. 19 રાજ્યોમાં અંધકારમાં રોશની છત્તીસગઢ અને ગુજરાતમાં જોવા મળી હતી. ..
દેશની બેન્કોએ જાહેરાત આપવી પડશે કે કોલસા રાખવા માટે લોકર ઉપલબ્ધ છે
દિલ્હીની સરકાર ભયંકર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે લોકો જેલ જાય છે પણ તે સુધરવા તૈયાર નથી. અને જે સુધરવા તૈયાર નથી તેને જનતા સ્વિકારતી નથી. તમે સાંભળ્યું હશે કે પૈસાની ચોરી થાય, ઘરેણાની ચોરી થાય પણ શું તમે ક્યાંય સાંભળ્યું છે કે કોલસાની ચોરી થાય, પરંતુ દેશમાં કોલસાની ચોરી કરવામાં આવી રહી છે. મનમોહન સિંહની સરકાર કોલસા ચોરીમાં જેલના દરવાજા પાસે પહોંચી છે. ભારત સરકારની બેન્કોએ ઘોષણા કરવી પડશે, અમારી બેંકમાં કોલસા રાખવા માટે લોકર છે. કોલસાની પણ ચોરી થઇ જાય તો પછી શું બચશે. આટલી ચોરી કનારા લોકો દેશને લૂંટી રહ્યાં ચે. શું છત્તીસગઢ લૂટાવું છે, વોટબેન્કની રાજનીતિ લાવવી છે, આવા લોકોના હાથમાં અપાવી છે, તો સમયની માંગ છે દોસ્તો હિન્દુસ્તાનના કોઇ ખુણામાં કોઇ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને આ દેશને લૂટંવાની તક આપવી ના જોઇએ. કોંગ્રેસની સરકાર માત્ર નારા આપે છે, વર્ષો પહેલા ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો પરંતુ હજુ પણ દેશમાં ગરીબી હટી નથી. લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે સત્તામાં આવીશું તો 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું પરંતુ શું મોંઘવારી ઓછી કરી, માત્ર વધારી છે, છતાં તેઓ હિસાબ આપે છે ખરા, તેઓ જનતા વિમુખ લોકો છે. રમણ સિંગ તરફથી પડકાર ફેંકુ છું કે છત્તીસગઢની ધરતી પર આવે એક મંચ પર મનમોહન સિંહ અને બીજા મંચ પર રમણસિંગ ઉભા રહી જાય અને નવ વર્ષમાં તમે છત્તીસગઢ માટે શું કર્યું તેનો હિસાબ આપે. દાવા સાથે કહી શકુ છુ કે છત્તીસગઢની ધરતી પર તમે જવાબ નહીં આપી શકો, કારણ કે તમે કઇ કર્યું જ નથી. માત્ર ભ્રષ્ટાચાર કર્યો હતો.
કોંગ્રેસના વખાણ કરેળમાં કરી નારાયણગુરુનું અપમાન ના કરો
કોંગ્રેસના નેતા કેરળ ગયા હતા, જ્યાં તેમમે કહ્યું કે,કોંગ્રેસ સરકારે શિક્ષાના ક્ષેત્રમાં ઘણુ કામ કર્યું. હું તમને પૂછવા માંગુ છું કે શિક્ષાના ક્ષેત્રનું ક્રેડિટ લેવા જઇ રહ્યાં છો, 50 વર્ષ રાજ કર્યું છે તો દેશ નિરિક્ષર કેમ રહ્યું છે. સૌથી વધારે સમય દેશમાં તમે રાજ કર્યું છે, કેરળમાં શિક્ષાનુ ક્રેટિડ તમે નથી લઇ શકતા. શિક્ષાનું આંદોલન ચાલ્યું એ માટે જો કોઇને જાય છે તે શિવગીરી મઠના નારાયણગુરુને જાય છે. આજથી 40 વર્ષ પહેલા કેરળને શિક્ષાની નવી ઉંચાઇ પર લઇ ગયા હતા. અને તેમના કારણે આજે કેરળ આગળ છે. મહેરબાની કરીને કેરળમાં નારાયણગુરુનુ અપમાન ના કરો.
21મી સદીમાં ભારતને મહાસત્તા બનાવવા માટેની જડીબુટ્ટી
આપણે વિકાસની નવી ઉંચાઇ પર જવાનું છે, હવે આશંકામાંથી મુક્તિ જોઇએ છે, 21મી સદીમાં મહાસત્તા બનાવવાનું છે તો તેના માટે બે જડીબુટ્ટી જરૂરી છે એક વિકાસ.... અને ભરોસો.. આજે દેશમાં વિશ્વાસ જેવી વસ્તુ નથી. દિલ્હી સરકાર પર વિશ્વાસ છે. મનમોહન સિંહ બેસેલા છે ઉંધી શકશો. કોઇને કોઇ પર વિશ્વાસ નથી, જે દેશ માટે સંકટ સમાન છે. ભારતના ભાગ્યને બદલવા માટે ભાજપ દેશમાં વિશ્વાસ ઉભો કરવાની રાજનીતિ કરી રહી છે. લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય તે માટેનું કામ કરવા માટે ભાજપ ચાલી નીકળ્યું છે અને અમારો મંત્ર છે વિકાસ. વોટબેંકની રાજનીતિને ખતમ કરી નાંખો, તેને પ્રવેશવા ના દેતા છતીસગઢ ગુજરાત કરતા અડધી વસતી વાળુ રાજ્ય છે. અમારી એનડીસીની બેઠક હોય છે, જ્યારે રમણસિંગને બોલવાનો સમય આવે ત્યારે હોલ ખામોશ થઇ જાય છે, ત્યારે પ્રધાનમંત્રી પણ લખવા બેસી જાય છે કે રમણસિંગ નવા વિકાસની યોજના કહે છે, પણ જ્યારે નક્સલવાદ પર બોલવાનું ચાલું કરે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ચૂપ થઇ જાય છે, અને હવે તો છેલ્લા બેત્રણ વર્ષથી પ્રાર્થના કરે છે કે નક્સલવાદને મોટી વાત ના બનાવો. કોંગ્રેસના નેતાઓ આટલા બધા તેમનાથી ડરે છે. કાંપી જાય છે. આ દમ હોવો જોઇએ મુખ્યમંત્રીમાં દિલ્હી સલતનત પણ આંખો મિલાવી ના શકે.
સાત એવોર્ડમાં કોંગ્રેસની એકપણ સરકાર નહીં
કેન્દ્ર સરકાર દ્વારા સાત એવોર્ડ આપવામા આવ્યા, જે દરેક માટે ગર્વની વાત હોય છે. એ સાત એવોર્ડ જેને આપવામાં આવ્યા તેમાં એક પણ સરકાર કોંગ્રેસની નહોતી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કર્ણાટકને બે એવોર્ડ, ગુજરાતને એક, છત્તીસગઢને એક એવોર્ડ, સિક્કીમ સરકારને એવોર્ડ મળ્યો પંરતુ કોંગ્રેસ કે યુપીએની એકપણ સરકારનું નામ નહોતું, આ લોકો દેશ ચલાવે છે અને આપણને સલાહ આપે છે.