મુખ્યમંત્રીશ્રી અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેઇલ અને ટવીન સિટી પ્રોજેકટ
ગુજરાતના પ૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટના પાઇલોટ પ્રોજેકટ શરૂ થશે
શહેરો ઉપરનું ભારણ ઘટાડવા રર્બન પ્રોજેકટ ગાંધીનગર ગુડામાં જનસુવિધા વિકાસ પર્વ ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ અંતર્ગત ૩૯ ગામોને ૧૬પ કરોડની વિવિધ જનસુવિધા મળશે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (ઞ્શ્ઝ઼ખ્) દ્વારા ગાંધીનગર શહેર બહારના ગ્રામ્ય પરિસરમાં જનસુવિધાના રૂા. ૧૬પ કરોડના વિકાસકામોના પર્વ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે પ૦ નગરોમાં ઘનકચરો નિકાલ વ્યવસ્થાપન અને દૂષિત પાણીના શુધ્ધિકરણ કરીને તેનો ખેતીવાડીના ખાતરપાણીમાં ઉપયોગ કરવાનું સ્વચ્છ શહેરનું રેવન્યુ મોડેલ પ્રોજેકટ હાથ ધર્યું છે.ગુજરાતની રાજધાની ગાંધીનગર બહાર વિકસી રહેલા વિસ્તારોની જનતાની સુખસુવિધા માટે ગુડા દ્વારા ચાર લોકાર્પણ અને નવ જેટલા ખાતમૂહ્ર્તના કામોનો પ્રારંભ શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સંપણ થયો હતો. સરકારના જી.આર. અને સી.આર.ની વચ્ચે જેની આખી દિનચર્યા સમાઇ જાય એવી ગાંધીનગરની જીવનશૈલીની બીબાંઢાળ વ્યવસ્થામાંથી આ પાટનગરને બહાર કાઢવાનું અઘરૂં કામ આ સરકારે ઉપાડયું છે. કોન્ક્રીટના જંગલની અડાબીડ માળખાની ઇમારતોમાં નગરજીવનની પ્રાણશકિત ધબકતી રાખવા આ સરકારે પ્રયાસો કર્યા છે. શહેરની ગતિશીલતા માટે જનતાની શકિતની ગતિશીલતા હોવી જોઇએ એ દિશામાં પ્રયાસો હાથ ધર્યાની ભૂમિકા તેમણે આપી હતી.
ગાંધીનગરના સરકારી બંધિયાર જીવનમાં જનભાગીદારીથી સુવિચારિત ધોરણે નવા આયામો અપનાવીને સફળ પરિણામો લાવી શકાયા છે. એમ તેમણે ઉમેર્યું હતું. હવે શ્નગુડાઌના વિસ્તારોમાં પણ જનસુવિધાના માળખાકીય વિકાસમાંથી પ્રચંડશકિત ધબકશે એની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યુ઼ કે ગાંધીનગર સહિત આખો શ્નગુડાઌનો બેલ્ટ નોલેજ કોરિડોર તરીકે ઓળખ ઉભી કરી રહ્યો છે. દેશ અને દુનિયામાં જે પ્રકારની યુનિવર્સિટીઓ નથી તેવી વિશિષ્ઠ યુનિવર્સિટીઓ બની છે અને યુવાશકિતવિદ્યાર્થી શકિતથી કાયમ ધબકતી આ રાજધાની કાયમ યુવા રહેશે. કયારેય વૃધ્ધ નહીં થાય આ સરકારની વિકાસની દ્રષ્ટિને સમાજતા અનેકને એક દશકો લાગશે એવો કલ્પનાશીલ ભાવિને ધ્યાનમાં રાખીને સર્વસમાવેશક વિકાસનો માર્ગ લીધો છે એની વિશેષતા દર્શાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરને દેશની સોલાર સિટીનું ગૌરવ અપાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. કાર્બન ન્યુટ્રલ સિટી બનનારૂ ગાંધીનગર પર્યાવરણના પ્રાણવાયુથી હર્યુંભર્યું રહેશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગરના મકાનો ઉપર રૂફટોપ સોલાર પેનલો મૂકીને મકાનનો માલિક સૂર્ય વીજળી પેદા કરી વાપરશે અને વેચી શકશે. તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ગાંધીનગર આસપાસના ગુડાના વિસ્તારોની માળખાકીય સુવિધાના વિકાસ માટે રૂા. ૩૧ કરોડના ખાસ વિકાસ અનુદાનની તેમણે જાહેરાત કરી હતી. અમદાવાદ અને ગાંધનગર જેવા શહેરો ઉપર આસપાસના નાના શહેરોની રેલ્વેલાઇનોને જોડવાથી પણ મોટા શહેરો ઉપર વસ્તીનું ભારણ ઓછું થઇ શકયું હોત પણ તેની વિકાસની દ્રષ્ટિ જ કોઇની નહોતી, ત્યારે આ સરકારે આત્મા ગામડાની સંસ્કૃતિનો અને સુવિધા શહેરની નેમ સાથે રર્બન પ્રોજેકટ પણ હાથ ધર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
સામાન્ય નાગરિકોના લાભાર્થે ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરવા માટે સમગ્ર રાજ્યમાં પ૦ નગરોના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવતર પર્યાવરણીય આયામનો પાઇલોટ પ્રોજેકટ પણ આ સરકારે હાથ ધર્યો છે. એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોના પાટનગરને થ્ફ્ફ્શ્ય્પ્નો લાભ આપ્યો છે પણ ગાંધીનગરને રાજધાની તરીકે થ્ફ્ફ્શ્ય્પ્ નો લાભ આપવાથી ઇરાદાપૂર્વક વંચિત રાખ્યું છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વચ્છ નગરો તરીકેનું મૂલ્યાંકન દુનિયા કરી રહી છે ત્યારે હિન્દુસ્તાનના પ૦૦૦ નગરોને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ ઉભૂં કરી શહેરોના દૂષિત પાણીના શુધ્ધિકરણથી આસપાસના શહેરોમાં ખેડૂતોને ઉત્તમ શાકભાજી ઉગાડવા આપી શકાય અને શહેરોના ઘન કચરામાંથી ખાતર બનાવીને ખેડૂતોને આપવાથી, ખેડૂતોનો રસાયણીક ખાતરનો વપરાશ ઘટશે અને તેની બચતની સબસિડી રાજ્ય સરકારોને આપીને નગરોને સ્વચ્છ બનાવવા સાથે આખા પ્રોજેકટનું રેવન્યુ મોડેલ વડાપ્રધાનશ્રી સમક્ષ મૂકયું તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી અને જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ આ પ્રોજેકટની પ્રસંશા કરી આયોજનપંચ સમક્ષ પ્રસ્તુતિ કરવા સૂચવ્યું હતું અને આયોજન પંચ સમક્ષ રજૂઆત કર્યાને દોઢ વર્ષ વીતી ગયું હજુ પણ કાંઇ જ થયું નથી એમ તેમણે જણાવ્યું હતું. ટવીનસિટીના વિઝનની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ગુજરાતમાં અમદાવાદગાંધીનગરહાલોલવડોદરામાધાપરભૂજસુરેન્દ્રનગરવઢવાણ જેવા ટવીન સિટીના શહેરી વિકાસના મોડેલને વિકસાવાશે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકારે શહેરી પરિવહન માટે ગ્ય્વ્લ્ની જનમાર્ગ સફળતાને પગલે અમદાવાદગાંધીનગર વચ્ચે મેટ્રોટ્રેઇન પ્રોજેકટ પણ પૂરજોશથી ચાલી રહ્યો છે તેના વિકાસની દિશા અને ગતિની ભૂમિકા તેમણે આપી હતી. શહેરી વિકાસ મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરની ઓળખ રાજ્યભરમાં સરકારી કર્મચારીઓના શહેર તરીકે જ હતી. આ શહેરમાં ચોક્કસ સમયગાળામાં હલચલ જોવા મળતી હતી. પરંતુ વિકાસશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સત્તાનો દોર સંભાળ્યો ત્યારથી આ નગરને આગવી ઓળખ ઊભી કરવાની નેમ લીધી હતી. છેલ્લા થોડાક જ વર્ષોમાં ગાંધીનગર શહેરના સર્કલો, માર્ગો અને અન્ય સુવિધાઓ રાજ્યભરમાં શહેરની નવતર ઓળખ ઊભી કરી શકયા છે. આ નગરમાં હજુ પણ જનસુખાકારીની વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા ૧૬પ કરોડના કામોનું લોકાર્પણખાતમૂહ્ર્ત કરવામાં આવ્યું છે. તેનો હર્ષ તેમણે વ્યકત કર્યો હતો.
શહેરી વિકાસ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક, કૃષિ, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણક્ષેત્ર જેવા અનેક ક્ષેત્રે વિકાસયાત્રાને સતત ધબકતી રાખવામાં આવી છે. હાલમાં રાજ્યના રૂા. ૩.પ૦ કરોડ ગુજરાતીઓ નર્મદાનું પાણી વાપરી રહ્યા છે શહેરોના વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા અલગ ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવે છે. જેના થકી નગરપાલિકા વિસ્તારોનો અકલ્પનીય વિકાસ થઇ રહ્યો છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી અશોકભાઇ ભાવસારે સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ રૂા. ૧૬પ કરોડના લોકાર્પણખાતમૂહ્ર્ત થનાર વિકાસકામોની આંકડાકીય વિગતો સાથેની માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુડા વિસ્તારની ૩૯ ગ્રામ પંચાયતને સફાઇકામોના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગુડાના વિકાસ કામો અને અમલી બનનાર ઘરેઘરેથી કચરો એકત્ર કરવાની આધુનિક વ્યવસ્થાનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પ્રભારી શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, ઔડાના ચેરમેનશ્રી ધર્મેન્દ્ર શાહ, ગાંધીનગરના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, દહેગામના ધારાસભ્યશ્રી કલ્યાણસિંહ ચૌહાણ, શહેરી વિકાસના અગ્રસચિવશ્રી આઇ.પી. ગૌત્તમ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી શકુન્તનાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો, આમંત્રિતોનગરજનો ઉપસ્થિત રહ્યા હતા.