નવી દિલ્હીમાં ભાજપાની વિરાટ વિજય રેલી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ
દેશની ઇજ્જત, સ્વાભિમાન, સાર્વભૌમત્વ અને સ્વમાનને બેઆબરૂ કરનાર ભારતના પ્રધાનમંત્રીશ્રી ર્ડા.મનમોહનસિંહ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેશહિતને નેવે મુકનારી નીતી-રીતીઓ ઉપર આકરા પ્રહાર કર્યાં
ભારતમાં પરિવારશાહી લોકશાહી ઉપર હાવી થઇ ગઇ છે : દેશના સંવિધાન તથા લોકતાંત્રિક માર્ગે રચાયેલી સરકારની આબરૂના ધજ્જીયા કોંગ્રેસ સલ્ત્નતના શહેજાદા ઉડાડી રહ્યા છે : શ્રી નરેન્દ્ર ભાઇ મોદી
૨૦૧૪માં દેશને ડ્રીમ ટીમ જોઇએ છે, અત્યારની ડર્ટી ટીમ નહીં યુવાશકિતના-દેશવાસીઓના સપના પાર પાડવા કોંગ્રેસને દેશવટો એક માત્ર વિકલ્પ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે નવી દિલ્હી માં ભારતીય જનતા પાર્ટી આયોજિત વિરાટ વિજય રેલીને સંબોધતાં ભારતની ઇજ્જત, સ્વાભિમાન, સાર્વભૌમત્વો અને સ્વજનને બેઆબરૂ કરનાર ભારતના પ્રધાનમંત્રી શ્રી ર્ડા.મનમોહનસિંહ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેશહિતને નેવે મુકનારી નીતી-રીતીઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે ર્ડા.મનમોહનસિંહની અમેરિકાના પ્રમુખ ઓબામા સાથેની મુલાકાત દરમિયાન ભારતની સિધ્ધિઓને બદલે ગરીબીનું માર્કેટીંગ કરવાના અને કોંગ્રેસ સલ્તનતના શહેજાદા ઉપર વડાપ્રધાન પદની ગરિમાની ઠેકડી ઉડાડવા બદલ સીધા સરસંધાન કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારતમાં પરિવારશાહી લોકશાહી ઉપર હાવી થઇ ગઇ છે અને દેશના સંવિધાન તથા લોકતાંત્રિક માર્ગે રચાયેલી સરકારની આબરૂના ધજ્જીયા કોંગ્રેસ સલ્તનતના શહેજાદા ઉડાડી રહ્યા છે એવી આ કોંગ્રેસ સરકારને જડમૂળથી ઉખાડી ફેંકવાનો સમય હવે આવી ગયો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે સને ૨૦૨૨માં ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે સવાસો કરોડ દેશવાસીઓએ સવાસો કરોડ સંકલ્પો કરવા જોઇએ અને યુવાશકિતને પોતાના સપના પાર પાડવા કોંગ્રેસ- મુકત ભારતનું આહ્વાન તેમણે કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની ઔકાત કઇ છે કે સવાસો કરોડની જનશક્તિ ધરાવતા હિન્દુયસ્તાનના પ્રધાનમંત્રીશ્રીનું અપમાન કરે ? તેમણે સ્પકષ્ટપણે જણાવ્યું કે પડોશી દેશના પ્રધાનમંત્રીમાં આવી હિંમત એટલા માટે આવી કે ર્ડા.મનમોહનસિંહ જે સરકારના વડા છે તે પક્ષના યુવા શહેજાદા જ તેમનું માન-સન્માન જાળવતા નથી. જે પક્ષ અને સરકારમાં પ્રધાનમંત્રીનું સ્વમાન, ગૌરવ ન સચવાય તે પક્ષ અને સરકાર દેશનું હિત સ્વમાન, ગૌરવ શું સાચવવાના ? એવો વેધક સવાલ તેમણે કર્યો હતો.
વિશાળ સંખ્યા્માં ઉપસ્થિત યુવાશકિતને શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આહ્વાન કર્યું હતું કે, દેશને ભ્રષ્ટાચારના ભયાનક સંકટમાંથી બહાર કાઢી યુવાપેઢીના ભવિષ્ય ના સપના સાકાર કરવા હશે તો દેશમાંથી કોંગ્રેસ સરકારને દેશવટો આપવો જ પડશે. તેમણે દિલ્હીની કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારી તૌરતરીકાનો સીલસીલાબંધ ચિતાર આપતા જણાવ્યું કે, કોમનવેલ્થ્ ગેઇમ્સના ગોટાળાએ દેશની તિજોરીને નહીં પરંતુ આબરૂને લૂંટી છે, ખેલદીલીની ભાવનાને લૂંટી છે. દેશની સર્વોચ્ચ અદાલત ભ્રષ્ટાચારના મામલે સરકાર સામે કડક શબ્દો અને કડક કાર્યવાહીનો ઉપયોગ કરે છે.
પરંતુ કોંગ્રેસ પક્ષ અને યુપીએના સાથી પક્ષોને ભ્રષ્ટાચારની એવી તો બૂરી આદત પડી ગઇ છે કે ભ્રષ્ટાચારથી બહાર આવીને દેશનો વિકાસ કરવાનો તેમનો કોઇ ઇરાદો જ નથી. સમગ્ર સરકારને લકવો મારી ગયો હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે અને ટનના હિસાબે કરપ્શન થાય છે.
આઝાદીના સાડા છ દાયકા પછી પણ દેશ આજે સુરાજ્ય માટે મીટ માંડીને બેઠો છે. ચોતરફ ગુડ ગવર્નન્સડની માંગ ઉઠી છે. બધી સમસ્યાઓનો રાજમાર્ગ સુશાસન-સુરાજ્ય છે પરંતુ યુપીએ અને કોંગ્રેસને તો કુશાસનનો રાજરોગ થયો છે. તેમની પાસેથી સુરાજ્ય્ની આશા રાખવી ઠગારી છે.
મુખ્યમંત્રીશ્રીના જોશીલા પ્રવચનના કેટલાંક અંશો આ પ્રમાણે છે :
- દિલ્હીમાં ત્રણ-ત્રણ સરકારો ચાલે છે. (૧) મા ની સરકાર (૨) દિકરાની સરકાર (૩) જમાઇની સરકાર.
- કોંગ્રેસ અને તેના સાથી યુપીએ પક્ષો પાસે-પાસે છે પણ સાથે-સાથે નથી.
- યુપીએના દરેક સાથી પક્ષ પોતપોતાની દિશામાં અને સ્વાર્થમાં રચ્યા પચ્યા છે, દેશહિત કે સરકારની તેમને કંઇ પડી જ નથી.
- ગઠબંધન સરકારો રચાય છે આંકડાના ગણિત ઉપર પરંતુ ચાલે છે કેમિસ્ટ્રી્ પર. જો આ કેમિસ્ટ્રી જ મેચ થતી ન હોય તો એવી સરકારો દેશનું શું ભલું કરશે?
- યુ.પી.એ સરકાર ગાંધી- ભક્તિ માં જ માહેર છે. ગાંધી- ભકિત એટલે ગાંધી છાપ કરન્સી નોટોના ટનના હિસાબે ભ્રષ્ટા ચારી રીતરસમોથી ઢગલે ઢગલા ઘર ભેગા કરવા.
- દેશની આઝાદીને છ દાયકા કરતાં વધારે સમય થયો છતાં હજુ વિકાસમાં આપણે પાછળ જ રહ્યા. આપણા પછી આઝાદ થયેલા નાના રાષ્ટ્રો વિકાસની બાબતમાં આપણાથી આગળ નીકળ્યાન છે.
- દેશની યુવાશકિતને રોજગારીના અવસરો જોઇએ છે પરંતુ આ સરકાર રોજગારી આપવામાં સદંતર નિષ્ફઝળ નિવડી છે. અટલજી-અડવાણીજીની એન.ડી.એ. સરકારના છ વર્ષમાં છ કરોડ રોજગારી આપી હતી. યુપીએની આ સરકારે વર્ષ ૨૦૦૪-૨૦૦૯માં માત્ર ૨૭ લાખ રોજગારી આપી.
- યુપીએની આ સરકાર પોતાની ઉપલબ્ધિઓના જે ગાણાં ગાય છે તે તો રાજ્યોની સિધ્ધિઓને આધારે જ છે. કેન્દ્ર્ સરકારના પોતાના વિભાગો રેલ્વે , નેશનલ હાઇવે, નાગરિક ઉડ્ડયન આ બધામાં કૌભાંડો અને ગોટાળાઓનો કોઇ હિસાબ નથી.
- પ્રધાનમંત્રીશ્રી આજે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવાના છો ત્યારે દેશને શંકા છે કે તમે એ મુલાકાતમાં ભારતનું નક્કર વલણ અપનાવશો ? છેલ્લા કેટલાય વર્ષથી મૌન રહેલા ર્ડા.મનમોહનસિંહજી તમે પાકિસ્તાનના વડાપ્રધાન સામે ભારતના સ્વા્ભિમાન અને સાર્વભૌમત્વંની વાત ઉચ્ચાતરી શકશો ખરા ? પાકિસ્તાન ઓક્યુાપાઇડ કશ્મીર માટે તમે તેમની સાથે કોઇ વાતચીત કરી શકશો ખરા ? ભારતમાં ત્રાસવાદી ગતિવિધીઓને પ્રોત્સા્હન આપનારા પાકિસ્તાનને તમે એ મુદ્દે કડક ભાષામાં કાંઇ કહી શકશો ખરા ? ભારતીય સેનાના વીર જવાનોના માથા કાપીને પાકિસ્તાન લશ્કાર લઇ ગયું છે એ શહીદવીરોના માથા તમે પાછા લાવી શકશો ખરા ?
- દેશના પ્રધાનમંત્રીશ્રીએ જી-૨૦ સમિટમાંથી પાછા આવતા જાહેર કર્યું કે હું શહેજાદાના હાથ નીચે કામ કરવા માંગુ છું. પરંતુ મારે યુપીએના વરિષ્ઠા નેતાઓને એ પુછવું છે કે તે લોકો ભારતના બંધારણ અને લોકતાંત્રિક પ્રક્રિયા નીચે કામ કરવા માંગે છે કે શહેજાદાની પરિવારશાહીમાં ?
- ૨૦૧૪માં દેશને ડ્રીમ ટીમ જોઇએ છે, અત્યારની ડર્ટી ટીમ નહીં.
આ સરકાર પાસે કોઇ દ્રષ્ટિ કે નવું વિઝન નથી. આયોજન પંચ અને બજેટમાં માત્ર તારીખો અને વચનો જ બદલાય છે. બાકી માયાજાળ એની એ જ રહે છે. દેશનું એનાથી કાંઇ ભલું થતું નથી.