પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે 15મી જુલાઈ 2022થી આગામી 75 દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે મફત કોવિડ-19 સાવચેતીના ડોઝનો નિર્ણય ભારતના રસીકરણ કવરેજને આગળ વધારશે અને તે એક સ્વસ્થ રાષ્ટ્રની રચના કરશે.
#આઝાદીકા અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"કોવિડ-19 સામે લડવા માટે રસીકરણ એ અસરકારક માધ્યમ છે. કેબિનેટનો આજનો નિર્ણય ભારતના રસીકરણ કવરેજને આગળ વધારશે અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે."
Vaccination is an effective means to fight COVID-19. Today’s Cabinet decision will further India’s vaccination coverage and create a healthier nation. https://t.co/LolQyWjK90
— Narendra Modi (@narendramodi) July 13, 2022