તમારી આવનારી UAE મુલાકાત અંગે જણાવશો.
મારી મુલાકાત છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને (ફેબ્રુઆરી 11-13, દુબઈમાં) સંબોધન કરવાના આમંત્રણના જવાબરૂપે છે. આ વર્ષે ભારતને ગેસ્ટ ઓફ ઓનર દેશ તરીકે નીમવામાં આવ્યું છે. ભારતને મળેલું આ સન્માન એ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધની ઓળખ કરાવે છે.
હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તુમ, UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તેમજ દુબઈના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયડ અલ નહ્યાન, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAEના સુરક્ષાદળોના ડેપ્યુટી સુપ્રિમ કમાન્ડર સાથે બેઠકો હાથ ધરીશ.
ઉર્જા સુરક્ષા અને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું રોકાણ એ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ રહેશે. મારી ગઈ UAE મુલાકાત અને મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયદની ગયા વર્ષની મુલાકાત દરમ્યાન જ્યારે તેઓ અમારા ગણતંત્ર દિવસે મુખ્ય અતિથી હતા ત્યારે જે અસંખ્ય પહેલ શરુ કરવામાં આવી હતી તેના ફળ હવે મળી રહ્યા છે.
એ અત્યંત ખુશાલીની વાત છે કે નવી સરકાર-થી-સરકાર અને વ્યાપાર-થી-વ્યાપાર ની પહેલ આર્થિક પ્રવૃત્તિઓના વિવિધ વિસ્તારોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબુતી અને ઉંડાણ પૂરું પાડશે.
UAEના ભારતીય સમાજે બંને દેશો વચ્ચે સેતુ રૂપી કાર્ય કર્યું છે અને મને આશા છે કે મારી મુલાકાત આ સંબંધને વધારે મજબૂત બનાવશે.
UAE એ ત્રણ મિલિયનથી પણ વધુ ભારતીય મૂળના લોકોનું ઘર છે. UAEના ભારતીય સમાજે બંને દેશો વચ્ચે સેતુ રૂપી કાર્ય કર્યું છે અને મને આશા છે કે મારી મુલાકાત આ સંબંધને વધારે મજબૂત બનાવશે.
તમને રજા મળવાનો વૈભવ મળે છે?
મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે હું ક્યારેય રજાઓ પર ગયો નથી. જો કે મારું કાર્ય મને સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને લોકોને મળવાની તક પૂરી પાડે છે, તેમની ખુશીઓ, દુઃખો અને આશાઓ વિષે જાણવાનું મળે છે. મારા માટે આ તાજગી આપનારું અને કાયાકલ્પ કરવા જેવું છે. જ્યારે હું 2001માં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો તે અગાઉ હું ભારતના દરેક જિલ્લાઓમાં પ્રવાસ કરી ચુક્યો છું. આ અત્યંત જ્ઞાનપ્રદ અનુભવ રહ્યો છે અને તેણે મને ભારતની સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા છે.
શું તમારો કોઈ ખાસ રસોઈયો છે જે તમારી ભારતની બહારની મુલાકાતો દરમ્યાન સાથે રહે છે?
બિલકુલ નહીં. મારા પ્રવાસો દરમ્યાન મારી સાથે કોઈજ ખાસ રસોઈયો હોતો નથી. હું એ તમામ વસ્તુઓ ખાઉં છું જે મારા માનવંતા યજમાનો બનાવે છે અને મને જે કશું પણ પીરસવામાં આવે છે તેને ખાતા સમયે આનંદની લાગણી અનુભવું છું.
તમે દિવસમાં કેટલા કલાકની ઉંઘ મેળવો છો?
મારી ઉંઘની સાયકલ કામના બોજને અનુરૂપ ચાર થી છ કલાકની હોય છે. પરંતુ મને દરેક રાત્રે પૂરતી ઉંઘ મળી રહે છે. હકીકતમાં પથારીમાં પડવાની સાથેજ મને ઉંઘ આવી જતી હોય છે. હું મારી સાથે કોઈજ ચિંતા નથી લઇ જતો અને દરરોજ સવારે હું તાજગી સાથે ઉઠું છું અને મારા જીવનમાં આવેલા નવા દિવસનું સ્વાગત કરું છું.
મન અને શરીર માટે ઉંઘ ખુબ જરૂરી છે. મેં યુવાનો માટે એક્ઝામ વોરીયર્સ નામનું પુસ્તક લખ્યું છે જેમાં મેં રાત્રીની સારી ઉંઘ પર ભાર મૂક્યો છે.
તમે સવારે ઊઠતાંની સાથેજ કયું કાર્ય કરો છો અને રાત્રે સુતા પહેલાનું અંતિમ કાર્ય કયું કરો છો?
મારો દિવસ યોગ સાથે શરુ થાય છે કારણકે મારું માનવું છે કે તે મન અને શરીર માટે અત્યંત આવશ્યક છે. તે મને તાજગી આપે છે અને સમગ્ર દિવસ દરમ્યાન મને સ્ફૂર્તિ આપે છે. મારી સવાર સમાચારપત્રો પર નજર નાખવામાં, ઈમેઈલ્સ ચેક કરવામાં અને ફોન કોલ્સ કરવામાં પણ જાય છે. ‘નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’ પર નાગરિકો દ્વારા શેર કરવામાં આવેલા મંતવ્યો અને સૂચનો વાંચવામાં પણ હું કેટલોક સમય ગાળું છું, મારા માટે તે સમગ્ર ભારતના લોકો સાથે સંપર્કમાં રહેવા માટેનો અદભુત રસ્તો છે.
હું ટેક્નોલોજીની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું કારણકે તે લોકોને સશક્ત કરે છે
સુતા અગાઉ દિવસ દરમ્યાન મને મોકલવામાં આવેલા દસ્તાવેજો વાંચું છું. હું બીજા દિવસની બેઠકો અને અન્ય કાર્યક્રમો માટેની તૈયારી પણ કરું છું.
શું તમારી કોઈ મનપસંદ ડીશ છે? બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં શું ખાવાનું પસંદ કરો છો?
હું ખૂબ ઓછું ખાઉં છું. મને દરરોજ સાદું શાકાહારી ભોજન ખાવામાં આનંદ આવે છે.
ભારત ખોરાકપ્રેમીઓ માટે અદભુત જગ્યા છે.અમારા દેશનું દરેક રાજ્ય સ્વાદિષ્ટ રસોઈ પીરસે છે. મને ભારતના દરેક ભાગમાં ફરવાનો મોકો મળ્યો છે અને ભારતની તમામ ડીશ ચાખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
અઠવાડિયાનો કયો દિવસ તમારો મનપસંદ દિવસ છે અને શા માટે?
મારી આજ મારો પસંદગીનો દિવસ છે. હું એક સરળ સિધ્ધાંતમાં માનું છું કે- દિવસનો મહત્તમ ઉપયોગ કરો, જીવનનો ભરપુર આનંદ માણો.
એવી કઈ વ્યક્તિ છે જેમણે તમને સૌથી વધારે પ્રેરણા આપી છે?
ઘણી બધી વ્યક્તિઓ છે જેમણે મને પ્રેરણા આપી છે અને હું જરૂરથી તેમનામાંથી કેટલાક વિષે કહીશ.
મારા બાળપણથી હું સ્વામી વિવેકાનંદથી પ્રેરણા પામ્યો છું. તેમની સાર્વત્રિક સંવાદિતા અને ભાઈચારાના મુલ્યોમાં અવિશ્વસનીય શ્રધ્ધા હતી.
મહાત્મા ગાંધી એક અન્ય વ્યક્તિ છે જેનો હું ચાહક રહ્યો છું. તેમનું ગરીબો પ્રત્યેની વચનબધ્ધતા હોય, શાંતિ અને અહિંસામાં તેમની અવિશ્વસનીય શ્રધ્ધા હોય કે પછી સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન દેશના દરેક વ્યક્તિને જોડવાની તેમની ક્ષમતા હોય, આ તમામ વખાણવાલાયક ગુનો છે.
હું સરદાર વલ્લભભાઇ પટેલના દેશને એક કરવાના પ્રયાસોનો પણ પ્રશંસક છું. શહીદ ભગત સિંઘે તેમની બહાદુરી દ્વારા મારા મન પર ઘેરી છાપ છોડી છે.
હું એક સરળ સિધ્ધાંતમાં માનું છું – આજનો મહત્તમ ઉપયોગ કરો, જીવન પૂર્ણરીતે જીવો. કાર્ય કરવા માટે આજનો દિવસ જ આપણા હાથમાં છે અને આથી કાર્ય કરી બતાવો.
ભારતમાં અન્ય લોકોની જેમ ડૉ બાબાસાહેબ આંબેડકર પણ પ્રેરણાદાયી રહ્યા છે. તેમણે આપણને નિર્ણયશક્તિ અને દ્રઢતાના મહત્ત્વની શિક્ષા આપી છે.
છેલ્લે પરંતુ જરાય ઓછું મહત્ત્વ નથી ધરાવતા એવા બેન્જામિન ફ્રેન્કલીન જેમનો હું અનેકવિધ પ્રતિભા ધરવતા હોવાથી અને એ હકીકત કે તેમણે પોતાના રાષ્ટ્રની અત્યંત ખંતપૂર્વક સેવા કરી તે માટે ખુબ આદર કરું છું
અંગત સંપર્કમાં રહેવા માટે તમે કેટલા ટેક સેવી છો?
હું એવું દ્રઢતાપૂર્વક માનનારો છું કે ટેક્નોલોજીની શક્તિ લોકોને સશક્ત બનાવે છે.
ટેક્નોલોજી એ યુવા ભારત સાથે જોડાવવાનો અદભુત રસ્તો છે અને તે તેમની આકાંક્ષાઓની ઝલક આપે છે.
અંગતરીતે હું સોશિયલ મિડિયા (ફેસબુક, ટ્વીટર, લિંકડીન, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ) પર એક્ટીવ છું અને હું તેને અત્યંત ધબકતા માધ્યમ તરીકે જોવું છું.
હું મારી એપ ‘ધ નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’ પર સતત મેસેજો ચેક કરતો રહેતો હોઉં છું. આ એપ પર વિવિધ પ્રકારના વિષયો પર ઘણાબધા હકારાત્મક વિચારો, સૂચનો અને મંતવ્યો આવતા હોય છે. હું તેને અત્યંત મદદગાર સમજુ છું.