12-14 વયજૂથના યુવાનો અને 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે અને 12-14 વર્ષની વય જૂથના યુવાનો અને 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાવવા વિનંતી કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજનો દિવસ આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. હવે પછી, 12-14 વય જૂથના કિશોર રસી માટે પાત્ર છે અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો સાવચેતીના ડોઝ માટે પાત્ર છે. હું આ વય જૂથના લોકોને રસી લેવા વિનંતી કરું છું. "

"સમગ્ર વિશ્વની સંભાળ રાખવાની ભારતની નીતિને અનુરૂપ, અમે રસી મૈત્રી કાર્યક્રમ હેઠળ ઘણા દેશોમાં રસી મોકલી છે. મને આનંદ છે કે ભારતના રસીકરણના પ્રયાસોએ કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવી છે."

"આજે, ભારતમાં ઘણી બધી 'મેડ ઈન ઈન્ડિયા' રસીઓ છે. અમે મૂલ્યાંકનની યોગ્ય પ્રક્રિયા પછી અન્ય રસીઓને પણ મંજૂરી આપી છે. આપણે આ જીવલેણ રોગચાળા સામે લડવા માટે ઘણી સારી સ્થિતિમાં છીએ. તે જ સમયે, કોવિડ સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરવાની  આપણે જરૂર છે.."

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024

Media Coverage

Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India