નરેન્દ્ર ભાઇ મોદીઃ ઉત્તમ શિક્ષકોના નિર્માણની પ્રાણવાન પ્રયોગભૂમિ ગુજરાત બન્યુંત છે
ઉત્તમ શિક્ષકોનું નિર્માણ એ દેશની પ્રાથમિક જવાબદારી અને શિક્ષકની ગરિમા જાળવવી એ સમાજનું દાયિત્વન છે
રમેશ ઓઝા-ભાઇશ્રી :
સમાજમાં શિક્ષક અને સૈનિક સૌથી આદરણીય
શિક્ષક સામે રાષ્ટ્રસના ઘડતરનું દાયિત્વક એક પડકાર છે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું છે કે ઉત્તમ શિક્ષકોના નિર્માણની આગવી પહેલ કરવાની પ્રાણવાન પ્રયોગભૂમિ ગુજરાત બન્યું છે જેણે ર૧મી સદીમાં વિશ્વને ઉત્તમ શિક્ષકોની આવશ્યિકતા છે તેની પૂર્તિ કરવાની દિશા બતાવી છે. ઉત્તમ શિક્ષકોનું નિર્માણ એ દરેક દેશની પ્રાથમિક જવાબદારી છે અને શિક્ષકની ગરિમાને ઉની આંચ ના આવે તેવું વાતાવરણ સર્જવાનું દાયિત્વિ સમાજનું છે, એમ તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું.
ગુજરાતની વિશિષ્ઠ યુનિવર્સિટી-ઇન્ડીયન ઇન્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશનના ઉપક્રમે આજે મહાત્મા- મંદિર ગાંધીનગરમાં યોજાયેલી શિક્ષણ-પ્રશિક્ષણ નવચિન્તન શિબિરનું ઉદ્દઘાટન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું. પ્રાથમિક શિક્ષકથી પ્રાધ્યાપક-પ્રાચાર્ય સુધીના શિક્ષણ વિશ્વના સશકિતકરણની નવી દિશાનું પ્રેરક મંથન કરનારી આ શિબિરમાં ગુજરાત ઉપરાંત અન્ય્ રાજ્યોની શિક્ષણ સંસ્થાઓના પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વાઇસ ચેરમેન એચ. દેવરાજ અને અન્ય રાજ્યો્ની યુનિવર્સિટીના પદાધિકારીઓ તથા શ્રી રમેશ ઓઝા ભાઇશ્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્ર સિંહજી ચૂડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી પણ આ શિક્ષણ ચિંતન શિબિરમાં સહભાગી બન્યા હતા.
પ્રેરક સંબોધનમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્તમ શિક્ષકની તાલીમની પહેલ કરી, આગામી ર૧મી સદીમાં આપણો નાગરિક સમાજ વિશ્વમાં કેવો સશકત બને તેની પ્રયોગભૂમિ ગુજરાત બન્યું છે. શા માટે આપણું સપનું એવું ના હોય કે પૂરા વિશ્વમાં ઉત્તમ શિક્ષકની જે માંગ છે તેમાં આપણે ઉત્તમ શિક્ષકની દુનિયામાં નિકાસ કરીને આપણી સંસ્કૃાતિને વિશ્વમાં એક શકિત તરીકે પ્રસ્થા પિત કરી શકીએ? આ લાંબાગાળાના સંકલ્પન સાથે ઉત્તમ શિક્ષકનું નિર્માણ આપણી પ્રાથમિકતા બનવી જોઇએ જે યુગો સુધી નવી પેઢીઓને સશકત બનાવે.
શિક્ષકનું ગૌરવ અને ગરિમાને ઉની આંચ આવશે તો સમાજ અને રાષ્ટ્ર સંકટોનો ભોગ બનશે. આપણું સહિયારૂં દાયિત્વે એ જ હોઇ શકે કે શિક્ષકની ગરિમા પૂનઃપ્રસ્થાપિત થાય. તો સમાજમાં જે તનાવ અને અસહિષ્ણુતા છે તેનાથી મૂકત થવાની દિશા મળશે. શિક્ષક નિત્યાનૂતન વિચારોથી પ્રાણવાન બને, એ જરૂરી છે. આજે સમાજમાં કુટુંબો વિભકત બની રહયા છે ત્યારે આપણા સંતાનોની પેઢીને જીવન જીવવાની પ્રેરણા ઉત્તમ શિક્ષકના આચરણથી જ મળી રહેશે. આપણે સાચી દિશામાં જઇ રહયા છીએ અને ટીચર યુનિવર્સિટીનો પ્રયોગ શિક્ષણ ક્ષેત્રે લાંબાગાળાનું ચિન્તજન પુરૂં પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ર૦૧૧માં સ્થાશપિત ગુજરાતની ટીચર યુનિવર્સિટી આઇ.આઇ.ટી.ઇ.એ શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રે દેશમાં આગવી ઓળખ અને વિશ્વસનિયતા ઉભી કરી છે, એનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં એમ પણ જણાવ્યું કે હવે ભારત સરકાર પણ આવી ટિચર યુનિવર્સિટીની દિશામાં આગળ વધી રહી છે એમ યુ.જી.સી.એ જણાવ્યું છે. આ હકિકત જ દર્શાવે છે કે ગુજરાત દેશને પથદર્શક બની રહયું છે,
આપણી સાંસ્કૃતિક વિરાસતમાં હજારો વર્ષથી શિક્ષા-દીક્ષાની પરંપરાનો વારસો છે અને માત્ર 'ફોર્મલ એજ્યુકેશન' નહીં 'ઇન્ફોસર્મલ એજ્યુ કેશન' માટે પણ ઉત્તમ શિક્ષણના મૂલ્યોની અનેક ક્ષિતિજો એમા નિહિત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રિનિર્માણ, સમાજનિર્માતા અને વ્યકિતનિર્માતા તરીકે શિક્ષકનું દાયિત્વ શું હોઇ શકે તેનું તત્વદર્શન રજૂ કરતા શ્રી નરેન્દ્રુભાઇ મોદીએ જણાવ્યું કે શિક્ષક તરીકે સમર્પિત ભાવથી 'એષઃ પંથાઃ'નો જીવન ધર્મ સ્વીકારનારા માટે પ્રશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા હોવી જોઇએ અને ગુજરાતે આ પહેલ કરી છે. ધોરણ ૧ર પછી ઉત્તમ શિક્ષક તરીકે જેમણે જીવનનો માર્ગ પસંદ કરવો છે તેને ઉત્તમ શિક્ષક બનવાનો પ્રેરણાષાત આ ટીચર યુનિવર્સિટી છે એમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષકમાં વિદ્યાર્થીને વિષય ભણાવવા માટેની કેવી સોચ-સજ્જતા હોવી જોઇએ તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીના માનસ અને હ્વદયભાવ સાથે જોડાણ કરવાથી જ શિક્ષક સફળ બની શકે. આ મનોયોગ શિક્ષકમાં ઉજાગર કરવા ૧૯૪૮ થી માત્ર ઉચ્ચક આયોગોની રચના થઇ પરંતુ શિક્ષણમાં સુધારા વિશે કોઇ નવી પહેલ થઇ જ નહીં. શિક્ષણ વ્યુવસ્થામાં માત્ર માળખાકીય સુવિધા જ નહીં, શિક્ષકના ઉત્તમ નિર્માણને પણ શૈક્ષણિક પરિવર્તનમાં મહત્વ મળવું જોઇએ. ઉત્તમ શિક્ષકોનું નિર્માણ એ કોઇપણ દેશ માટે પ્રાથમિક જવાબદારી હોવી જોઇએ. પરંતુ પ૦-૬૦ વર્ષો પછી પણ ભારતમાં એની ગંભીરતાથી કોઇ વ્યવસ્થાં ઉભી થઇ નથી એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે.
મુખ્યામંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્તમ શિક્ષકનું કૌશલ્ય વર્ધન થતું રહેવું જોઇએ માત્ર પુસ્ત્કોના માધ્યમથી જ્ઞાન અર્જિત થઇ શકે નહીં, તે માટે શિક્ષકોના પ્રશિક્ષણને "ટીચીંગ" નહીં "લર્નિંગ" પ્રોસેસ તરફ પ્રેરિત કરવું પડશે. શ્રેષ્ઠન શિક્ષક તરીકે વિદ્યાર્થીના વ્યકિત વિકાસ માટેના નવા આયામો 'લર્નિંગ પ્રોસેસ' સાથે કેવા હોવા જોઇએ તેની સમજ ઉજાગર થવી જોઇએ.
આધુનિક શિક્ષણમાં આજના યુગમાં શિક્ષક સામે પડકાર એવો છે કે વર્તમાન પેઢીના બાળ માનસમાં જે જીજ્ઞાસા-જાણકારીની ઉંચાઇ છે તેને શિક્ષક સંતોષી શકવા સક્ષમ હોવો જોઇએ. બાળકના મનમાં ઉઠતા જીજ્ઞાસારૂપ પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક ઉત્તરો આપીને સંતોષ આપવો.
"માતા જન્મ આપે છે, પણ શિક્ષક જીવન આપે છે" અને જેનામાં માતાનું ભાવસ્તર છે તે જ શિક્ષકનું 'માસ્તર' રૂપે પ્રગટીકરણ કરી શકે અને શિક્ષક એ દેશના ગણતંત્રમાં 'ગૂણતંત્ર' નો વિકાસ કરી શકે છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
'શાળાપ્રવેશ-ઉત્સવ' એ ઉત્સવની એવી નવી પરિભાષા છે જેમાં સમાજ અને રાષ્ટ્ર માટે નવી પેઢીને શાળાપ્રવેશથી જીવનયાત્રામાં પદાર્પણ કરાવવાની શકિત છે. એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક શાળામાં "ગુણોત્સવ"નો આયામ અપનાવીને સમગ્ર દેશમાં ઉચ્ચમ શિક્ષણ, બિઝનેસ મેનેજમેન્ટ, મેડીકલ કોલેજો, યુનિવર્સિટીઓનું ગ્રેડેશન થાય છે પરંતુ ગુજરાત સરકારે તો પ્રાથમિક શાળાનું ગ્રેડેશન કર્યું છે. તેની ભૂમિકા આપી હતી.
કથાકાર શ્રી રમેશ ઓઝા 'ભાઇશ્રી'એ જણાવ્યું કે સમાજમાં સૌથી વધારે આદરણીય હોય તો તે સૈનિક અને શિક્ષક છે એવું એક અભ્યા્સ પૂરવાર કરે છે. સમાજની આ સ્વીકૃતિ જ પૂરવાર કરે છે કે સૈનિક માટે 'શષા' અને શિક્ષક માટે 'શાષા' બંને માનવ સંસાધન માટે રાષ્ટ્રિ રક્ષા અને સંસ્કૃતિનો મહિમા પ્રગટ કરે છે.
તેમણે જણાવ્યું કે દેશ અને સમાજ માટે સમર્પિત ભાવથી જ સાચો શિક્ષક અને સૈનિક જીવનભર તેની વૃત્તિને આત્મસાત કરે છે.
ગુજરાત બધા જ ક્ષેત્રોમાં નવું કરી શકે છે. કથા પણ લોકશિક્ષણનું માધ્યમ છે અને શિક્ષક કયારેય સાધારણ નથી હોતો. હું ગુરૂપ્રતિષ્ઠાનમાં માનું છું અને શિક્ષકનો સહધર્મી છું એમ શ્રી 'ભાઇશ્રી'એ જણાવ્યું હતું.
તરૂણ-યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહયું છે તેના નિવારણ માટે શિક્ષકે લાગણી અને નિષ્ફળતા સામે વિદ્યાર્થી પેઢીને તનાવમૂકત રાખવાનો પડકાર પણ છે તેમ જણાવી શ્રી રમેશભાઇ ઓઝાએ યુવાપેઢીના બૌધ્ધિીક વિકાસ જ નહીં, માનવીય મૂલ્યોના વિકાસનું મહત્વન સમજાવ્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે શિક્ષણમાં ગૂણાત્મક પરિવર્તન માટે ગુજરાતે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જે આગવી પહેલરૂપ સિધ્ધિૂઓ મેળવી છે તેની ભૂમિકા આપી જણાવ્યું કે પૂર્વ પ્રાથમિકથી પી.એચ.ડી. સુધી ઉત્તમ શિક્ષક માટે ગુજરાતની દિશા દેશને પંથદર્શક બનશે.
યુ.જી.સી. વાઇસ ચેરમેન એચ. દેવરાજે શિક્ષકના વ્યવસાયને ઉત્કૃંષ્ઠતા તરફ લઇ જવાની દીર્ઘદ્રષ્ટિી માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા.
આઇ.આઇ.ટી.ઇ. ના કુલપતિશ્રી કમલેશ જોષીપુરાએ રાષ્ટ્રીયકક્ષાએ શિક્ષક પ્રશિક્ષણના નવચિન્તઓન માટે આ ગુજરાતની પહેલ એક મંથન છત્ર પુરૂ પાડશે એમ જણાવી ચિન્તન શિબિરની રૂપરેખા આપી હતી.
કુલ સચિવશ્રી બી. જે. ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ શિબિરમાં રાજ્ય અને રાજ્ય બહારની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, શિક્ષણવિદો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા નાગરિકો-આમંત્રિતો પણ ઉપસ્થિત હતા.