કેરાલા : કોલ્લમ
માતા અમૃતાનંદમયી-અમ્માનો ૬૦ મો જન્મ મહોત્સવ, શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ લાખો શુભેચ્છકોના જનસમુદાયમાં ભારતની સંતશકિતનું ગૌરવ કરતું પ્રેરક સંબોધન કર્યું
ભારતીય સંતશકિતની ઉજ્જવળ પરંપરા ભારત માતાને જગદગુરૂના સ્થાનને બિરાજમાન કરશે
એકબાજુ માનવતા વિરોધી તાકાતો આતંકવાદથી લોહીની નદી વહેવડાવે છે બીજી બાજુ ભારતની સંતશકિત પ્રેમ-કરૂણાની ધારા વહેતી રાખે છે
અમૃતા યુનિવર્સિટીના વિવિધ કલ્યા-ણ પ્રકલ્પોતનું મુખ્યમંત્રીશ્રી ઉદ્દઘાટન કર્યું
અમ્મા એ મુખ્યમંત્રીશ્રીને અંતઃકરણના આશીર્વાદ આપ્યા
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે કેરાલામાં માતા અમૃતાનંદમય-અમ્માના ૬૦માં જન્મ્દિવસ મહોત્સવમાં વિશેષ અતિથી તરીકે ભારતની મહાન સંત પરંપરાના મહિમાનું ગૌરવ કરતાં જણાવ્યું કે, આ સંત શકિતએ સેવા અને ભકિતની પીઠીકાથી ભારત માતાને આઝાદ કરવા આધ્યાંત્મિક અને સમાજ ચેતનાની સાંસ્કૃતિક મૂવમેન્ટ ની ભૂમિકા બાંધી હતી અને મને સ્પિષ્ટપણે વિશ્વાસ છે કે ભારતની આઝાદીના ૭પ વર્ષ કે શતાબ્દી ઉજવાશે ત્યારે આજે પણ દેશના ખૂણે-ખૂણે સેવા અને ભકિતનું સાંસ્કૃતિક આંદોલન સંતો-મનિષિઓ દ્વારા ચાલી રહયું છે તે ભારત માતાને જગદગુરુ બનાવવા માટેની બૂનિયાદ બની જશે.
અમૃતાનંદમયી મઠમાં અમૃતા યુનિવર્સિટીના પરિસરમાં ઉજવાઇ રહેલા અમ્માના જન્મજયંતિ મહોત્સવમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને અમ્માએ પ્રગતિના સોપાન ઉપર આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા.
ગુરૂવારે વહેલી સવારે વિશ્વખ્યાત પદ્મનાભસ્વા્મી મંદિરના પૂજા-દર્શન કરી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ અમ્મા ના ૬૦માં જન્મ મહોત્સવ ઉજવણીમાં ભાગ લીધો હતો. શ્રી નરેન્દ્ર ભાઇ મોદી પર અમ્માએ પ્રેમની અમીવર્ષા કરી હતી.
મલયાલમ ભાષામાં કેરાલા પરિવારોનું અભિવાદન કરી પ્રેરક સંબોધનનો પ્રારંભ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમ્માની પ્રેરણાથી માનવ સેવાનું વિરાટ વૃક્ષ વિકસ્યુ છે અને જે સરકારે કરવું જોઇએ તે અમ્મા કરી રહયા છે તેમ જણાવી અમ્માનું અભિવાદન કર્યું હતું.
વંચિતો-શોષિતો-પીડિતો માટેની અમ્માની સેવાની પ્રસંશા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનવ સેવા એ જ માધવ સેવા છે એનો સાક્ષાત્કાર અમ્માએ કરાવ્યો છે.
ગુરૂ માતા ગરિયસીની આપણી સંસ્કૃતિમાં માતૃશકિતનો જે મહિમા છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે આપણા ઋષિમૂનિ ગુરૂઓ અને માતૃશકિતનો સમન્વય અમ્મામાં છે જેમણે "સ્વ" માટે નહીં સમષ્ટિન માટે જીવન સમર્પિત કર્યું છે.
ભવ્ય ભારતના શિલાન્યા્સ જેવા અનેકવિધ વિજ્ઞાન-ટેકનોલોજી આધારિત સંશોધનો તેમણે માનવજાતને ચરણે ધર્યા છે તે માટે આભાર માનવા શબ્દોપણ સમર્પિત નથી તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ભારતીય મનિષિઓએ જે વસુધૈવ કુટુંમ્બકમનો માર્ગ બતાવ્યો છે તે આજના માનવતા વિરોધી સંકટનો સાચો જવાબ છે. તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાકિસ્તાનના પેશાવરમાં ચર્ચ ઉપરનો આતંકી હુમલો, નૈરોબીમાં નિર્દોષ નાગરિકો ઉપર આતંકવાદીઓએ આચરેલી હિંસા અને આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના ઉપર આતંકવાદીઓના હિચકારા હુમલાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે એક તરફ માનવતા વિરોધી તાકાતો ખૂનની નદીઓ વહેડાવે છે જ્યારે બીજી બાજુ અમ્મા જેવી સંતશકિત પ્રેમ-કરૂણાની ધારા વહેવડાવે છે જે ભારતના આધ્યાત્મિક વારસાનો મહિમા કરે છે.
સર્વજન સુખાય સર્વજન હિતાયનો મંત્ર આપીને ભારતની ભૂમિ ઉપરના સંતો-મનિષીઓએ આધ્યાત્મિોક તાકાત અને સંત પરંપરાનું દર્શન કરાવ્યું છે. દુભાર્ગ્યઓ એવું છે કે આપણા ઋષિ-મૂનિ-સંતોની માનવસેવા, કરૂણા અને સમાજકલ્યાણની ઉજ્જવળ પરંપરાનું ગૌરવ થતું નથી. આ જ સંતશકિતએ ૧૮પ૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામથી લઇને આઝાદીના આંદોલનની આખી પીઠીકા ભકિત આંદોલનથી બાંધી હતી અને આજે પણ ભારતના ખૂણે-ખૂણે આવી જ સમાજ ચેતનાનું સાંસ્કૃતિક આંદોલન ચાલી રહયું છે. સંતશકિતની સેવાનો આ યજ્ઞ ભારતના ભવિષ્યે માટે વિશ્વાસ આપે છે કે ભારતનું આ સાંસ્કૃતિક સેવા આંદોલન જ સમાજ ચેતનાને પ્રાણવાન બનાવશે અને વિશ્વમાં ભારત જગદગુરૂના સ્થાને બિરાજમાન થશે.
આ સમારંભમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને અમ્માના પ્રેમ, સેવા અને કરૂણાના કાર્યોની પ્રસંશા કરી હતી.