શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો ભાજપા આયોજિત લોકસભા બેઠકવાર સ્નેહ સંમેલનોને વિડિયો કોન્ફરન્સથી સંબોધનનો ઉપક્રમ
નરેન્દ્ર ભાઇ મોદી : ૧૫મી ડિસેમ્બરે સમગ્ર હિન્દુસ્તાનમાં રન ફોર યુનિટી - એકતા માટેની દોડનું અભિયાન યોજાશે
કોંગ્રેસનાં અનેક ગપગોળા, સી.બી.આઇ.- ધમકી છતાં વિધાનસભાની ગત ચૂંટણીમાં ના તો ભાજપાના કાર્યકર્તા ડર્યો કે ના તો મતદાર ડગ્યો
દેશની ચૂંટણીનો દોર હવે ભાજપાના હાથમાં છે : હિન્દુસ્તાનની રાજનીતિનું કેન્દ્ર બિંદુ ભાજપા બની ગઇ છે : નરેન્દ્ર ભાઇ મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે સતત બીજા દિવસે ભાજપા આયોજિત લોકસભાની સાત બેઠકોના વિજય વિશ્વાસ સ્નેહ સંમેલનોને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી જણાવ્યું કે આજે દેશની ચૂંટણીનો દોર ભાજપાના હાથમાં છે. ભાજપા હિન્દુસ્તાનની રાજનીતિનું કેન્દ્ર બિંદુ બની ગયું છે અને ભાજપાએ ઉઠાવેલા રાષ્ટ્રહિત અને જનહિતના પ્રશ્નોનો જવાબ કેન્દ્રની કોંગ્રેસ સરકારે આપવો જ પડે છે.
આજની, લોકસભાની સાત બેઠકોમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, રાજકોટ અને ગાંધીનગરની સીટોમાં ભાજપા સ્નેહ સંમેલનો યોજાયા હતા.જેમાં જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, શુભેચ્છાકો ઉપસ્થિત હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજની સાતેય બેઠકોમાં શહેરી ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ૨૦૧૪નું વર્ષ ચૂંટણીના પડઘમનું વર્ષ છે. ગુજરાતે તો અનેક ગપગોળા, જૂઠાંણા, સી.બી.આઇ.ની ધમકી છતાં ડિસેમ્બઘર-૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી ડિસ્ટીંકશન સાથે ત્રીજી વાર જીત્યા એમાના તો ભાજપાનો કાર્યકર્તા ડરી ગયો ના તો મતદાર ડગ્યો . ભાજપા પ્રત્યે જનતાનો આ ભરોસો છે અને તેના માટે ભાજપાના લાખો કાર્યકર્તાના જનતા પ્રત્યેના આચરણનો ભરોસો છે.
ભાજપા રાષ્ટ્રહિતને વરેલી છે અને આપણે ભાજપાના કાર્યકર્તા તરીકે રાજકીય પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ કે સત્તાના માળખામાં હોઇએ ના હોઇએ, પદ પર હોઇએ કે ના હોઇએ, ના હોઇએ આપણું લક્ષ્ય તો રાષ્ટ્રા હિતનું છે એમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસની વોટ બેન્કં રાજનીતિના દુષ્પરિણામો અને કોંગ્રેસના રાજકારણના ખેલનો પર્દાફાશ કરતા શ્રી નરેન્દ્રંભાઇ મોદીએ જણાવ્યું કે વોટ બેન્કના રાજકારણ સામે આક્રોશ ભાજપાએ જ વ્યકત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાજપાનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્રમાં ભાજપાને જેમણે મત આપ્યા છે તેમનો પણ વિકાસ અને નથી આપ્યા તેમનો ૫ણ વિકાસ એવું લોકતંત્રનું તંદુરસ્ત સ્વરૂપ ભાજપાએ આપ્યું છે. વોટ બેન્કાના રાજકારણને ખતમ કરીને ગુજરાતમાં ભાજપાએ જનતાનો ભરોસો ત્રણ ત્રણ વાર જીત્યો છે. પ્રજાનો આટલો પ્રેમ છે એ અભૂતપૂર્વ છે અને આપણે આ દિશામાં દેશને લઇ જવો છે.
મુખ્યમંત્રીશ્રીએ ૧૫મી ડિસેમ્બરથી સરદાર પટેલના ભવ્યન સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના અભિયાનને સફળ બનાવવા સમાજની યુવા પેઢી જોડીને સરદારમય સમગ્ર દેશ બની જાય તે માટે રન ફોર યુનિટી - એકતા માટેની દોડ બધા જ શહેરોમાં યોજાશે તેની રૂપરેખા આપી હતી.
રન ફોર યુનિટી દ્વારા સરદારશ્રીની પૂણ્યતિથિએ આખા દેશમાં એકતાના મંત્રને ગૂંજતો કરીશું એનાથી વિભાજનકારી મનોવૃતિવાળા લોકો હાંસિયામાં ધકેલાઇ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.