જ્ઞાન કૌશલ્યના વૈશ્વિક નવા ઉન્મેશો અને વૈશ્વિક અર્થતંત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી માટેનું આંતરરાષ્ટ્રીય પ્લેટફેર્મ બનશે ગુજરાતઃ મુખ્યમંત્રીશ્રી
ગુજરાત બનશે ગ્લોબલ બિઝનેસ હબ - વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ૨૦૧૩ની વિશિષ્ઠ રૂપરેખા આપતું પ્રેઝન્ટેશન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ છે કે, આગામી તા. ૧૧-૧૨-૧૩ જાન્યુઆરી-૨૦૧૩ના દિવસોએ યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ૨૦૧૩ની કેન્દ્રવર્તી વિષયવસ્તુ જ્ઞાન કૌશલ્યના વૈશ્વિક નવા ઉન્મેશોની વ્યાપક ભાગીદારી રહેવાની છે.
પરિવર્તનશીલ અર્થતંત્રના વૈશ્વિક પ્રવાહોમાં ગુજરાતની નિર્ણાયક ભાગીદારી, ક્ષમતા અને સામર્થ્યની સંભાવનાઓની અનૂભુતિ કરાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ, ગ્લોબલ બિઝનેસ હબનું આંતરરાષ્ટ્રીય પ્લેટફેર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત ચોથીવાર રાજયશાસનનું નેતૃત્વ સંભાળ્યું તે અવસરે આજે પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન યોજયું હતું. જેમાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટના આયોજનની પૂર્વતૈયારીઓની વિશેષતાઓ દર્શાવતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૩ના આયોજનની રૂપરેખા આપતા જણાવ્યુ હતું કે, વૈશ્વિક જ્ઞાનના આદાનપ્રદાન માટે વ્યુહાત્મક સહભાગીદારી સ્થાપવાને આ સમીટમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧ની સમીટથી રાજય સરકારે યુવા વિકાસ, કૌશલ્ય નિર્માણ દ્વારા રોજગારી તેમજ મહિલા સ્વાવલંબન અને હરિત ઉર્જા જેવા નવોન્મેશી મુદ્દાઓ ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સમીટ દ્વારા જ્ઞાન આધારિત વ્યૂહાત્મક સહભાગીતા પ્રેરિત કરીને વિકાસના અનેક નવા અવસરોનું રાજયમાં નિર્માણ થશે એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રાજય સરકારે ઉદ્યોગ અને સમાજના વિકાસમાં જ્ઞાન આધારિત વ્યૂહાત્મક ભાગીદારીના મહત્ત્વને પારખ્યું છે. આવી વૈશ્વિક સહભાગીતા સ્થાપીને વિકાસના નવા અવસરોનું નિર્માણ કરવાનો રાજય સરકારનો નિર્ધાર છે. વિવિધ ક્ષેત્રોમાં આવી વ્યૂહાત્મક સહભાગીતા સ્થાપીને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા રાજયના લોકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાશે.
વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહેલી દ્વિ વાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૩માં તા. ૫ જાન્યુઆરીથી તા. ૧૩ જાન્યુઆરી સુધી જ્ઞાન આધારિત સહભાગીતા અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્લોબલ સમિટમાં જાપાન અને કેનેડા જેવા વિકસિત દેશો ‘કન્ટ્રી પાર્ટનર’ બન્યા છે એટલું જ નહીં પરંતુ અમેરિકા, ઈંગ્લેન્ડ, ચીન, ડેન્માર્ક, આફ્રિકન દેશો, ઓસ્ટ્રેલિયા, જાપાન અને કેનેડા જેવા દેશોની સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને રાજદ્વારીઓ આ સમીટ ભાગ લઇ રહ્ય્હયા છે. આ ઉપરાંત ટાટા, રિલાયન્સ, એડીએ ગ્રુપ, એસ્સાર, ફેર્ડ, મહિન્દ્રા સહિતની વૈશ્વિક કંપનીઓ પણ સમીટમાં ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ જ્ઞાન આધારિત સહભાગીતા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમીટમાં ઇન્ટરનેશનલ કોન્ફ્રન્સ ઓન એકેડેમિક ઇન્સ્ટીટયુશન (ICAI) અંતર્ગત વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગુજરાતની ૫૧ જેટલી યુનિવર્સિટીઓનું જ્ઞાન આધારિત જોડાણ સાધવા પ્રયાસો કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટી ઓફ્ ટોરેન્ટો, ટાઇમ્સ હાયર એજયુકેશન, ઇન્સ્ટીટ્યુટ ઓફ્ ઇન્ટરનેશનલ એજયુકેશન, સેનેકા કોલેજ, યુનિવર્સિટી ઓફ્ વોલનગોન્ગ, યુનિવર્સિટી ઓફ્ હયુસ્ટન જેવી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
ગુણવત્તાયુક્ત રોજગારીનું સર્જન કરવું એ આ સમિટનાં મુખ્ય ઉદ્દેશો પૈકીનું એક છે. આ હેતુસર લદ્યુ અને મધ્યમ કદનાં ઉદ્યોગોનાં વિકાસ માટે આ સમિટમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો આ સમીટનું મુખ્ય આકર્ષણ રહેશે. દસ હજાર ચો.મીટર વિસ્તારમાં ફ્ેલાયેલાં આ શો માં ૧૪ દેશોના ૨૫ ક્ષેત્રોની ૧૦૦૦થી વધુ કંપનીઓ ભાગ લેશે.
Vibrant Gujarat Global Trade Show 2013