2 માર્ચ, સોમવારની રાત્રે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પરના પોતાના એકાઉન્ટને છોડી દેવાનો વિચાર કરી રહ્યા છે તેવું કહીને નેટિઝન્સને અચંબામાં મૂકી દીધા હતા.
આ ટ્વીટના કારણે ટ્વીટર પર તેમને અઢળક પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઇ હતી, જ્યાં લોકોએ તેમને સોશિયલ મીડિયા નહીં છોડવા કહ્યું હતું.
3 માર્ચ, મંગળવારના રોજ, પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ વિશેના રહસ્યને જાહેરકરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એવી મહિલાઓને આપી દેશે જેઓના કામ અને જીવન સૌને પ્રેરિત કરે છે. તેઓ 8 માર્ચ, રવિવારના રોજ મહિલા દિવસના પ્રસંગે પોતાના એકાઉન્ટ્સ આવી મહિલાઓને સોંપી દેશે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આ પગલાંથી મહિલાઓ લાખો લોકોમાં પ્રેરણાનો સંચાર કરી શકશે.
શું તમે એવી મહિલા છો જેમનું જીવન અને કાર્ય વિશ્વને પ્રેરણા આપી શકે છે? શું તમે આવા કોઇ પ્રેરક મહિલાને ઓળખો છો જેઓ પોતાના જીવનમાં કંઇક પરિવર્તન લાવી શક્યા હોય? #SheInspiresUs નો ઉપયોગ કરીને આવી કહાનીઓ અમારી સાથે શેર કરો. પસંદગી પામેલી એન્ટ્રીને પ્રધાનમંત્રી @narendramodiના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આવવાની તક મળશે!
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020
This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions.
— Narendra Modi (@narendramodi) March 3, 2020
Are you such a woman or do you know such inspiring women? Share such stories using #SheInspiresUs. pic.twitter.com/CnuvmFAKEu