નાની પાલખીવાલા સ્મૃતિ વ્યાખ્યાન મુખ્યમંત્રીશ્રીનું ભારત અને વિશ્વ વિષયક પ્રેરક ચિન્તન
અરૂણ શૌરી લિખિત પુસ્તક સેલ્ફ ડિસેપ્શનનું વિમોચન
વૈશ્વિક સંબંધોને સમરસ બનાવવા અને વિશ્વ સમક્ષની સમસ્યાઓના ઉકેલ માટે ભારત સામર્થ્યવાન ભૂમિકા નિભાવી શકે એમ છે
આપણી રાજનૈતિક સંબંધો અને વિદેશનીતિને વ્યૂહાત્મક નવો આકાર આપવાની જરૂર બૃહદ ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતનો મહિમા કરીએ
આવો આપણે માનવ હ્રદયોની દિવાલ રચીએ અને આતંકવાદી માનસિકતાને રોકીએ- શ્રી નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે ચેન્નાઇમાં નાની પાલખીવાલા સ્મૃતિ વ્યાખ્યાન-શ્રેણીમાં ભારત અને વિશ્વ વિષયક પ્રેરક ચિન્તન રજૂ કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક સંબંધોને સમરસ બનાવવા અને વિશ્વની સમસ્યા ઓના ઉકેલની દિશા માટે ભારત સામર્થ્યંવાન ભૂમિકા નિભાવી શકે એમ છે.
તામીલનાડુના ચેન્નાઇમાં નાની પાલખીવાલા ફાઉન્ડેશન તરફથી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીને આ વ્યાખ્યાન શ્રેણી માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે શ્રી અરૂણ શૌરી લિખિત પુસ્તાક સેલ્ફ ડિસેપ્શનનું વિમોચન પણ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાની પાલખીવાલાના અર્થશાષા અને રાજનૈતિક યોગદાન ઉપરાંત બંધારણ-નિષ્ણાંત અને રાષ્ટ્ર ના વિકાસ માટેના યોગદાનને બહુમૂલ્યં ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વર્તમાન કેન્દ્ર સરકારના આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશનીતિની નિષ્ફુળતા અને તેની વિપરીત અસરોનું નિરૂપણ કરતાં જણાવ્યું કે આપણું સામર્થ્યા બતાવવાની જરૂર છે ત્યાં આપણી કેન્દ્ર સરકાર નબળી રહી છે અને વિદેશો સાથેના સંબંધોમાં જ્યાં સંવેદનશીલ રહેવાની જરૂર છે ત્યાં આપણી કેન્દ્રીય સરકાર તદ્દન બિનસંવેદનશીલ વલણથી વર્તતી આવી છે.
આ સંદર્ભમાં મુખ્ય્મંત્રીશ્રીએ ભારતની વિદેશનીતિ કેવી વ્યૂ હાત્મક અને રાષ્ટ્રીય હિતો તથા સુરક્ષાના હિતોને વરેલી હોવી જોઇએ તેની દિશા એનડીએ સરકારના ભાજપાના પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેઇએ બતાવી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત શકિત અને શાંતિ-બંનેને વરેલું છે. વાજપઇજીએ પ્રથમ અણુવિસ્ફોટ કરીને ભારતની ન્યુકલીયર વેપન પાવરની શકિતથી દુનિયાને પ્રભાવિત કરી દીધી અને વિશ્વના દેશોએ ભારત ઉપર પ્રતિબંધો મૂકયા છતાં, તેની પરવા કર્યા વગર બીજો અણુવિસ્ફોટ કરવામાં પાછી પાની કરી નહોતી. ભારતની આ શકિત આગળ વિદેશી સત્તાઓ ભારતના અર્થતંત્રને અને રૂપિયાના ચલણને નબળું પાડી શકી નહોતી અને ફૂગાવો નિયંત્રણમાં રહયો હતો. અને આપણે દુષ્કાળ અને વાવાઝોડાની આફતોની કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યા હતા. આમ છતાં, વાજપેઇ સરકારે જાપાન સહિત દુનિયાના દેશોને ભારતની શાંતિ અને સદ્દભાવનાની નીતિની પ્રતિતી કરાવી દીધી હતી કે અણુશષાનો પ્રથમ ઉપયોગ ભારત નહીં કરે. આ વ્યૂહાત્મીક વિદેશનીતિનો આજે અભાવ છે અને કેન્દ્રોની ર્વતમાન સરકાર આપણા સંરક્ષણ સેનાઓના આધુનિકરણ અને રક્ષાક્ષેત્રની માળખાકીય સુવિધાઓના સંવર્ધન માટે પણ કોઇ વ્યૂકહાત્મુક દિશા અપનાવતી નથી. ભારતના અણુવિસ્ફોટે ભારતના લોકોમાં દેશ પ્રત્યેટ સ્વાભિમાન જગાવ્યું હતું અને દુનિયામાં શાંતિચાહક ભારતની શાખ કાયમ બની હતી. તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતના અને વસુધૈવ કુટુમ્બકમ્ના માનવજાતના પરિવાર-સંબંધોના મહિમાને વિશ્વસમક્ષ ઉજાગર કરવા માટે આપણા આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સંબંધોના વ્યૂ્હ અને નીતિને ઘડવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો. આપણી પાસે રાજનૈતિક કૌશલ્યનની પ્રાચિન વિરાસત છે અને દુનિયામાં તનાવ, યુધ્ધ ખોર માનસિકતા ધરાવતા તત્વોય તથા માનવતા વિરોધી શકિતઓ સામે વિશ્વની બધી માનવતાવાદી તાકાતોને એકત્ર કરવાના નેતૃત્વનું સામર્થ્યિ છે એમ તેમણે જણાવ્યું હતું.
આતંકવાદને સમર્થન આપનારા દેશો અને પરિબળોને અલગ પાડવાની વ્યૂહરચના અપનાવવા તેમણે આતંકવાદ અને માનવતાવિરોધી તાકાતો સામે વિશ્વને એકતાથી જોડવાની જરૂર સમજાવી હતી.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભારતીય સાંસ્કૃતિક વિરાસતે માનવતાવાદી શકિતઓને એકત્ર કરવાની જે દિશા દર્શાવી છે તે આજના સાંપ્રત યુગમાં પણ પ્રસ્તુત છે તેની ભૂમિકા આપી જણાવ્યુ કે હવે યુધ્ધો સીમા ઉપર લડાવાના નથી પરંતુ આતાયીઓના હુમલાઓ અને ગુનાઓ જેવા સાયબર ક્રાઇમને રોકવા માટે આપણે માનવતાથી સંવેદનાશીલ હ્રદયોની દિવાલો ઉભી કરવી પડશે. આ માટે ભારતની ટેકનોલોજી ટેલેન્ટ અને માનવતાવાદી જીવનશૈલી વિશ્વને સામ્થર્ય પુરૂં પાડશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો. સાયબર એટેક જેવા પ્રોક્ષીવોર માટે સીમા-યુધ્ધની પણ લડાઇની જરૂર નથી રહેતી. હવે સોફટ પાવર એ આપણી સાંસ્કૃતિક વિરાસતથી ઉભૂ કરી શકાય એમ છે. આપણી નાલંદા, તક્ષશીલા અને વલ્લભી જેવી પ્રાચિન વિશ્વવિદ્યાપીઠો તેના ઉત્તમ ઉદાહરણો છે. ભારત વિશ્વને બધી જ દિશા અને બધા જ ક્ષેત્રોમાં આકર્ષવાનું તથા વિશ્વને શ્રેષ્ઠ પ્રદાન કરવાનું સામર્થ્ય ધરાવે છે તેનો સાક્ષાત્કાર દુનિયાને કરાવવા આપણી રાજનૈતિક સંબંધોની નીતિઓને નવો મોડ આપવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતના ટુરિઝમને આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ઉત્તમ ક્ષેત્ર ગણાવતા ઉમેર્યું હતું કે ટેરરિઝમ ડિવાઇડઝ-ટુરિઝમ યુનાઇટ્સૅ ભારત વિશ્વનું અલકેમિસ્ટા બની શકવાનું સામર્થ્યડ ધરાવે છે અને વિશ્વ જે રીતે અસુરક્ષા તથા અસ્થિૅરતાની સ્થિતિનો ભોગ બન્યું છે તેમાં સહિષ્ણુતા અને ધૈર્યના વિવેકના હીલીંગ પાવરૅની આજે આંતરરાષ્ટ્રીય સંબંધોની નીતિમાં જરૂર છે જેની ભારત અનુભૂતિ કરાવી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.
મજબૂત રાષ્ટ્રની વિદેશનીતિની સફળતાનું ચાલકબળ દેશનું અર્થતંત્ર છે. વિદેશ નીતિ દેશના વાણિજયીક અને બિઝનેસ ઇન્ટીરેસ્ટસ દ્વારા ઘડાવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું. ભારતે આ દિશામાં તેનું સામર્થ્ય્ બતાવવાનું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આપણી પડોશી રાષ્ટ્રોથ સાથેની વિદેશનીતિ અને રાજનૈતિક સંબંધોની દિશા નિષ્ફળતાને વરેલી છે એમ જણાવી તેમાં પરિવર્તનની અનિવાર્યતા સમજાવી હતી.
વિદેશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવામાં રાજ્યોને પ્રોત્સાહિત કરવા અને વિશ્વના નાના દેશો સાથે ભારતના એક એક રાજ્યના સાંસ્કૃ્તિક સંબંધો વિકસાવવાની જરૂર ઉપર પણ તેમણે ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાચિન બૃહદ ભારતની મહાન વિરાસત અને સાંસ્કૃતિક ધરોહર અને ભૂ-ભાગની વિશાળતાના વારસાનો મહિમા મંડિત કરવા પ્રેરક ચિન્તા રજૂ કર્યું હતું. એશિયા ખંડમાં બુધ્ધાધર્મ આપણા પડોશીઓની સાંસ્કૃતિક એકતાને બાંધી રાખી શકે એમ છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીજીના વિચારો, યોગ, આયુર્વેદ જેવી આપણી વારસાગત વિશેષતા વિશ્વને ઘણું મોટુ પ્રદાન કરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. વિશ્વની છઠ્ઠા ભાગની જનશકિત ધરાવતું ભારત દયનીય હાલતમાં હોય તો તે કોંગ્રેસ અને યુ.પી.એ.ની નિષ્ફાળ પરંપરાના કારણે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૌજ્ય્ય શીલ પડોશી ધર્મ માટેનું સુત્ર આપતાં જણાવ્યું કે ગોલ્ડે ઇન્ડિયા એન્ડ્ અ બેટર વર્લ્ડ ના નિર્માણ માટે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ. આ માટે સ્ટ્રોંગ એશિયા એન્ડલ સેઇફ વર્લ્ડ નો સંકલ્પણ સાકાર કરવાની જરૂર છે
ભારત દુનિયાને ઉત્તમ આપી શકે છે તે સ્થિતિનો અહેસાસ આપણે ઉભો કરવાનો છે અને આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતમાંથી જ તેનો માર્ગ મળી રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી અરૂણ શૌરી, શ્રી ચો. રામસ્વામી, શ્રી અરવિંદ પી. દાતાર અને શ્રી એન. એલ. રાજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિતત હતા.