ભારતમાં શ્રમ-રોજગાર ક્ષેત્રે ગુજરાત સરકારની અનોખી પહેલ
એક સાથે ૧૧૦૦૦ ઇન્ટ્રેત કટરોને નિમણૂંક પત્રો એનાયત
-: નરેન્દ્ર ભાઇ મોદી :-
હિન્દુસ્તાનમાં કોઇએ વિચાર્યું ન હોય એવું વિશ્વને કુશળ માનવબળ નિર્માણનું મહત્વાકાંક્ષી આયોજન ગુજરાતે સાકાર કર્યું છે - નરેન્દ્ર ભાઇ મોદી
ગુજરાતનો યુવાન હુન્નર કૌશલ્યના સામર્થ્યથી સશકત બન્યો્
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યના હુન્નર કૌશલ્ય ક્ષેત્રે યુવાનોનું સશકિતકરણ કરવા 'શ્રમ કૌશલ પંચમ્'ની મહત્વાકાંક્ષી યોજનાઓનો કાર્યારંભ કરતા જણાવ્યું હતું કે હિન્દુસ્તાાનમાં કોઇએ વિચારી ના હોય એવું રોજગારલક્ષી ઉત્તમ માનવબળ તૈયાર કરવાની પહેલ ગુજરાત સરકારે કરી છે.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે શ્રમ કૌશલ્ય પંચમ્ સમારોહનું આયોજન આજે મહાત્મા મંદિર ગાંધીનગરમાં કર્યું હતું જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પાંચ નવી શ્રમ-કૌશલ્યની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સર્વપ્રથમ ઇન્ડાસ્ટ્રીઅલ કૌશલ્યવર્ધન કેન્દ્રો તરીકે એકી સાથે ૧રપ-આઇ-કેવીકે નો અને ગુજરાતમાં વધુ ૧૬પ જેટલા નવા કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો કાર્યારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત ૧પ૦૦૦ જેટલા ઉમેદવારોને એક સાથે સ્કીલ સર્ટિફિકેશનનું વિતરણ તેમણે કર્યું હતું. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં હુન્નર કૌશલ્યની તાલીમ માટે મોબાઇલ-કૌશલ્ય રથ શરૂ થયો છે તેનું પ્રસ્થાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેમણે સ્કીલ અપગ્રેડેશન માટેના 'વર્ચ્યુઅલ ઇ-સ્કી્લીંગ કલાસરૂમ' પ્રોજેકટની જાહેરાત કરી હતી.
શ્રમ અને રોજગાર વિભાગે વિદેશમાં રોજગાર માટે જતા યુવક-યુવતિઓને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે ઓવરસીઝ એમ્લોટેન યમેન્ટય કાઉન્સિેલીંગ સેન્ટર શરૂ કર્યું છે તેનું ઉદ્દઘાટન- ડિઝીટલ લોંચીગ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું અને ઔદ્યોગિક તાલીમ આપનારા ૧૧૦૦ નવા ઇન્ટ્રકટરોની ભરતીના નિમણુંકપત્રોનું તેમણે વિતરણ કર્યું હતું.
વર્તમાન યુગમાં યુવાનો માટે "જોબ-માર્કેટ"ની પરિભાષા પ્રચલિત થઇ છે તેનું મહત્વ સમજાવતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત જેવા દેશમાં ૬પ ટકા ૩પ વર્ષની વયના યુવાનોની જવાની હિલ્લોળા લે છે ત્યારે તેના ભવિષ્યને તેના નસીબ ઉપર છોડી દેવાયું તે આપણી કમનસિબી છે અને ગુજરાતે આ સ્થિતિનું નિવારણ કર્યું છે.
હુન્નર કૌશલ્ય દ્વારા તાલીમ મેળવી રોજગારોના અવસરો માટે ગુજરાત સરકારે યોજનાબધ્ધ રૂપે માનવશકિતનું કૌશલ્યા વર્ધન કર્યું છે.
સમગ્ર દેશમાં સરકારી તંત્રમાં શ્રમ અને રોજગાર વિભાગ પ્રત્યવ ઉપેક્ષા અને ઉદાસિનતા દાખવવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે શ્રમ-રોજગાર વિભાગનું નવી ઉંચાઇ ઉપર મૂકયું છે કારણ આ દેશના વિકાસ માટે યુવાનોની શકિત ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જ પડશે. તેમ તેમણે જણાવ્યું હતું.
દેશના યુવાનોને શ્રમ એવ જયતે-શ્રમનું ગૌરવ કરવાની દિશા ગુજરાત સરકારે અપનાવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે શ્રમ અને શ્રમિકની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવાની ગુજરાત સરકારની પ્રાથમિકતા દર્શાવતા જણાવ્યું કે જેટલું ધ્યાન યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજોના વિકાસ ઉપર આપ્યું છે એટલું જ ધ્યાન ઔદ્યોગિક અને કૌશલ્ય વિકાસની આઇ.ટી.આઇ. તથા પોલીટેકનીકના આધુનિક વિકાસ અને માળખાકીય સુવિધા વિકાસ ઉપર આપ્યું છે. આ આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક સંસ્થાઓનું પણ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ માટે ગુણાત્મક પરિવર્તન કર્યું છે, જેમાં ઉત્તમ પ્રકારની કુશળ માનવશકિતનો વિકાસ થઇ રહયો છે. હુન્નર કુશળ માનવબળ માટે ઉદ્યોગોને જોડયા છે. એટલે ગુજરાત "સ્કીલ ડેવલપમેન્ટ્ ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ, બાય ધ ઇન્ડાસ્ટ્રી ઝ, ઓફ ધ ઇન્ડસ્ટીઝ અને બિયોન્ડડ ધ ઇન્ડસ્ટ્રીઝ"નો સંકલ્પ સાકાર કરે છે.
ગુજરાતના બધા જ જિલ્લામાં ક્રમશઃ એક એક કૌશલ્ય રથ શરૂ કરવાની નેમ વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં એકી સાથે પ૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રો કાર્યરત કર્યા છે અને આજે ૧પ૦૦૦ ઉમેદવારોને એક જ સમયે સ્કીલ સર્ટિફીકેશન આપી દેવાનું અભિયાન પાર પાડયું છે.
આ સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષના કેન્દ્રે સરકારના બજેટમાં દશ લાખ ઉમેદવારોને સ્કીલ સર્ટિફીકેશન માટે રૂા. ૧૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી પણ છેલ્લા છ મહિનામાં દેશમાં માત્ર ૧૮૦૦૦ ઉમેદવારોનું સર્ટિફિકેશન થયું છે. કયાં દશ લાખ યુવાનોની કૌશલ્ય પ્રમાણિતતાનો લક્ષ્યાંક અને કયાં માત્ર ૧૮૬પ૬ યુવાનોને પ્રમાણપત્રો? જ્યારે ગુજરાત સરકારે આજે ૧પ૦૦૦ યુવાનોને સર્ટિફીકેશન આપી દીધા-જો યુવાનોના ભવિષ્યની ચિન્તા હોય તો ગુજરાતે અપનાવેલી દિશા દેશમાં પણ કામિયાબ બની શકે. તેમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું
ગુજરાત સરકારે ગુજરાતના વિકાસની ગતિ સાથે સુસંગત વર્ષવાર ઉત્તમ કુશળ પ્રશિક્ષિત માનવશકિત નિર્માણનું વિઝન સમગ્ર જોબ માર્કેટને અનુરૂપ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટના સર્વગ્રાહી પાસાંઓને આવરી લીધા છે, તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સમગ્ર વિશ્વની સ્પર્ધાત્મ્ક આર્થિક કુશળ અને તાલીમી માનવબળની આગામી વ્યવસ્થા્માં એટલી બધી અછત ઉભી થવાની છે તેનો નિર્દેશ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જોબ માર્કેટ અને જોબ-વોરના હરિફાઇના યુગમાં ભારતના યુવાનોને નસીબના ભરોસે છોડી દેવાય નહીં.
ગુજરાત અને દેશના યુવાનો વૈશ્વિક કુશળ માનવબળ રૂપે ટેકનોલોજી સાથે સ્કીલ અપગ્રેડેશન અને સોફટ સ્કીલ ક્ષેત્રમાં પોતાનું સામર્થ્યો પૂરવાર કરશે એવું હિન્દુસ્તાનમાં કોઇએ વિચાર્યું પણ ના હોય એવું સ્કીલ મેનપાવર પ્લાનિંગનું ઇનોવેટીવ વિઝન તૈયાર કરીને અમલમાં મૂકયું છે એની રૂપરેખા તેમણે આપી હતી.
ગુજરાતનો યુવાન હુન્નર-કૌશલ્યવર્ધનથી રોજગાર ક્ષેત્રે સામર્થ્યેવાન બન્યો છે અને હુન્નર કૌશલયની તાલીમ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટેના દરવાજા પણ ખોલી નાંખ્યા છે અને તેની આઇ.ટી.આઇ. તાલીમની સામાજિક પ્રતિષ્ઠા્ વધારી દીધી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
શ્રમ રોજગાર મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં છેલ્લા દશકાથી ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં કૃષિ અને ઉદ્યોગોના વિકાસ થકી રોજગારીની તકો વધી છે. ગુજરાતમાં મૂડી રોકાણ વધવાને કારણે દેશનું ૧૭ ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે, જેના કારણે વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ રોજગારીની તકો વધશે. રાજ્ય સરકારે શ્રમ અને રોજગાર વિભાગને વધુ સક્ષમ બનાવવા ગયા વર્ષે રૂા. ૪૩૦ કરોડ અને ચાલુ વર્ષે તે રકમ વધારીને રૂા. ૮૭૦ કરોડ બજેટમાં ફાળવી છે.
રાજ્યના તમામ નવા તાલુકાઓમાં નવીન આઇ.ટી.આઇ. તૈયાર કરાશે. જેમાં તદ્દન આધુનિક મશીનરીથી યુવાશકિતનું કૌશલયવર્ધન કરાશે. તેની વિગતો તેમણે આપી હતી.
રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ.માં રપ૦૦૦ જેટલા યુવાનોએ BISAGના માધ્યમથી સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને મુખ્યમંત્રીશ્રીના સંદેશને ઝિલ્યો હતો.
આ અવસરે રાજ્યોકક્ષાના શ્રમ મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી, મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી સંજય પ્રસાદ, રોજગાર અને તાલીમ કમિશનર શ્રીમતી સોનલ મિશ્રા તથા વરિષ્ઠસ અધિકારીઓ, ઊદ્યોગ ગૃહોના સંચાલકો તેમજ વિશાળ સંખ્યામાં યુવાવર્ગ ઉપસ્થિત રહયા હતા.