ભૂતકાળની સરકારોએ વિકાસના નામે નાણાના ધૂમાડા કર્યાઃ અમે ગુજરાતમાં ખૂણે-ખૂણે વિકાસના વાવટા લહેરાવ્યા
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી કન્યાઓને સહાય
મેડીકલ/ઇજનેરી અભ્યાસ માટે આદિવાસી કન્યાઓને લેપટોપ
સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મથકોએ મહિલા સશકિતકરણ સંમેલનો સંપન્નઃ મુખ્ય મંત્રીશ્રીના પ્રવચનનું એકી સાથે ૩૩ જિલ્લા પ્રસારણ
બાજીપૂરા મહિલા સશકિતકરણ સંમેલન આદિવાસી નારીસમાજનો વિરાટ મહેરામણ છલકાયો
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે પૂર્વ-દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વિશાળ મહિલા સશકિતકરણ સંમેલનમાં જણાવ્યુંક હતું કે ગુજરાતની નારીશકિત વિકાસમાં ભાગીદાર બની છે. પુરૂષ અને સ્ત્રી બંનેની વિકાસમાં સમાન ભાગીદારીનું વાતાવરણ ગુજરાતમાં બન્યું છે.
ગુજરાત હજુ અનેક નવી ઉંચાઇઓ સર કરવા પ્રતિબધ્ધ છે તેની રૂપરેખા આપતા બાજીપુરામાં આ વિરાટ મહિલાશકિતનું અભિવાદન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
વિકાસ કોને કહેવાય તે ગુજરાતે બતાવ્યું છે. વિકાસના નામે નાણાંના ધૂમાડા ભૂતકાળની સરકારોએ કરેલા આજે વિકાસના વાવટા ગુજરાતમાં ઠેરઠેર ફરકી રહયા છે એમ તેમણે જણાવ્યું હતું.
નવરચિત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરામાં આજે આદિવાસી નારીશકિતનો વિરાટ સાક્ષાત્કાર કરાવતું મહિલા સશકિતકરણ સંમેલન યોજવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત સરકાર તરફથી માતા યશોદા એવોર્ડ, મહિલા વિકાસ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનારી બહેનોને એવોર્ડ, મહિલા ખેલાડીઓને પુરસ્કાર અને મુખ્યમંત્રી કન્યા્ કેળવણી નિધિમાંથી કન્યાઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. બાજીપુરામાં સૂમૂલ ડેરીની દાણ ફેકટરીનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર સમાજની સુખાકારી માટે કેટલી સંવેદનશીલ છે તેની ભૂમિકા આપતા, રાજ્યમાં આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર્તા બહેનોની ઉપેક્ષિત સ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવીને તેનો દરજ્જો ગૌરવપૂર્ણ બનાવ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. આંગણવાડીની બહેન નાના ભૂલકાંના સંસ્કારી લાલનપાલન માટે જે વાત્સછલ્યથી કાળજી લઇ રહી છે તે ગુજરાતની આવતીકાલની સ્વસ્થ પેઢીના નિર્માણની સરકારની ચિન્તાત છે.
આંગણવાડીમાં ચૂલાને બદલે ગેસ અને કૂકર આપીને વિકાસમાં નાણાંના ધૂમાડાને બદલે વિકાસના વાવટા ગુજરાતમાં ફરકી રહયા છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં નારીશકિતએ જાહેર પરીક્ષાઓમાં મેદાન માર્યું છે અને હવે તો રમત-ગમતના ક્ષેત્રે પણ કન્યા ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ કર્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
કન્યા કેળવણીની યોજનાઓથી દિકરીઓ ભણે એટલું જ નહીં, દિકરીઓ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે, ઉચ્ચ અભ્યાંસ, ખેલકૂદમાં દિકરી નામ રોશન કરે તે માટે આ સરકારે જે કામ કર્યું છે તે આવતીકાલના ગુજરાતના શિક્ષિત નારીસમાજનું ગૌરવ વધારશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગીરના જંગલોમાં એશિયાના વનરાજોના રક્ષણ માટે અને વનસૃષ્ટિના માટે ગુજરાતની વીરાંગના દિકરીઓની ભરતી ફોરેસ્ટન સેકટરમાં કરી છે એમ જણાવતા વિવિધ ક્ષેત્રોમાં કન્યાઓને ગૌરવ-સન્માન આપ્યું હતું.
સૂમૂલ દાણ ફેકટરીના ભૂમિપૂજનનું મહત્વ સમજાવતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે પશુ આરોગ્ય મેળાના અભિયાનથી ગ્રામીણ અર્થકારણમાં દૂધ ઉત્પાનદનમાં ગુણાત્મ એક વધારો થયો છે.
બદલાતા યુગમાં ગુજરાતની નારીને અવસર મળે તો ઘર સંસાર-પરિવારની જવાબદારી સાથે દેશ અને સમાજના વિકાસમાં નેતૃત્વ આપવા અગ્રેસર બનવાની ક્ષમતા ધરાવે છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. શિક્ષણ અને આરોગ્યે ક્ષેત્ર તથા ખેતીવાડીમાં મહિલાશકિત રાષ્ટ્ર શકિત બને તેવો અભિગમ ગુજરાતે અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
આ મહિલા સંમેલનમાં રાજ્યના મહેસુલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા ગુજરાતની મહિલાઓના સશકિતકરણ, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે જે કામગીરી થઇ છે તેની નોંધ સમગ્ર દેશમાં લેવાયાનું જણાવી મુખ્યમંત્રીશ્રી દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કોઇ કચાશ રાખવામાં આવી નથી અને મહિલાઓમાં રહેલી આવડત, કૌશલ્યા અને કાર્યવૃત્તિને વિસ્તાારવા રાજ્યમાં સખીમંડળોના માધ્યમ થકી વિવિધ પ્રકારના કાર્યો કરી રહયાનું વધુમાં ઉમેર્યું હતું.
વન-પર્યાવરણ, મહિલા અને બાલ કલ્યાંણ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આદિવાસીઓની સૌથી વધુ ચિંતા કરી તેમના સર્વાંગી વિકાસની કરેલ કામગીરીની વિગતો આપી હતી.