પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝના વાક્યને યાદ કર્યું હતું કે, આપણી પાસે એવું લક્ષ્ય અને તાકાત હોવી જોઇએ જે આપણને હિંમત સાથે સંચાલન કરવા માટે પ્રેરણા આપી શકે. આજે આપણી પાસે આત્મનિર્ભર ભારતમાં લક્ષ્ય અને તાકાત બંને છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય આપણી આંતરિક તાકાત અને દૃઢ સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. નેતાજી સુભાષચંદ્ર બોઝને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણું એકમાત્ર લક્ષ્ય આપણાં લોહી અને પરસેવાનું યોગદાન આપીને આપણાં સખત પરિશ્રમ અને આવિષ્કારોની મદદથી આપણાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાનું હોવું જોઇએ. તેઓ કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ કાતે ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી દરમિયાન સંબોધન આપી રહ્યાં હતા ત્યારે આમ જણાવ્યું હતું.
નેતાજીએ તેમના ભત્રીજા શિશિર બોઝને હિંમતપૂર્ણ રીતે છટકતા પહેલાં કરેલા તીખા પ્રશ્નનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જો, આજે દરેક ભારતીય પોતાના દિલ પર હાથ મૂકે અને નેતાજીની ઉપસ્થિતિનો અહેસાસ કરે તો, તેમને એ જ પ્રશ્ન ફરી સંભળાશે: શું તમે મારા માટે કંઇ કરશો? આ કામ, આ કાર્યો, આ લક્ષ્ય આજે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે. દેશના લોકો, દેશના દરેક પ્રાંત, દેશની દરેક વ્યક્તિ તેનો હિસ્સો છે.”
પ્રધાનમંત્રીએ દુનિયા માટે સૌથી શ્રેષ્ઠ ઉત્પાદનોનું નિર્માણ કરવા માટે ‘ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટ’ (કોઇ નુકસાન નહીં, કોઇ ખરાબ અસર નહીં) સાથે વિનિર્માણ ક્ષમતાઓ વિકસાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું, નેતાજી કહેતાં કે, ક્યારેય સ્વતંત્ર ભારતના સપનાંનો વિશ્વાસ ગુમાવશો નહીં. દુનિયામાં એવી કોઇ સત્તા નથી જે ભારતને બંધનમાં રાખી શકે. ખરેખર તો, એવી કોઇ જ તાકાત નથી જે 130 કરોડ ભારતીયોને આત્મનિર્ભર બનતા અટકાવી શકે.
પ્રધાનમંત્રીએ ખાસ નોંધ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશમાં ગરીબી, નિરક્ષરતા, બીમારીને સૌથી મોટી સમસ્યાઓ ગણતા હતા. તેઓ હંમેશા ગરીબોનો વિચાર કરતા અને શિક્ષણ પર ખૂબ જ વધુ ભાર આપતા હતા. પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, આપણી સૌથી મોટી સમસ્યા ગરીબી, નિરક્ષરતા, બીમારી અને વૈજ્ઞાનિક ઉત્પાદનનો અભાવ છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સમાજોએ એકજૂથ થઇને આગળ આવવું પડશે, આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
પ્રધાનમંત્રીએ એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આજે ભારત શોષિત અને વંચિત વર્ગો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ માટે નિરંતર અને અથાક કામ કરી રહ્યું છે. આજે દરેક ગરીબને વિનામૂલ્યે તબીબી સારવાર અને આરોગ્ય સુવિધાઓ મળી રહી છે; ખેડૂતોને બીજથી માંડીને બજાર સુધીની અદ્યતન સુવિધાઓ મળી રહી છે અને ખેતી પાછળ થઇ રહેલા તેમના ખર્ચમાં ઘટાડો થઇ રહ્યો છે; યુવાનોને ગુણવત્તાપૂર્ણ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે; 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાથે નવા IIT અને IIM અને એઇમ્સની સ્થાપના કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે નવા ભારતમાં જે પ્રકારે સકારાત્મક પરિવર્તનો આવી રહ્યાં છે તે જોઇને, નેતાજી સુભાષચંદ્ર બોઝને ઘણું ગૌરવ થયું હોત. અદ્યતન ટેકનોલોજી; સૌથી મોટી વૈશ્વિક કંપનીઓ, શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં ભારતીયોના પ્રભુત્વની મદદથી દેશ કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યો છે તે જોઇને નેતાજીને કેવું લાગ્યું હોત તેની કલ્પનાથી શ્રી મોદી ચકિત થયા હતા. ભારતના સંરક્ષણ દળો પાસે રાફેલ જેવા અત્યાધુનિક વિમાનો છે તો સાથે-સાથે ભારત તેજસ જેવા આધુનિક યુદ્ધ વિમાનોનું વિનિર્માણ પણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં સશસ્ત્રદળો જે પ્રકારે તાકતવર બની રહ્યાં છે અને દેશે જે પ્રકારે સ્વદેશમાં બનાવેલી રસી જેવા આધુનિક વૈજ્ઞાનિક ઉકેલો પ્રાપ્ત કરીને અને અન્ય દેશોને પણ મદદ કરીને મહામારીના સામનો કરી રહ્યો તેના સાક્ષી બનીને નેતાજીએ આશીર્વાદ આપ્યા હોત. આજે દુનિયા, તેમના LACથી LOC સુધીના સપનાં ભારતની સાક્ષી બની છે. ભારત તેના સાર્વભૌમત્વ સામેના ગમે તેવા પડકારોનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર, આત્મનિર્ભર ભારતના સપનાંની સાથે, સોનાર બાંગ્લાની પણ સૌથી મોટી પ્રેરણા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, નેતાજીએ દેશની સ્વતંત્રતાની ચળવળમાં જે ભૂમિકા નિભાવી હતી તેવી જ ભૂમિકા પશ્ચિમ બંગાળે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં નિભાવવાની છે. આત્મનિર્ભર ભારતનું નિર્માણ પણ આત્મનિર્ભર બંગાળ અને સોનાર બંગાળના નેતૃત્વમાં થશે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, બંગાળે આગળ આવવું જોઇએ અને પોતાનું તેમજ સમગ્ર દેશનું ગૌરવ વધારવું જોઇએ.
The positive changes taking place in India today would make Netaji Subhas Bose extremely proud. #ParakramDivas pic.twitter.com/mdemUH4tey
— Narendra Modi (@narendramodi) January 23, 2021
The positive changes taking place in India today would make Netaji Subhas Bose extremely proud. #ParakramDivas pic.twitter.com/mdemUH4tey
— Narendra Modi (@narendramodi) January 23, 2021