QuoteThe CA community looks after the economic health of society: PM Modi
QuoteA country where a select few loot, cannot scale new heights; government will continue to take tough stand against those who have looted: PM
QuoteOn one hand, there is a Swachh Bharat Abhiyaan and there is a movement to clean the nation from the menace of corruption: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ડેના પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમુદાયને સંબોધન કર્યું હતું.
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલના પ્રથમ દિવસે પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર થયું હતું. તેમાં પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને દેશના આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડૉક્ટર્સ સમાન ગણાવ્યા હતા. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની તુલના આર્થિક જગતના સાધુસંતો સાથે પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમની ઉત્કૃષ્ટ આર્થિક કુશળતાઓ અને સમજણ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશ કોઈ પણ આંચકાને પચાવવાની અને વૃદ્ધિના માર્ગ અગ્રેસર થવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે લોકોનો નાનો વર્ગ ભ્રષ્ટચારમાં સંકળાયેલો હોય એની અસર સમાજ અને સંપૂર્ણ દેશના વિકાસ પર ગંભીર રીતે થાય છે.
તેમણે છેલ્લાં ત્રણ વર્ષમાં કાળાં નાણાં સામે અને ભ્રષ્ટાચારમાં સંકળાયેલા તત્ત્વોને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે લીધેલા વિમુદ્રીકરણ સહિતના વિવિધ પગલાંઓ યાદ કર્યા.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિમુદ્રીકરણ પછી સરકારને મોટા પાયે ડેટા મળ્યો છે, જેની ચકાસણી દરમિયાન ત્રણ લાખ કંપનીઓ આવકવેરા ખાતાની નજરમાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આશરે એક લાખ કંપનીઓ કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોવાની જાણકારી મળી છે, જેમની નોંધણી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાંથી રદ કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રના હિતમાં સાહસિક નિર્ણયો લઈ રહી છે.


પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટ્સને આત્મનિરીક્ષણ કરવાનું અને ભ્રષ્ટાચાર ન કરવા અપીલ કરી હતી તથા તેમના સમુદાયના લોકોને પ્રામાણિક માર્ગો અપનાવવા પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. રિટર્ન્સ ફાઇલ કરતી વખતે લોકો દ્વારા જાહેર થતી આવકના આંકડા વિશે પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને રાષ્ટ્રીય હિતને સર્વોપરી જાળવવા તેમના ક્લાયન્ટ્સને સલાહ આપવાની વિનંતી કરી હતી. તેમણે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વ્યાવસાયિકોને આપણા દેશની આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વકીલો સહિત વિવિધ લોકોની યાદ અપાવી હતી તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને તેમના પગલે ચાલવા તથા તેમના ક્લાયન્ટ્સને પ્રામાણિકતાના માર્ગે ચાલવા સલાહ આપવા અપીલ કરી હતી, કારણ કે દેશમાં વસ્તુ અને સેવા વેરા (જીએસટી)ના અમલ સાથે આર્થિક સંકલનનો નવો યુગ શરૂ થયો છે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ દેશને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં વિશ્વાસ છે તથા આ વિશ્વાસ અને ભરોસો ક્યારેય તૂટવો ન જોઈએ. સમાજના કલ્યાણ અને દેશના વિકાસમાં કરદાતાઓ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ તેમણે સમજાવ્યું હતું..

|

તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને વર્ષ 2022માં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના વર્ષમાં તેમના વ્યવસાયમાં ચોક્કસ લક્ષ્યાંકો નિર્ધિરત કરવાની અપીલ કરી હતી. દુનિયાભરમાં બિગ 4 ઓડિટિંગ કંપની વિશે વાત કરતા તેમણે ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આગામી બિગ 4 ગ્લોબલ ઓડિટિંગ કંપની ઊભી કરવા કામ કરવા અપીલ કરી હતી.


પ્રધાનમંત્રીએ ચાણક્યને ટાંકતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને રાષ્ટ્રનિર્માણની તક ઝડપી લેવા અને મુખ્ય પ્રવાહમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

 Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi greets the people of Mauritius on their National Day
March 12, 2025

Prime Minister, Shri Narendra Modi today wished the people of Mauritius on their National Day. “Looking forward to today’s programmes, including taking part in the celebrations”, Shri Modi stated. The Prime Minister also shared the highlights from yesterday’s key meetings and programmes.

The Prime Minister posted on X:

“National Day wishes to the people of Mauritius. Looking forward to today’s programmes, including taking part in the celebrations.

Here are the highlights from yesterday, which were also very eventful with key meetings and programmes…”