હર હર મહાદેવ !

કોરોના મહામારી સામે કાશીની લડત માટે હું સતત તમારા સંપર્કમાં રહ્યો છું, માહિતી પણ લેતો રહું છું અને મને ઘણા સૂત્રોથી પણ જાણકારી મળતી રહે છે. કાશીના લોકો, ત્યાંની વ્યવસ્થાઓ, હોસ્પિટલ, આ કપરા સમયમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, તે માટે હમણાં તમે સહુએ સમયની મર્યાદા હોવા છતાં ખૂબ સારી રીતે પ્રેઝન્ટેશન અમારી સમક્ષ રજૂ કર્યાં છે, પોતાની વાત જણાવી છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણે ત્યાં કહેવાય છે - “કાશ્યામ્ વિશ્વેશ્વરઃ તથા“. એટલે કે કાશીમાં સર્વત્ર બાબા વિશ્વનાથ જ વિરાજમાન છે, અહીં દરેક વ્યક્તિ બાબા વિશ્વનાથનનો જ અંશ છે. કોરોનાના આ કપરા કાળમાં આપણા કાશીવાસીઓએ, અને અહીં કામ કરી રહેલા પ્રત્યેક વ્યક્તિએ ખરેખર આ કથન સાર્થક સાબિત કર્યું છે. તમે સહુએ શિવની કલ્યાણ ભાવનાથી જ કામ કરતાં કરતાં જન-જનની સેવા કરી છે. હું કાશીનો એક સેવક હોવાને કારણે પ્રત્યેક કાશીવાસીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને આપણા ડોક્ટર્સે, નર્સીઝે, ટેકનિશિયન્સ, વોર્ડ બોય્ઝ, એમ્બ્યુલન્સ ડ્રાયવર્સ, તમે સહુએ જે કામ કર્યું છે, તે ખરેખર પ્રશંસાજનક છે. આ મહામારી એટલી મોટી છે કે તમારા સહુના આ કઠોર પરિશ્રમ અને અવિરત પ્રયાસો છતાં પણ આપણે આપણા પરિવારના ઘણા સભ્યોને બચાવી શક્યા નથી ! આ વાયરસે આપણા ઘણા પોતીકાંઓને આપણાથી છીનવી લીધા છે. હું તે તમામ લોકોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પું છું અને તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવું છું.

|

સાથીઓ,

કોરોનાની સેકન્ડ વેવમાં આપણે ઘણા મોરચે એકસાથે લડવું પડી રહ્યું છે. આ વખતે સંક્રમણની માત્રા અગાઉ કરતાં અનેકગણી વધુ છે, અને દર્દીઓએ વધુ દિવસો સુધી હોસ્પિટલાઈઝ્ડ રહેવું પડી રહ્યું છે. આ બધાને કારણે આપણી હેલ્થ સિસ્ટમ ઉપર એકસાથે ઘણું મોટું દબાણ સર્જાયું છે. બનારસ તો એમ પણ ફક્ત કાશી માટે નહીં, સમગ્ર પૂર્વાંચલની આરોગ્ય સેવાઓનું એક કેન્દ્ર છે. બિહારના પણ કેટલાક વિસ્તારોના લોકો કાશી ઉપર જ નિર્ભર હોય છે. એવામાં સ્વાભાવિક રીતે જ અહીંની સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપર આટલું દબાણ ઘણો મોટો પડકાર લઈને આવ્યું છે. છેલ્લાં સાત વર્ષોમાં અહીંની હેલ્થ સિસ્ટમ માટે જે કામ થયું, તેનાથી આપણને ઘણો સાથ મળ્યો, છતાં પણ આ અસાધારણ પરિસ્થિતિ છે. આપણા ડોક્ટર્સ, આપણા હેલ્થ વર્કર્સના આટલા કઠોર પરિશ્રમથી જ આ દબાણને સંભાળવું શક્ય બન્યું છે. તમે સહુએ એક-એક દર્દીની જીવનરક્ષા માટે દિવસ રાત કામ કર્યું, પોતાની તકલીફ- આરામ એ બધાથી ઉપર ઊઠીને સંપૂર્ણપણે વળગેલા રહ્યા, કામ કરતા રહ્યા. તમારી આ તપસ્યાથી બનારસે જે રીતે આટલા ઓછા સમયમાં પોતાને સંભાળ્યું છે, આજે સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે.

સાથીઓ,

આ મુશ્કેલ સમયમાં બનારસની સેવામાં લાગેલા આપણા લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓએ પણ આપણા સુરક્ષા દળોએ પણ અવિરત કામ કર્યું છે. ઓક્સિજનની સપ્લાય વધારવા માટે, ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા, ઘણા નવા ઓક્સિજન પ્લાન્ટ્સ પણ સ્થાપવામાં આવ્યા. બનારસ સહિત પૂર્વાંચલમાં નવાં વેન્ટિલેટર્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની પણ વ્યવસ્થા કરવામાં આવી.

સાથીઓ,

બનારસે જે ગતિએ આટલા ઓછા સમયમાં ઓક્સિજન અને આઈસીયુ બેડ્સની સંખ્યા અનેક ગણી વધારી છે, જે રીતે આટલી ઝડપથી પંડિત રાજન મિશ્ર કોવિડ હોસ્પિટલને સક્રિય કરી છે, તે પણ એક અનોખું ઉદાહરણ છે. આધુનિક ટેકનોલોજીવાળી નવી મશીનો આવવાથી અહીં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધી છે. મને જણાવવામાં આવ્યું કે બનારસનું ઈન્ટીગ્રેટેડ કોવિડ કમાન્ડ સેન્ટર પણ ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે. તમે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, તમામ જરૂરી વ્યવસ્થાઓને દર્દીઓ અને સામાન્ય લોકો માટે સુલભ બનાવી, તે અનુસરવાને પાત્ર છે. આપણા દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે યોજનાઓ ઘડાઈ, જે અભિયાન ચાલ્યાં, તેણે કોરોના સામેની લડતમાં ઘણી મદદ કરી છે. સ્વચ્છ ભારત અભિયાનને કારણે શૌચાલય બન્યાં, તમે વિચારો, જ્યારે 2014માં તમે લોકોએ મને સંસદસભ્ય રીતે ચૂંટીને મોકલ્યો અને જ્યારે હું તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો હતો, તમે મારા ઉપર કેટલો બધો પ્રેમ વરસાવ્યો હતો, કેટલા આશીર્વાદ આપ્યા હતા. પરંતુ મેં શું કર્યું, પહેલા જ દિવસે આપવાની કોઈ વાત ન કરી, મેં તમારી પાસે કાશીવાસીઓની પાસે માંગ્યું હતું અને મેં જાહેરમાં કહ્યું હતું કે તમે મને વચન આપો કે અમે કાશીને સ્વચ્છ કરીશું. આજે આપણે જોઈએ છીએ કે કાશીને બચાવવામાં તમે લોકોએ સ્વચ્છતાનું મને જે વચન આપ્યું હતું અને કાશીવાસીઓએ સ્વચ્છતા માટે જે મહેનત કરી છે અને સતત કરી છે, તેનો આજે આપણને લાભ મળી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારની સુવિધા કરવામાં આવી, તે પણ આમાં લાભદાયક બની છે, ઉજ્જ્વલા યોજનાને કારણે ગેસ સિલિંડર મળ્યાં હોય, જનધન બેન્ક ખાતાં હોય કે પછી ફિટ ઈન્ડિયા અભિયાન હોય, યોગ અને આયુષ્ય પ્રત્યે, હવે જ્યારે આપણે યુનાઈટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સમગ્ર વિશ્વની સ્વીકૃતિ મળી છે અને 21મી જૂને યોગ દિવસ શરૂ કરાયો, તો શરૂઆતમાં ઘણી મજાક ઉડાડવામાં આવી, ટીકા કરવામાં આવી, સાંપ્રદાયિકતા - બિન સાંપ્રદાયિકતાનાં રંગો પણ ચઢાવવામાં આવ્યાં, પરંતુ આજે સમગ્ર વિશ્વમાં કોરોના સામે લડતમાં યોગનું મહત્ત્વ પણ પ્રચલિત થઈ રહ્યું છે. યોગ અને આયુષ પ્રત્યે જાગૃતિ, આ બધાએ કોરોના સામેની લડતમાં લોકોની શક્તિ ઘણી વધારી છે.

સાથીઓ,

મહાદેવની કૃપાથી બનારસ આધ્યાત્મિક ક્ષમતાઓથી ભરપૂર શહેર છે. કોરોનાનો પહેલો વેવ હોય કે બીજો વેવ, અહીંના લોકોએ ધીરજ અને સેવાનો અદભુત પરિચય કરાવ્યો છે. મારી કાશીના લોકો, અહીંના સામાજિક સંગઠન, દર્દીઓની, ગરીબોની, વૃદ્ધોની સતત, એક પરિવારના સભ્યની માફક સેવા કરી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે. કોઈ પરિવારને ભોજનની ચિંતા ન કરવી પડે, કોઈ ગરીબને દવાની ચિંતા ન કરવી પડે, કાશીએ તે માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. કેટલાયે વેપારીઓએ તો સામે ચાલીને પોતાની દુકાનો બંધ કરી છે, જેથી સંક્રમણની ચેઇનને તોડી શકાય. આ તમામ વેપારી ભાઈઓએ આપણા આ સાથીઓએ પોતાના આર્થિક નફા-નુકસાનની ચિંતા ન કરી, પરંતુ પોતાનાં સંસાધનો સાથે તેઓ સેવામાં જોડાઈ ગયા. તમારો આ સેવાભાવ કોઈને પણ પ્રભાવિત કરી દે તેવો છે, પરંતુ હું જાણું છું કે મા અન્નપૂર્ણાની નગરી અને આ નગરીનો તો આ સહજ સ્વભાવ જ છે. સેવા, એ જ તો અહીંની સાધનાનો એક રીતે મંત્ર છે.

|

સાથીઓ,

તમારા તપથી, અને તમારા સહુના સહિયારા પ્રયાસોથી મહામારીના આ હુમલામાં તમે ઘણી હદ સુધી બધું સંભાળ્યું છે. પરંતુ હજુ સંતોષ માનવાનો સમય નથી આવ્યો. આપણે હજુ એક લાંબી લડાઈ લડવાની છે. હજુ આપણે બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો ઉપર પણ ખૂબ ધ્યાન આપવાનું છે અને હવે અમારું શું થશે, દરેક વ્યવસ્થા માટે દરેક એકમ માટે, નવો મંત્ર આ જ છે - જ્યાં બીમાર, ત્યાં જ ઉપચાર, આ વાત આપણે ભૂલીએ નહીં --- જ્યાં બીમાર, ત્યાં જ ઉપચાર. આપણે સારવાર જેટલી તેમની નજીક લાવી દઈશું, એટલો જ આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપરનો બોજો હળવો થશે અને એટલે જ તમે તમામ વ્યવસ્થાઓ - જ્યાં બીમાર, ત્યાં જ ઉપચાર - આ સિદ્ધાંત ઉપર કરજો. બીજી વાત, માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, કાશીએ ખૂબ સફળતાપૂર્વક તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેનો લાભ મળી રહ્યો છે. માઈક્રો-કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને જે રીતે તમે શહેર તેમજ ગામડાંમાં ઘેરઘેર દવાઓ વહેંચી રહ્યા છો, તમે મેડિકલ કીટ પણ પહોંચાડી છે, ગામડાંના લોકો સુધી, આ ખૂબ સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારોમાં જેટલું થઈ શકે, એટલું વ્યાપક કરવું છે. ડોક્ટર્સ, લેબ્સ અને ઈ-માર્કેટિંગ કંપનીઓ સાથે મળીને કાશી કવચ નામથી ટેલી-મેડિસિનની સુવિધા કરવામાં આવી, તે પણ કાશીનો ખૂબ નવતર પ્રયોગ છે. તેનો લાભ ગામે ગામ લોકોને મળે, તે માટે વિશિષ્ટ જાગૃતિ અભિયાન પણ ચલાવવું જોઈએ. આ રીતે, યુપીમાં ઘણા સીનિયર અને યુવાન ડોક્ટર્સ પણ ગ્રામીણ વિસ્તારોમાં ટેલીમેડિસિનના માધ્યમથી સેવા કરી રહ્યા છે. તેમને સાથે લઈને તેને વધુ વ્યાપક બનાવી શકાય છે. કોવિડ સામે ગામડાંમાં ચાલી રહેલી લડતમાં આપણી આશા વર્કર અને એએનએમની બહેનોની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હું ઈચ્છું છું કે તેમની ક્ષમતા અને અનુભવનો પણ વધુમાં વધુ લાભ લેવો જોઈએ.

સાથીઓ,

સેકન્ડ વેવમાં આપણે વેક્સિનથી મળેલી સુરક્ષા પણ જોઈ છે. વેક્સિનની સુરક્ષાને કારણે ઘણી હદ સુધી આપણા મોખરે રહીને કામ કરી રહેલા કાર્યકરો સુનિશ્ચિત રહીને લોકોની સેવા કરી શક્યા છે. આ જ સુરક્ષાકવચ આવનારા સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે. આપણે આપણો વારો આવ્યે ત્યારે વેક્સિન અવશ્ય લેવાની છે. કોરોના સામેની આપણી લડત જે રીતે એક સામુહિક અભિયાન જેવી બની ગઈ છે, તેવી જ રીતે, વેક્સિનેશનને પણ આપણે સામુહિક જવાબદારી બનાવવાનું છે.

સાથીઓ,

જ્યારે પ્રયત્નોમાં સંવેદનશીલતા હોય, સેવાની ભાવના હોય, લોકોની તકલીફોનો અહેસાસ હોય, વિજ્ઞાન આધારિત અભિગમ હોય, તો આપણે કરેલું નક્કર કામ નજરે પણ ચડે છે. મને યાદ છે, પૂર્વાંચલમાં અગાઉ બાળકોમાં મગજના તાવની બીમારીનો કેવો કહેર હતો. મગજના તાવથી દર વર્ષે હજારો બાળકોનાં દુઃખદ મૃત્યુ થઈ જતાં હતાં, અગણિત અને તમને યાદ હશે, આજે આપણા યોગીજી, જેઓ મુખ્યમંત્રી છે, તેઓ જ્યારે અગાઉ સંસદ સભ્ય હતા, આ બાળકોની જિંદગી, જે રીતે બાળકોનાં એક પછી એક મોત થતાં હતાં, તેઓ સંસદમાં રડી પડ્યા હતા. તે સમયની સરાકરો સમક્ષ તેઓ બે વિનંતી કરતા હતા - આ બાળકોને બચાવો, કોઈક વ્યવસ્થા કરો. રડી પડ્યા હતા, તેઓ, હજારો બાળકો મરતા હતા. અને આ ક્રમ વર્ષોથી ચાલ્યો આવતો હતો. યોગીજી સંસદમાં હતા, વિનંતી કરતા રહ્યા. પરંતુ જ્યારે યોગીજી યુપીના મુખ્યમંત્રી બન્યા અનેભારત સરકાર અને રાજ્ય સરકારે મળીને મગજના તાવ સામે એક મોટું અભિયાન શરૂ કર્યું, તમે બધા લોકો તેનાથી ખાસ્સા પરિચિત છો અને આજે મોટી સંખ્યામાં આપણે બાળકોની જિંદગી બચાવવામાં સફળ થયા છીએ. આ બીમારીને ઘણી હદ સુધી નિયંત્રણમાં લાવી શક્યા છીએ. તેનો ઘણો મોટો લાભ પૂર્વાંચલના લોકોને થયો છે, અહીંનાં બાળકોને થયો છે. આ ઉદાહરણ આપણને બતાવે છે કે આ પ્રકારની સંવેદનશીલતા, સતર્કતા સાથે આપણે સતત કામ કરતા રહેવાનું છે. આપણે યાદ રાખવાનું છે કે આપણી લડત એક અદ્રશ્ય અને રૂપ બતલતા એક ધૂતારા જેવા દુશ્મન સામેની છે. આ લડાઈમાં આપણે કોરોનાથી આપણાં બાળકોને પણ બચાવીને રાખવાનાં છે, તેમના માટે પણ ખાસ તૈયારી કરવાની છે. હું હમણાં થોડા દિવસો અગાઉ યુપીના અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો, તો આપના મુખ્ય સચિવ તિવારીજીએ ઘણું વિસ્તારપૂર્વક મને જણાવ્યું હતું કે તેમણે પિડિયાટ્રિક માટે, બાળકોને જો કોરોના હોય તો શું શું કરવું જોઈએ, તે માટે સમગ્ર વ્યવસ્થા વિકસાવી છે અને મને આ કામ ઘણું સારું લાગ્યું કે ઘણું આગોતરી રીતે અને ઉત્પાદક રીતે ઉત્તર પ્રદેશ સરકાર આની ઉપર કામ કરી રહી છે. ઘણું કામ શરૂ થઈ ચૂક્યું છે.

સાથીઓ,

આપણી આ લડાઈમાં હમણાંથી બ્લેક ફંગસનો વધુ એક પડકાર સામે આવ્યો છે. તેનો ઉકેલ લાવવા માટે આવશ્યક સાવધાની અને વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. હમણાં હું જ્યારે તમારા લોકો સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે આ માટે મારી પાસે જે કંઈ જાણકારી હતી, તે મેં તમને સહુને જણાવી હતી.

સાથીઓ,

સેકન્ડ વેવ દરમ્યાન વહીવટી તંત્રએ જે તૈયારીઓ કરી છે, તે કેસ ઘટ્યા પછી પણ આ જ રીતે વ્યવસ્થિત રાખવાની છે. સાથે સાથે, આંકડા અને સ્થિતિ ઉપર સતત નજર પણ રાખવાની છે. જે અનુભવ તમને બનારસમાં મળ્યો છે, તેનો વધુને વધુ લાભ સમગ્ર પૂર્વાંચલ અને સમગ્ર પ્રદેશને પણ મળવો જોઈએ. હું ઈચ્છું છું કે આપણા જે ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સ છે, તેઓ પોતાના અનુભવો પોતાની ફ્રેટરનિટીમાં જરૂર જણાવે. અધિકારીઓ પણ તમારા અનુભવો અને સૂચનો સરકાર સુધી પહોંચાડે, જેથી ભવિષ્યમાં તેનો વધુ વ્યાપક લાભ મળી શકે. અન્ય વિસ્તારોમાં પણ તમારી શ્રેષ્ઠ પદ્ધતિઓને પહોંચાડી શકાય. હું તમામ લોકપ્રતિનિધિઓને પણ કહેવા માંગું છું, તમામ ચૂંટાયેલા લોકોને પણ કહેવા ઈચ્છું છું, તમે સતત કામ કરી રહ્યા છો, બોજો ઘણો છે. ક્યારેક-ક્યારેક જનતા જનાર્દનની નારાજગીનો સૂર પણ સાંભળવો પડે છે. પરંતુ મને વિશ્વાસ છે કે જે સંવેદનશીલતા સાથે તમે જોડાયેલા છો, જે નમ્રતા સાથે તમે જોડાયેલા છો, તે પણ સામાન્ય નાગરિક માટે મલમનું કામ કરે છે અને એટલા માટે હું તમામ લોકપ્રતિનિધિઓને પણ આ અભિયાનમાં જોડાવા માટે અને તેમણે કરેલા નેતૃત્ત્વ માટે એક રીતે સંતોષ વ્યક્ત કરું છું. આપણે સહુએ જોવાનું છે કે એક પણ નગારિકને જો કોઈ તકલીફ છે, તો તેની ચિંતા લોકપ્રતિનિધિની પણ સાહજિક જવાબદારી છે. તેને અધિકારીઓ અને સરકાર સુધી પહોંચાડવી, તેનો ઉકેલ સુનિશ્ચિત કરવો, આ કામ આપણે ભવિષ્યમાં પણ ચાલુ રહાખવાનું છે. મને વિશ્વાસ છે કે આપણા સહુના આ સામુહિક પ્રયાસો ટૂંક સમયમાં જ સારાં પરિણામ લાવશે અને ટૂંક સમયમાં જ બાબા વિશ્વનાથના આશીર્વાદથી કાશી આ જંગ જીતશે. હું આપ સહુના શ્રેષ્ઠ સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું, બાબા વિશ્વનાથના ચરણોમાં પ્રણામ કરતાં પ્રાર્થના કરું છું કે સહુ સ્વસ્થ રહે, સમગ્ર માનવ જાતિનું કલ્યાણ તો બાબા વિશ્વનાથ કરે છે, એટલે તેમના માટે જમીનના કોઈ એક હિસ્સા માટે કહેવું યોગ્ય નહીં ગણાય. તમે સ્વસ્થ રહો, તમારા પરિવારજનો સ્વસ્થ રહે, એ જ શુભેચ્છાઓ સાથે, આપ સહુનો ખૂબ ખૂબ આભાર.

  • MLA Devyani Pharande February 17, 2024

    जय हो
  • शिवकुमार गुप्ता February 09, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 09, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 09, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 09, 2022

    🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌 🕌🕌🕌
  • शिवकुमार गुप्ता February 09, 2022

    जय श्री राम
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive

Media Coverage

What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand
July 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. Condolences to those who have lost their loved ones in the mishap. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”