Quoteઇશાન રાજ્યો પ્રત્યે સંભાળ રાખવા તથા ચિંતા વ્યક્ત કરવા બદલ મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી અને કોવિડ મહામારી સામે સમયસર પગલા લેવા માટે આભાર માન્યો
Quoteપ્રધાનમંત્રીએ તમામ પરિવર્તન પર કડક દેખરેખ રાખવા તથા તેનું ધ્યાન રાખવા પર ભાર મૂક્યો
Quoteયોગ્ય સાવચેતી રાખ્યા વિના હિલ સ્ટેશન પર ભીડ એકત્રિત કરવા સામે કડક ચેતવણી આપી
Quoteત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી તે આપણા માનસ પરનો મુખ્ય પ્રશ્ન હોવો જોઇએ : પ્રધાનમંત્રી
Quoteવેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી
Quote‘વેક્સિનેશન તમામ માટે વિનામૂલ્ય છે’ તે ઝુંબેશ માટે ઉત્તર-પૂર્વના રાજ્યો મહત્વના છે : પ્રધાનમંત્રી
Quoteદેશના મેડિકલ માળખાને સુધારવા માટે તાજેતરમાં મંજૂર કરાયેલા 23000 કરોડ રૂપિયાના પેકેજથી મદદ મળશે : પ્રધાનમંત્રી
Quoteપ્રધાનમંત્રીએ પીએમ કેર્સ ફંડ મારફતે ઓક્સિજન પ્લાન્ટને પૂર્ણ કરવા મુખ્યમંત્રીઓને અનુરોધ કર્યો

આપ સૌને નમસ્કાર ! સૌ પ્રથમ તો  કેટલાક નવી જવાબદારી સંભાળનારા લોકો છે તો હું તેમનો પરિચય કરાવી દઉ કે જેથી આપને પણ સુગમતા રહેશે.શ્રીમાન મનસુખ ભાઈ માંડવિયા, તે હવે આપણા નવા આરોગ્ય મંત્રી બન્યા છે. તેમની સાથે તેમની સાથે રાજય મંત્રી તરીકે ડો. ભારતી પવારજી પણ બેઠાં છે. બે અન્ય લોકો પણ છે, કે જેમની સાથે તમારે નિયમિત સંબંધ રહેવાનો છે અને તે ઉત્તર- પૂર્વ વિસ્તાર મંત્રાલયના નવા મંત્રી શ્રીમાન જી. કિશન રેડ્ડીજી અને તેમની સાથે રાજ્ય મંત્રી બેઠેલા છે તે શ્રીમાન બી. એલ. વર્માજી છે. આ પરિચય પણ આપ સૌ માટે જરૂરી છે.

સાથીઓ,

કોરોનાના કારણે ઉત્તર- પૂર્વમાં આપ સૌ જે રીતે કેટલાક નવતર વિચારો સાથે કામ પાર પાડવા માટે જે મહેનત શરૂ કરી રહ્યા છો, તમે જે યોજનાઓ બનાવી છે, જે સાકાર કરી છે તેનું વિસ્તારથી તમે વર્ણન કર્યું. તમે લોકો વધુ એક પ્રકારે સમગ્ર દેશ અને ખાસ કરીને આપણાં હેલ્થ વર્કર્સે અને તમામ લોકોએ પોતપોતાની જવાબદારી નિભાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી લગાતાર પરિશ્રમ કર્યો છે. ઉત્તર- પૂર્વના ભૌગોલિક પડકારો હોવા છતાં, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટથી માંડીને રસીકરણ માટે માળખાકિય સુવિધાઓ તૈયાર કરી છે અને ખાસ કરીને આજે મેં જોયું કે તમે જે પ્રકારે કામ કર્યું તે યોગ્ય છે. ચાર રાજ્યોમાં હજુ સુધારો કરવાનો બાકી છે, પરંતુ બાકીનાએ ખૂબ જ સંવેદનશીલતા સાથે બગાડને ખૂબ ઓછી માત્રામાં રોક્યો છે. એટલું જ નહીં, તમે દરેક વાયલમાંથી મહત્તમ ઉપયોગ કર્યો છે. એક પ્રકારે કહીએ તો તમે આ ઉપરાંત જે કામ કર્યું છે તેના પ્રયાસને અને ખાસ કરીને આપણાં તબીબી ક્ષેત્રના જે લોકો છે તેમણે કુશળતા દેખાડી છે. હું આ ટીમને ખૂબ જ અભિનંદન પાઠવું છું, કારણ કે રસીકરણમાં રસીનું કેટલું મહત્વ છે અને જે પ્રકારે તેને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવામાં આવી છે એટલા માટે હું આપ સૌ અને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને જે રાજ્યોમાં હજુ પણ થોડીક ઉણપ વર્તાઈ રહી છે ત્યાં પણ ખૂબ જ સારી રીતે આ કામને આગળ ધપાવવામાં આવશે તેનો મને પૂરો વિશ્વાસ છે.

સાથીઓ,

વર્તમાન પરિસ્થિતિ અંગે આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. કોવિડની બીજા લહેર દરમ્યાન, અલગ અલગ સરકારોએ સાથે મળીને પ્રયાસો કર્યા છે અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે, પરંતુ ઉત્તર- પૂર્વના કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. આ સંકેતોને આપણે શોધવાના રહેશે. આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે અને લોકોએ પણ સતત સતર્ક રહેવું પડશે. સંક્રમણ ફેલાતું રોકવા માટે આપણે માઈક્રો સ્તર ઉપર વધુ કડક પગલાં લેવા પડશે અને હમણાં હેમંતાજી જણાવી રહ્યા હતા કે તેમણે લૉકડાઉનનો માર્ગ પસંદ કર્યો ન હતો, માઈક્રો કન્ટેનમેંટ ઝોનનો માર્ગ પસંદ કર્યો અને 6000થી વધુ માઈક્રો કન્ટેનમેંટ બનાવ્યા તેના માટેની જવાબદારી નક્કી થઈ શકે છે. આ માઈક્રો કન્ટેનમેંટ ઝોનના ઈનચાર્જ તે પૂછી શકતા હતા કે ભાઈ કેવી રીતે ગરબડ થઈ? કામ કેમ થયું નહીં? કેટલું સારૂં થયું? એટલા માટે જેટલું જોર માઈક્રો કન્ટેનમેંટ ઝોન ઉપર લગાવીશું તેટલા આપણે તે પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકીશું. વિતેલા દોઢ વર્ષમાં આપણને જે અનુભવ પ્રાપ્ત થયો છે, જે ઉત્તમ પ્રણાલિઓ આપણે જોઈ  છે તેનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરવાનો રહેશે. દેશના અલગ અલગ રાજ્યોએ પણ નવી નવી અને નવતર પ્રકારની પધ્ધતિઓ પસંદ કરી છે. તમારા રાજ્યમાં પણ કેટલાક જીલ્લા હશે, કેટલાક ગામ હશે, કેટલાક અધિકારીઓ હશે કે જેમણે નવતર પધ્ધતિથી આ જીલ્લામાં કામ પાર પાડ્યું હોય. આ ઉત્તમ પ્રણાલિને ઓળખીને તેનો આપણે જેટલો વધુને વધુ પ્રચાર કરીશું તેનો આપણને ફાયદો થશે.

|

સાથીઓ,

આપણે કોરોના વાયરસના દરેક વેરિયન્ટ ઉપર પણ નજર રાખવાની રહેશે, કારણ કે તે બિલકુલ બહુરૂપી જેવો છે. વારંવાર પોતાના રંગ-રૂપ બદલે છે અને તેના કારણે આપણાં માટે જે પડકારો ઉભા થાય છે તેને લીધે આપણે દરેક વેરિયન્ટ ઉપર ખૂબ જ બારીકીથી નજર રાખવાની રહેશે. મ્યુટેશન પછી તે કેટલો પરેશાન કરશે તે બાબતે નિષ્ણાંતો સતત અભ્યાસ કરી રહયા છે. સમગ્ર ટીમ દરેક પરિવર્તન પર નજર રાખી રહી છે. આવી પરિસ્થિતિમાં રોગને રોકવો અને સારવાર ખૂબ જરૂરી બની રહે છે. આ બંને સાથે જોડાયેલા ઉપાયો ઉપર જ આપણે આપણી પૂરી તાકાત લગાવી દેવાની છે. સમગ્ર ધ્યાન આ બાબતો ઉપર કેન્દ્રિત કરવાનું છે. વાયરસનો પ્રહાર, બે ગજનું અંતર, માસ્ક અને રસીના કવચ સામે તે કમજોર બની જશે. અને આપણે છેલ્લા દોઢ વર્ષમાં અનુભવે જોયું છે કે આપણી જે ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટની જે વ્યૂહરચના છે, જે આપણી માળખાકિય સુવિધાઓ છે તે જો બહેતર હશે તો વધુને વધુ લોકોના જીવન બચાવવામાં આપણે સફળ રહીશું. આ બધું સમગ્ર દુનિયાના અનુભવોના આધારે પૂરવાર થઈ ચૂક્યું છે. અને એટલા માટે દરેક નાગરિક કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરે તે માટે તેને સતત પ્રોત્સાહિત કરવાનો રહેશે. સમાજમાં પણ નાગરિક સમાજના લોકો હોય કે ધાર્મિક સમાજના લોકો હોય, સમાજ જીવનના મુખ્ય લોકો પાસેથી વારંવાર વાતો આવતી રહે છે. આ બધાં માટે આપણે પ્રયાસ કરવાનો રહેશે.

સાથીઓ,

એ બાબત સાચી છે કે કોરોનાના કારણે પ્રવાસન, વેપાર, કારોબાર વગેરેને ઘણી અસર થઈ છે, પરંતુ આજે  હું ખૂબ જ ભારપૂર્વક જણાવવા માંગુ છું કે હીલ સ્ટેશન્સ પર, બજારોમાં માસ્ક પહેર્યા વગર અથવા પ્રોટોકોલનો અમલ કર્યા વગર ભારે ભીડ ઉમટે છે તે મારે મન ખૂબ જ ચિંતાનો વિષય છે. આ બાબત યોગ્ય નથી. ઘણી વખત આપણે એવો તર્ક સાંભળીએ છીએ અને કેટલાક લોકો છાતી ઠોકીને બોલે છે કે અરે ભાઈ, ત્રીજી લહેર આવે તે પહેલાં આપણે માણી લેવા માંગીએ છીએ. લોકોએ એ બાબત સમજવાની જરૂર છે કે ત્રીજી લહેર પોતાની મેળે આવવાની નથી. ઘણી વખત લોકો સવાલ કરે છે કે ત્રીજી લહેર માટે શું તૈયારીઓ કરી છે? ત્રીજી લહેર માટે તમે શું કરશો? આજે સવાલ એ થવો જોઈએ કે આપણે ત્રીજી લહેરને આવતી કેવી રીતે રોકવાની છે? આપણાં પ્રોટોકોલનો કડકાઈપૂર્વક અમલ કરવાનો છે? તો પછી, કોરોના એ એક એવી ચીજ છે કે જે આપમેળે આવતી નથી. કોઈ જઈને તેને લઈ આવે તો તે આવે છે. અને એટલા માટે જ આપણે આ બાબતે યોગ્ય સાવધાની રાખીશું તો આપણે ત્રીજી લહેરને પણ રોકી શકીશું. તે આવે પછી શું કરીશું તે અલગ વિષય છે, પરંતુ તેને આવતી રોકવી તે જ મહત્વનો વિષય છે અને તે માટે આપણે નાગરિકોએ સજાગતા, સતર્કતા, પ્રોટોકોલનું પાલન જેવી બાબતોમાં કોઈએ સહેજ પણ સમાધાન કરવાનું નથી. અને નિષ્ણાતો તો વારંવાર એવી ચેતવણી આપી રહ્યા છે કે અસાવધાની, બેદરકારી, ભીડ જેવા કારણોથી કોરોનાના સંક્રમણમાં ભારે ઉછાળો આવી શકે તેમ છે. અને એટલા માટે એ જરૂરી છે કે દરેક સ્તરે આપણે, દરેક કદમ, ગંભીરતા સાથે ઉઠાવવામાં આવે. વધુ ભીડ થતી હોય તેવા આયોજનોને જો રોકી શકાય તેમ હોય તો તેને રોકવા પ્રયાસ કરવો જોઈએ.

|

સાથીઓ,

કેન્દ્ર સરકાર દ્વારા ‘સૌને વેક્સીન- મફત વેક્સીન’ નું જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે ઉત્તર- પૂર્વ માટે પણ એટલું જ મહત્વનું છે. ત્રીજી લહેરના સામના માટે આપણે રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની છે. આપણે રસીકરણ સાથે જોડાયેલા કેટલાક ભ્રમ પણ દૂર કરવા માટે સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રોના જેટલા પણ સેલિબ્રિટીઝ હોય તેમને આપણે જોડવાના છે. દરેક વ્યક્તિના મુખેથી આ બાબતે પ્રચાર કરવાનો છે અને લોકોને પણ ગતિશીલ કરવાના છે. હાલમાં ઉત્તર- પૂર્વના કેટલાક રાજ્યોમાં રસીકરણ બાબતે પ્રશંસનિય કામગીરી થઈ છે, મેં શરૂઆતમાં કહ્યું હતું તે મુજબ જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધારે છે તેવા વિસ્તારોમાં રસીકરણ ઉપર વધુ ભાર મૂકવામાં આવે.

સાથીઓ,

આપણે ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સાથે જોડાયેલી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરીને આગળ ધપવાનું છે. આ હેતુ માટે હમણાં જ કેબિનેટે રૂ.23,000 કરોડના એક નવા પેકેજનો સ્વીકાર કર્યો છે. ઉત્તર- પૂર્વના દરેક રાજ્યમાં આ પેકેજ મારફતે પોતાની આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં ઘણી મદદ પ્રાપ્ત થશે. આ પેકેજને કારણે ઉત્તર- પૂર્વમાં ટેસ્ટીંગ, ડાયનૉસ્ટીક, જીનોમસિકવન્સીંગ જેવી બાબતોને વેગ મળશે. જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં ત્વરિત આઈસીયુ બેડની ક્ષમતા વધારવામાં પણ સહાય પ્રાપ્ત થશે. ખાસ કરીને આપણે ઓક્સિજન અને  પેડિયાટ્રીક કેર સાથે જોડાયેલી માળખાકિય સુવિધાઓના નિર્માણમાં ઝડપભેર કામ કરવાનું રહેશે. પીએમ કેરના માધ્યમથી સમગ્ર દેશમાં નવા સેંકડો ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. અને મને એ બાબતનો આનંદ છે કે આપ સૌ મુખ્ય મંત્રીઓ આ કામમાં ઝડપભેર પ્રગતિ કરી રહ્યા છો. આ માટે ઘણો સંતોષ વ્યક્ત કરૂં છું. ઉત્તર- પૂર્વ માટે આશરે 150 પ્લાન્ટ સ્થાપવાનું સ્વિકારાયું છે. મારો આપ સૌને આગ્રહ છે કે આ કામ જેમ બને તેમ જલ્દી પૂરૂ કરવામાં આવે. ક્યાંય પણ કોઈ અવરોધ નડે નહીં તે બાબતે ધ્યાન રાખવાનું રહેશે અને તે માટે જે જરૂરી માનવબળ જરૂરૂ છે, કુશળ માનવ બળ હોય અને તેની સાથે મળીને તૈયારી કરવાની રહેશે કે જેથી પાછળથી કોઈ અવરોધ નડે નહીં. ઉત્તર- પૂર્વની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમા રાખીને કામચલાઉ હોસ્પિટલોનું નિર્માણ કરવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે અને આ એક મહત્વનો વિષય છે. મેં શરૂઆતમાં કહ્યું હતું અને ફરી એક વખત ઉલ્લેખ કરૂં છું કે જે કોઈ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે, જે આઈસીયુ  તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે કોઈ નવી મશીનરી બ્લોક સ્તરની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહી છે તેને સારી રીતે ચલાવવા માટે તાલિમ પામેલું માનવબળ હોય તે જરૂરી છે. આ બાબત સાથે જોડાયેલી જે કંઈ પણ મદદ કરવાની હોય તેને કેન્દ્ર સરકાર ઉપલબ્ધ કરશે.

સાથીઓ,

આજે આપણે સમગ્ર દેશમાં દૈનિક 20 લાખ કરતાં વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા સુધી પહોંચી શક્યા છીએ. ઉત્તર- પૂર્વના દરેક જીલ્લામાં અને ખાસ કરીને વધુ અસર ધરાવતા જીલ્લાઓમાં ટેસ્ટીંગના માળખાકીય સુવિધાને અગ્રતા આપીને તેને વધારવાની રહેશે. રેન્ડમ ટેસ્ટીંગની સાથે સાથે આપણે ક્લસ્ટર ધરાવતા બ્લોકમાં પણ આક્રમક ટેસ્ટીંગ કરવાનું રહેશે. આ માટે પણ આપણે જરૂરી પગલાં લેવા જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આપણાં સૌના સામુહિક પ્રયાસોથી, દેશની જનતાના સહયોગથી આપણે કોરોના સંક્રમણને મર્યાદિત રાખવામાં ચોક્કસ સફળતા મેળવીશું. હું ફરી એક વખત આજે ઉત્તર- પૂર્વના વિસ્તારની ચર્ચા કરતાં આપણે કેટલાક ચોક્કસ વિષયો પર ચર્ચા કરી શકયા છીએ. મને વિશ્વાસ છે કે આ બધી બાબતોમાં ઉત્તર- પૂર્વમાં જે વધારો થઈ રહ્યો છે તેને ત્વરિત રોકવા માટે આપણે સમગ્ર ટીમને કામે લગાડી દેવાની રહેશે અને તેમાં સફળતા મળશે. ફરી એક વખત આ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ! હું આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જલ્દીથી મારા ઉત્તર- પૂર્વના મારા ભાઈ-બહેનોને કોરોનાથી મુક્તનો આનંદ મળે.

 

  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Dr Swapna Verma March 14, 2024

    jay bharat
  • MLA Devyani Pharande February 17, 2024

    nice
  • MLA Devyani Pharande February 17, 2024

    जय श्रीराम
  • शिवकुमार गुप्ता January 23, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता January 23, 2022

    जय हिंद
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
FSSAI trained over 3 lakh street food vendors, and 405 hubs received certification

Media Coverage

FSSAI trained over 3 lakh street food vendors, and 405 hubs received certification
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2025
August 11, 2025

Appreciation by Citizens Celebrating PM Modi’s Vision for New India Powering Progress, Prosperity, and Pride