મારા મિત્ર, પ્રધાનમંત્રી કિશિદાજી,
બંને દેશોના પ્રતિનિધિઓ,
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો,
ગુજરાત ના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,
ભારત-જાપાન બિઝનેસ લીડર્સ ફોરમના તમામ સભ્યો,
આપ સૌનું સ્વાગત છે.
દરેકને નમસ્કાર!
પ્રધાનમંત્રી કિશિદાજી અને જાપાનથી ભારતમાં આવેલા તમામ મિત્રોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે.
હું ખૂબ જ ખુશ છું કે બે વર્ષથી વધુના અંતરાળ પછી આપણે ભારત અને જાપાન વચ્ચે શિખર સ્તરની બેઠકોની શ્રેણી ફરી શરૂ કરી શકીશું.
આપણા આર્થિક સંબંધો ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનો સૌથી મજબૂત આધારસ્તંભ છે.
કોવિડ પછીના યુગમાં, આર્થિક પુનઃપ્રાપ્તિ અને આર્થિક સુરક્ષા માટે, ભારત-જાપાન આર્થિક ભાગીદારી માત્ર બે દેશોને જ નહીં, પરંતુ પ્રદેશ અને વિશ્વને પણ આત્મવિશ્વાસ અને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરશે.
સુધારાઓ અને આપણી ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાઓ, જે ભારતમાં વ્યાપકપણે હાથ ધરવામાં આવી રહી છે, તે પહેલા કરતા વધુ સકારાત્મક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે.
મહામહિમ,
ભારતની નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનમાં એક પોઈન્ટ આઠ ટ્રિલિયન ડોલરના 9000થી વધુ પ્રોજેક્ટ્સ છે જે સહકારની ઘણી તકો પૂરી પાડે છે.
મને આશા છે કે જાપાનીઝ કંપનીઓ અમારા પ્રયાસોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. અને આ માટે, અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સહયોગ આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.
મિત્રો,
ભારત-જાપાન સંબંધોના મૂળમાં પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી છે. બંને દેશોના આર્થિક સંબંધોને આગળ વધારવા માટે ઈન્ડિયા જાપાન બિઝનેસ લીડર્સ ફોરમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ માટે, હું તમને બધાને અભિનંદન આપું છું અને મારી શુભેચ્છાઓ આપું છું.
ખુબ ખુબ આભાર!
અસ્વિકૃતી: આ પ્રધાનમંત્રીની ટિપ્પણનો અંદાજિત અનુવાદ છે. મૂળ ટિપ્પણો હિન્દીમાં આપવામાં આવી હતી.