"આપણી ધરતી માટે યોગ્ય નિર્ણયો લેનારી વ્યક્તિઓ આપણા ગ્રહ માટેની લડાઈમાં ચાવીરૂપ છે. આ મિશન લાઇફનું હાર્દ છે"
"આબોહવા પરિવર્તનનો સામનો માત્ર કૉન્ફરન્સ ટેબલ પરથી જ ન થઈ શકે. તે દરેક ઘરમાં ડિનર ટેબલ પરથી લડવું પડે છે"
"મિશન લાઇફ જળવાયુ પરિવર્તન સામેની લડાઈનું લોકશાહીકરણ કરવા વિશે છે"
"ભારતની જનતાએ છેલ્લાં થોડાં વર્ષમાં જન આંદોલન અને વર્તણૂકમાં પરિવર્તનની બાબતમાં ઘણું કર્યું છે"
"વર્તણૂકીય પહેલ માટે પણ પર્યાપ્ત ધિરાણ પદ્ધતિઓ પર કામ કરવાની જરૂર છે. મિશન લાઇફ જેવી વર્તણૂકીય પહેલ માટે વર્લ્ડ બૅન્ક દ્વારા ટેકો દર્શાવવાથી અનેકગણી અસર થશે"

વિશ્વ બેંકના પ્રમુખ, મહામહિમ, મોરોક્કોના ઉર્જા ટ્રાન્ઝિશન અને દીર્ઘકાલિન વિકાસ મંત્રી, મંત્રીમંડળમાં મારાં સહયોગી નિર્મલા સીતારમણજી, લોર્ડ નિકોલસ સ્ટર્ન, પ્રોફેસર સનસ્ટીન અને અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ

નમસ્કાર!

મને આનંદ છે કે, વિશ્વ બેંક આ કાર્યક્રમનું આયોજન આબોહવા પરિવર્તન અંગે વર્તણૂકલક્ષી પરિવર્તનની અસરના સંદર્ભમાં કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દો મારા હૃદયની ઘણો નજીક છે અને તેને વૈશ્વિક ચળવળ બનતા જોઇને આનંદ થયો.

મિત્રો,

ચાણક્ય, ભારતના એક મહાન દાર્શનિક હતા, તેમણે બે હજાર વર્ષ પહેલાં આ લખ્યું હતું: जल बिन्दु निपातेन क्रमशः पूर्यते घटः| स हेतुः सर्व विद्यानां धर्मस्य च धनस्य च || અર્થાત્, પાણીના નાના-નાના ટીપાં, જ્યારે ભેગા થાય છે, ત્યારે એક વાસણ ભરાય છે. એવી જ રીતે, જ્ઞાન, સારા કાર્યો અથવા સંપત્તિનો ધીમે ધીમે ઉમેરો થાય છે. આ આપણા માટે એક સંદેશ છે. પાણીનું પ્રત્યેક ટીપું પોતાના કદ પ્રમાણે તો વધુ નથી લાગતું. પરંતુ જ્યારે તે અન્ય સંખ્યાબંધ ટીપાં સાથે જોડાઇ જાય છે, ત્યારે તેનો એક પ્રભાવ પડે છે. ગ્રહ માટે કરેલા દરેક સારા કાર્યો વ્યક્તિગત રીતે નજીવા લાગે છે. પરંતુ જ્યારે દુનિયાભરના અબજો લોકો એક સાથે મળીને આવા કામ કરે છે, ત્યારે તેની અસર ખૂબ જ મોટી હોય છે. અમે માનીએ છીએ કે, આપણા ગ્રહ માટે યોગ્ય નિર્ણય લેનાર વ્યક્તિઓ આપણા ગ્રહ માટેની જંગમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે. મિશન LiFEનો હાર્દ પણ આ જ છે.

મિત્રો,

આ ચળવળના બીજ ઘણા સમય પહેલાં જ વાવવામાં આવ્યાં હતાં. 2015માં, સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં, મેં વર્તણૂકમાં પરિવર્તનની જરૂરિયાત વિશે વાત કરી હતી. ત્યારથી, અમે આ દિશામાં ઘણા આગળ વધ્યા છીએ. ઑક્ટોબર 2022માં, સંયુક્તરાષ્ટ્રના મહાસચિવ અને મેં સાથે મળીને મિશન LiFE શરૂ કર્યું હતું. CoP-27ના પરિણામરૂપી દસ્તાવેજની પ્રસ્તાવના પણ ટકાઉક્ષમ જીવનશૈલી અને વપરાશ વિશે વાત કરે છે. અને આ જોવાનું અદ્ભુત છે કે, આબોહવા પરિવર્તન ક્ષેત્રના નિષ્ણાતોએ પણ આ મંત્રને અપનાવ્યો છે.

મિત્રો,

દુનિયાભરના લોકોને આબોહવા પરિવર્તન વિશે ઘણું સાંભળવા મળે છે. તેમાંથી ઘણાને ઘણી ચિંતા થાય છે કારણ કે તેઓ આના વિશે શું કરી શકે તેમ છે તે વિશે તેમને કોઇ જ જાણકારી નથી. તેમને સતત એવો અનુભવ કરાવવામાં છે કે, આમાં તો માત્ર સરકારો અથવા વૈશ્વિક સંસ્થાઓની ભૂમિકા છે. જો તેઓ પોતે પણ યોગદાન આપી શકે છે તેવું આ લોકો શીખી જાય તો, તો તેમની ચિંતા તેમણે લીધેલાં પગલાંમાં ફેરવાઇ જશે.

મિત્રો,

માત્ર પરિષદો યોજીને ટેબલ પર બેસીને ચર્ચાઓ કરવાથી આબોહવા પરિવર્તન સામે ન લડી શકાય. દરેક ઘરમાં ડિનર ટેબલ પરથી આ જંગ લડાવી જરૂરી છે. જ્યારે કોઇ વિચાર ચર્ચાના ટેબલ પરથી ડિનર ટેબલ પર જાય છે, ત્યારે તે એક જન ચળવળ બની જાય છે. દરેક પરિવાર અને દરેક વ્યક્તિને જાગૃત કરવા જરૂરી છે કે, તેમની પસંદગીઓ ગ્રહને વ્યાપકતા અને ગતિ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે. મિશન LiFE એ આબોહવા પરિવર્તન સામેની લડાઇનું લોકશાહીકરણ કરવાની વિભાવના છે. જ્યારે લોકોમાં એવી સભાનતા આવી જાય કે, તેમના રોજિંદા જીવનના બહુ સાદા લાગતા કાર્યો પણ શક્તિશાળી છે, ત્યારે પર્યાવરણ પર ખૂબ જ સકારાત્મક અસર પડશે.

મિત્રો,

જનઆંદોલન અને વર્તણૂક પરિવર્તનની આ બાબતમાં ભારતના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા પ્રયાસો કર્યા છે. લોકો દ્વારા સંચાલિત પ્રયાસોના પરિણામે ભારતના ઘણા ભાગોમાં લૈંગિક સપ્રમાણતામાં સુધારો આવ્યો છે. એક વિરાટ સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ લોકોએ જ કર્યું હતું. નદીઓ હોય, દરિયાકિનારા હોય કે પછી રસ્તા હોય, લોકો જ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્થળો કચરાથી મુક્ત છે. અને, તે લોકોએ જ LED બલ્બ અપનાવવાનું કામ પણ સરળ કર્યું છે. ભારતમાં લગભગ 370 મિલિયન LED બલ્બનું વેચાણ થયું છે. આના કારણે દર વર્ષે લગભગ 39 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ટાળવામાં મદદ મળી રહી છે. ભારતના ખેડૂતોએ સુક્ષ્મ સિંચાઇ દ્વારા લગભગ સાત લાખ હેક્ટર ખેતીલાયક જમીનનું કવરેજ સુનિશ્ચિત કર્યું છે. પર ડ્રોપ મોર ક્રોપ (ટીપે ટીપે વધુ પાક)ના મંત્રને પૂરો કરવાથી મોટા પ્રમાણમાં પાણીની બચત થઇ છે. આવા તો બીજા અનેક ઉદાહરણો છે.

મિત્રો,

મિશન LiFE હેઠળ, અમારા પ્રયાસો ઘણા બધા ક્ષેત્રોમાં ફેલાયેલા છે જેમ કે: • સ્થાનિક સંસ્થાઓને પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ બનાવવી, • પાણી બચાવવું, • ઊર્જા બચાવવી, • કચરા અને ઇ-કચરામાં ઘટાડો કરવો, • સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, • પ્રાકૃતિક ખેતી અપનાવવી, • મિલેટ્સનો પ્રચાર કરવો.

આ પ્રયાસોથી નીચે ઉલ્લેખિત પરિણામો મળશે:

  • બાવીસ અબજ યુનિટ વીજળની બચત થશે,
  • નવ ટ્રિલિયન લીટર પાણીની બચત થશે,
  • ત્રણસો પંચોતેર મિલિયન ટન કચરો ઘટશે,
  • લગભગ એક મિલિયન ટન ઇ-કચરાનું રિસાયકલિંગ થશે અને 2030 સુધીમાં લગભગ 107 મિલિયન ડૉલરની વધારાની બચત થશે.

આ ઉપરાંત, તેનાથી પંદર અબજ ટન અન્નનો બગાડ થતો ઘટાડવામાં મદદ મળશે. આ જથ્થો કેટલો વિશાળ છે તે હું તમને એક તુલના દ્વારા સમજાવવા માંગું છુ. FAOની માહિતી અનુસાર, 2020માં વૈશ્વિક પ્રાથમિક પાકનું ઉત્પાદન લગભગ નવ અબજ ટન હતું!

મિત્રો,

વૈશ્વિક સંસ્થાઓ દુનિયાભરના દેશોને પ્રોત્સાહન આપવામાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. મને કહેવામાં આવ્યું હતું કે, વિશ્વ બેંક સમૂહ કુલ ફાઇનાન્સિંગમાંથી ક્લાઇમેટ ફાઇનાન્સનો હિસ્સો 26%થી વધારીને 35% કરવા માંગે છે. આ ક્લાયમેટ ફાઇનાન્સમાં સામાન્ય રીતે પરંપરાગત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. વર્તણૂકલક્ષી પહેલો માટે પણ પર્યાપ્ત ફાઇનાન્સ પદ્ધતિઓ પર કામ કરવાની જરૂર છે. મિશન LiFE જેવી વર્તણૂકલક્ષી પહેલો તરફ વિશ્વ બેંકનું સમર્થન તેની કામગીરીમાં અનેકગણી અસર બતાવશે.

મિત્રો,

આ કાર્યક્રમનું આયોજન કરનાર વિશ્વ બેંકની ટીમને હું અભિનંદન પાઠવું છું. અને, હું આશા રાખું છું કે આ બેઠકોના પરિણામ સ્વરૂપે, લોકોને વર્તણૂકલક્ષી પરિવર્તન તરફ આગળ વધારવાના ઉકેલો મળી રહેશે. આભાર. ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"