ભારત માતા કી...જય
ભારત માતા કી...જય
ભારત માતા કી...જય
માઁ અંબાના ચરણોમાં આવીને આ ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
હવે મુકો ભાઈ બોવ થયું, આ ફોટા વાળા ભાઈઓ પણ ફોટા નીચેજ રાખો પાછળ દેખાતું નથી. દીકરીને કહો કે ફોટો નીચે લઈને બેસે શાંતિથી.
સાથીઓ,
ભાઈ આપને કોને બતાવવો છે ફોટો? જોઈ લીધો મેં!
સાથીઓ,
ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા, જે શિક્ષણ આપ્યું એન ખુબ લાંબા સમય સુધી મેન મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી એ બધું આજે મને દિલ્લીમાં લેખે લાગે છે. હમણાં સંચાલક બહેન કહેતા હતા PM સાહેબ, પછી અમારા સી.આર.પાટીલ પણ બોલ્યા અમારા PM સાહેબ. PM બીએમ તો દિલ્લીમાં અહીં તો આપણા નરેન્દ્રભાઈ આયા છે અને આજે આપની વચ્ચે આવ્યો, ચૂંટણીની શરૂઆતની પહેલી સભા, આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રોમાં થઇ રહી છે અને શરૂઆત એક બહેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઇ રહી છે. એ મારા માટે ગર્વની વાત છે. ઘણુંબધું મારે કહેવાનું છે પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું.
પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ અને ગુજ્રરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ અને એ નિમિતે આપણે 1 મે એ સંકલ્પ લઈએ કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી ના રહેવા દઈએ.
આપ સૌએ મને 2014 માં દિલ્લીમાં મોકલીને દેશની સેવા કરવા માટે મોકો આપ્યો અને એ દિવસ યાદ કરો 2014 પહેલા જે સરકાર હતી ત્યારે દેશમાં ચારેય બાજુ જે સમાચાર રહેતા હતા, આતંકવાદ, ઠગબાજી(ઘોટાલાઓ), ચારેય તરફ ભ્રષ્ટાચાર, બધા જ નીતિ નિયમો બંધ કરીને એક પોટલીમાં પડ્યા હતા, દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ગયો હતો. દેશના નવયુવાનો એ વિચારતા હતા કે મારા ભવિષ્યનું શું થશે? અને આવા વિકટ સમયમાં તમે બધાએ મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો અને જેવી આપે મને તાલીમ આપી હતી, શિક્ષા આપી હતી , મેં મહેનત કરવામાં કોઈ પાછી પાની કરી નથી. પલ પલ દેશવાસીઓને નામ, પલ પલ દેશને નામ, તમારે નામ અને મેં કોશિશ કરી કે સંકટ વાળી પરિસ્થિતિ માંથી દેશને બહાર કાઢું. સામાન્ય માનવીની ઈચ્છાઓને પુરી કરું.
તમે મારા ગુજરાતના ભાઈ બહેન, તમે મને 25 વર્ષથી સરકારમાં કામ કરતા મને જોયો છે અને તમે પણ કહી શકો છો કે જે આશાથી તમે મને મોકલ્યો હતો, જે આશાથી દેશે મને બેસાડ્યો હતો એને પુરી કરીને એક વિશ્વાસ સાથે માઁ અંબાએ આપણા ઉપર કૃપા કરી છે અને આજે દેશ એક નવા વિશ્વાસ સાથે આગળ વધ્યો છે. 2019 માં દરેક માનતું હતું કે બીજીવાર તો સરકાર બનીજ ના શકે અને ના બને એ માટે દુનિયાભરના ખેલો-અડચણો પણ ઉભા કરાયા હતા. પરંતુ 2019 માં તમે ફરીથી મને મોકો આપ્યો અને એક મજબૂત સરકારની રચના માટે મેન્ડેટ આપ્યું અને હું ફરી એકવાર દેશની સેવામાં ખપવા લાગ્યો છું. આ 2024 ની ચૂંટણી, 2024 ની ચૂંટણીમાં હું મારા 20-22-25 વર્ષોના અનુભવને લઈને આવ્યો છું. 10 વર્ષ મેં દેશને આગળ ધપાવ્યો છે અને દેશને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે અને દેશના સામર્થ્યને સારી રીતે ઓળખ્યો છે, જાણ્યો છે. એ સામર્થ્ય થકી હું પૂજારી બની ગયો છું અને દેશના એ સામર્થ્યના આધારે હું ગારંટી લઈને આવ્યો છું. ગારંટી કાંઈ એમજ ના અપાય, એના માટે ઘણી હિમ્મત જોઈએ. પરંતુ મારી પાસે અનુભવ હતો, દેશને સામર્થ્ય જાણવા, ઓળખવાની,સમજવાની શક્તિ હતી અને મારી ગારંટી છે કે આવવાવાળી મારી ત્રીજી ટર્મમાં હું ભારતને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવીને રહીશ અને જયારે દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે એની સમૃદ્ધિ, સામર્થ્ય અને એનો લાભ હાલની પેઢીને તો મળશે જ પરંતુ આવનારી પેઢીને પણ મળશે અને આ કામની ગારંટી લઈને મોદી આવ્યો છે.
ત્રીજીવાર જયારે સરકાર બનશે, 4 જૂને જયારે પરિણામો આવશે ત્યારે 100 દિવસમાં શું કરવું એની સમગ્ર રૂપરેખા મેં હમણાંથી તૈયાર કરીને રાખી છે. તમે ગુજરાત વાળા જાણો છો જયારે હું અહીંયાથી ચૂંટણી પતાવીને જતો હતો ત્યારે પછી શું કામ કરવું એમાં જોતરાય જતો હતો અને પહેલા 100 દિવસમાં ભાજપ સરકાર શું કામ કરી શકે છે? એ અમે દેખાડ્યું હતું. નર્મદાના દરવાજા થી લઈને ઘણા મોટા નિર્ણયો અમે કરી બતાવ્યા હતા અને એ મુજબજ ત્રીજા કાર્યકાળમાં ગરીબ કલ્યાણ, કિસાન કલ્યાણ અને એમના માટે, એમના વિકાસ માટે નવો નિર્ણય, નવી ગતિ, નવો સંકલ્પ લઈને અમે આવવાના છીએ. આથી તમારે આ વખતે પહેલા કરતા પણ વધારે બળથી દરેક બુથ ઉપર કમળ ખીલવવાનું છે અને મારી ગુજરાત બીજેપીને અને ગુજરાતના મારા ભાઈ બહેનોને કહું કે બધીજ લોકસભા સીટો જીતીને સંતુષ્ટ થવાનો નથી, આટલો તો મારો હક બને કે ન બને! અને એટલે ખાલી બધી સીટો જીતવી છે એટલું નહીં પણ મારે તો બધા પોલિંગ બુથ જીતવા છે અને આ પોલિંગ બુથ જીતવાની સફળતાથી બનાસકાંઠાથી બહેન રેખાબેન ચૌધરી અને પાટણથી ભાઈ ભરતસિંહ ડાભી વિજય થઈને દિલ્લી આવશે, તમારા આશીર્વાદથી દિલ્લી આવશે. તમે જયારે એમને એક વોટ આપશો તો વોટ એમને જશે એ તો છે જ પરંતુ વોટ સીધે સીધો મોદીને જશે અને જયારે વોટ મોદીને જશે ત્યારે ગારંટી પાક્કી થઇ જશે.
ભાઈઓ બહેનો,
હું આજે ગુજરાતના લોકોને સલામી આપીશ કેમકે એમણે સૂઝબૂઝથી અહીંયા ક્યારેય અસ્થિર સરકાર આવવા દીધી નથી. તમે કોઈ ટૂંકા ગાળાના પ્રલોભનોમાં નથી પડ્યા. દેશના ઘણા રાજ્યોમાં રાજનેતિક અસ્થિરતાએ એમનું ઘણું નુકસાન કર્યું છે. રાજનૈતિક અસ્થિરતાએ ઉદ્યોગોનો વિકાસ થવા દીધો નહિ, રાજનૈતિક અસ્થિરતાએ આ રાજ્યોને લાંબા ગાળાના વિઝન સાથે કામ કરવા દીધું નથી. તમે બધાએ ગુજરાતને આ બધી બાબતોથી બચાવીને રાખ્યું છે અને તેથી તમે એકવાર કોંગ્રેસને ગુજરાત માંથી કાઢી અને ફરીવાર પગ મુકવા દીધો નથી. સાથીઓ આજે પણ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે, કોઈ વિઝન છે અને ન તો એમની પાસે કામ કરવાનો કોઈ જુસ્સો છે. તમે યાદ કરો 2014 માં જયારે હું પહેલી વાર હું લોકસભાના મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસનો મુદ્દો શું હતો? એમને એજ ચલાવેલું આ ચા શું કરશે? આ ગુજ્જુ શું કરશે? એને ગુજરાતની સમજ છે દેશની થોડી છે, આ દાળભાત ખાવાવાળો શું કરશે? કોંગ્રેસની સભામાં ચા ની કીટલી ભરીને વેચવામાં આવતી કે જુઓ આ મોદી આવ્યો. મારી મજાક ઉડાવાતી હતી અને દેશે એમની હરકતોને એવો જવાબ આપ્યો, એવો જવાબ આપ્યો જે ક્યારેક 400 સીટ લઈને બેસતા હતા એ 40 પાર આવી ગયા છે. 2019 માં જયારે બીજીવાર ચૂંટણી આવી ત્યારે એ લોકોએ કઈ શીખ મેળવી નહીં અને કર્યું શું? 2019 ની ચૂંટણીમાં નીકળી પડ્યા ચોકીદાર ચોર હૈ ! યાદ છે ને? બૂમો પાડતા હતા અને કહેતા હતા મોદી એ લોહીનો વેપાર કરે છે, દલાલી કરે છે. અને રાફેલના નાના નાના રમકડાંઓ બનાવીને સભામાં ફરતા હતા જયારે હાલ સંવિધાનને લઈને ફરે છે. HAL(હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) ના નામે ઘણી જૂઠી વાતો ફેલાવી અને જનતાએ ફરી એક વાર એવી સ્થિતિ પેદા કરી કે તેઓ અધિકૃત સ્વરૂપે વિપક્ષ પણ બની ના શક્યા. એટલી હાલત એમની ખરાબ કરી દીધી.
સાથીઓ,
2019 માં આ લોકોએ મોદીને અપમાન કરવાનું અભિયાન સકહત રીતે ઝડપી બનાવી દીધું. કોંગ્રેસના શહેજાદાએ ગર્વથી સંપૂર્ણ મોદી સમાજને,OBC સમાજને ચોર કહી દીધો. મોદી ગુજરાતથી છે તેથી આખા દેશમાં ગુજરાતીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાની એકપણ બાબત છોડતા ન હતા. આ લોકો થોભ્યા નહીં અને મારા માતા પિતાને પણ ખરું ખોટું સંભાળવવામાં આ લોકો પાછળ ન પડ્યા.
ભાઈઓ અને બહેનો,
હવે આ 2024 માં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન એવું જુઠાણું લઈને મેદાનમાં આવ્યા છે અને એમની ઈકોસીસ્ટમ પણ એવી હવા આપે છે ને કે સંવિધાન બતાડે છે, આરક્ષણ લઇ લેશે એવો ડર બતાડે છે, આખી મનઘડત ગપબાજી આજ એમનું કામ છે. ક્યારેક કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી તો શું પરિવારવાળાઓને ભ્રષ્ટાચાર કરવાનું લાઇસન્સ મળી ગયું છે? ક્યારેક કહે મોદીને જેલમાં નાખી દઈશું, ક્યારેક કહે મોદીનું માથું ફોડી નાખીશું, આવી આવી વાતો લઇ તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે અને તમે જોજો આ વખતે પણ તેઓ પહેલા કરતા પણ ઓછી સીટોમાં સમેટાય જશે.
સાથીઓ,
અત્યાર સુધી ચૂંટણીના 2 ચરણ પુરા થયા છે.પ્રથમ ચરણમાં ઇન્ડી ગઠબંધન પસ્ત થયું અને બીજા ચરણમાં ધ્વસ્ત થયું. અહીંયા પાડોશમાં રાજસ્થાનની ચૂંટણી પુરી થઇ ગઈ છે. રાજસ્થાનમાં એમને એક સીટ મળવાની સંભાવના નથી. આથી ઇન્ડી ગઠબંધન બોખલાહટમાં કઈ પણ કરી રહ્યું છે. આ લોકો મહોબ્બતની દુકાન ચલાવવા નીકળ્યા હતા અને હવે મહોબ્બતની દુકાનમાં ફેક વીડિયોનું બજાર ખોલી દીધું છે. હવે ચૂંટણીમાં એમની વાતો ચાલતી નથી તેથી ફર્જી વિડીયો બનાવીને ચલાવે છે. તમે કલ્પના કરો જે પાર્ટીએ 60 વર્ષો સુધી રાજ કર્યું, એટલા બધા પ્રધાનમંત્રી રહ્યા, એમના એટલા બધા મંત્રી રહ્યા પરંતુ જનતાની પાસે જવા માટે એમની જીભ ઉપર સત્ય નામનો શબ્દ નથી અને એમની મહોબ્બતની દુકાનમાં ફેક ફેકટરીઓ કામ કરવા લાગી છે. જેને એ મહોબ્બતની દુકાન કહેતા એ ફેક ફેક્ટરી છે. કોંગ્રેસના વિડીયો ફેક, કોંગ્રેસની વાતો ફેક, કોંગ્રેસના વચનો ફેક, કોંગ્રેસની નિયત ફેક અને લડવું હોય તો મોદી છે, ચા વાળો છે, સામાન્ય ઘરનો છે! અરે આવો ને યાર બે બે હાથ થઇ જાય, થઇ જાય મુકાલબો. આ દાળ ભાત ખાવા વાળો શું કરી શકે બતાવી દેશે. અરે હિંમત છે તો સામેથી વાર કરો, આ ફેક વિડીયોની રમત બંધ કરો. કેટલોક સમય તમે લોકોને ભ્રમિત કરી શકશો પરંતુ દેશ એની સજા જરૂર આપશે. સાથીઓ, આ લોકોએ એવું ચલાવ્યું છે કે મોદી 400 સીટ એટલે માંગી રહ્યો છે કે આરક્ષણ હટાવી,અરે આજે પણ સંસદ જે પાંચ વર્ષ ચાલી એમાં NDAના 360 તો MP હતા, BJP કે જે NDA માં નહતા, YSR કે જે ટેકો આપતી હતી પણ NDA માં ન હતા એટલે સંસદમાં મારી પાસે 400ની તાકાત તો હતી જ. પરંતુ, ન આ પાપ કરવા અમે જન્મ લીધો છે કે ન તો આ પાપ કરવાનો માર્ગ અમે પકડ્યો છે. બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે, દેશના નિર્માતાઓએ જે સંવિધાન આપ્યું છે તે સંવિધાનની સુચિતા, તે સંવિધાનનું સંરક્ષણ અને આ કોંગ્રેસની જમાત કાન ખોલીને સાંભળી લે આ મોદી છે, મોદી જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી હું તમને ક્યારેય ધર્મના આધારે આરક્ષણની રમત રમવા નહીં દઈશ. SC, ST, OBC અને સામાન્ય વર્ગના ગરીબ એમને જે આરક્ષણ પ્રાપ્ત થયું છે તે સંવિધાનના અંતર્ગત પ્રાપ્ત થયું છે, બાબા સાહેબ આંબેડકરના આશીર્વાદ થાકી પ્રાપ્ત થયું છે અને એમાં કોઈ એને લૂંટી શકશે નહીં. તમારો જે ઈરાદો છે કે દલિત સમાજ, આદિવાસી, પછાત સમાજના લોકો અને સામાન્ય વર્ગના ગરીબ લોકો જેમને આરક્ષણ મળ્યું છે એમાંથી ધર્મના નામે તમે મુસલમાનોને આરક્ષણ આપવા માંગો છો. હું આજે કોંગ્રેસના શાહજાદાને, કોંગ્રેસ પાર્ટીને અને કોંગ્રેસની વાહવાહી કરવા વળી જમાતને પડકાર ફેકુ છું, પડકાર ફેકુ છું. જો એ લોકોમાં હિમ્મત હોય તો ઘોષણા કરે કે તે લોકો ક્યારેય પણ ધર્મના આધારે ન અરક્ષણ નો દુરુપયોગ કરશે, ના સંવિધાન સાથે કોઈ ચેડાં કરશે કે ન ધર્મના આધારે કોઈને આરક્ષણ આપશે. ઘોષણા કરો હિમ્મત હોય તો. નહીં કરશે, કારણકે દાળ માં કંઈક કાળું છે. હું ડંકે ની ચોટ ઉપર એમને કહું છું અને હું આજે દુનિયા દેશની સામે રેકોર્ડ પર કહું છું, ભારતીય જનતા પાર્ટી, જ્યાં સુધી BJP છે, જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના, SC, ST, OBC અને સામાન્ય વર્ગના ગરીબ લોકોના જે આરક્ષણ આપવામાં આવ્યું છે એની રક્ષા કરવામાં આવશે, એના પર ક્યારેય કોઈ આંચ આવશે નહીં અને જે લોકો ધર્મના નામે આરક્ષણ આપવા માંગે છે એ લોકો ઘોષિત કરે, કેમકે આંધ્રમાં આ લોકો પ્રયોગ કરી ચુક્યા છે, કર્ણાટકમાં પ્રયોગ કરી રહ્યા છે, વોટ બેન્ક માટે દલિતોનું આરક્ષણ છીનવા માંગે છે, આદિવાસીઓનું આરક્ષણ હડપી લેવા માંગે છે. વોટ બેન્ક માટે ઓબીસી નું આરક્ષણ છીનવવા માંગે છે. કર્ણાટકમાં એમણે રાતોરાત જે ઓબીસી સમાજને આરક્ષણ મળતું હતું એ મુસલમાનોને આપવા માટે રાતોરાત એમાંથી એક ભાગ લઇ લીધો. શું આ દેશમાં ચાલશે? શું હું આ ચાલવા દઉં? એટલે આ લોકો જુઠાણુ ફેલાવવામાં અને ભટકાવવામાં લાગેલા છે અને આ ઇન્ડી ગઠબંધનને મારી ચેલેંજ છે, તેઓ દેશને ગારંટી લેખિતમાં લખીને આપે કેમકે એમના પાર ભરોસો ના કરી શકાય, કે તેઓ ધર્મના આધારે આરક્ષણ નહીં આપે.
બીજી ઘોષણા કરે કે તેઓ SC, ST, OBC અને સામાન્ય વર્ગના આરક્ષણને તેઓ ક્યારેય હાથ લગાડશે નહીં. કરે ઘોષણા,નહિ કરશે. હું જાણું છું આ લોકો ક્યારેય લખીને આપશે નહીં અને આ એમની મીડિયા વાળી જમાત છે'ને કે જે ગાજા બાજા વગાડે છે એ લોકો મારી આ ચેલેન્જ નેજ દબાવી દેશે. કેમ કે આ લોકો એમની રક્ષામાં લાગ્યા છે.
પણ ભાઈઓ તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે, તમે ચિંતા કરો માં, એમનો ખેલ પૂરો જ આ વખતે.
સાથીઓ,
આ ચૂંટણીમાં મારે એવા સાથીઓ જોડે વાત કરવી છે, ખાસ કરીને જેમની ઉમર 35 -40 વર્ષની છે, જેમની ઉમર 18 વર્ષની છે કે જે પ્રથમ વાર વોટ કરશે, એમને પહેલા દેશની શું દશા હતી એ ખબર જ નઈ હોય. હમણાં જેમને પહેલો વોટ મળ્યો હશે એ હું જયારે પ્રધાનમંત્રી બન્યો ત્યારે તો એ બિચારો 8 વર્ષનો હોય,10 કે 12 વર્ષનો હોય. એનેએ વખતે શું દશા હતી દેશની એની કઈ ખબર જ નઈ હોય. એકવાર અને આજકાલની પેઢી તો ગુગલ વાળી છે ને તો જરા જુના છાપા શોધજો, હેડલાઈન આજ આવતી હતી કે ચોરી,લૂંટ વગેરે અને આજે શું આવે છે? એટલા પકડ્યા, આટલા કરોડ કબ્જે કર્યા, આટલા ને જેલમાં નાખ્યા અને આ બધો એનો જ ફફડાટ છે આ. તમે મને કહો ભાઈ, આ દેશના લોકોએ કાળી મજૂરી કરીને ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લુંટારાઓને ઠીક કરવા જોઈએ કે ન કરવા જોઈએ? અને હું એ કામ કરું છું તો મારા વાળ ખેંચે છે. તમને આશ્ચર્ય થશે સાથીઓ, તમારે જો સરકાર બનાવવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો MP જોઈએ તમારી પાસે. અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એકપણ પોલિટિકલ પાર્ટી કે અન્ય 272 લડાવતાજ નથી બોલો. અલ્યા તમે 272 લડાવતા નથી અને કહો છો કે સરકાર બનાવીશું. આજે તો એમની સ્થિતિ એવી છે કે એમનું જે શાહી પરિવાર છે ને કે જે દિલ્લી માં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપી શકે બોલો. આ મોદી સાહેબની કમાલજ છે ને, શાહી પરિવાર, કોંગ્રેસને વોટ જ નઈ આપી શકે, આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણે ત્યાં ગુજરાતના મોટા નેતા હતા એહમદભાઈ, એહમદભાઈ તો હવે એ રહ્યા નથી. એહમદભાઈનો પરિવાર ભરૂચમા રહે ને એમની હાલત પણ એવી જ અને એ પણ કોંગ્રેસને મત ના આપી શકે. એહમદભાઈ નો પરિવાર કોંગ્રેસને મત નઈ આપી શકે. કોંગ્રેસના મોટા નેતા જે ભાનગરમાં રહેતા હતા ને એમનો મત પણ ભાવનાગર માંજ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નઈ આપી શકે. આ કોંગ્રેસની દશા છે. તમે વિચાર કરો અને આ કોંગ્રેસને સંપૂર્ણ પણે કે જયારે ચૂંટણીનો ઢંઢેરો આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આ મુસ્લિમ લીગની છાપ છે આમાં અને એક પછી એક પાનાં ખુલવા લાગ્યા છે અને હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા મંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે કે પાર્ટી તો બરબાદ કરી પણ હું પણ મરું ને તને પણ મારું એમ દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી ને હવે દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે કહ્યું કે અમે આખા દેશનો એક્સરે કરીશું એટલે?
તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે...
તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે...
તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે...
તમારે ત્યાં કોઈ દાગીનો જ્વાર કે ઘઉંમાં છે તો એક્સરે...
અને એ બધું લૂંટી લેવાનું અને આ બધું એમણે મેનીફેસ્ટોમાં કહ્યું છે અને જેની પાસે નથી એને વહેંચી દેવાનું. તમે આ ગરીબી વહેંચવા નીકળ્યા છો ભાઈ, તમે આ દેશને તબાહ કરવા નીકળ્યા છો ભાઈ! શું માંડ્યું છે તમે? તેમણે એક બીજી વાત કરી એમના જે ખેરખાં બેઠા છે વિદેશમાં, એમણે ત્યાં થી સંદેશો આપ્યો અને આ જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક માં બાપ, એની ઈચ્છા હોય ને કે મૃત્યુ પછી સંતાનોને કઈ ને કઈ આપીને જવું. દરેક માબાપની ઈચ્છા હોય ને? કોઈ માં બાપ એવું હોય કે હું તો દેવું કરીને જઈશ ને છોકરા ભરશે, એવું કોઈ હોય? એકેય માં બાપ એવા હોય? બધા માં બાપ કઈ ને કઈ બચત કરે કે ના કરે? છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે? હવે કોંગ્રેસ વાળાઓએ એવો ડોરો નાખ્યો છે, તમે જે બચત કરી હોય એ તમે તમારા સંતાનોને નઈ આપી શકો. એ તમારી પાસે અડધી કોંગ્રેસ સરકાર બનશે તો ટેક્સ સ્વરૂપે લઇ લેશે. 55% ટેક્સ નાખશે. એટલે મણિ લો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને આ આપીને જવા માંગો છો તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા. આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસો હશે તો એક કોંગ્રેસ સરકારને આપવાની અને બીજી તમારા છોકરાને. કેમ? તો અમારે એક ભેંસ અમારી વોટબેંકમાં આપવાની છે. આ કાયદેસર મેનીફેસ્ટોમાં લખ્યું છે બોલો, આ હિંમત એમની. આ દેશના નાગરિકોને આપણે સમજાવવું જોઈએ કે નહિ સમજાવવું જોઈએ. અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે અને એ લોકો તો તમારી ભેગી થયેલ તાકાતને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો. જે ફર્સ્ટ ટાઇમ વોટર છે એમને ખબર નઈ હોય, જે 30 35 ના છે એમનેય ખબર નઈ હોય, સાંજે વાળુ કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ના મળે પાણી. મહેમાન ગતિએ જઈએ તો રાત રોકાવાની ચિંતા થાય કે સવારે પાણી લાવીશું ક્યાંથી? એવા દિવસો હતા. આજે આપણે ત્યાં સફરજનની ખેતી થાવ લાગી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસવાળાઓએ કોઈક ને કહ્યું લાગે છે કે અહીંયા બટાકાની ખેતી ત્યાં છે તો અહીંયા સોનુ બનાવવા આવી જશે.
આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ, મને કહો કે પાલનપુર સુધી વંદે ભારત પહોંચી ગઈ , પહોંચી કે ના પહોંચી? જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ ને, સુજલામ સુફલામ યોજના બનાવી પાણી પહોચાડ્યું, ચારે કોર લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે ના આવ્યો? નળથી જળ નહીં તો આપણે અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલાં લઈને 3 -4 કિલોમીટર જવું પડતું ને આપણી માતાઓ બહેનોનો અડધો દિવસ પાણીમાંજ જતો. આ બધા માંથી આપણે બહાર લાયા એના માટે કાળી મજૂરી કરી છે ભાઈ. એટલે જે જૂની પેઢીના લોકો છે એમને બધી ખબર છે પણ આ જે 40 થી નીચેની પેઢીના લોકો છે ને ભાઈ એ બધાને જૂની ખબરો નથી ભાઈ. એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા જુના દિવસો નથી લાવવાના ભાઈ. વાર તહેવારે આપણે ત્યાં હુલ્લડ થતા હતા ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો મામા, કાકા નું નામ ના આવડે પણ કર્ફ્યુ બોલતા આવડે. કર્ફ્યુ જ જોયો હોય એને ભાઈ, 1 વર્ષનો થાય ત્યાં સુધીમાં તો એણે ત્રણ કર્ફ્યુ જોયા હોય. એવા દિવસો હતા. આજે કર્ફ્યુ નું નામો નિશાન નથી ને આજે સુખ ચેનથી બધા જીવે છે એ આપણું ગુજરાત છે.
ભાઇઓ બહેનો શિક્ષણમાં, જયારે કન્યા કેળવણી માટે જયારે હું 2002 માં નવો મુખ્યમંત્રી બન્યો હતો, કન્યા કેળવણીમાં બંસકાંઠાનું નામ સૌથી નીચે આવે ને આજે એમાંથી મોટી ક્રાંતિ થઇ અને આધુનિક શિક્ષણ ની દિશામાં મારુ બનાસકાંઠા આગળ વધવા માંડ્યું. બાળકો નિશાળ નહોતા જતા આજે જવા મંડ્યા, ઉચ્ચ શિક્ષણ તરફ. કહેવાનો મારો તાત્પર્ય એ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ એક વિઝન રહ્યું છે, લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આપણું ગુજરાત આગળ વધ્યું છે.
મારી દરેક મતદાતાઓને વિનંતી છે કે સૌ મારા વ્હલા નાગરિકોને વિનંતી છે, બનાસકાંઠાન તો અપને ધૂળની ડમરીઓમાં મોટા થાય છે. આપણે તો ગરમીને ઓગાળી દીધી છે. ગમે તેટલી ગરમી હોય પણ આપણે વધુમા વધુ મતદાન કરવાનું છે ને જુના બધા રેકોર્ડ તોડવાના છે. ને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવશો? ગુજરાતની બધી સીટો જીતાડશો? અહીંયા આપણી 2 સીટો છે એ જીતાડશો?પાક્કું?
ભારત માતા કી જય...