Quoteઆશરે 28,980 કરોડ રૂપિયાની બહુવિધ વીજ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
Quoteરૂ. 2110 કરોડનાં સંચિત ખર્ચે વિકસાવવામાં આવેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ત્રણ માર્ગ ક્ષેત્રની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું
Quoteઆશરે 2146 કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
Quoteસંબલપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો શિલાન્યાસ કર્યો
Quoteપુરી-સોનપુર-પુરી સાપ્તાહિક એક્સપ્રેસને લીલી ઝંડી આપી
Quoteઆઈઆઈએમ, સંબલપુરનાં કાયમી કૅમ્પસનું ઉદ્‌ઘાટન કર્યું
Quote"આજે દેશે તેના મહાન સપૂતોમાંના એક, ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે"
Quote"સરકારે ઓડિશાને શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે"
Quote"વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તમામ રાજ્યો વિકસિત થાય"
Quote"છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે"

ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસજી, મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, બિશ્વેશ્વર ટુડુ, સંસદમાં મારા સાથી નીતિશ ગંગા દેબજી, IIM સંબલપુરના નિદેશક પ્રોફેસર મહાદેવ જયસ્વાલ અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.

 

|

સાથીઓ,

આજે દેશે તેના એક મહાન સપૂત એવા ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન સન્માન આપવાનો નિર્ણય પણ લીધો છે. ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે અને દાયકાઓ સુધી એક નિષ્ઠાવાન, જાગૃત સાંસદ તરીકે, અડવાણીજીએ દેશ માટે જે સેવા કરી છે તે અજોડ છે. અડવાણીજીનું આ સન્માન એ વાતનું પ્રતિક છે કે, જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તેમને દેશ ક્યારેય ભૂલતો નથી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને લાલકૃષ્ણ અડવાણીજીનો પ્રેમ અને માર્ગદર્શન નિરંતર મળી રહ્યાં છે. હું આદરણીય અડવાણીજીના દીર્ઘાયુ માટે ઇચ્છા રાખું છું અને ઓડિશાની આ મહાન ભૂમિ પરથી તમામ દેશવાસીઓ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

 

|

સાથીઓ,

અમે ઓડિશાને શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા માટે એકધારા પ્રયાસો કર્યા છે. પાછલા દાયકામાં ઓડિશાને જે આધુનિક સંસ્થાઓ આપવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓ તેને મળી છે તેનાથી અહીંના યુવાનોનું ભાગ્ય બદલાઇ રહ્યું છે. આઇસર બ્રહ્મપુર હોય કે પછી ભુવનેશ્વરમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી હોય, આવી તો ઘણી સંસ્થાઓની અહીં સ્થાપના કરવામાં આવી છે. હવે IIM સંબલપુર પણ મેનેજમેન્ટની આધુનિક સંસ્થા તરીકે ઓડિશાની ભૂમિકાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. મને યાદ છે કે, 3 વર્ષ પહેલાં કોરોનાના સમયગાળા દરમિયાન મને IIMના આ સંકુલનો શિલાન્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અનેક અવરોધો છતાં આ ભવ્ય સંકુલ હવે તૈયાર થઇ ગયું છે. અને તમારા તરફથી મને જે ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા મને લાગે છે કે આ સંકુલ તમને કેટલું સારું લાગે છે. હું તેના નિર્માણ સાથે જોડાયેલા તમામ સાથીઓની પ્રશંસા કરું છું.

 

|

સાથીઓ,

વિકસિત ભારતનું લક્ષ્ય આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણા ભારતનું દરેક રાજ્ય વિકસિત થઇ જાય. તેથી, વિતેલા વર્ષોમાં અમે દરેક ક્ષેત્રમાં ઓડિશાને વધુમાં વધુ સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપે ઓડિશા આજે પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં ઓડિશામાં પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂપિયા 1.25 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં અગાઉની સરખામણીએ રેલવેના વિકાસ માટે ઓડિશાને 12 ગણું વધારે બજેટ આપવામાં આવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ ઓડિશાનાં વિવિધ ગામડાઓમાં લગભગ 50 હજાર કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 4 હજાર કિલોમીટર કરતાં વધુ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બનાવવામાં આવ્યા છે. આજે પણ અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સંબંધિત ત્રણ મોટી પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પરિયોજનાઓથી ઝારખંડ અને ઓડિશા વચ્ચે આંતર-રાજ્ય જોડાણમાં વૃદ્ધિ થશે અને મુસાફરીનું અંતર પણ ઓછુ થઇ જશે. આ પ્રદેશ ખાણકામ, વીજળી અને સ્ટીલ ઉદ્યોગોમાં તેની સંભાવનાઓ માટે જાણીતો છે. આ નવી કનેક્ટિવિટી સમગ્ર પ્રદેશમાં નવા ઉદ્યોગો માટે સંભાવનાઓ ઊભી કરશે, હજારો નવી રોજગારીની તકો ઊભી કરશે. આજે સંબલપુર-તાલચેર રેલ સેક્શનના ડબલિંગ, ઝાર-તરભાથી સોનપુર સેક્શન સુધીની નવી રેલ લાઇનનો પણ શુભારંભ કરવામાં આવી રહ્યો છે. પુરી-સોનપુર એક્સપ્રેસથી સુબર્નપુર જિલ્લો એટલે કે આપણો સોનપુર જિલ્લો રેલ કનેક્ટિવિટીથી જોડાઇ રહ્યો છે. જેનાથી શ્રદ્ધાળુઓને ભગવાન જગન્નાથના દર્શન કરવામાં વધુ સરળતા રહેશે. ઓડિશાના દરેક પરિવારને પૂરતી માત્રામાં અને સસ્તા દરે વીજળી મળે તે માટે અમે એકધારા પ્રયાસો કરી રહ્યા છીએ. આજે અહીં જે સુપર ક્રિટિકલ અને અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનું લક્ષ્ય પણ આવું જ છે.

 

|

ભાઇઓ અને બહેનો,

છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નીતિઓ બનાવવામાં આવી છે તેનાથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે. અમે ખાણકામ ક્ષેત્રમાં કરેલા નવા સુધારાઓથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે. ખાણકામ નીતિમાં ફેરફાર કર્યા બાદ ઓડિશાની આવકમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ, ખનીજ ઉત્પાદનનો લાભ જ્યાંથી ખાણકામ થતું હોય તે વિસ્તારો અને રાજ્યોને મળી શકતો નહોતો. અમે આ નીતિમાં પણ ફેરફાર કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકારે જિલ્લા ખનીજ ફાઉન્ડેશનની રચના કરી છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે ખનીજમાંથી થતી આવકનો એક ભાગ તે જ વિસ્તારમાં વિકાસ કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. તેમાંથી ઓડિશાને અત્યાર સુધીમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ મળી ગઇ છે. આ નાણાંનો ઉપયોગ જે વિસ્તારોમાં ખાણકામ કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારના લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે. હું ઓડિશાના લોકોને ખાતરી આપું છું કે, કેન્દ્ર સરકાર એ જ સમર્પિત ભાવના સાથે ઓડિશાના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

 

|

સાથીઓ,

મારે અહીંથી એક ખૂબ જ મોટા કાર્યક્રમમાં જવાનું છે, ખુલ્લા મેદાનમાં જવાનું છે, એટલે ત્યાંનો મિજાજ પણ કંઇક જુદો હોય છે. તેથી હું અહીં તમારો વધુ સમય નહીં લઉં. પરંતુ ત્યાં હું થોડો વધુ સમય લઇશ અને ઘણી વાતો કરીશ અને 15 મિનિટ પછી તે કાર્યક્રમમાં પહોંચીશ. ફરી એકવાર, આપ સૌને વિકાસ કાર્યો બદલ હું અભિનંદન પાઠવું છું. અને મારા યુવા સાથીઓને ખાસ અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર!

 

  • Jitendra Kumar May 13, 2025

    ❤️🇮🇳🙏
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • krishangopal sharma Bjp July 19, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp July 19, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp July 19, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • JBL SRIVASTAVA May 27, 2024

    मोदी जी 400 पार
  • Raju Saha April 08, 2024

    joy Shree ram
  • ROYALINSTAGREEN April 05, 2024

    i request you can all bjp supporter following my Instagram I'd _Royalinstagreen 🙏🙏
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners

Media Coverage

From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Shri Sukhdev Singh Dhindsa Ji
May 28, 2025

Prime Minister, Shri Narendra Modi, has condoled passing of Shri Sukhdev Singh Dhindsa Ji, today. "He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture", Shri Modi stated.

The Prime Minister posted on X :

"The passing of Shri Sukhdev Singh Dhindsa Ji is a major loss to our nation. He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture. He championed issues like rural development, social justice and all-round growth. He always worked to make our social fabric even stronger. I had the privilege of knowing him for many years, interacting closely on various issues. My thoughts are with his family and supporters in this sad hour."