પ્રધાનમંત્રી: તો તમને ઘર મળ્યું?

લાભાર્થી: હા સર, મળી ગયું. અમે તમારા ખૂબ આભારી છીએ, તમે અમને ઝૂંપડીમાંથી બહાર કાઢીને મહેલ આપ્યો છે. હું આનાથી મોટું, આનું તો સપનું પણ ન જોઈ શકું, મેં જે પણ સપનું જોયું હતું તે તમે સાકાર કરી દીધું...હા જી.

પ્રધાનમંત્રીઃ ઠીક છે, મારી પાસે તો ઘર નથી, તમને ઘર મળી ગયું.

લાભાર્થી: એવું નથી, અમે તમારો પરિવાર છીએ.

પ્રધાનમંત્રી: હા, એ વાત સાચી છે.

લાભાર્થી: તમે તે કરી બતાવ્યું.

પ્રધાનમંત્રી: કરી આપ્યુંને?

લાભાર્થી: હા સર, તમારો ધ્વજ ઊંચો રહે અને ફરી જીતતા રહો.

પ્રધાનમંત્રી: તમારે લોકોએ અમારો ધ્વજ ઊંચો રાખવાનો છે.

લાભાર્થી: બસ તમારા હાથ અમારા મસ્તક પર રાખી મૂકજો.

પ્રધાનમંત્રી: અમારી માતાઓ અને બહેનોના હાથ મારા માથા પર હોવા જોઈએ.

લાભાર્થી: અમે આટલા વર્ષોથી ભગવાન શ્રી રામજીની રાહ જોઈ રહ્યા હતા, એ રીતે સાહેબ, તમારી રાહ જોતા જ અમે આ બિલ્ડિંગમાં આવ્યા, ઝૂંપડપટ્ટીમાંથી નીકળીને અને આનાથી વધુ ખુશી શું હોઈ શકે. તમે અમારી આટલી નજીક છો એ અમારું સૌભાગ્ય છે.

પ્રધાનમંત્રી: અન્ય લોકોને વિશ્વાસ થવો જોઈએ કે આપણે દેશમાં સાથે મળીને ઘણું કરી શકીએ છીએ.

લાભાર્થી: સાચી વાત છે.

પ્રધાનમંત્રી: અને જો તમે તમારા મનમાં દ્રઢ નિશ્ચય કરો છો તો તે કરી શકાય છે. જુઓ, આજકાલ કેટલાક લોકો વિચારે છે કે હવે તેઓ ઝૂંપડપટ્ટીમાં જન્મ્યા છીએ, જીવનમાં શું કરીશું, તો તમે જોયું અને આ બાળકોને ખબર હશે, રમતગમતમાં, આપણા બાળકો આ દિવસોમાં દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. તેઓ આવા જ પરિવારોમાંથી આવ્યા છે, તે બધા નાના ગરીબ પરિવારોમાંથી આવ્યા છે.

 

|

પ્રધાનમંત્રી: તો તમે નવા ઘરમાં શું કરશો?

લાભાર્થી: સર ભણીશ.

પ્રધાનમંત્રી: અભ્યાસ કરશે.

લાભાર્થી: હા.

પ્રધાનમંત્રી: તો પહેલાં નહોતી કરતી?

લાભાર્થી: ના સાહેબ, અહીં આવીને સારું ભણીશ.

પ્રધાનમંત્રી: ખરેખર? પછી મનમાં શું છે, શું બનવું છે ?

લાભાર્થી: મેડમ.

પ્રધાનમંત્રી મેડમ બનવું છે. મતલબ શિક્ષક બનવું છે

પ્રધાનમંત્રી: તમે?

લાભાર્થી: હું સૈનિક બનીશ

પ્રધાનમંત્રી: સૈનિક.

લાભાર્થી: હમ ભારત કે વીર જવાન ઊંચી રહે હમારી શાન હમકો પ્યારા હિન્દુસ્તાન, ગાએ દેશ પ્રેમ કે ગાન હમેં તિરંગે પર અનુમાન અમર જવાન, ઈસ પર તન-મન-ધન કુર્બાન..

પ્રધાનમંત્રી: તો, આમાંથી તમારી બધી સખીઓ ત્યાં છે, કેટલીક દૂર થઈ જશે કે નહીં જૂની સખી મળશે?

લાભાર્થી: એમ તો, આ છે, આ છે.

પ્રધાનમંત્રી: સારું, આ જૂના મિત્રો છે.

લાભાર્થી: હા.

પ્રધાનમંત્રી તેઓ પણ અહીં આવવાના છે.

 

|

લાભાર્થી: હા.

પ્રધાનમંત્રી: તમને આ ઘર મળ્યું છે તો હવે તમને કેવું લાગે છે?

લાભાર્થી: બહુ સારું લાગે છે સાહેબ, અમને ઝૂંપડપટ્ટીમાંથી ઘર મળ્યું છે, બહુ સરસ.

પ્રધાનમંત્રી પણ હવે ઉત્તર પ્રદેશથી ઘણા મહેમાનો આવશે? ખર્ચ વધશે?

લાભાર્થી: એવું નહીં સર.

પ્રધાનમંત્રી શું અહીં પણ સ્વચ્છતા રહેશે?

લાભાર્થી: હા, તે ખૂબ સારી રહેશે.

પ્રધાનમંત્રી રમતગમતનું મેદાન મળશે.

લાભાર્થી: હા સર.

પ્રધાનમંત્રી: પછી શું કરશો?

લાભાર્થી: રમીશું.

પ્રધાનમંત્રી: રમશો? તો પછી કોણ ભણશે?

લાભાર્થી : અભ્યાસ પણ કરીશું.

પ્રધાનમંત્રી તમારામાંથી કેટલા ઉત્તર પ્રદેશના છો? બિહારથી કેટલા છે? તમે ક્યાંથી છો?

લાભાર્થી: બિહાર સાઈડ.

પ્રધાનમંત્રી: સારું, તમે લોકો, જેઓ ઝૂંપડીઓમાં રહેતા હતા, તમે કયા પ્રકારનું કામ કરો છો?

લાભાર્થી: સર મજૂરી.

પ્રધાનમંત્રી: મજૂરી, ઓટો રિક્ષા.

લાભાર્થી: સાહેબ, કેટલાક લોકો રાત્રે બજારમાં મજૂરી કરે છે.

 

|

પ્રધાનમંત્રી: સારું, જેઓ બજારમાં કામ કરે છે. તો છઠ પૂજા દરમિયાન શું કરો છો? આ યમુનાને તો બિલકુલ આવી કરીને રાખી દીધી છે.

લાભાર્થી: અહીં જ કરીએ છીએ.

પ્રધાનમંત્રી: અહીં કરવી પડે છે, અરે, રે, રે, રે. તો તમને યમુનાજીનો લાભ નથી મળી રહ્યો.

લાભાર્થી: ના.

પ્રધાનમંત્રી: તો તમે અહીં શું કરશો, પછી બધા સામૂહિક રીતે તહેવાર ઉજવશે?

લાભાર્થી: હા સર.

પ્રધાનમંત્રી: શું તમે અહીં મકર સંક્રાંતિ ઉજવશો?

લાભાર્થી: હા સર.

પ્રધાનમંત્રી: તમે એવું શું કરશો કે લોકોને આ સ્વાભિમાન ખરેખર જોવા આવવાનું મન થાય?

લાભાર્થી: અમે હંમેશા દરેકનું સ્વાગત કરીશું, ખુલ્લા દિલથી, કોઈ પણ વસ્તુની કમી નહીં હોય, ન તો કોઈને નફરત કરીશું, અમે દરેક માટે પ્રેમ અને લાગણીથી જીવીશું.

પ્રધાનમંત્રીઆપણે સાથે મળીને કોઈને કોઈ તહેવાર ઉજવતા રહેવું જોઈએ. જુઓ, બધાને કહો કે મોદીજી આવ્યા હતા અને મોદીજીની ગેરંટી છે કે જેમને બાકી છે તેમના પણ મકાન બાંધવામાં આવશે, કારણ કે અમે નક્કી કર્યું છે કે આ દેશના ગરીબમાં ગરીબને પણ એક પાકી છત હોવી જોઈએ.

 

  • Jitendra Kumar March 18, 2025

    🙏🇮🇳
  • Preetam Gupta Raja March 15, 2025

    जय श्री राम
  • கார்த்திக் March 13, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏼Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩
  • Adithya March 09, 2025

    🪷🪷
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • kranthi modi February 22, 2025

    jai sri ram 🚩
  • Vivek Kumar Gupta February 14, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 14, 2025

    जय जयश्रीराम .................................🙏🙏🙏🙏🙏
  • Bhushan Vilasrao Dandade February 10, 2025

    जय हिंद
  • Dr Mukesh Ludanan February 08, 2025

    Jai ho
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor

Media Coverage

‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu meets Prime Minister
May 24, 2025

The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri Praful K Patel met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office handle posted on X:

“The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri @prafulkpatel, met PM @narendramodi.”