"જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો તો અપેક્ષાઓનું દબાણ દૂર થઈ શકે છે"
"જ્યારે મન તાજું હોય ત્યારે વ્યક્તિએ ઓછામાં ઓછા રસપ્રદ અથવા મુશ્કેલ વિષયો લેવા જોઈએ"
"છેતરપિંડી તમને જીવનમાં ક્યારેય સફળ નહીં કરે"
"વ્યક્તિએ કુશળતાપૂર્વક અને મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સખત મહેનત કરવી જોઈએ"
"મોટાભાગના લોકો સરેરાશ અને સામાન્ય હોય છે, પરંતુ જ્યારે આ સામાન્ય લોકો અસાધારણ કાર્યો કરે છે, ત્યારે તેઓ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે"
"ટીકા એ સમૃદ્ધ લોકશાહીની શુદ્ધ અને મૂળ સ્થિતિ છે"
"આક્ષેપો અને ટીકા વચ્ચે મોટો તફાવત છે"
"ઈશ્વરે આપણને મુક્ત ઇચ્છાશક્તિ અને સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે અને આપણે હંમેશાં આપણાં ગેઝેટ્સના ગુલામ બનવા વિશે સભાન રહેવું જોઈએ"
" સરેરાશ સ્ક્રીન સમય વધતો જવો એ ચિંતાજનક વલણ છે"
"એક પરીક્ષા એ જીવનનો અંત નથી અને પરિણામો વિશે વધુ પડતું વિચારવું એ રોજિંદા જીવનની વસ્તુ ન બનવી જોઈએ"
"પ્રાદેશિક ભાષા શીખવાનો પ્રયાસ કરીને, તમે માત્ર ભાષાને અભિવ્યક્તિ બનવા વિશે જ શીખતા નથી, પરંતુ તે ક્ષેત્ર સાથે સંકળાયેલા ઇતિહાસ અને વારસાના દરવાજા પણ ખોલી રહ્યા છો"
"હું માનું છું કે શિસ્ત સ્થાપિત કરવા માટે આપણે શારીરિક સજાના માર્ગે ન જવું જોઈએ, આપણે સંવાદ અને સંબંધ પસંદ કરવો જોઈએ"
"માતાપિતાએ બાળકોને સમાજમાં વિવિધ પ્રકારના અનુભવોનો સામનો થવા દેવો જોઈએ"
"આપણે પરીક્ષાના તણાવને ઓછો કરવો જોઈએ અને તેને ઉજવણીમાં ફેરવવો જોઈએ"

નમસ્તે!

કદાચ આટલી ઠંડીમાં પહેલી વાર પરીક્ષા પે ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં કરીએ છીએ પરંતુ હવે વિચાર આવ્યો કે તમને બધાને 26 જાન્યુઆરીનો લાભ પણ મળે, જે લોકો બહારના છે તેમણે ફાયદો ઉઠાવ્યો ને. તેઓ કર્તવ્ય પથ પર ગયા હતા. કેવું લાગ્યું? ખૂબ સારું લાગ્યું. વારું, ઘરે જઈને શું કહેશો? કશું કહેશે નહીં. સારું મિત્રો, હું વધારે સમય નથી લેતો, પરંતુ એટલું હું ચોક્કસ કહીશ કે પરીક્ષા પે ચર્ચા મારી પણ કસોટી છે. અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. હવે મને આ પરીક્ષા આપવામાં ખુશી થાય છે, આનંદ આવે છે, કારણ કે મને જે પ્રશ્નો મળે છે તે લાખોની સંખ્યામાં છે. ખૂબ જ સક્રિયતાથી બાળકો પ્રશ્નો પૂછે છે, તેમની સમસ્યા કહે છે, વ્યક્તિગત પીડા પણ જણાવે છે. મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, મારા દેશનું યુવા માનસ શું વિચારે છે, કંઈ મૂંઝવણોમાંથી પસાર થાય છે, દેશ પાસેથી તેની અપેક્ષાઓ શું છે, સરકારો પાસેથી તેની અપેક્ષાઓ શું છે, તેમનાં સપના શું છે, સંકલ્પો શું છે. એટલે કે ખરેખર મારા માટે તે એક બહુ મોટો ખજાનો છે. અને મેં મારી સિસ્ટમને કહી રાખ્યું છે કે આ બધા પ્રશ્નો એકત્રિત કરી રાખો. ક્યારેક 10-15 વર્ષ પછી જો તક મળે તો તેને સામાજિક વૈજ્ઞાનિકો દ્વારા તેનું વિશ્લેષણ કરીશું અને આમ તો પેઢી બદલાય જાય છે, સ્થિતિ બદલાય જાય છે, તેમ કેવી રીતે તેમનાં સપના, તેમના સંકલ્પો, તેમની વિચારસરણી ખૂબ જ સૂક્ષ્મ રીતે બદલાય છે. તમે મને પ્રશ્નો પૂછીને મોકલો છો તેનો આટલો મોટો શોધનિબંધ કદાચ એટલો જ સરળ કોઈની પાસે નહીં હોય. આપણે લાંબી વાતો ન કરીએ. હું ઇચ્છીશ કે ક્યાંકથી શરૂ કરીએ, જેથી દર વખતે મને ફરિયાદ મળે કે સર આ કાર્યક્રમ બહુ લાંબો ચાલે છે. તમારો મત શું છે? લાંબો ચાલે છે. લાંબો ચાલવો જોઇએ. ઠીક છે, મારે બીજું કંઇ કરવાની જરૂર નથી. ઠીક છે, હું ફક્ત તમારા માટે જ છું. મને કહો કે શું કરીએ, પહેલાં કોણ પૂછે છે?  

પ્રસ્તુતકર્તા-

 

જો તમે વિશ્વને બદલવા માગતા હો, જો દુનિયાને બદલવાની તમન્ના હોય. દુનિયાને નહીં પોતાને બદલતા શીખો. માનનીય પ્રધાનમંત્રીજી, આપનું પ્રેરક અને જ્ઞાનવર્ધક સંબોધન હંમેશા અમને સકારાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી દે છે. અમે તમારાં અપાર અનુભવ અને જ્ઞાનવર્ધક માર્ગદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. માનનીય તમારા આશીર્વાદ અને અનુમતિથી અમે આ કાર્યક્રમનો શુભારંભ કરવા માગીએ છીએ. તમારો આભાર સાહેબ.

આદરણીય પ્રધાનમંત્રીજી, પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્ય સુંદરતા માટે પ્રખ્યાત શહેર મદુરાઇથી અશ્વિની એક પ્રશ્ન પૂછવા માગે છે. અશ્વિની, કૃપયા આપનો પ્રશ્ન પૂછો.

અશ્વિની- માનનીય પ્રધાનમંત્રી મહોદય, નમસ્કાર. મારું નામ અશ્વિની છે. હું તમિલનાડુની કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 મદુરાઈની વિદ્યાર્થી છું. સર, મારો તમને પ્રશ્ન એ છે કે જો મારું પરિણામ સારું ન હોય તો હું મારા કુટુંબની નિરાશાનો સામનો કેવી રીતે કરીશ. જો મને હું અપેક્ષા રાખું છું એ માર્ક્સ ન મળે તો શું. એક સારા વિદ્યાર્થી બનવું પણ સરળ કામ નથી વડીલોની અપેક્ષાઓ એટલી વધી જાય છે કે જે વ્યક્તિ પરીક્ષા આપી રહી છે તેને એટલો તણાવ આવી જાય છે અને તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. આજકાલ વિદ્યાર્થીઓ માટે તેમના હાથ કાપવા અને વ્યથિત થવું એ સામાન્ય છે અને કોઈ એવું નથી કે તેઓ તેમની લાગણીઓ સાથે વિશ્વાસ કરી શકે. કૃપા કરીને આ અંગે મને માર્ગદર્શન આપો. તમારો આભાર સાહેબ. 

પ્રસ્તુતકર્તા- ધન્યવાદ અશ્વિનીઆદરણીય પ્રધાનમંત્રી શ્રી નવદેશ જગુર, તેઓ ભારતની રાજધાની દિલ્હીના મધ્યેથી આવેલા છે. ભવ્ય મધ્યયુગીન ઇતિહાસની મોહક લંબાઈ અને અદ્‌ભૂત સ્થાપત્ય શૈલીઓ સાથે કેટલાક સામ્રાજ્યોના શાહી બીજ. નવદેશ હોલમાં બેઠા છે અને તેમના પ્રશ્ન દ્વારા આવા જ મુદ્દાની ચર્ચા કરવા માગે છે. નવદેશ, મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

નવદેશ-

ગુડ મોર્નિંગ, માનનીય પ્રધાનમંત્રી સાહેબ. હું દિલ્હી ક્ષેત્રના પીતમ પુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયનો નવદેશ જગુર છું. સર, મારો તમને પ્રશ્ન એ છે કે જ્યારે મારું પરિણામ સારું નથી ત્યારે હું મારા કુટુંબની પરિસ્થિતિ સાથે કેવી રીતે વ્યવહાર કરું? સર, કૃપા કરીને મને માર્ગદર્શન આપો, ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-આભાર નવદેશ. આદરણીય પ્રધાનમંત્રીજી, વિશ્વને શાંતિ અને કરુણાનો સંદેશ આપનારા ભગવાન બુદ્ધ, ગુરુ ગોવિંદ સિંહ અને વર્ધમાન મહાવીરનાં જન્મસ્થળ પ્રાચીન શહેર પટણાનાં પ્રિયંકા કુમારી, તેઓ પણ આવી જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે અને તમારું માર્ગદર્શન માગે છે. પ્રિયંકા, મહેરબાની કરીને તારો આપનો પ્રશ્ન પૂછો.

પ્રિયંકા-

નમસ્તે. માનનીય પ્રધાનમંત્રીજી, મારું નામ પ્રિયંકા કુમારી છે. હું રાજેન્દ્ર નગર પટનાની રાવેન બાલિકા પ્લસ ૨ સ્કૂલથી ૧૧મા ધોરણની વિદ્યાર્થિની છું. મારો સવાલ એ છે કે મારા પરિવારમાં દરેક જણ સારા માર્ક્સ સાથે પાસ થયા છે. મારે પણ સારા નંબર લાવવા છે. આ માટે હું તણાવમાં આવી ગઈ છું, આ માટે તમે મને માર્ગદર્શન આપો. આભાર.

પ્રસ્તુતકર્તા-

ધન્યવાદ પ્રિયંકા. માનનીય પ્રધાનમંત્રીજી. અશ્વિની, નવદેશ અને પ્રિયંકાને લાગે છે કે આ મહત્વપૂર્ણ મુદ્દો ઘણા વિદ્યાર્થીઓને અસર કરે છે અને તેને હલ કરવા માટે તમારું માર્ગદર્શન ઇચ્છે છે.

પ્રધાનમંત્રી-

અશ્વિની, આપ ક્રિકેટ રમો છો કે?  ક્રિકેટમાં ગૂગલી બૉલ હોય છે. લક્ષ્ય એક હોય છે, દિશા બીજી હોય છે. મને લાગે છે કે તમે મને પહેલા જ બૉલમાં આઉટ કરવા માગો છો. પરિવારના સભ્યોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હોવી ખૂબ જ સ્વાભાવિક છે. અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ જો પરિવારના સભ્યો સામાજિક દરજ્જાને કારણે અપેક્ષાઓને ચિહ્નિત કરી રહ્યા છે, તો તે ચિંતાનો વિષય છે. તેમના સામાજિક દરજ્જાનું તેમના પર એટલું બધું દબાણ હોય છે, તેમનાં મન પર એટલો બધો પ્રભાવ હોય છે કે તેમને લાગે છે કે જ્યારે તેઓ સમાજમાં જાય છે, ત્યારે તેઓ બાળકો માટે શું કહેશે. બાળકો નબળાં હોય તો તેમની સામે કેવી રીતે ચર્ચા કરશે અને ક્યારેક મા-બાપ, તમારી ક્ષમતા જાણવા છતાં પણ સામાજિક દરજ્જાને કારણે તેઓ પોતાના આસપાસના સાથીઓ, મિત્રો, ક્લબોમાં જાય છે, સમાજમાં જાય છે, ક્યારેક તળાવમાં કપડાં ધોવાય છે, બેસે છે, વાતો કરે છે, બાળકોની વાતો નીકળે છે. પછી તેમને એક લઘુતાગ્રંથિ આવે છે અને તેથી તેઓ તેમનાં બાળકો માટે બહાર ઘણી મોટી વાતો કહી દે છે. અને પછી ધીરે ધીરે તેઓ આંતરિક બને છે અને પછી ઘરે આવે છે અને તે જ અપેક્ષાઓ રાખે છે. અને સામાજિક જીવનમાં આ એક સહજ પ્રવૃત્તિ બની ગઈ છે. બીજું, તમે સારું કરશો તો પણ દરેક જણ તમારી પાસેથી કંઇક નવી અપેક્ષા રાખશે. અમે તો રાજનીતિમાં છીએ, અમે ગમે તેટલી ચૂંટણીઓ કેમ ન જીતીએ. પરંતુ એવું દબાણ પેદા કરવામાં આવે છે કે આપણે હારવાનું જ નથી. 200 લાવ્યા છો તો કહે 250 કેમ ન લાવ્યા, 250 લાવ્યા તો 300 કેમ ન લાવ્યા, 300 લાવ્યા તો 350 કેમ ન લાવ્યા? ચારે બાજુથી દબાણ બનાવાય છે. પરંતુ શું આપણે આ દબાણોને વશ થવું જોઈએ?  દિવસભર તમને શું કહેવામાં આવે છે, ચારે બાજુથી જે સાંભળવામાં આવે છે, તેના વિશે એક ક્ષણ માટે વિચારો. તમે તમારી અંદર જોશો કે તેમાં જ તમે તમારો સમય બગાડશો. તેની સાથે તમારી ક્ષમતા, તમારી પ્રાથમિકતા, તમારી જરૂરિયાતો, તમારા ઇરાદાઓ, તમારા ઇરાદાઓ, થોડા દરેક અપેક્ષાને એની સાથે જોડો. જો તમે ક્યારેય ક્રિકેટ મેચ જોવા ગયા હોવ તો તમે જોયું જ હશે કે કેટલાક બેટ્સમેન રમવા માટે આવે છે. હવે આખું સ્ટેડિયમ હજારો લોકો સ્ટેડિયમમાં હોય છે. તેઓ ચીસો પાડવા માંડે છે. ચોગ્ગો, ચોગ્ગો, ચોગ્ગો, છગ્ગો, છગ્ગો, સિક્સર. શું તે પ્રેક્ષકોની માગ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે? શું કોઈ ખેલાડી આવું કરે છે? છોને બૂમો પાડતા, ગમે એટલી બૂમો પાડતા. તેનું ધ્યાન તે બૉલ પર જ હોય છે. જે આવી રહ્યો છે. તે તે બૉલરનાં મનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે અને જેવો બૉલ હોય છે તેવો જ રમે છે. નહીં કે પ્રેક્ષકો ચીસો પાડે છે, ધ્યાન કેન્દ્રિત રહે છે. જો તમે પણ તમારી પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત રહો છો. તેથી જે પણ દબાણ સર્જાય છે, અપેક્ષાઓ બનાવવામાં આવે છે, ક્યારેક ને ક્યારેક  તમે તેને દૂર કરી શકશો. તમે તે સંકટમાંથી બહાર આવશો. અને તેથી હું તમને વિનંતી કરીશ કે તમે દબાણોનાં દબાણમાં ન રહો. હા, કેટલીક વાર દબાણનું વિશ્લેષણ કરો. ક્યાંક એવું તો નથી કે તમે તમારી જાતને ઓછી આંકી રહ્યા છો. તમારામાં ઘણી બધી ક્ષમતાઓ છે, પરંતુ તમે પોતે એટલા હતાશ માનસિકતાના છો કે તમે નવું કરવાનું વિચારતા જ નથી. તેથી કેટલીકવાર તે અપેક્ષાઓ એક બહુ મોટી તાકાત બની જાય છે. તે એક મોટી ઊર્જા બની જાય છે અને તેથી મેં પહેલેથી જ કહ્યું છે કે અપેક્ષાઓ માતાપિતાએ શું કરવું જોઈએ. સામાજિક દબાણ હેઠળ, માતાપિતાએ બાળકો પરનું દબાણ સ્થાનાંતરિત કરવું જોઈએ નહીં. પરંતુ બાળકોએ તેમની ક્ષમતાથી નીચે પણ પોતાને આંકવા ન જોઈએ. અને જો બંને વસ્તુઓને મજબૂત બનાવશે, તો મને ખાતરી છે કે તમે આવી સમસ્યાઓને ખૂબ આરામથી હલ કરશો. એન્કર ક્યાં ગયા?

પ્રસ્તુતકર્તા- માનનીય પ્રધાનમંત્રી ! તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેરણાદાયી શબ્દોએ માતાપિતાને તેમનાં બાળકોને સમજવાનો માર્ગ આપ્યો છે. મહાનુભાવ, અમે દબાણમાં નહીં રહીએ અને અમે ગાંઠ બાંધીને પરીક્ષામાં ઉત્સાહ જાળવી રાખીશું, આપનો આભાર.

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રીજી.  ચંબા કુદરતનાં અસ્પર્શિત સૌંદર્યને સમાવતું એક પર્વતીય શહેર છે જે ભારતના પેરિસ તરીકે પ્રખ્યાત છે. ચંબા હિમાચલ પ્રદેશની આરુષિ ઠાકુર વર્ચુઅલ માધ્યમ દ્વારા આપણી સાથે જોડાઈ રહ્યાં છે. આરુષિ મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

આરૂષિ-

નમસ્તે, માનનીય પ્રધાનમંત્રીજી. મારું નામ આરુષિ ઠાકુર છે અને હું કેન્દ્રીય વિદ્યાલય બનીખેત ડેલ્હાઉઝી જિલ્લા ચંબાની ૧૧મા ધોરણની વિદ્યાર્થીની છું. મારો તમને પ્રશ્ન એ છે કે પરીક્ષા દરમિયાન મને સૌથી વધુ પરેશાની એ છે કે હું ક્યાંથી ભણવાનું શરૂ કરું? મને હંમેશાં એવું લાગે છે કે હું બધું ભૂલી ગઈ છું અને હું તેના વિશે જ વિચારતી રહું છું. જે મને ઘણો તણાવ આપે છે. કૃપા કરીને માર્ગદર્શન કરો. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

આભાર આરુષિ. માનનીય પ્રધાનમંત્રીજી, રાયપુર છત્તીસગઢની રાજધાની છે, જે ભારતમાં ચોખાના કટોરા તરીકે જાણીતું રાજ્ય છે. રાયપુરની અદિતિ દિવાન આ સમસ્યા પર પોતાનાં મનની ઉત્સુકતાનો ઉકેલ ઈચ્છે છે. અદિતિ, તમારો સવાલ પૂછો.

અદિતિ દીવાન-

નમસ્તે, માનનીય પ્રધાનમંત્રીજી. મારું નામ અદિતિ દિવાન છે અને હું ક્રિષ્ના પબ્લિક સ્કૂલ રાયપુર છત્તીસગઢમાં ૧૨મા ધોરણની વિદ્યાર્થીની છું. મારો તમને પ્રશ્ન એ છે કે મને ચિંતા રહ્યા કરે છે કે મારે ઘણું કરવાનું છે. પરંતુ અંત સુધી, હું કંઈ જ કરી શક્તિ નથી. કારણ કે મારે ઘણું કામ હોય છે. જો હું મારું કોઈ પણ કામ સમયસર પૂરું કરી પણ લઉં તો હું વધુ અસ્વસ્થ થઈ જાઉં છું. કારણ કે પછી હું કાં તો અન્ય કાર્યો કરવામાં ખૂબ લાંબો સમય લઉં છું અથવા તેને આગળ મુલતવી રાખું છું. હું મારાં બધાં કામ યોગ્ય સમયે કેવી રીતે પૂર્ણ કરી શકું તે જાણવા માટે ઉત્સુક છું. આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર અદિતિ, આદરણીય પ્રધાનમંત્રીજી, આરુષિ અને અદિતિ તેમની પરીક્ષાની તૈયારી અને સમયના સદુપયોગ અંગે તમારું માર્ગદર્શન માગે છે. માનનીય પ્રધાનમંત્રીજી, મહેરબાની કરીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવો.

પ્રધાનમંત્રી-

જુઓ, તે ફક્ત પરીક્ષા માટે જ નથી. આમ પણ, આપણે જીવનમાં ટાઇમ મેનેજમેન્ટ વિશે સજાગ રહેવું જોઈએ. પરીક્ષા કે નો પરીક્ષા. તમે જોયું હશે કે કામનો ઢગલો કેમ થઈ જાય છે. કામનો ઢગલો એટલે થાય છે કેમ કે સમયસર એ કર્યાં નથી. અને કામ કરવાથી ક્યારેય થાક લાગતો નથી. કામ કરવાથી સંતોષ મળે છે. કામ ન કરવાથી થાક લાગે છે. સામે દેખાય છે કે, ઓહ, આટલું બધું કામ, આટલું બધું કામ અને એનો જ થાક લાગે છે. કરવાનું શરૂ કરો. બીજું, તમે ક્યારેક કાગળ પર પોતાની પેન, પેન્સિલ લઈને ડાયરી પર લખો. આખું અઠવાડિયું, તમે નોંધ કરો કે તમે તમારો સમય ક્યાં વિતાવો છો. તમે અભ્યાસ કરો તો પણ કયા વિષયને કેટલો સમય આપો છો અને તેમાં શોર્ટકટ પણ શોધી કાઢો છો કે બેઝિકમાં જાવ છો. ચાલો બારીકાઇઓમાં જઈએ, તમારી જાતનું થોડું વિશ્લેષણ કરો. મને ખાતરી છે કે તમે જોશો કે તમે તમને જે ગમતી વસ્તુઓ છે એમાં જ સૌથી વધુ સમય પસાર કરો છો અને તેમાં ખોવાયેલા રહો છો. પછી ત્રણ વિષયો એવા છે જે ઓછા પસંદ છે, પરંતુ જરૂરી છે. તે તમને પછી બોજ લાગવા લાગશે. મેં બે કલાક સખત મહેનત કરી, પણ એવું ન બન્યું અને એટલે માત્ર વાંચવાનું બે કલાક એવું નથી, પણ જ્યારે તમારી પાસે વાંચવામાં ફ્રેશ માઇન્ડ હોય ત્યારે જે સૌથી ઓછો પસંદ વિષય છે તમને સૌથી અઘરો લાગે છે. નક્કી કરો, પહેલી ૩૦ મિનિટ એને, પછી કોઈ પસંદવાળો વિષય, તેના માટે ૨૦ મિનિટ, પછી થોડો ઓછો ગમતો વિષય ૩૦ મિનિટ એને. તમે એવો સ્લેપ બનાવો. તેથી તમને આરામ પણ મળશે અને તમે ધીમે ધીમે તે વિષયોમાં રસ વધારશો. જેને તમે સામાન્ય રીતે ટાળો છો. અને સારા વિષયોમાં ખોવાયેલા રહો છો અને ઘણો સમય પણ જાય છે. તમે જોયું હશે, તમારામાંથી કેટલાક પતંગ ચગાવતા હશે. મને તો બાળપણમાં બહુ શોખ હતો. પતંગનો જે માંજો હોય છે, દોરો હોય છે, ક્યારેક એકબીજામાં ગૂંચવાઇ જાય છે અને મોટો ગુચ્છો બની જાય છે. ડાહ્યો માણસ હવે શું કરશે? શું તે તેને આમ આમ ખેંચશે, શું તે તાકાત લગાવશે? એવું નહીં કરે. તે ધીમેથી એક-એક તારને પકડવાની કોશીશ કરશે કે ખુલવાનો રસ્તો ક્યાં છે અને પછી ધીમે ધીમે, ધીમે ખોલશે તો આટલો મોટો ગુચ્છો પણ આરામથી ખુલી જશે અને જરૂરિયાત મુજબ આખો માંજો આખો દોરો તેના હાથમાં હશે. આપણે પણ તેના પર જોર જબરદસ્તી નથી કરવાની. આરામથી સોલ્યુશન કાઢશો, તો મને ખાતરી છે કે તમે તે મોટા પાયે કરશો. બીજું, શું તમે ક્યારેય ઘરે તમારી માતાનાં કામનું નિરીક્ષણ કર્યું છે? આમ તો, તમને તે ગમે છે જ્યારે તમે શાળાએથી આવ્યા, ત્યારે માતાએ બધું તૈયાર કરી રાખ્યું હતું. સવારે સ્કૂલે જવાનું હતું ત્યારે મારી મમ્મીએ બધું જ તૈયાર કરી લીધું હતું. તે લાગે છે તો ખૂબ જ સારું. પરંતુ શું તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છે કે માતાનું ટાઇમ મેનેજમેન્ટ કેટલું સારું હોય છે? તે જાણે છે, સવારે આ છે, તો મારે તે 6 વાગ્યે કરવું પડશે. ૬.૩૦ વાગ્યે આ કરવું પડશે. જો તેને 9 વાગ્યે જવાનું છે, તો તેણે આ કરવું પડશે. જો તે 10 વાગ્યે ઘરે આવે છે, તો તેણે આ કરવું પડશે. એટલે કે, એટલું પરફેક્ટ ટાઇમ મેનેજમેન્ટ માતાનું હોય છે અને માતા સૌથી વધુ કામ કરતી રહે છે. પરંતુ તે કોઈ પણ કામમાં ભાર અનુભવતી નથી. થાકી ગઈ, ઘણું કામ છે, બહુ વધારે છે, તે આવું નથી કરતી, કારણ કે તે જાણે છે કે મારે આટલા કલાકોમાં આટલું  આટલું તો  કરવાનું છે. અને જ્યારે તેને વધારાનો સમય મળે છે ત્યારે પણ તે ચૂપચાપ બેસતી નથી. તે કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરતી રહે છે. સોય દોરો લઈને બેસી જશે, કંઈક ને કંઈક કર્યા કરશે. તેણે આરામ કરવાની વ્યવસ્થા પણ કરી છે. જો તમે માતાની પ્રવૃત્તિનું યોગ્ય રીતે નિરીક્ષણ કરો છો, તો પણ તમારે એક વિદ્યાર્થી તરીકે પોતાનાં ટાઇમ મેનેજમેન્ટનું શું મહત્વ હોય છે અને ટાઇમ મેનેજમેન્ટમાં 2 કલાક, 4 કલાક, 3 કલાક એમ નથી, માઇક્રો મેનેજમેન્ટ જોઇએ. કયા વિષયને કેટલો સમય આપવો, કયાં કામને કેટલો સમય આપવો અને એટલા બધા બંધનો પણ નથી નાખવાના કે કે હું માત્ર 6 દિવસ સુધી એ નહીં જ કરું કારણ કે મારે ભણવાનું છે તો પછી તમે થાકી જશો. તમે તેને યોગ્ય રીતે વિતરણ કરો, સમયને, તમને સમયથી ચોક્કસ ફાયદો થશે. આભાર.

પ્રસ્તુતકર્તા-

એક અસરકારક વિદ્યાર્થી બનવા માટે અમને પદ્ધતિસર અને વ્યવસ્થિત બનવા માટે માર્ગદર્શન આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી મહોદયનો આભાર. માનનીય પ્રધાનમંત્રી સર રૂપેશ કશ્યપ, જેઓ વિશિષ્ટ આદિવાસી કળા, મોહક ચિત્રકૂટ ધોધ અને વાંસની શ્રેષ્ઠ ગુણવત્તા માટે જાણીતા એવા છત્તીસગઢના બસ્તર જિલ્લામાંથી આવે છે. રૂપેશ અહીં આપણી સાથે હાજર છે અને તેને એવા વિષય પર તમારી સલાહની જરૂર છે જે મહત્વપૂર્ણ છે. રૂપેશ, મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

રૂપેશ-

શુભ સવાર. માનનીય પ્રધાનમંત્રી મહોદય, મારું નામ રુપેશ કશ્યપ છે. હું સ્વામી આત્માનંદ સરકારી અંગ્રેજી માધ્યમ શાળા, દ્રભ જિલ્લો બસ્તર, છત્તીસગઢમથી નવમા ધોરણનો વિદ્યાર્થી છું. સર, મારો પ્રશ્ન એ છે કે હું પરીક્ષામાં અયોગ્ય રસ્તાઓને કેવી રીતે ટાળી શકું. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

આભાર રૂપેશ. આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, ભવ્ય રથયાત્રા શાંત દરિયાકિનારા માટે પ્રખ્યાત ઓડિશાની આધ્યાત્મિક રાજધાની હેરિટેજ સિટી જગન્નાથ પુરીથી, તન્મય બિસ્વાલ આવા જ મુદ્દા પર તમારું માર્ગદર્શન માગે છે. તન્મય, મહેરબાની કરીને આપનો સવાલ પૂછો.

તન્મય-

માનનીય પ્રધાનમંત્રી મહોદય, નમસ્કાર. મારું નામ તન્મય બિસ્વાલ છે. હું જવાહર નવોદય વિદ્યાલય, કોણાર્ક પુરી, ઓડિશાનો વિદ્યાર્થી છું. સર, મારો તમને પ્રશ્ન એ છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની છેતરપિંડી અથવા નકલ કરવાની પ્રવૃત્તિઓને કેવી રીતે નાબૂદ કરવી. કૃપા કરીને આ અંગે મને માર્ગદર્શન આપો. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રી, રૂપેશ અને તન્મય પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કેવી રીતે ટાળવો તે અંગે તમારું માર્ગદર્શન માગે છે. આદરણીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી-

મને ખુશી છે કે આપણા વિદ્યાર્થીઓને પણ એ લાગી રહ્યું છે કે પરીક્ષામાં જે ખોટી પ્રથાઓ થાય છે. ગેરરીતિઓ થાય છે, તેનો કોઇ માર્ગ શોધાવો જોઇએ. ખાસ કરીને જેઓ મહેનતુ વિદ્યાર્થીઓ હોય છે તેઓ ચોક્કસપણે ખૂબ જ ચિંતિત છે કે હું ખૂબ જ મહેનત કરું છું અને પેલા ચોરી કરી કરીને કોપી કરીને નકલ કરીને પોતાની ગાડી ચલાવી લે છે. આ પહેલા પણ ચોરી તો કરતા હશે, લોકો નકલ તો કરતા હશે. પરંતુ છાના માના કરતા હશે. હવે તો ખૂબ ગર્વથી કહે છે કે સુપરવાઇઝરને બુદ્ધુ બનાવી દીધો. મૂલ્યોમાં આ જે પરિવર્તન આવ્યું છે એ ખૂબ જ ખતરનાક છે અને તેથી આપણે બધાએ સામાજિક સત્ય વિશે વિચારવું પડશે. બીજો અનુભવ એવો રહ્યો છે કે શાળા કે કેટલાક શિક્ષકો કે જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેમને પણ લાગે છે કે મારો વિદ્યાર્થી સારી રીતે નીકળી જાય, કારણ કે મેં તેના માતાપિતા પાસેથી પૈસા લીધા છે, કોચિંગ કરતા હતા એટલે તેઓ પણ એમને ગાઇડ કરે છે, મદદ કરે છે, નકલ કરવા માટે, કરે છે ને, આવા શિક્ષકો હોય છે ને, નથી હોતા, તો બોલો ના. અને તેનાં કારણે પણ, બીજું, મેં જોયું છે કે કેટલાક વિદ્યાર્થીઓ વાંચવામાં સમય ગાળતા જ નથી, પરંતુ નકલ કરવાના માર્ગો શોધવામાં ખૂબ સર્જનાત્મક હોય છે. તેઓ તેમાં કલાકો વિતાવશે, તેઓ તેની નકલ બનાવશે તો એટલા નાના નાના અક્ષરોમાં બનાવશે. કેટલીક વાર તો મને લાગે છે કે તેને બદલે, તેઓ નકલની રીત, નકલની ટેકનિક એમાં જેટલું મગજ દોડાવે છે, અને બહુ સર્જનાત્મક હોય છે, આ ચોરી કરનારા. એના બદલે જો એટલો જ સમય એ જ સર્જનાત્મકતાને, એ પ્રતિભાને શીખવામાં લગાવી દે તો કદાચ સારું કરી શકતે. કોઈએ તેને માર્ગદર્શન આપવું જોઈતું હતું, કોઈએ તેને સમજાવવું જોઈતું હતું. બીજું, આ વાત સમજીને ચાલો, હવે જીવન ઘણું બદલાઈ ગયું છે, દુનિયા ઘણી બદલાઈ ગઈ છે અને તેથી તે ખૂબ જ આવશ્યક છે કે એક પરીક્ષામાંથી નીકળ્યા એટલે જીવન નીકળી ગયું એ શક્ય નથી. આજે તમારે દરેક જગ્યાએ ડગલે ને પગલે કોઇ ને કોઇ પરીક્ષા આપવી પડે છે. તમે કેટલી જગ્યાએ નકલ કરશો? અને તેથી જે નકલ કરનારા છે, તે કદાચ એકાદ બે પરીક્ષાઓમાંથી નીકળી જશે, પરંતુ જીવન ક્યારેય પાર કરી શકશે નહીં. નકલ દ્વારા જિંદગી નહીં બની શકે. બની શકે કે તમે પરીક્ષામાં અહીં-તહીં કરીને માર્ક્સ લાવો છો, પરંતુ ક્યાંકને ક્યાંક તે પ્રશ્નાર્થ રહેશે જ અને તેથી આપણે એ માહોલ બનાવવો પડશે કે એકાદ પરીક્ષામાં તમે નકલ કરી, તમે નીકળી પણ ગયા, પરંતુ આગળ જતાં તમે જીવનમાં કદાચ અટવાઈ રહેશો. બીજું, સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને પણ હું કહીશ કે તમારી મહેનત તમારા જીવનમાં રંગ લાવશે. બની શકે છે કે કોઈ એમ જ ફાલતુ તમારાથી ઉપર 2-4 માર્ક વધારે લઈ આવે, પરંતુ તે કદી તમારાં જીવનમાં અડચણ રૂપ નહીં બની શકે. તમારી અંદર જે તાકાત છે, તમારી અંદર રહેલી જે તાકાત છે, એ જ તાકાત તમને આગળ લઈ જશે. મહેરબાની કરીને, તેને તો ફાયદો થઈ ગયો ચાલો, હું પણ તે રસ્તે ચાલવા માંડું, એવું ક્યારેય ન કરશો, ક્યારેય ન કરશો, મિત્રો. પરીક્ષા આવે છે અને જાય છે, આપણે જીવન જીવવાનું છે, મન ભરીને જીવવાનું છે, જીતતા જીતતા જીવન જીવવાનું છે અને તેથી આપણે શોર્ટ-કટ તરફ ન જવું જોઇએ. અને તમે તો જાણો છો, રેલવે સ્ટેશન પર તમે જોયું હશે કે દરેક રેલવે સ્ટેશન પર જ્યાં પાટા હોય છે ને ત્યાં એક પુલ હોય છે, ને લોકોને પુલ પર જવું ગમતું નથી, તેઓ ટ્રેક ઓળંગીને જાય છે. કોઈ કારણ નથી બસ, એમ જ મજા આવે છે. એટલે ત્યાં લખ્યું છે કે short cut will cut you short એટલે જો કોઇ શોર્ટ કટથી કંઇક કરતા હશે તો તેનું ટેન્શન તમારે ન લેવું. તમારી જાતને તેનાથી મુક્ત રાખો. તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને સારાં પરિણામ મળશે. આભાર.  

પ્રસ્તુતકર્તા-

આભાર, માનનીય પ્રધાનમંત્રીશ્રી. તમારા શબ્દો સીધા અમારાં હૃદયમાં ઉતરી ગયા છે. આપનો આભાર. માનનીય પ્રધાનમંત્રી સર, ડાંગરના ખેતરોની જમીન, પછી તે સૌમ્ય ખીલે પાકની સુગંધ વહન કરે અને કેરળના પરંપરાગત સંગીતનો અવાજ આવે એવા પલક્કડથી  સુજય કે તમારું માર્ગદર્શન માંગે છે. સુજય, મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

સુજય-

નમસ્તે આદરણીય પ્રધાનમંત્રી સર, મારું નામ તેજસ સુજય છે. હું કેન્દ્રીય વિદ્યાલય કન્ઝિકોડ, કરનાકુલમ સંભાનો નવમા ધોરણનો વિદ્યાર્થી છું. મારો સવાલ એ છે કે હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક માંથી કયું વર્ક જરૂરી છે? શું બંને સારાં પરિણામો માટે જરૂરી છે? કૃપા કરીને તમારું માર્ગદર્શન આપો. તમારો આભાર શ્રીમાન.

પ્રસ્તુતકર્તા- આભાર સુજય, આદરણીય પ્રધાનમંત્રી સાહેબ.

પ્રધાનમંત્રી- શું સવાલ હતો એમનો, શું પૂછી રહ્યા હતા?

પ્રસ્તુતકર્તા- સર, હાર્ડ વર્ક વિશે… હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક વિશે

પ્રધાનમંત્રી- હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક,

પ્રસ્તુતકર્તા- આભાર સાહેબ.

પ્રધાનમંત્રી-

સારું તમે બાળપણમાં એક વાર્તા વાંચી હશે. બધાએ તે વાંચી જ હશે. અને આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે સ્માર્ટ વર્ક શું છે અને હાર્ડ વર્ક શું છે. જ્યારે અમે નાના હતા, ત્યારે અમે એક વાર્તા સાંભળતા હતા કે એક ઘડામાં પાણી હતું. પાણી થોડું ઊંડું હતું અને એક કાગડો પાણી પીવા માગતો હતો. પણ તે અંદર સુધી પહોંચી શકતો ન હતો. તેથી કાગડાએ નાના નાના કાંકરા ઉપાડીને તે ઘડામાં નાંખ્યા, અને ધીમે ધીમે પાણી ઉપર આવ્યું અને પછી તે આરામથી પાણી પી ગયો. તમે આ વાર્તા સાંભળી છે ને? હવે તમે તેને શું કહેશો હાર્ડ વર્ક  કહેશો કે સ્માર્ટ વર્ક કહેશો? અને જુઓ, જ્યારે આ વાર્તા લખવામાં આવી ત્યારે સ્ટ્રો નહોતી. નહીં તો આ કાગડો બજારમાં જઈને સ્ટ્રો લઈ આવતે. જુઓ, કેટલાક લોકો એવા પણ હોય છે જે હાર્ડ વર્ક જ કરતા રહે છે. કેટલાક લોકો એવા હોય છે જેમનાં જીવનમાં હાર્ડ વર્કનું નામોનિશાન પણ નથી હોતું. કેટલાક લોકો એવા પણ હોય છે જે હાર્ડલી સ્માર્ટ વર્ક કરે છે તો કેટલાક લોકો એવા પણ હોય છે જે સ્માર્ટલી હાર્ડ વર્ક કરે છે. અને તેથી કાગડો પણ આપણને શીખવાડી રહ્યો છે કે સ્માર્ટલી હાર્ડ વર્ક કેવી રીતે કરવું. અને એટલે આપણે દરેક કામને, પ્રથમ કામને  બારીકાઇથી સમજીએ. તમે જોયું હશે કે કેટલાક લોકો વસ્તુઓને સમજવાને બદલે, સીધા જ પોતાની બુદ્ધિ લગાવવાનું શરૂ કરી દે છે. ઘણી બધી મહેનત કરવા છતાં પરિણામ મળતું જ નથી. મને યાદ છે, હું ઘણા સમય પહેલા આદિવાસી પટ્ટામાં કામ કરતો હતો, તેથી મારે ઘણા અંતરિયાળ વિસ્તારમાં જવાનું હતું. તો કોઈએ અમને પેલી એ જમાનાની જૂની જીપ આવતી હતી. એમણે વ્યવસ્થા કરી કે તમે એ લઈ જાવ. અમે સવારે ૫.૩૦ વાગ્યે નીકળવાના હતા. પણ અમારી જીપ ચાલુ થતી જ ન હતી. અમે ઘણા પ્રયત્નો કર્યા, ધક્કો માર્યો, આ કર્યું, તે કર્યું, દુનિયાભરનું હાર્ડ વર્ક કર્યું. પણ અમારી જીપ ચાલુ ન જ થઈ. 7-7:30 વાગી ગયા એટલે અમે એક મિકેનિકને બોલાવ્યા. હવે આ મિકેનિકને માંડ બે મિનિટ જ લાગી હશે અને બે મિનિટમાં તેણે તેને ઠીક કરી દીધી અને પછી તેણે કહ્યું કે સાહેબ 200 રૂપિયા ચૂકવવા પડશે. મેં કહ્યું યાર, બે મિનિટના 200 રૂપિયા. તેણે કહ્યું, "સાહેબ, આ 2 મિનિટના 200 રૂપિયા નથી. 50 વર્ષના અનુભવ માટે આ 200 રૂપિયા છે. હવે અમે હાર્ડ વર્ક કરી રહ્યા હતા. જીપ ચાલુ થતી ન હતી. તેણે સ્માર્ટલી થોડા બોલ્ટ ટાઇટ કરવાના હતા. ભાગ્યે જ તેને બે મિનિટ લાગી હશે. ગાડી ચાલવા લાગી. કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે દરેક કામ ખૂબ મહેનત-મજૂરીથી કરો છો તો થશે એવું કે તમે જોયું જ હશે કે પહેલવાન જે હોય છે એટલે કે જે ખેલ જગતના લોકો હોય છે. તે કઈ રમત સાથે સંકળાયેલો છે? તે રમતમાં તેને કયા સ્નાયુઓની જરૂર છે? જે ટ્રેનર હોય છે. તેને ખબર છે, હવે જેમ કે વિકેટ કીપર હશે તો વિકેટ કીપરને વાંકા વળીને કલાકો સુધી ઊભા રહેવું પડે છે. હવે આપણે ક્લાસમાં કંઈક ખોટું કર્યું છે અને શિક્ષક કાન પકડીને નીચે બેસાડે છે, આ રીતે હાથ પગની અંદર મૂકીને, તો કેટલું દર્દ થાય છે. થાય છે કે નહીં? તે મનોવૈજ્ઞાનિક પણ હોય છે, તે શારીરિક પણ હોય છે કારણ કે પગ આ રીતે કરીને કાન પકડી બેસવાનું થાય છે. તકલીફ થાય છે ને? પરંતુ આ જે વિકેટ કીપર હોય છે ને એની ટ્રેનિંગનો ભાગ હોય છે. તેને કલાકો સુધી આમ જ ઊભો રખાય છે. જેથી ધીરે ધીરે તેના તે સ્નાયુઓ મજબૂત બને છે જેથી તે વિકેટ કીપર તરીકે સારું કામ કરી શકે. જો કોઈ બોલર હોય, તો તેને તે શૈલીની જરૂર નથી, તેને બીજી વિદ્યાની જરૂર હોય છે, તો તે તે કરાવે છે. અને તેથી આપણે પણ આપણને જેની જરૂર છે તે જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે આપણા માટે ઉપયોગી છે. દરેક વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાથી મહેનત બહુ લાગશે. હાથ-પગ ઊંચા કરતા રહો, દોડતા રહો, ફલાણું કરો, ઢીંકણું કરો, જનરલ હેલ્થ માટે, તંદુરસ્તી માટે સારું છે. પરંતુ જો મારે હાંસલ કરવું હોય, તો મારે તે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન આપવું પડશે. અને જે પણ આ વાત સમજે છે તે પરિણામ પણ આપે છે. જો બોલર હોય અને તેના સ્નાયુઓ સારા ન હોય તો તે ક્યાં બોલિંગ કરી શકશે, કેટલી ઓવર કરી શકશે? જે લોકો વેઇટ લિફ્ટિંગ કરે છે તેમણે અલગ પ્રકારના સ્નાયુઓને મજબૂત કરવાના હોય છે. હાર્ડ વર્ક તો તેઓ પણ કરે છે. પરંતુ તેઓ સ્માર્ટલી હાર્ડ વર્ક કરે છે. અને જ્યારે સ્માર્ટલી હાર્ડ વર્ક કરે છે, ત્યારે જઈને પરિણામ મળે છે. ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-

આપણાં જીવનમાં સતત હાર્ડ વર્ક પસંદ કરવા અંગેના તમારાં સમજદાર માર્ગદર્શન માટે માનનીય પ્રધાનમંત્રી સાહેબનો આભાર. માનનીય પ્રધાનમંત્રીજી, ગુરુ દ્રોણાચાર્યનાં નામથી જાણીતા સાયબર સિટી હરિયાણાના પ્રસિદ્ધ ઔદ્યોગિક નગર ગુરુગ્રામની વિદ્યાર્થિની જોવિત્રા પાત્રા સભાગૃહમાં ઉપસ્થિત છે અને આપને પ્રશ્ન પૂછવા માગે છે. જોવિતા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

જોવિતા પાત્રા-

નમસ્કાર, આદરણીય પ્રધાનમંત્રી મહોદય, મારું નામ જોવિતા પાત્રા છે અને હું ગુરુગ્રામ હરિયાણાના જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 10ની વિદ્યાર્થિની છું. પરીક્ષા પે ચર્ચા 2023માં ભાગ લેવો એ મારું સૌભાગ્ય અને સન્માનની વાત છે.  માનનીય પ્રધાનમંત્રી મહોદય, મારો તમને પ્રશ્ન છે કે એક સરેરાશ વિદ્યાર્થી હોવાને કારણે હું મારા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકું. કૃપા કરીને આ મુદ્દા પર મને માર્ગદર્શન આપો. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

આભાર જોવિતા. આદરણીય પ્રધાનમંત્રીજી, જોવિતા પાત્રા, એક સરેરાશ વિદ્યાર્થી, પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે તમારી પાસેથી માર્ગદર્શન માગે છે. કૃપા કરીને તેમને માર્ગદર્શન આપો. માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી-

સૌથી પહેલાં તો હું તમને અભિનંદન આપું છું કે તમને ખબર છે કે તમે સરેરાશ છો. બાકી, મોટાભાગના લોકો એવા હોય છે જેઓ સરેરાશથી નીચે હોય છે અને પોતાને મોટા તીસ માર ખાં માને છે. સબ બંદરના વેપારી માને છે. તો સૌથી પહેલા હું તમને અને તમારાં માતા-પિતાને પણ અભિનંદન આપું છું. એકવાર તમે આ શક્તિનો સ્વીકાર કરી લીધો કે હા, ભાઇ મારી એક ક્ષમતા છે, આ મારી સ્થિતિ છે, મારે હવે તેને અનુકૂળ હોય તેવી વસ્તુઓ શોધવી પડશે. મારે બહુ મોટા તીસ માર ખાં બનવાની જરૂર નથી. જે દિવસે આપણે આપણી શક્તિને જાણીશું, તે દિવસે આપણે સૌથી મોટા શક્તિશાળી બની જઈએ છીએ. જે લોકો પોતાનાં સામર્થ્યને જાણતા નથી, તેમને સામર્થ્યવાન બનવામાં ઘણા અવરોધો આવે છે. એટલે આ સ્થિતિને જાણવી, ખુદ ભગવાને જ તમને આ શક્તિ આપી છે. તમારા શિક્ષકોએ શક્તિ આપી છે. તમારા પરિવારે શક્તિ આપી છે. અને હું તો ઇચ્છું છું કે દરેક માતાપિતા તેમનાં બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરે. તેમનામાં લઘુતાગ્રંથિની ભાવના ઉત્પન્ન ન થવા દો. પણ સાચું મૂલ્યાંકન કરો. કેટલીકવાર તમે લોકો તેને કોઇ ખૂબ જ મોંઘી વસ્તુ લાવવી છે. તો તમે તેને આરામથી કહી દો કે ના-ના, આપણાં ઘરની એટલી તાકાત નથી, આપણે આ વસ્તુ નહીં લાવી શકીએ. એમ કર, બે વર્ષ રાહ જુઓ. એમાં કશું જ ખરાબ નથી. જો તમે ઘરની સ્થિતિના સંબંધમાં બાળકથી વિશ્લેષણ કરો છો. તો તેમાં કંઈ ખરાબ નથી. અને તેથી જ આપણે એક સામાન્ય સ્તરની વ્યક્તિ છીએ અને મોટાભાગના લોકો સામાન્ય સ્તરના જ હોય છે, ભાઇ. બહુ ઓછા લોકો અસાધારણ હોય છે. પરંતુ સામાન્ય લોકો સામાન્ય કામ કરે છે અને જ્યારે સાધારણ લોકો અસાધારણ કામ કરે છે. ત્યારે તેઓ ક્યાંક ઊંચાઇએ પહોંચી જાય છે. તેઓ સરેરાશના માપદંડને તોડીને નીકળી જાય છે. હવે એટલા માટે જ આપણે ક્યારેય તેના વિશે વિચારવાનું છે અને દુનિયામાં તમે જુઓ, મોટા ભાગના લોકો જેઓ સફળ થયા છે, તેઓ શું છે જી? તેઓ એક સમયે સરેરાશ લોકો જ હતા જી. અસાધારણ કામ કરીને આવ્યા છે. તેઓ ઘણાં મોટાં પરિણામ લઈ આવ્યાં છે. હવે તમે જોયું હશે કે આ દિવસોમાં દુનિયામાં સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિની ચર્ચા થઈ રહી છે. કયો દેશ કેટલો આગળ ગયો, કોની આર્થિક સ્થિતિ કેવી છે. અને કોરોના બાદ તો તે એક મોટો માપદંડ બની ગયો છે અને એવું તો નથી કે વિશ્વમાં અર્થશાસ્ત્રીઓની કમી છે. મોટા મોટા નોબેલ પુરસ્કાર વિજેતા છે. જે લોકો માર્ગદર્શન આપી શકે કે આમ કરવાથી આર્થિક સ્થિતિ આવી બનશે. આમ કરવાથી આર્થિક સ્થિતિ તેમ થશે. જ્ઞાનનો પ્રવાહ વહેંચનારા લોકોની કમી નથી, તે દરેક શેરી મહોલ્લામાં આજકાલ ઉપલબ્ધ છે. અને કેટલાક વિદ્વાનો પણ ઉપલબ્ધ છે જેમણે ઘણું કર્યું છે. પરંતુ આપણે જોયું છે કે ભારત આજે દુનિયામાં આર્થિક જે તુલનાત્મક થઈ રહ્યું છે, ભારતને એક આશાનાં કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. તમે બે-ત્રણ વર્ષ પહેલાં જોયું હશે, અમારી સરકાર વિશે એ જ લખવામાં આવતું હતું કે તેમની પાસે કોઇ અર્થશાસ્ત્રી નથી. બધા સરેરાશ લોકો છે. પ્રધાનમંત્રીને પણ અર્થશાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી. આવું જ લખાતું હતું. તમે આવું વાંચો છો કે નહીં? પરંતુ આજે દુનિયામાં એ જ દેશ, જેને એવરેજ કહેવામાં આવતો હતો, તે દેશ આજે દુનિયામાં ચમકી રહ્યો છે, મિત્રો. હવે આપણે આ દબાણમાં ન રહીએ, મિત્રો, કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. અને બીજું, તમે સરેરાશ પણ હશો, તમારી અંદર કંઈક ને કંઇક તો અસાધારણ હશે જ હશે, અને જે અસાધારણ છે તેમની અંદર પણ કંઈક ને કંઇક તો એવરેજ હશે. દરેક પાસે ઈશ્વરે એક અભૂતપૂર્વ ક્ષમતા આપી હોય છે. તમારે ફક્ત તેને ઓળખવાની છે, તેને ખાતર-પાણી આપવાનું છે, તમે ખૂબ જ ઝડપથી આગળ વધી જશો, આ મારો વિશ્વાસ છે. આભાર.

પ્રસ્તુતકર્તા-

ઘણા વિદ્યાર્થીઓ અને ભારતીયોને મૂલ્યવાન અને પ્રિય લાગે તે માટે તમારાં અદ્‌ભૂત પ્રોત્સાહન બદલ માનનીય પ્રધાનમંત્રી સરનો આભાર. આદરણીય પ્રધાનમંત્રી સર, આધુનિક સ્થાપત્ય સાથે શહેરી આયોજનના નોંધપાત્ર મિશ્રણ અને સુપ્રસિદ્ધ નેકચંદના મનોહર રોક ગાર્ડન માટે પ્રખ્યાત રાજધાની શહેર ચંદીગઢથી મન્નત બાજવા છે. તેઓ મૂળભૂત મુદ્દા પર તમારું માર્ગદર્શન માગે છે જે તેના જેવા ઘણા વિદ્યાર્થીઓને અસર કરે છે. મન્નત મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

મન્નત બાજવા-

માનનીય પ્રધાનમંત્રીજી નમસ્કાર, મારું નામ મન્નત બાજવા છે. હું સેન્ટ જૉસેફ સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિની છું. મારો તમને પ્રશ્ન એ છે કે જ્યારે હું મારી જાતને આપનાં જેવાં પ્રતિષ્ઠિત સ્થળે મૂકીને કલ્પના કરું છું, જ્યાં ભારત જેવા દેશને ચલાવવો, જ્યાં આટલી મોટી વસ્તી છે અને જ્યાં પોતાનાં મંતવ્યો ધરાવતા લોકો બહુ મોટી સંખ્યામાં છે. એવા લોકો પણ છે જે તમારા વિશે નકારાત્મક મંતવ્યો ધરાવે છે. શું તે તમને અસર કરે છે? જો હા, તો તમે આત્મ સંદેહની ભાવનામાંથી કેવી રીતે બહાર આવો છો? મને આમાં તમારું માર્ગદર્શન જોઈએ છે. તમારો આભાર શ્રીમાન.

પ્રસ્તુતકર્તા-

આભાર મન્નત, માનનીય પ્રધાનમંત્રી સાહેબ, અષ્ટમી સૈન તેના ચાના બગીચા માટે પ્રખ્યાત અને હિમાલયનાં સ્વચ્છ, સુંદર, શાંત બરફથી શ્વસતા દક્ષિણ સિક્કિમમાં રહે છે. તે પણ આવી જ બાબત પર તમારા દિશાનિર્દેશોની વિનંતી કરે છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. અષ્ટમી, મહેરબાની કરી તમારો પ્રશ્ન પૂછો.

અષ્ટમી-

નમસ્તે, માનનીય પ્રધાનમંત્રીજી. મારું નામ અષ્ટમી સેન છે. હું દક્ષિણ સિક્કિમના રંગિત નગરની ડીએવી પબ્લિક સ્કૂલ ૧૧મા ધોરણની વિદ્યાર્થિની છું. મારો તમને સવાલ છે કે તમે જ્યારે વિપક્ષ અને મીડિયા આપની આલોચના કરે છે ત્યારે આપ એનો સામનો કેવી રીતે કરો છો. જ્યારે હું મારા માતાપિતાની ફરિયાદો અને નિરાશાજનક વાતોનો સામનો કરી શકતી નથી. કૃપા કરીને મને માર્ગદર્શન આપો. આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર અષ્ટમી. આદરણીય પ્રધાનમંત્રીજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવી મહાન વિભૂતિઓનું જન્મસ્થળ, ગુજરાતની કુમકુમ પ્રતાપ ભાઈ સોલંકી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાઈ રહ્યાં છે અને આવી જ દ્વિધામાં છે. કુમકુમ તમારી પાસેથી માર્ગદર્શન માગે છે. કુમકુમ, કૃપયા તમારો પ્રશ્ન પૂછો.

કુમકુમ-

માનનીય પ્રધાનમંત્રી સાહેબ, મારું નામ સોલંકી કુમકુમ છે. હું ધોરણ 12 શ્રી હડાલા બાઈ હાઈસ્કૂલ જિલ્લો અમદાવાદ, ગુજરાતની વિદ્યાર્થિની છું. મારો સવાલ એ છે કે તમે આટલા મોટા લોકતાંત્રિક દેશના પ્રધાનમંત્રી છો, જેમને આટલા બધા પડકારોનો સામનો કરવો પડે છે. તમે આ પડકારો સામે કેવી રીતે ઝઝૂમો છો? કૃપા કરીને મને માર્ગદર્શન આપો. આભાર          

પ્રસ્તુતકર્તા-

આભાર કુમકુમ. આદરણીય પ્રધાનમંત્રી સર, આકાશ દરિરા ભારતની સિલિકોન વેલી, બેંગાલુરુમાં રહે છે, જે પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની પ્રવૃત્તિઓનો સંપૂર્ણ લાભ લેવા માટે જાણીતું છે. તેમના પ્રશ્ન દ્વારા તેઓ થોડા સમયથી તેમને લગતી આવી જ બાબત પર તમારી સલાહ માગે છે. આકાશ, પ્લીઝ આપનો પ્રશ્ન પૂછો.

આકાશ-

નમસ્તે મોદીજી. હું આકાશ દારીરા બેંગલુરુની વ્હાઇલ ફિલ્ડ ગ્લોબલ સ્કૂલનો 12મા ધોરણનો વિદ્યાર્થી છું. મારો તમને પ્રશ્ન એ છે કે મારી નાનીજી કવિતા એ માખીજા હંમેશાં મને આપની પાસેથી શીખવાની સલાહ આપે છે કે તમે દરેક આરોપ, વિપક્ષ દ્વારા કરવામાં આવતી દરેક ટીકાને એક ટોનિક અને તક તરીકે કેવી રીતે જુઓ છો. મોદીજી, તમે આ કેવી રીતે કરો છો? કૃપા કરીને અમને યુવાનોને પણ પ્રેરણા આપો જેથી અમે જીવનની દરેક કસોટીમાં સફળ થઈએ. આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર આકાશ,

આદરણીય પ્રધાનમંત્રીજી, આપનું જીવન કરોડો યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યું છે, મન્નત, અષ્ટમી, કુમકુમ અને આકાશ આપના અનુભવને જાણવા માગે છે કે જીવનમાં આવતા પડકારોમાં સકારાત્મક રહીને સફળતા કેવી રીતે મેળવી શકાય. માનનીય પ્રધાનમંત્રીશ્રી, કૃપા કરીને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી-

તમે લોકો પરીક્ષા આપો છો અને જ્યારે ઘરે જઈને તમે પરિવાર અથવા મિત્રો સાથે બેસો છો. ક્યારેક ટીચર સાથે ગાઢ સંબંધ હોય તો તેમની પાસે બેસો છો. અને જો કોઈ પણ પ્રશ્નનો જવાબ સાચો ન આવડ્યો તો તમારી પહેલી પ્રતિક્રિયા એ હોય છે કે તે અભ્યાસક્રમની બહારનો હતો. એવું જ થાય છે, ને? આ પણ અભ્યાસક્રમની બહાર છે પરંતુ હું અનુમાન લગાવી શકું છું કે તમે શું કહેવા માગો છો. જો તમે મને જોડ્યો ન હોત, તો તમે તમારી વાતને વધુ સારી રીતે કહેવા માગતા હોત. પરંતુ કદાચ તમે જાણતા હશો કે તમારા પરિવારના સભ્યો પણ સાંભળી રહ્યા છે, તેથી ખુલીને બોલવામાં જોખમ છે, તેથી તમે બહુ ચતુરાઇથી મને લપેટી લીધો છે. જુઓ, જ્યાં સુધી મને લાગેવળગે છે ત્યાં સુધી, મારી પાસે એક પ્રતીતિ છે અને મારા માટે તે વિશ્વાસનો લેખ છે. હું સિદ્ધાંતપૂર્વક માનું છું કે સમૃદ્ધ લોકશાહી માટે ટીકા એ શુદ્ધ યજ્ઞ છે. સમૃદ્ધ લોકશાહી માટે ટીકા એ પૂર્વશરત છે. અને તેથી તમે જોયું જ હશે કે ટેકનોલોજીમાં ઓપન સોર્સ ટેકનોલોજી હોય છે, ખબર છે ને?  ઓપન સોર્સ હોય છે, દરેક વ્યક્તિ તેમાં પોત-પોતાની વસ્તુઓ મૂકે છે અને ઓપન સોર્સ ટેક્નોલોજી દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે જુઓ અમે આ કર્યું છે, અમે અહીં અટવાઈ ગયા છીએ, કદાચ કેટલીક ખામીઓ હશે. તેથી લોકો તેની અંદર પોતાની ટેકનોલોજી દાખલ કરે છે. અને ઘણા લોકોના પ્રયત્નોથી તે ખૂબ જ સમૃદ્ધ સોફ્ટવેર બની જાય છે. આ ઓપન સોર્સને આજકાલ ખૂબ જ શક્તિશાળી સાધન માનવામાં આવે છે આ જ રીતે કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટને બજારમાં રાખે છે અને પડકાર આપે છે કે તેમાં જે ખામીઓ છે એ દર્શાવનારાઓને અમે ઇનામ આપીશું. બાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા બનાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જો કોઈ ખામીઓ હોય તો એનાથી છૂટકારો મેળવવાનો રસ્તો કોઇ બતાવે તો થાય ને. જુઓ ક્યારેક શું થાય છે, ટીકાકાર કોણ છે તેના પર આખો મામલો સેટ થઈ જાય છે. જેમ કે માની લો કે તમારે ત્યાં સ્કૂલની અંદર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે અને તમે ખૂબ જ ઉત્સાહ સાથે એક શાનદાર ફેન્સી ડ્રેસ પહેરીને ગયા છો અને તમારો પ્રિય મિત્ર, એક ખૂબ જ પ્રિય મિત્ર, જેની વાતો તમને હંમેશા પસંદ હોય છે, તે કહેશે યાર, તે આ શું પહેર્યું છે, આ સારું નથી લાગતું, તો તમારું એક રિએક્શન હશે. અને એક વિદ્યાર્થી એવો પણ છે, જે તમને થોડો ઓછો ગમે છે, તેને જોઈને નેગેટિવ વાઈબ્રેશન હંમેશાં આવે છે, તમને તેની વાતો જરા પણ પસંદ નથી. તે કહેશે, જુઓ તે શું પહેરીને આવ્યો છે, શું આવું પહેરાય, તો પછી તમારું એક બીજું રિએક્શન હશે, કેમ? જે પોતાનું છે, એ કહે તો આપ એને પોઝિટિવ લો છો, એ આલોચનાને, પરંતુ જે તમને પસંદ નથી તે એ જ કહી રહ્યો છે. પણ તમે ગુસ્સે થઈ જાવ છો, તું કોણ છે, મારી મરજી, આવું જ થાય છે, ખરું ને? એ જ રીતે ટીકા કરનારા આદતવશ કરતા રહે તો તેને ટોપલીમાં નાખી દો. વધારે પડતું મગજ ન લગાવો કારણ કે તેમનો ઇરાદો કંઈક બીજો જ છે. હવે ઘરમાં ટીકા થાય છે શું,  મને લાગે છે કે કંઈક ભૂલ થાય છે. ઘરમાં ટીકા નથી થતી એ દુર્ભાગ્યની વાત છે. ટીકા કરવા માટે મા-બાપે પણ ઘણો અભ્યાસ કરવો પડે છે. તમારે નિરીક્ષણ કરવું પડે છે, તમારા શિક્ષકને મળવું પડે છે, તમારા મિત્રોની આદતો જાણવી પડે છે, તમારી દિનચર્યાને સમજવી-કરવી પડે છે, તમને ફૉલો કરવા પડે છે, તમારા મોબાઇલ ફોન પર કેટલો સમય જઈ રહ્યો છે, સ્ક્રીન પર કેટલો સમય પસાર થઈ રહ્યો છે. આ બધું માતાપિતા કંઈપણ બોલ્યા વિના ખૂબ નજીકથી નિરીક્ષણ કરે છે. પછી ક્યારેક તમે સારા મૂડમાં હો ત્યારે તેઓ જુએ છે અને જ્યારે તમે સારા મૂડમાં હો, એકલા હો ત્યારે તેઓ પ્રેમથી કહે છે, અરે યાર, જો બેટા, તારામાં આટલી ક્ષમતા છે, આટલું સામર્થ્ય છે જો તારી શક્તિ અહીં કેમ જઈ રહી છે, તો તે યોગ્ય જગ્યાએ રજિસ્ટર થાય છે, તે ટીકા કામમાં આવશે. કારણ કે આજકાલ માતા-પિતા પાસે સમય નથી હોતો, તેઓ ટીકા કરતા નથી, ટોક ટોક કરે છે અને જે ગુસ્સો તમને આવે છે ને એ ટોક ટોકનો આવે છે. કંઈ પણ કરો, ભોજન પર બેસો છો, કંઈ પણ કહશે, નહીં ખાશો તો પણ કહેશે. એવું જ થાય છે ને? જુઓ હવે તમારાં માતા-પિતા આજે ઘરે જઈને તમને પકડશે. ટોકા-ટોકી એ ટીકા નથી. હવે હું માતાપિતાને આગ્રહ કરીશ કે કૃપા કરીને તમારાં બાળકોનાં ભલાં માટે આ ટોકા ટોકીનાં ચક્કરમાંથી બહાર નીકળો. એનાંથી તમે બાળકોની જિંદગીનું ઘડતર કરી શકતા નથી. ઉપરથી, આટલાં મનથી સારા મૂડમાં છે, કંઈક સારું કરવાના મૂડમાં છે અને તમે સવારે કંઈક કહ્યું, જો દૂધ ઠંડુ થઈ ગયું, તું દૂધ પીતો નથી, શરૂ કરી દીધું, તું તો આવો જ છે. ફલાણો જો કેવું કરે છે સવારે તરત જ તેની માતા કહે છે, દૂધ પી લે છે. પછી તેનું મન ફફડે છે. દિવસભર એનું કામ છે બરબાદ થઈ જાય છે. અને તેથી હવે તમે જોશો, અમે લોકો પાર્લામેન્ટમાં, કેટલીકવાર તમે સંસદની ચર્ચા જોતા હશો. પાર્લામેન્ટનું જે ટીવી છે, કેટલાક લોકો સંસદમાં પોતાનું ભાષણ આપવા માટે ખૂબ જ સારી તૈયારી સાથે આવે છે. પરંતુ સ્વભાવે જે લોકો સામે વિપક્ષમાં હોય છે ને તેમને તમારી સાયકોલોજી જાણે છે. તો કેટલાક એમ જ કોઇ ટિપ્પણી બેઠા બેઠા કરી દે છે અને તેમને ખબર છે કે કોમેન્ટ એવી છે કે તે રિએક્ટ કરશે જ કરશે. તેથી અમારા સાંસદ હોય છે, તેમને લાગે છે કે હવે અગત્યનું એમની ટિપ્પણી છે. તેથી જ જે તૈયારી કરી આવ્યા છે. તે બાકી રહી જાય છે અને તેની જ ટિપ્પણીનો જવાબ આપતા રહે છે અને પોતાની પૂરી બરબાદી કરી નાખે છે. અને જો કોઈ ટિપ્પણીને હસી- મજાકમાં બૉલ રમી લીધો, રમી લીધો છુટ્ટી કરી દીધી અને બીજી સેકન્ડમાં પોતાના વિષય પર ચાલ્યા જાય છે તો તેને ફોકસ એક્ટિવિટીનું પરિણામ મળે છે. અને તેથી આપણે આપણું ધ્યાન છોડવું જોઈએ નહીં. બીજી વાત એ છે, જુઓ ટીકા કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે, ઘણો અભ્યાસ કરવો પડે છે. તેનું વિશ્લેષણ કરવું પડે છે. સરખામણી કરવી પડે છે. ભૂતકાળને જોવો પડે છે, વર્તમાનને જોવો પડે છે, ભવિષ્ય જોવું પડે છે, બહુ મહેનત કરવી પડે છે, ત્યારે જઈને ટીકા શક્ય બને છે. અને એટલે જ આજકાલ શોર્ટકટનો યુગ છે. મોટા ભાગના લોકો ટીકા નહીં પણ આક્ષેપો કરે છે. આરોપ અને ટીકાની વચ્ચે બહુ મોટી ખાઇ છે. આપણે આક્ષેપોને ટીકા તરીકે ન સમજીએ. આલોચના તો એક રીતે એ પોષકતત્ત્વ છે જે આપણને સમૃદ્ધ બનાવે છે. આક્ષેપો એવી બાબત છે જેને આપણે આક્ષેપ કરનારાને ગંભીરતાથી લેવાની જરૂર નથી. સમય બગાડવાની જરૂર નથી. પરંતુ ટીકાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. આલોચનાને હંમેશાં મૂલ્યવાન સમજવી જોઈએ. આપણું જીવન બનાવવામાં તે ખૂબ જ ઉપયોગી છે. અને જો આપણે પ્રામાણિક હોઈએ, તો આપણે પ્રમાણિક સચ્ચાઈ સાથે કામ કર્યું છે. સમાજ માટે કામ કર્યું છે. કોઈ ચોક્કસ હેતુ માટે કામ કર્યું છે, તો પછી આક્ષેપોની જરા પણ પરવા કરશો નહીં, મિત્રો. મને લાગે છે કે તે તમારા માટે એક મોટી તાકત બની જશે. તમારો ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-

આદરણીય પ્રધાનમંત્રીજી, તમારી સકારાત્મક ઊર્જાએ કરોડો દેશવાસીઓને એક નવો માર્ગ દેખાડ્યો છે. આપનો આભાર. માનનીય પ્રધાનમંત્રીજી, તાળાંઓનું શહેર ભોપાલના દીપેશ હિરવાર વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે અને આદરણીય પ્રધાનમંત્રીજીને પ્રશ્ન પૂછવા માગે છે, દિપેશ, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

દીપેશ-

માનનીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર! મારું નામ દિપેશ હિરવાર છે. હું ભોપાલની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનો દસમા ધોરણનો વિદ્યાર્થી છું. આજકાલ બાળકોમાં ફેન્ટસી ગેમ અને ઇન્સ્ટાગ્રામની લત એક સામાન્ય વાત બની ગઇ છે. આવા સમયે આપણે અહીં આપણા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ? માનનીય સર, મારો તમને પ્રશ્ન એ છે કે આપણું ધ્યાન વિચલિત કર્યા વિના આપણે આપણા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ? હું આ બાબતમાં તમારું માર્ગદર્શન ઇચ્છું છું. આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર દીપેશ, માનનીય પ્રધાનમંત્રીજી, અદિતાબ ગુપ્તાના પ્રશ્નને ઈન્ડિયા ટીવીએ પસંદ કર્યો છે. અદિતાબ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયેલા રહ્યા છે, અદિતાબ તમારો પ્રશ્ન પૂછો.

અદિતાબ ગુપ્તા-

મારું નામ અદિતાબ ગુપ્તા છે. હું દસમા ધોરણમાં ભણું છું. જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે, તેમ તેમ આપણું ડિસ્ટ્રેક્શન વધુ વધતું જાય છે, આપણું ધ્યાન અભ્યાસ પર ઓછું અને સોશિયલ મીડિયા પર વધુ હોય છે. તેથી મારો તમને સવાલ છે કે આપણે અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ અને સોશિયલ મીડિયા પર ઓછું કરીએ કારણ કે આપના વખતે એટલા વિક્ષેપો ન હતા, જેટલા હવે અમારા ટાઇમમાં છે.

પ્રસ્તુતકર્તા-

ધન્યવાદ અદિતાબ, માનનીય પ્રધાનમંત્રી મહોદય, એ પછીનો પ્રશ્ન કમાક્ષી રાયનો છે, એ બાબતે જે ઘણા બધા વિદ્યાર્થીઓનું કેન્દ્ર બિંદુ છે. તેમના આ સવાલની પસંદગી રિપબ્લિક ટીવીએ કરી છે. કામાક્ષી, મહેરબાની કરીને આપનો પ્રશ્ન પૂછો.

કમાક્ષી રાય-

નમસ્તે! પ્રધાનમંત્રીજી અને સૌ કોઈ, હું કમાક્ષી રાય છું, દિલ્હીથી 10માં ધોરણમાં ભણું છું. મારો તમને પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી દ્વારા તેમની પરીક્ષાના સમયમાં સરળતાથી વિચલિત ન થાય તે માટે કઈ જુદી જુદી રીતો અપનાવી શકાય છે? આભાર.

પ્રસ્તુતકર્તા-

ધન્યવાદ કમાક્ષી, આદરણીય પ્રધાનમંત્રીજી, આ સવાલ ઝી ટીવીએ પસંદ કર્યો છે. મનન મિત્તલ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયા છે, મનન, મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

મનન મિત્તલ-

નમસ્તે પ્રધાનમંત્રીજી! હું મનન મિત્તલ ડીપીએસ બેંગલુરુ સાઉથથી બોલું છું, મારે તમને એક સવાલ છે. ઓનલાઇન અભ્યાસ કરતી વખતે ઘણા વિક્ષેપો હોય છે, જેમ કે ઓનલાઇન ગેમિંગ, વગેરે. અમે એનાથી કેવી રીતે બચીએ?

પ્રધાનમંત્રી-

આ વિદ્યાર્થી છે શું? તેઓ ગેજેટમાં જ ખોવાયેલા રહેતા હશે.

પ્રસ્તુતકર્તા-

આભાર મનન! આદરણીય પ્રધાનમંત્રીજી દીપેશ, દિતાબ, કામાક્ષી અને મનન પરીક્ષાઓમાં આવતા વિક્ષેપ અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગે તમારું માર્ગદર્શન માગે છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી, કૃપા કરીને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી-

સૌથી પહેલા તો નિર્ણય એ કરવાનો છે કે તમે સ્માર્ટ છો કે ગેજેટ સ્માર્ટ છે. કેટલીકવાર તો એવું લાગે છે કે તમે ગેજેટ્સને તમારા કરતા પણ વધુ સ્માર્ટ માનો છો અને ભૂલ ત્યાંથી જ શરૂ થાય છે. આપ વિશ્વાસ રાખો કે પરમાત્માએ તમને ઘણી શક્તિ આપી છે, તમે સ્માર્ટ છો, ગેજેટ્સ તમારાથી વધુ સ્માર્ટ ન હોઇ શકે. આપની જેટલી સ્માર્ટનેસ વધારે હશે, તેટલો જ તમે ગેજેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો. આ એક એવું સાધન છે જે તમારી ગતિમાં નવો વેગ લાવે છે, જો આપણી આ જ વિચારસરણી ચાલુ રહેશે, તો મને લાગે છે કે કદાચ તમે તેનાથી છૂટકારો મેળવશો. બીજું દેશ માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે કોઈ મને કહી રહ્યું હતું કે ભારતમાં સરેરાશ લોકો 6 કલાક સ્ક્રીન પર વિતાવે છે, 6 કલાક.  હવે જે લોકો ધંધો કરે છે તેમના માટે તો ખુશીની વાત છે. મોબાઇલ ફોન પર જ્યારે ટોક ટાઇમ હતો ત્યારે ટોક ટાઇમમાં એવું કહેવાય છે કે એ સમયે એવરેજ 20 મિનિટની હતી, પરંતુ સ્ક્રીન અને તેમાં પણ રીલ, શું થાય છે? એકવાર તમે શરૂ કરો, પછી તમે તેમાંથી બહાર નીકળો છો? શું થાય છે, સારું તમે નહીં બોલો, તમે લોકો કોઇ રીલ જોતા નથી ને? નથી જોતા ને? તો પછી શરમાવ છો કેમ? કહો ને, નીકળો છો, શું બહાર અંદરથી? જો આપણી ક્રિએટિવ વય અને આપણી ક્રિએટિવિટીનું સામર્થ્ય જો આપણે ભારતમાં સરેરાશ 6 કલાક સ્ક્રીન પર જઈએ છીએ, તો તે ખૂબ જ ચિંતાની વાત છે, એક રીતે ગેજેટ્સ આપણને ગુલામ બનાવે છે. આપણે તેના ગુલામ તરીકે ન જીવી શકીએ. પરમાત્માએ આપણને સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે, સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે અને તેથી આપણે સભાન રહેવું જોઈએ કે હું તેનો ગુલામ તો નથી ને? તમે જોયું હશે, ક્યારેય પણ જોયું હશે, ભાગ્યે જ, તમે મારા હાથમાં મોબાઈલ ફોન ભાગ્યે જ જોયો હશે, મેં મારી જાતને કેમ સાચવી રાખી છે, જ્યારે હું ખૂબ જ સક્રિય છું, પરંતુ મેં તે માટે સમય નક્કી કર્યો છે, હું તે સમયની બહાર વધારે કામ કરતો નથી અને તેથી જ મેં જોયું છે કે એક સારી મીટિંગ ચાલી રહી છે, બહુ જ સારી અને થોડું વાઇબ્રેશન આવ્યું, તો આ રીતે બહાર કાઢીને જોઇ લે છે. મને લાગે છે કે આપણે આપણી જાતે કોશીશ કરવી જોઈએ કે આપણે આ ગેજેટ્સના ગુલામ નહીં બનીએ. હું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છું. મારું સ્વતંત્ર અસ્તિત્વ છે. અને એમાંથી જે મારાં કામનું છે ત્યાં સુધી જ હું મર્યાદિત રહીશ, હું ટેકનોલોજીનો ઉપયોગ કરીશ, હું ટેકનોલોજીથી દૂર નહીં ભાગું પણ તેની ઉપયોગીતા અને જરૂરિયાત હું મારા મુજબ કરીશ.

હવે માની લો કે તમે ઢોંસા ઓનલાઇન બનાવવાની બેસ્ટ રેસીપી વાંચી લીધી છે, શું સામગ્રી છે તેના પર એક કલાકનો સમય લગાવી દીધો, એ પણ કરી લીધું, પેટ ભરાઇ જશે શું? ભરાઇ જશે? નહીં ભરાય ને? તેના માટે તમારે ઢોંસા બનાવીને ખાવાના હોય છે ને અને તેથી ગેજેટ જે પીરસે છે એ આપને સંપૂર્ણ નથી આપતું, આપની અંદરનું સામર્થ્ય. હવે તમે જોયું હશે કે પહેલાના સમયમાં બાળકો ખૂબ આરામથી ઘડિયા કરી દેતા હતા, ઘડિયા બોલે છે ને? અને તે ખૂબ જ આરામથી બોલતા હતા અને મેં જોયું છે કે ભારતનાં જે બાળકો પરદેશ જતા હતા ને તો વિદેશના લોકોને ઘણું આશ્ચર્ય થયું હતું કે તે કેવી રીતે આટલાં ઘડિયાં બોલી શકે છે, હવે તેમને કશું જ લાગ્યું નહોતું. હવે તમે જુઓ કે ધીમે ધીમે શું હાલ થયા છે, આપણે ઘડિયા બોલનાર બાળક શોધવા પડે છે, કેમ તેને હવે આવડી ગયું છે, થઈ ગયું એટલે કે, આપણે આપણી ક્ષમતા ગુમાવી રહ્યા છીએ, આપણે આપણી ક્ષમતા ગુમાવ્યા વિના ક્ષમતાને આગળ વધારવાનો સભાનપણે પ્રયાસ કરવો પડશે. નહીંતર ધીમે ધીમે આ વિદ્યા ખતમ થઈ જશે, આપણી કોશીશ હોવી જોઇએ કે આપણે પોતાની જાતને સતત ટેસ્ટ કરતા રહીએ મને એ આવડે છે કે આવડે છે નહીં તો આજકાલ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં એટલાં પ્લેટફોર્મ્સ આવ્યાં છે, તમારે કંઇ જ કરવાની જરૂર નથી, એ પ્લેટફોર્મ પર જઈને ચેટ પર ચાલ્યા જાવ તો આપને દુનિયાભરની વસ્તુઓ બતાવી આપે છે તે. હવે તે ગૂગલથી એક ડગલું આગળ નીકળી ગયું છે.  જો તમે તેમાં ફસાઈ જશો તો તમારી ક્રિએટિવિટી ખતમ થઈ જશે અને તેથી હું તમને વિનંતી કરીશ કે બીજું, પ્રાચીન ભારતમાં સ્વાસ્થ્યનું જે શાસ્ત્ર છે, તેમાં ઉપવાસ કરવાની પરંપરા હોય છે કે ભાઈ, જરા કંઈક એવું લાગે છે કે એમ કરો, તમે ઉપવાસ કરો. આપણા દેશમાં કેટલીક ધાર્મિક વિધિઓમાં પણ હોય છે, ઉપવાસ કરો. હવે જ્યારે સમય બદલાઈ ચૂક્યો છે, ત્યારે હું તમને કહીશ કે તમે આ અઠવાડિયામાં થોડા દિવસ અથવા દિવસના થોડા કલાકો ટેક્નોલોજીનો ઉપવાસ કરી શકો છો શું? કે આટલા કલાક એની તરફ જઈશું જ નહીં. તમે જોયું હશે કે અનેક પરિવારો છે, ઘરમાં મોટો તણાવ હોય છે દસમા, બારમા, દસમા-બારમાનું મોટું ટેન્શન શરૂઆતમાં જ થઈ જાય છે, બધા કાર્યક્રમો નક્કી કરે છે પરિવારવાળા, નહીં નહીં ભાઇ આવતા વર્ષે કંઇ જ નહીં, તે દસમામાં છે, આવતા વર્ષે કંઇ જ નહીં, તે 12મામાં છે. ઘરમાં આવું જ ચાલે છે અને પછી ટીવી પર પણ કપડું ઢાંકી દે છે, નો ટીવી, કેમ, અચ્છા, દસમાની પરીક્ષા છે, 12માની પરીક્ષા છે. જો આપણે આટલા જાગૃત થઈને ટીવી પર તો પડદો લગાવી દઈએ છીએ પણ શું આપણે સ્વભાવથી નક્કી કરી શકીએ કે સપ્તાહમાં એક દિવસ મારો ડિજિટલ ઉપવાસ હશે, નો ડિજિટલ ડિવાઇસ, હું કોઇને હાથ પણ નહીં લગાઉં. એમાંથી જે લાભ થાય છે એને ઓબ્ઝર્વ કરો. ધીરે ધીરે તમને તેનો સમય વધારવાનું મન થશે, તે જ રીતે આપણે જોયું છે કે પરિવારો નાના થઈ રહ્યા છે અને પરિવારો પણ આ ડિજિટલ દુનિયામાં ફસાઇઈ રહ્યા છે.  મા, દીકરો, બહેન, ભાઈ અને પિતા બધા એક જ ઘરમાં રહે છે અને એક જ રૂમમાં તે તેને વોટ્સએપ કરી રહ્યો છે, હું તમારી જ વાત કરું છે ને? મમ્મી પપ્પાને વૉટ્સએપ કરશે. તમે જોયું હશે કે ઘરમાં બધા સાથે બેઠા હોય, પરંતુ દરેક જણ તેમનાં મોબાઇલમાં ખોવાયેલો રહે છે, તે ત્યાં જોઇ રહ્યો છે, આ અહીં જોઇ રહ્યો છે, આવું જ થયું છે, ને? મને કહો પરિવાર કેવી રીતે ચાલશે જી. પહેલા તો આપણે બસ, ટ્રેનમાં જતા હતા ત્યારે લોકો ગપ્પા મારતા હતા, હવે જો કનેક્ટિવિટી મળી ગઈ તો પહેલું કામ એ જ જાણે દુનિયાભરનું કામ તેમની પાસે જ છે. તેમના વગર દુનિયા અટકી જવાની છે, આ જે બીમારીઓ છે, આપણે આ બીમારીઓને ઓળખવી પડશે. જો આપણે આ બીમારીઓને ઓળખીએ તો આપણે બીમારીથી મુક્ત થઈ શકીએ છીએ અને તેથી હું તમને આગ્રહ કરું છું કે તમે ઘરમાં પણ એવું કોઈ ક્ષેત્ર નક્કી કરી શકો છો શું, શું તમે આજે જ પરિવારમાં જઈને નિર્ણય લઈ શકો છો.  કોઈ એરિયા નક્કી કરો, આ એરિયા જે છે, નો ટેકનોલોજી ઝોન મતલબ કે ત્યાં ટેકનોલોજીને પ્રવેશ મળશે નહીં. ત્યાં આવવાનું છે, ઘરના એ ખૂણામાં તો મોબાઈલ ત્યાં મૂકીને આવો અને ત્યાં આવીને આરામથી ત્યાં બેસો, વાત કરો. નો ટેકનોલોજી ઝોન, ઘરની અંદર પણ એક ખૂણો બનાવી દો, જેમ દેવઘર હોય છે ને,  ખૂણામાં ભગવાનનું મંદિર અલગ હોય છે, આવું જ બનાવો. એટલે જ આ ખૂણામાં આવવું પકે ભાઇ આ ખૂણામાં આવવાનું છે, ચાલો ત્યાં મોબાઈલ બહાર મૂકી આવીએ. આવી રીતે જ અહીં બેસો. હવે જુઓ કે ધીમે ધીમે તમે જીવન જીવવાનો આનંદ માણવા લાગશો. આનંદ શરૂ થશે તો એની ગુલામીમાંથી તમે બહાર આવશો, તમારો ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-

પડકારજનક પરિસ્થિતિઓનો આટલી સરળ રીતે સામનો કરવા માટે ડિજિટલ ઉપવાસનો આ પ્રકારનો હળવો મંત્ર વહેંચવા બદલ પ્રધાનમંત્રી મહોદય, આપનો આભાર.

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રીજી, હિમાલય પર્વતમાળામાં સ્થિત કુદરતી સૌંદર્યથી ભરપૂર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની નિદા વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાઈ રહી છે અને તમને પ્રશ્ન પૂછવા માગે છે. નિદા, આપનો પ્રશ્ન પૂછો.

નિદા-

આદરણીય પ્રધાનમંત્રી મહોદય, નમસ્કાર! હું જમ્મુની સરકારી મોડેલ હાયર સેકન્ડરી સ્કૂલ સુંજવાનથી દસમા ધોરણની નિદા છું. સર મારો સવાલ એ છે કે જ્યારે આપણે સખત મહેનત કરીએ છીએ પરંતુ તે ઇચ્છિત પરિણામ મેળવતા નથી, તો પછી આપણે તે તણાવને સકારાત્મક દિશામાં કેવી રીતે મૂકી શકીએ? આદરણીય સર, તમે ક્યારેય આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો? આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર નિદા, આદરણીય પ્રધાનમંત્રીજી, ભગવાન કૃષ્ણના ઉપદેશોની ભૂમિ, રમત-ગમતની ખ્યાતિ પ્રાપ્ત નીરજ ચોપરા જેવા પ્રસિદ્ધ ખેલાડીઓના પ્રદેશ હરિયાણાના પલવલથી પ્રશાંત તમને પ્રશ્ન પૂછવા માગે છે. પ્રશાંત, મહેરબાની કરીને આપનો પ્રશ્ન પૂછો.

પ્રશાંત-

નમસ્તે, માનનીય પ્રધાનમંત્રીજી! મારું નામ પ્રશાંત છે. હું શહીદ નાયક રાજેન્દ્રસિંહ રાજકીય મોડેલ સંસ્કૃતિ સિનિયર સેકન્ડરી સ્કૂલ હથીન જિલ્લો પલવલ હરિયાણાનો બારમા ધોરણનો સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી છું. મારો તમને પ્રશ્ન એ છે કે તણાવ પરીક્ષાનાં પરિણામોને કેવી રીતે અસર કરે છે. મને આમાં તમારું માર્ગદર્શન જોઈએ છે. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

આભાર પ્રશાંત, આદરણીય પ્રધાનમંત્રીજી નિદા અને પ્રશાંતની જેમ દેશભરના કરોડો વિદ્યાર્થીઓ પણ પરીક્ષા પરિણામ પર તનાવની અસર આ વિષય પર તમારી પાસેથી માર્ગદર્શન માગે છે. માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રીજી-   

જુઓ, પરીક્ષાનાં પરિણામ આવે એ પછી જે સ્ટ્રેસ આવે છે તેનું મૂળ કારણ એક તો એ છે કે પરીક્ષા આપીને ઘરે આવીએ ત્યારે ઘરના લોકોને એવા પાઠ ભણાવો છો કે મારું પેપર તો બહુ સરસ ગયું છે. મારા તો બિલકુલ 90 તો પાક્કા છે અને બહુ સરસ કરીને આવ્યો છું તો ઘરના લોકોનું એક મન બની જાય છે અને આપણને પણ લાગે છે કે ગાળ ખાવાની જ છે, તો મહિના પછી ખાશું, હમણાં તો કહી દો એમને અને એનું પરિણામ એ આવે છે કે વેકેશનનો જે ટાઇમ હોય છે, પરિવારે એ માની લીધું હોય છે કે તમે સાચું બોલી રહ્યા છો અને તમે સારું રિઝલ્ટ લાવવાના જ છો, એવું માની લે છે, તેઓ પોતાના દોસ્તોને કહેવાનું શરૂ કરી દે છે, નહીં-નહીં, આ વખતે તો બહુ સારું કર્યું એણે અને બહુ મહેનત કરતો હતો. અરે, તે ક્યારેય રમવા જતો ન હતો, ક્યારેક સંબંધીને ત્યાં લગ્ન, તેઓ પોતાનું ઉમેરતા રહે છે, જેવા મોટા મોટા મળ્યા, અને પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી તેમણે એવું વાતાવરણ ઊભું કરી દીધું હોય કે બસ એ તો ફર્સ્ટ સેકન્ડની પાછળ રહેશે જ નહીં અને જ્યારે પરિણામ આવે છે 40-45 માર્કસ. પછી તોફાન ઊભું થઈ જાય છે અને તેથી પહેલી વાત એ છે કે આપણે સત્યથી સામનો કરવાની ટેવ છોડવી જોઈએ નહીં જી. આપણે કેટલા દિવસ જુઠ્ઠાણા પર જીવી શકીએ, આપણે સ્વીકારવું જોઈએ કે હા, હું આજે ગયો હતો, પરંતુ પરીક્ષા સારી ગઈ નથી, મેં પ્રયત્ન કર્યો અને સારું થયું નહીં. જો તમે પહેલેથી જ કહી દો અને માની લો કે 5 માર્ક વધારે આવે તો તમે જોયું હશે કે ઘરમાં કોઈ તણાવ નહીં હોય, તે કહેશે કે અરે તું તો કહેતો હતો કે બહુ જ ખરાબ છે, તું તો સારા ગુણ લઈ આવ્યો છે. સ્ટાન્ડર્ડ એ જે માનદંડ છે, ને એ સેટ થઈ જાય છે, એનાથી સારું લાગે છે, તેથી તમે. બીજું સ્ટ્રેસનું કારણ છે, તમારા મગજમાં આપના દોસ્ત ભર્યા રહે છે. જો તે એવું કરશે, તો હું તે કરીશ, જો તે પેલું કરશે, તો હું એમ કરીશ. ક્લાસમાં એક ખૂબ જ આશાસ્પદ બાળક હોય છે, આપણે પણ આશાસ્પદ છીએ, 19-20નો ફરક હોય છે. દિવસ-રાત આપણે એ સ્પર્ધાનાં વહેણમાં જીવીએ છીએ, આ પણ તણાવનું એક કારણ હોય છે. આપણે પોતાના માટે જીવીએ, પોતાનામાં જીવીએ, પોતાના પાસેથી શીખતા રહીને જીવતા શીખીએ, સૌથી શીખવું જોઇએ પરંતુ આપણે આપણી આંતરિક શક્તિ પર ભાર મૂકવો જોઈએ, જો આવું કરીએ તો તણાવમાંથી મુક્ત થવાની શક્યતાઓ વધી જાય છે. બીજું જીવન પ્રત્યે આપણી વિચારસરણી શું છે, જે દિવસે આપણે માનીએ છીએ કે આ પરીક્ષા ગઈ, મતલબ જિંદગી ગઈ તો પછી તણાવ શરૂ થવાનો જ છે. જીવન કોઈ એક સ્ટેશન પર અટકતું નથી જી. જો એક સ્ટેશન ચૂકી ગયા તો બીજી ટ્રેન આવશે,  બીજાં મોટાં સ્ટેશને લઈ જશે, આપ ચિંતા ન કરશો. પરીક્ષા એ જીવનનો અંત નથી હોતો જી. ઠીક છે, આપણી પોતાની કસોટી હોવી જોઇએ, આપણે આપણી જાતને કસતા રહીએ, પોતાને સજાવતા રહીએ, આ આપણો પ્રયાસ હોવો જોઈએ. પરંતુ આપણે આ તણાવથી છૂટકારો મેળવવાનો સંકલ્પ કરી લેવો જોઈએ, જે પણ આવે, મને જીવન કેવી રીતે જીવવું તે આવડે છે. હું તેની સાથે પણ પહોંચી વળીશ. અને જો તમે તે નક્કી કરો છો, તો તે પછી આરામથી થઈ જાય છે. અને તેથી મને લાગે છે કે આ પ્રકારનાં પરિણામના તનાવને કેટલીકવાર એટલું મનમાં લેવાની જરૂર નથી ભાઇ. આભાર!

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રીજી, આપનો અનુભવ સાંભળીને અમને નવી ચેતના આવી છે, આપનો આભાર. આદરણીય પ્રધાનમંત્રીજી, શ્રી આર અક્ષરા સિરી તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં રહે છે. તે કોઈ નોંધપાત્ર વિષયની તપાસ કરે છે અને દિશાઓ માટે તમારી તરફ જુએ છે. અક્ષરા, મહેરબાની કરીને આપનો પ્રશ્ન પૂછો.

અક્ષરા-

માનનીય પ્રધાનમંત્રીજી, સાદર નમસ્કાર! મારું નામ આર અક્ષરા સિરી છે. હું જવાહર નવોદય વિદ્યાલય રંગા રેડ્ડી હૈદરાબાદની નવમા ધોરણની વિદ્યાર્થી છું. મહામહિમ, મારો પ્રશ્ન એ છે કે વધુ ભાષાઓ શીખવા માટે આપણે શું કરવું જોઈએ. હું આ અંગે આપનું માર્ગદર્શન ઇચ્છું છું. આભાર શ્રીમાન.

પ્રસ્તુતકર્તા-

આભાર અક્ષરા, આદરણીય પ્રધાનમંત્રી સર, આવો જ એક સવાલ ભારતના હાર્ટ સિટી ભોપાલથી રિતિકા ઘોડકેનો છે. તે આપણી સાથે સભાગૃહમાં છે.  રિતિકા, મહેરબાની કરીને આપનો પ્રશ્ન પૂછો.

રિતિકા ઘોડકે-

આદરણીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર! મારું નામ રિતિકા ઘોડકે છે, હું ભોપાલ મધ્ય પ્રદેશની બારમા ધોરણની વિદ્યાર્થિની છું, ગવર્નમેન્ટ સુભાષ ઉત્કૃષ્ટ સેકન્ડરી સ્કૂલ ફોર એક્સેલન્સની વિદ્યાર્થિની છું. સર, મારો તમને પ્રશ્ન એ છે કે આપણે વધુને વધુ ભાષાઓ કેવી રીતે શીખી શકીએ અને તે શા માટે જરૂરી છે? આભાર.

પ્રસ્તુતકર્તા-

આભાર રિતિકા માનનીય પ્રધાનમંત્રીજી, કૃપા કરીને અક્ષરા અને રિતિકાને બહુભાષી કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપો, જે આ સમયની માગ છે. માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી-

તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો.  આમ તો, હું શરૂઆતમાં કહેતો હતો કે બાકીની વાતો છોડીને થોડા એકાગ્ર થતા જાઓ, ફોકસ થતા જાવ, પણ આ એક એવો પ્રશ્ન છે જેમાં હું કહું છું કે તમે થોડા એક્સ્ટ્રોવર્ટ થઈ જાઓ, થોડું એક્સ્ટ્રોવર્ટ થવું ખૂબ જ જરૂરી છે. અને આ  હું એટલા માટે કહી રહ્યો છું. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણી પાસે સેંકડો ભાષાઓ છે, હજારો બોલીઓ છે, આ આપણી રિચનેસ છે, આપણી સમૃદ્ધિ છે. આપણને આપણી આ સમૃદ્ધિ પર ગર્વ હોવો જોઈએ. ક્યારેક તમે જોયું હશે, આપણને કોઇ વિદેશી વ્યક્તિ મળી જાય અને તેને ખબર પડે કે તમે ભારતના છો, તમે જોયું હશે કે ભલે તે ભારતથી થોડો જ પરિચિત હોય, પણ તે તમને નમસ્તે કરશે, નમસ્તે બોલશે, તે ઉચ્ચારણમાં થોડું આમતેમ હોઈ શકે છે પણ બોલશે. તે બોલતા જ તમારા કાન સચેત થઈ જાય છે, તેને પહેલા રાઉન્ડમાં જ પોતાનાપણાનો અહેસાસ થવા લાગે છે. સરસ, આ વિદેશી વ્યક્તિ નમસ્તે કહે છે, એટલે કે આ સંદેશાવ્યવહારની શક્તિ કેટલી મોટી છે તેનું ઉદાહરણ છે. તમે આટલા મોટા દેશમાં રહો છો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક શોખ તરીકે જેમ આપણે ક્યારેક વિચારીએ છીએ કે મારે તબલા શીખવા જોઈએ, ક્યારેક મને લાગે છે કે મારે વાંસળી શીખવી જોઈએ, હું સિતાર શીખું, પિયાનો શીખું, આવું મન થાય છે કે નહીં? શું તે પણ આપણી વધારાની શૈલી વિકસિત થાય છે કે નહીં? જો આવું થાય, તો મન લગાવીને તમારાં પડોશી રાજ્યની એક કે બે ભાષાઓ શીખવામાં શું જાય છે? તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને એવું નથી કે આપણે માત્ર ભાષા શીખીએ છીએ, એટલે કે, કેટલાક બોલચાલનાં વાક્યો શીખીએ છીએ. આપણે ત્યાંના અનુભવોનો નીચોડ જે હોય છે. એક એક ભાષાની જ્યારે અભિવ્યક્તિ થવી શરૂ થાય છે ને તો એની પાછળ હજારો વર્ષોની એક અવિરલ, અખંડ, અવિચલ, એક ધારા હોય છે, અનુભવની ધારા હોય છે, ઉતાર-ચઢાવની ધારા હોય છે. સંકટોનો સામનો કરતા નીકળેલી ધારા હોય છે અને ત્યારે એક ભાષા અભિવ્યક્તિનું રૂપ લે છે, જ્યારે આપણે કોઈ ભાષા જાણીએ છીએ, ત્યારે હજારો વર્ષ જૂની દુનિયામાં પ્રવેશ કરવાના દરવાજા ખુલી જાય છે અને તેથી આપણે ભાષા શીખવી જોઈએ. મને હંમેશા દુ:ખ થાય છે, ખૂબ જ દુ:ખ થાય છે કે આપણા દેશમાં ક્યાંy કોઇ એક સારું સ્મારક હોય પથ્થરથી બનેલું અને કોઈ આપણને કહે છે કે તે 2000 વર્ષ જૂનું છે, તો આપણે ગર્વ અનુભવીએ છીએ કે નહીં, આવી મહાન વસ્તુ 2000 પહેલા હતી. થાય છે કે નહીં કોઈને પણ ગર્વ થશે, પછી તે વિચાર નથી આવતો કે કયા ખૂણામાં છે. અરે ભાઈ, આ 2000 વર્ષ પહેલાની વ્યવસ્થા છે, કેટલી સારી રીતે બનાવવામાં આવી છે, આપણા પૂર્વજો પાસે કેટલું જ્ઞાન હશે. તમે જ કહો કે જે દેશમાં વિશ્વની સૌથી જૂની ભાષા છે, માત્ર ભારત જ નહીં, વિશ્વની સૌથી જૂની ભાષા છે જે દેશની પાસે હોય, તે દેશને ગર્વ હોવો જોઈએ કે નહીં? વિશ્વને છાતી ગજ ગજ ફૂલાવીને કહેવું જોઈએ કે નહીં કહેવું જોઇએ કે આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે. કહેવું જોઈએ કે નહીં કહેવું જોઇએ? તમે જાણો છો કે આપણી તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે, સમગ્ર દુનિયાની આટલી મોટી અમાનત કયા દેશ પાસે છે.  આટલું મોટું ગૌરવ આ દેશ પાસે છે કે આપણે છાતી પહોળી કરીને દુનિયામાં કહેતા નથી. ગયા વખતે જ્યારે યુએનઓમાં મારું ભાષણ હતું ત્યારે મેં જાણી જોઈને કેટલીક તામિલ વાતો કહી હતી, કારણ કે હું દુનિયાને કહેવા માગતો હતો, મને ગર્વ છે કે તમિલ ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે, વિશ્વની સૌથી જૂની ભાષા છે, તે મારા દેશની છે. આપણને ગર્વ થવો જોઈએ. હવે જુઓ કે ઉત્તર ભારતની કોઈ વ્યક્તિ આરામથી ઢોંસા ખાય છે કે નહીં? ખાય છે કે નથી ખાતો? સંભાર પણ ખૂબ જ મજાથી ખાય છે કે નહીં? ત્યારે તો તેને ઉત્તર કે દક્ષિણ કશું દેખાતું નથી. દક્ષિણમાં જાઓ, તમને ત્યાં પરાઠાનું શાક પણ મળી જાય છે, પુરી શાક પણ મળે છે. અને શું લોકો ખૂબ જ પ્રેમ સાથે ખાય છે ગર્વ લે છે કે નહીં? કોઈ તણાવ નથી હોતો, કોઈ અડચણ નથી હોતી. બાકીનું જીવન જેટલું સહેલાઈથી આવે છે, એટલી જ સહજતાથી અને હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે કે તેમની માતૃભાષા પછી, ભારતની કોઈને કોઇ  ભાષા અમુક વાક્યો તો આવવા જોઇએ, તમે જુઓ, તમને આવી વ્યક્તિને મળશો તો આનંદ આવશે અને જો તમે તેની ભાષામાં 2 વાક્યો પણ બોલો તો પણ,  ત્યાં સંપૂર્ણ પોતીકાપણું હશે અને તેથી બોજ તરીકે ભાષા નહીં. અને મને યાદ છે, ઘણાં વર્ષો પહેલાની વાત છે, જ્યારે હું  સામાજિક કાર્યમાં વ્યસ્ત હતો, ત્યારે મેં એક બાળકને જોયું અને મેં જોયું કે બાળકોમાં ભાષા પકડવાની ગજબની શક્તિ હોય છે. તે ખૂબ જ ઝડપથી પકડી લે છે. એટલે એક સમયે અમારે ત્યાં કેલિકો મિલનો એક મજૂર પરિવાર હતો, અમદાવાદમાં, તો હું તેમનાં ઘરે જમવા જતો હતો, ત્યારે ત્યાં એક બાળકી હતી, તે ઘણી ભાષાઓ બોલતી હતી, કારણ કે એક તો તે શ્રમિકોનીની વસાહત હતી, એટલે તે કોસ્મોપોલિટન હતી, તેની માતા કેરળની હતી, પિતા બંગાળના હતા, સંપૂર્ણ કોસ્મોપોલિટન હોવાને કારણે, હિન્દી ચાલતી હતી. બાજુમાં એક પરિવાર મરાઠી હતો અને સ્કૂલ જે હતી તે ગુજરાતી હતી. મને આશ્ચર્ય થયું કે, 7-8 વર્ષની બાળકી બંગાળી, મરાઠી, મલયાલમ, હિન્દી આટલી ઝડપથી સરસ બોલતી હતી અને ઘરમાં 5 લોકો બેઠા છે, જો તેની સાથે વાત કરવાની હોય, તો તે બંગાળીમાં કરશે, એને કરશે તો મલયાલમમાં કરશે, આને કરશે તો ગુજરાતીમાં કરશે. તે 8-10 વર્ષની બાળકી હતી. એટલે કે, તેની પ્રતિભા ખીલી રહી હતી અને તેથી જ હું તમને આગ્રહ કરીશ કે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ અને આ વખતે મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું પંચ પ્રણની વાત કે આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ અને આપણને ગર્વ હોવો જોઈએ કે આપણા પૂર્વજોએ આપણને આવી ભાષા આપી છે. દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ, દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર!

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રીજી, બહુભાષિકતા પર આપનાં માર્ગદર્શન માટે આભાર.

પ્રસ્તુતકર્તા-

આદરણીય પ્રધાનમંત્રી મહોદય, ઐતિહાસિક વખાણ પામેલાં શહેર કટકથી એક શિક્ષક સુનૈના ત્રિપાઠી, તેઓ એક મહત્વપૂર્ણ બાબત પર તમારા દિશાનિર્દેશની વિનંતી કરે છે. મેડમ, કૃપયા તમારો પ્રશ્ન પૂછો.

સુનન્યા ત્રિપાઠી-

નમસ્કાર! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી. હું સુનૈના ત્રિપાઠી કૃષ્ણમૂર્તિ વર્લ્ડ સ્કૂલ કટક ઓડિશાથી છું. મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં રસપૂર્વકના અભ્યાસ માટે કેવી રીતે આકર્ષિત કરવા અને જીવનનું સાર્થક મૂલ્ય કેવી રીતે શીખવવું, તેમજ વર્ગખંડમાં શિસ્ત સાથે અભ્યાસને કેવી રીતે રસપ્રદ બનાવવો, આભાર!

પ્રસ્તુતકર્તા-

આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, સુનૈના ત્રિપાઠી વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ લેવા માટે પ્રેરિત કરવા માટે તમારું માર્ગદર્શન ઇચ્છે છે. માનનીય, પ્રધાનમંત્રી મહોદય.

પ્રધાનમંત્રી-

એટલે આ શિક્ષકનો પ્રશ્ન હતો? સાચો હતો ને? જુઓ, આજકાલ અનુભવ થાય છે કે શિક્ષકો પોતાનામાં ખોવાયેલા રહે છે. હજી તો મેં અડધું વાક્ય કહ્યું અને તમે તેને પકડી લીધું. તે એક ચોક્કસ સિલેબસ 20 મિનિટ 30 મિનિટ બોલવાનું છે, પોતાનો કડક કકડાવીને બોલી દે છે. અને પછી તેમાં કોઇ આમતેમ હાલશે તો આપે જોયું હશે. હું તો તમને મારાં પોતાનાં બાળપણના અનુભવ વિશે કહું છું, આજકાલ તો શિક્ષકો સારા હોય છે, મારા જમાનામાં આવું નહીં હોય, તેથી મને શિક્ષકોની ટીકા કરવાનો અધિકાર નથી, પરંતુ કેટલીકવાર મેં જોયું કે જે શિક્ષકો તૈયારી  કરીને આવ્યા છે અને જો તેઓ ભૂલી જાય, તો તેઓ નથી ઇચ્છતા કે બાળકો તેમને પકડી લે.  તેઓ તે બાળકોથી છુપાવવા માગે છે. તો તેઓ શું કરે છે, એક આંખ અહીં, એ ઊભો થઈ જા, આવી રીતે કેમ બેઠા છે, આવું શા માટે કરી રહ્યા છે, ઢીંકણો એમ કેમ કરે છે? એટલે કે, તેઓ તેના પર આખી 5-7 મિનિટ વિતાવશે. આવી સ્થિતિમાં, જો વિષય યાદ આવી જાય, તો ગાડી પાછી આવશે, નહીં તો માનો કે કોઈ હસી પડે, તો એને પકડશે, શા માટે તું હસે છે? અચ્છા, આજે પણ એવું જ થાય છે. નહીં-નહીં, એવું નહીં થતું હોય, હવે તો ટિચર્સ બહુ સારા હોય છે. તમે જોયું જ હશે, શિક્ષક પણ અત્યારે મોબાઈલ ફોન પર પોતાનો અભ્યાસક્રમ લઈને આવે છે. મોબાઈલ જોઈને ભણાવે છે, આવું કરે છે ને? અને ક્યારેક આંગળી આમતેમ દબાઇ ગઈ તો તે હાથમાંથી નીકળી જાય છે, તે પોતે શોધતો રહે છે. એટલે તેણે ટેક્નોલોજી પૂરી રીતે શીખી નથી, જરૂરી 2-4 વસ્તુઓ શીખી લીધી અને આંગળી આમતેમ અડી જાય તો તે ડિલીટ થઈ જાય છે અથવા ખસી જાય છે, હાથ લાગતી નથી બહુ પરેશાન થઈ જાય છે. ભરશિયાળામાં પણ, તેને પરસેવો વળી જાય છે, તેને લાગે છે આ બાળકો. હવે તેનાં કારણે, જેની પોતાની ખામીઓ હોય છે, તેનો એક સ્વભાવ રહે છે, બીજા પર વધારાનો રોફ જમાવવો જેથી તેની ખામીઓ બહાર ન આવે. મને લાગે છે કે, આપણા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ સાથે જેટલું પોતાનાંપણું બનાવશે. વિદ્યાર્થી તમારાં જ્ઞાનની કસોટી કરવા નથી માગતો જી. આ આપણો ભ્રમ છે ટિચરનાં મનમાં હોય છે કે વિદ્યાર્થી તમને કોઈ પ્રશ્ન પૂછે તો તે તમારી પરીક્ષા લે છે, જી નહીં. વિદ્યાર્થી જો કોઈ પ્રશ્ન પૂછે તો એમ માનીને  ચાલો, તેનામાં કુતૂહલ ઊભું થાય છે. હંમેશા તેની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપો. તેની જિજ્ઞાસા જ તેનાં જીવનની સૌથી મોટી મૂડી છે. કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિને ચૂપ ન કરો, તેને ટોકો નહીં, તેની વાત સાંભળો, તેને આરામથી સાંભળો. જો જવાબ ન આવડે તો આપ એને કહો, જો બેટા, તે બહુ સારી વાત કહી છે અને જો હું તને ઉતાવળમાં જવાબ આપું તો તે અન્યાય થશે. એમ કર, આપણે આવતી કાલે બેસીશું. તું મારી ચેમ્બરમાં આવજે, આપણે વાત કરીશું. અને હું પણ તને એ સમજવાનો પ્રયત્ન કરીશ કે આ વિચાર તને ક્યાંથી આવ્યો અને હું એ દરમ્યાન પણ પ્રયત્ન કરીશ હું ઘરે જઈને અભ્યાસ કરીશ. હું જરા ગૂગલ પર જઈશ, આમતેમ જઈશ, પૂછીશ અને પછી તૈયાર થઈ આવીશ, પછી બીજા દિવસે હું તેને પૂછીશ, 'ભલા ભાઈ, તને આ વિચાર આવ્યો ક્યાંથી, તને આ ઉંમરે આટલો સરસ આઈડિયા કેવી રીતે આવ્યો?' તેને પછી પ્રેમથી કહો જો એવું નથી, વાસ્તવિકતા આ છે , તે તરત જ સ્વીકારી લેશે અને આજે પણ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકે જે કહ્યું છે તેને ખૂબ જ મૂલ્યવાન માને છે. જો તમે કંઇક ખોટી વાત કહી દીધી, તો તે તેનાં જીવનમાં રજિસ્ટર થઈ જાય છે અને તેથી વસ્તુ કહેતા પહેલા સમય લેવો ખરાબ નથી. જો આપણે પછી પણ કહીએ તો, તે ચાલે. બીજો પ્રશ્ન છે શિસ્તનો. ક્યારેક ક્લાસમાં ટીચરને શું લાગે છે, પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે તે સૌથી નબળા વિદ્યાર્થીને પૂછશે, કે કહે તું સમજ્યો કે નહીં સમજ્યો, તો ગેં ગેં ફેં ફેં કરતો રહેશે, તું તું મેં મેં ચાલશે અને પછી ઠપકો આપશે. હું આટલી મહેનત કરું છું, ઘણું બધું શીખવું છું અને તને કંઈ સમજાતું નથી. જો હું શિક્ષક હોત તો હું શું કરત કે જે બહુ સારો તેજસ્વી વિદ્યાર્થી હોય, તેને કહું વારું કહે ભાઈ, તું આને કેવી રીતે સમજ્યો, તે સારી રીતે સમજાવશે, પછી જે નથી સમજી રહ્યા તેઓ વિદ્યાર્થીની ભાષાને સારી રીતે સમજી શકશે, તેમને  સમજ પડી જશે. અને જે સારા વિદ્યાર્થીઓ છે તેમને હું પ્રતિષ્ઠા આપું છું, તો સારા બનવાની સ્પર્ધા શરૂ થશે, સ્વાભાવિક સ્પર્ધા શરૂ થશે.

બીજું, જે આ રીતે શિસ્તબદ્ધ નથી, ધ્યાન કેન્દ્રિત કરતો નથી અને વર્ગમાં પણ કંઇક ને કંઇક અન્ય પ્રવૃત્તિ કરે છે. ટીચર જો તેને અલગથી બોલાવે, અલગથી બોલાવી વાત કરે, પ્રેમથી વાત કરે, જો યાર કાલે કેવો સરસ વિષય હતો, ત્યારે તું રમી રહ્યો હતો, હવે ચાલ આજે રમ મારી સામે, તને પણ મજા આવશે. હું પણ જોઉં કે શું રમતો હતો. અચ્છા, મને કહે! આ રમવાનું કામ પછી કરીએ, અને જો તેં ધ્યાન આપ્યું હોત, તો ફાયદો થાત કે નહીં થાત. જો તેની સાથે વાતચીત કરતે, તો તે પોતાનાપણાની ભાવના અનુભવે છે, તે ક્યારેય અશિસ્ત નથી કરતો જી. પણ જો તમે તેના અહંકારને ઠેસ પહોંચાડશો, તો પછી મગજ હટી જશે. કેટલાક લોકો હોંશિયારી પણ કરે છે, હોંશિયારી પણ ક્યારેક કામમાં આવે છે, જે સૌથી તોફાની છોકરો છે, તેને મોનિટર બનાવે છે. બનાવે છે ને. જો તે મોનિટર બની જાય તો તેને પણ લાગે છે કે મારે તો યાર યોગ્ય વર્તન કરવું પડશે. તેથી તે પછી તે પોતાને જરા ઠીક કરે છે અને દરેકને ઠીક રાખવા માટે પોતાને સમાયોજિત કરે છે. તે પોતાની બુરાઈઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે શિક્ષકનો પ્રિય બનવાનો પ્રયત્ન કરે છે અને છેવટે તેનું પરિણામ આ આવે છે, તેનું જીવન બદલાય છે અને તેના દ્વારા વર્ગખંડનું વાતાવરણ પણ સુધરી જાય છે. એટલે ઘણા માર્ગો હોઈ શકે. પરંતુ હું માનું છું કે આપણે લાકડીઓ વડે શિસ્તનો માર્ગ પસંદ ન કરવો જોઈએ. આપણે પોતાનાપણાનો જ માર્ગ પસંદ કરવો જોઈએ. જો તમે તમારો માર્ગ પસંદ કરશો, તો તમને ફાયદો થશે. તમારો ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-

આદરણીય પ્રધાનમંત્રીજી, આટલી સરળતા અને ઊંડાણ સાથે જીવનનાં મૂલ્યો માટે અમને પ્રેરિત કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. માનનીય પ્રધાનમંત્રીજી, પરીક્ષા પે ચર્ચા 2023ના અંતિમ પ્રશ્ન માટે હું આમંત્રણ આપું છું, દિલ્હીનાં શ્રીમતી સુમન મિશ્રા કે જેઓ એક વાલી છે, તેઓ સભાગૃહમાં હાજર છે અને તમારી પાસેથી તેમની જિજ્ઞાસાનો ઉકેલ ઇચ્છે છે. મેડમ, કૃપયા તમારો પ્રશ્ન પૂછો.

સુમન મિશ્રા-

ગુડ મોર્નિંગ, આદરણીય પ્રધાનમંત્રી, હું સુમન મિશ્રા. સર, સમાજમાં વિદ્યાર્થીએ કેવી રીતે વર્તવું તે અંગે તમારી સલાહ હું ઇચ્છું છું. તમારો આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા-

આભાર મેડમ, માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી-

વિદ્યાર્થી સમાજમાં કેવી રીતે વર્તવું, એ જ પૂછવું છે ને તમારે. મને લાગે છે કે તેને સહેજ અલગ અવકાશમાં રાખવું જોઈએ. આપણે કયા સમાજની વાત કરીએ છીએ, જેમની વચ્ચે ઉઠીએ બેસીએ છીએ એ આપણું સર્કલ છે, ક્યારેક સારી-ખરાબ વાતોમાં સમય પસાર કરીએ છીએ, ટેલિફોન પર કલાકો પસાર કરીએ છીએ, એ લિમિટેડ વર્ચ્યુઅલની વાત કરો છો તો આપ બાળકને જેમ કહેશો, ભાઇ આમ અહીં જૂતા પહેરીને આવો, અહીં શૂઝ કાઢવા, અહીં આ રીતે વર્તન કરો,  તે રીતે અહીં કરો. એવું તમે કહી શકો છો. પરંતુ હકીકત એ છે કે તેને એક ઘરની મર્યાદામાં બંધ નથી રાખવાના એમને, તેને સમાજમાં જેટલો વ્યાપક એનો વિસ્તાર થાય, થવા દેવો જોઇએ. મેં ક્યારેક એવું કહ્યું હતું, કદાચ પરીક્ષા પે ચર્ચા વખતે જ કહ્યું, બીજે ક્યાંક કહ્યાંનું મને યાદ નથી. મેં કહ્યું હતું કે 10મા, 12માની પરીક્ષા પછી ક્યારેક બાળકને પહેલાં પોતાનાં રાજ્યમાં કહો કે હું તને આટલા પૈસા આપું છું અને 5 દિવસ સુધી આટલી જગ્યાએ ફરીને  પાછો આવ. અને ત્યાંના ફોટા ત્યાંનું વર્ણન બધું લખીને લાવો. હિંમતથી તેને ફેંકો. તમે જુઓ, તે બાળક ઘણું બધું શીખીને આવશે. જીવનને જાણીને તેના પર વિશ્વાસ વધશે. પછી તે તમને આ બૂમાબૂમ નહીં કરે અને જો 12મા ધોરણનો છે તો તેને કહો કે તું રાજ્યની બહાર જઇને આવ. જો, આ આટલા પૈસા છે, રિઝર્વેશન વગર જ ટ્રેનમાં જવાનું છે. સામાન આટલો હશે, આ તને ખાવાનું આપ્યું છે. જાઓ અને આટલી વસ્તુઓ જોઇને આવ અને આવીને બધાને સમજાવો. તમારે ખરેખર તમારા બાળકોની કસોટીઓ લેતા રહેવું જોઇએ. તેમને સમાજના વિવિધ વર્ગોમાં જવા માટે પ્રેરિત કરવા જોઈએ. તેને ક્યારેક પૂછવું જોઈએ કે ભાઇ આ વખતે કબડ્ડીમાં આ બાળક તારી સ્કૂલમાં સારું રમ્યો, તો શું તું તેને મળ્યો છો? જા તેનાં ઘેર જઈને મળી આવ. ફલાણાં બાળકે વિજ્ઞાન મેળામાં બાળકે સારું કામ કર્યું હતું. તું જઈને મળી આવ્યો કે? અરે જા, જરા મળીને આવ. તેણે તેનો વિસ્તાર કરવાની તક તમારે તેને આપવી જોઈએ. તેણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એમ ન કરવું જોઈએ, તેણે તે ન કરવું જોઈએ, કૃપા કરીને તેને બંધનમાં બાંધશો નહીં. તમે મને કહો, કોઈક ફરમાન બહાર પાડે કે હવે પતંગોને પતંગ કહેવામાં આવે છે, ખરું ને? પતંગને યુનિફોર્મ પહેરાવશો તો શું થશે? શું થશે? કોઇ લૉજિક છે કે? આપણે બાળકોનો વિસ્તાર થવા દેવો જોઇએ. તેમને નવાં ક્ષેત્રમાં લઈ જવા જોઈએ, મેળવવા જોઈએ, ક્યારેક આપણે પણ લઈ જવા જોઇએ એમને. આપણે ત્યાં રજાઓમાં રહેતું હતું કે મામાનાં ઘરે જવું, ફલાણી જગાએ જવું, આવું કેમ થતું હતું? તેનો પોતાનો એક આનંદ હોય છે, તેના એક સંસ્કાર હોય છે. એક જીવનની રચના બને છે. આપણે બાળકોને આપણાં વર્તુળમાં બંધ ન કરવા જોઈએ. જેટલો આપણે તેમનો વ્યાપ વધારીશું. હા, આપણે કાળજી લેવી જોઈએ. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેની આદતો તો ખરાબ નથી થઈ રહી. ઓરડામાં ખોવાયેલો તો નથી રહેતો. તે ઉદાસીન તો નથી રહેતો. પહેલા ભોજનમાં બેસતો તો કેટલી મજાક મસ્તી કરતો હતો. આજકાલ હસી-મજાક બંધ કરી દીધી, શું તકલીફ છે? માતા-પિતાને ત્વરિત સ્પાર્ક થવો જોઈએ. આવું ત્યારે બને છે જ્યારે બાળકોને તેઓ અમાનત તરીકે ઈશ્વરે તેમને એક અમાનત આપી છે. આ સંપત્તિનું રક્ષણ કરવું અને સંવર્ધન કરવું એ તેની જવાબદારી છે. જો આ ભાવ થાય તો તેનાં પરિણામો સારાં આવે છે. જો આવી લાગણીઓ થશે તો આ મારો દીકરો છે, હું જે કહીશ તે કરશે. હું એવો હતો, તેથી તારે તે જ બનવું પડશે. મારાં જીવનમાં એવું હતું, તેથી તારાં જીવનમાં આવું થશે. તો પછી વાત વણસી જાય છે. અને એટલા માટે જરૂર છે કે ખુલ્લાપણાથી આપણે સમાજના વિસ્તાર તરફ તેને લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને જીવનમાં જુદી જુદી વસ્તુઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરવા જોઈએ. હું તો ક્યારેક કહીશ, ધારો કે તમારી પાસે તે સાપ છછૂંદરવાળ લોકો ક્યારેક આવે છે. બાળકોને કહો ભાઈ, તું જઈને એની સાથે વાત કર, એ ક્યાં રહે છે? ક્યાંથી આવ્યો છે, આ ધંધામાં કેવી રીતે આવ્યા? કેમ શીખ્યા, ચાલો મને સમજાવ એ તેને પૂછીને આવ, તેની લાગણીઓ જાગશે જી , તે આ કામ શા માટે કરી રહ્યો છે? જાણવું, શીખવું સરળ બની જશે. તમારાં બાળકો વધુ વિસ્તરે , તેઓ બંધનમાં બંધાઈ ન જાય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. તેને એક ખુલ્લું આકાશ આપો. તેને એક તક આપો, તે સમાજમાં એક શક્તિ તરીકે ઉભરી આવશે. તમારો ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તુતકર્તા-

માનનીય પ્રધાનમંત્રી મહોદય, ઘણા પરીક્ષા યોદ્ધાઓને લગતી બાબતોમાં તમારી પ્રેરણાદાયી સૂઝ બદલ અને પરીક્ષાને ચિંતાનું કારણ નહીં પરંતુ ઉજવણી અને આનંદની મોસમ બનાવવા બદલ આભાર. આ આપણને અદ્‌ભૂત કાર્યક્રમની પરાકાષ્ઠા પર લાવે છે જે પ્રેરણા અને પ્રોત્સાહનની સંગીત રચના હતી. યાદોની એક ધૂન જે આપણાં હૃદયમાં કાયમ માટે ગુંજી ઉઠશે. અમે માનનીય પ્રધાનમંત્રીનો તેમની ઉપસ્થિતિથી આ હોલને આકર્ષિત કરવા અને તેમની તેજસ્વી ભાવનાથી અમને પ્રેરિત કરવા બદલ હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

પ્રધાનમંત્રીજી દ્વારા પરીક્ષા પર ચર્ચાએ આપણાં જેવાં કરોડો બાળકોની ચિંતા, ગભરાટ અને હાર માનવાની પ્રવૃત્તિને ઉત્સાહ, ઉમંગ અને સફળતા માટેની ઇચ્છામાં પરિવર્તિત કરી દીધા છે. ધન્યવાદ, માનનીય પ્રધાનમંત્રીજી, તમારો ખૂબ-ખૂબ આભાર.

પ્રધાનમંત્રી-

આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અને હું ચોક્કસપણે ઇચ્છીશ કે આપણા વિદ્યાર્થીઓ, આપણા માતાપિતા, આપણા શિક્ષકો તેમનાં જીવનમાં નિર્ણય લે કે પરીક્ષાનો ભાર વધી રહ્યો છે, એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે, આપણે તેને શક્ય તેટલું વધારે ઓછું કરી શકીએ, કરવું જોઈએ. જીવનને તેનો સરળ ભાગ બનાવી દેવો જોઈએ. જીવનનો એક સરળ ક્રમ બનાવી દેવો જોઈએ. જો તેઓ કરશે, તો પરીક્ષા પોતે જ એક ઉજવણી બની જશે. દરેક પરીક્ષાર્થીનું જીવન ઉમંગથી ભરાઇ જશે અને આ ઉમંગ ઉત્કર્ષની ગૅરંટી હોય છે. તે ઉત્કર્ષની ગૅરંટી ઉમંગમાં છે. એ ઉમંગ સાથે લઈ ચાલો, એ જ મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તમારો ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi