નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
નમસ્કારમ.
તહેવારોના આ માહોલમાં આજે તેલંગાણા તથા આંધ્ર પ્રદેશને એક ભવ્ય ભેટ મળી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ, એક રીતે તેલંગાણા તથા આંધ્ર પ્રદેશની સહિયારી સંસ્કૃતિ તથા સહિયારા વારસાને જોડનારી છે. હું તેલંગાણા તથા આંધ્ર પ્રદેશના લોકોને અને ખાસ કરીને આ રાજ્યોના મધ્યમ વર્ગને, નિમ્ન મધ્યમ વર્ગને, ઉચ્ચ મધ્યમ વર્ગને વંદે ભારત ટ્રેનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
આજે સેના દિવસ પણ છે. તમામ ભારતીયને પોતાના લશ્કર પર ગર્વ છે. દેશના રક્ષણમાં, દેશની સરહદોના રક્ષણમાં ભારતીય સેનાનું યોગદાન, ભારતીય લશ્કરનું શૌર્ય અતુલનીય છે. હું તમામ સૈનિકોને, ભૂતપૂર્વ સૈનિકોને, તેમના પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
આ સમયે પોંગલ, માહુ, બિહુ, સંક્રાતિ, ઉતરાયણ જેવા તહેવારોનો ઉલ્લાસ પણ ચારે તરફ નજરે પડી રહ્યો છે. જેવી રીતે દેશના પ્રમુખ દિવસ, પ્રમુખ પર્વ અસેતુ હિમાલય, કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક દેશને જોડે છે, આપણને જોડે છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર આપણા મન મંદીરમાં પ્રસ્તુત કરે છે તેવી જ રીતે વંદે ભારત ટ્રેન પણ તેની ગતિથી, પોતાની યાત્રાથી જોડવાનું. સમજવાનો અને જાણવાનો અવસર પ્રદાન કરે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ એક રાષ્ટ્રના રૂપમાં આપણી સહિયારી સંસ્કૃતિ, આપણી આસ્થાને જોડે છે. આ જે નવી ટ્રેન શરૂ થઈ છે તે હૈદરાબાદ, વારાંગલ, વિજયવાડા અને વિશાખાપટનમ જેવા શહેરોને જોડશે. આસ્થા તથા પર્યટન સાથે સંકળાયેલા ઘણા મહત્વના સ્થાન આ રૂટમાં આવે છે. તેથી જ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને ઘણો મોટો લાભ થશે. આ ટ્રેન દ્વારા સિકંદરાબાદ અને વિશાખાપટનમની વચ્ચે લાગતો સમય પણ ઘટી જશે.
ભાઈઓ અને બહેનો,
વંદે ભારત ટ્રેનની એક વિશેષતા પણ છે. આ ટ્રેન નવા ભારતના સંકલ્પો તથા સામર્થ્યનું પ્રતિક છે. તે એ ભારતનું પ્રતિક છે, જે ઝડપી બપરિવર્તનના માર્ગે ચાલી નીકળ્યું છે. એવું ભારત જે પોતાના સપનાઓ, પોતાની આકાંક્ષાઓને લઈને અધીરું છે. તમામ હિન્દુસ્તાની અધીરો છે. એવું ભારત જે ઝડપથી ચાલીને પોતાના લક્ષ્યાંક પર પહોંચવા માગે છે. આ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતનું પ્રતિક છે જે તમામ ચીજો શ્રેષ્ઠ ઇચ્છે છે. ઉત્તમ ઇચ્છે છે. આ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતનું પ્રતિક છે જે પોતાના તમામ નાગરિકોને બહેતર સુવિધા આપવા માગે છે. આ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતનું પ્રતિક છે જે ગુલામીની માનસિકતાથી બહાર આવીને આત્મનિર્ભરતા તરફ આગળ ધપી રહ્યું છે.
સાથીઓ,
આજે દેશમાં વદે ભારતને લઇને જે ગતિથી કામ થઈ રહ્યું છે તે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તે સિકંદરાબાદથી વિશાખાપટનમ વંદે ભારત 2023ના વર્ષની પ્રથમ ટ્રેન છે. અને આપને આનંદ થશે આપણા દેશમાં 15 દિવસમાં જ આ બીજી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. તે દર્શાવે છે કે ભારત કેટલી ઝડપથી વંદે ભારત અભિયાન પાટાઓ પર ઝડપી ગતિથી દોડતાં દોડતાં જમીન પરના પરિવર્તનનો અનુભવ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન ભારતમાં જ ડિઝાઇન થઈ અને ભારતમાં જ બનેલી દેશની ટ્રેન છે. તેની ઝડપના કંઇ કેટલાય વીડિયો પ્રજાના દિમાગ પર, સોશિયલ મીડિયામાં પણ સંપૂર્ણપણ છવાયેલા છે. હું અન્ય આંકડા પણ આપીશ જે આપ સૌને સારા લાગશે, રસપ્રદ પણ લાગશે. છેલ્લા કેટલાક વર્ષમાં સાત વંદે ભારત ટ્રેન 23 લાખ કિલોમીટરનો પ્રવાસ કરેલો છે. આ આંક પૃથ્વીના 58 ચક્કર લગાવવા બરાબર છે. આ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં 40 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા છે. આ ટ્રેનોમાં મુસાફરી કરવાથી લોકોનો સમય બચે છે તે પણ અમૂલ્ય હોય છે.
ભાઈઓ અને બહેનો,
કનેક્ટિવિટીનો ઝડપથી અને આ બંનેનો વિકાસ સાથે સીધો સંબંધ છે. કનેક્ટિવિટી સાથે સંકળાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર બે જગ્યાને જ જોડતું નથી પરંતુ તે સ્વપ્નને હકીકત સાથે પણ સાંકળે છે. તે ઉત્પાદનને માર્કેટિંગ સાથે જોડે છે, પ્રતિભાને ઉચિત પ્લેટફોર્મ સાથે જોડે છે. કનેક્ટિવિટી પોતાની સાથે વિકાસની સંભાવનાઓનો વિસ્તાર કરે છે. એટલે કે અહીં ગતિ છે. જ્યાં જ્યાં ગતિ હોય છે ત્યાં ત્યાં પ્રગતિ છે અને જ્યાં પ્રગતિ થાય છે ત્યાં સમૃદ્ધિ નિશ્ચિત હોય છે. આપણે એ સમય પણ જોયો છે જ્યારે આપણે ત્યાં વિકાસ અને કનેક્ટિવિટીનો લાભ ઘણા ઓછા લોકોને જ મળતો હતો. તેને કારણે દેશમાં એક મોટી વસતિનો સમય માત્ર આવન જાવનમાં, ટ્રાન્સપોર્ટમાં જ વ્યતિત થતો હતો. આ દેશના સામાન્ય નાગરિકનું, આ દેશના મધ્યમ વર્ગનું ઘણું નુકસાન થતું હતું. આજે ભારત આ જૂની વિચારધારાને પાચળ રાખીને આગળ ધપી રહ્યો છે. આજના ભારતમાં તમામને ગતિ તથા પ્રગતિથથી જોડવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેન તેનો એક સૌથી મોટો પુરાવો અને પ્રતિક છે.
સાથીઓ,
જ્યારે ઇચ્છાશક્તિ હોય છે ત્યારે મોટામાં મોટા લક્ષ્યાંકોને પણ હાંસલ કરી શકાય છે. આપણે જોયું છે કે કેવી રીતે આઠ વર્ષ અગાઉ ભારતીય રેલવેને લઈને નિરાશા જોવા સાંભળવા મળતી હતી. સુસ્ત ઝડપ, ગંદકીનો ઢગલો, ટિકિટ બુકિંગને લગતી ફરિયાદો, અવાર નવાર બનતી દુર્ઘટનાઓ, દેશના લોકોએ માની લીધું હતું કે ભારતીય રેલવેમાં સુધારો અશક્ય છે. જ્યારે પણ રેલવેમાં નવા માળખાની વાતો થતી હતી તો બજેટના અભાવનું બહાનું દર્શાવવામા આવતું હતું. નુકસાનની વાતો કરવામાં આવતી હતી.
પરંતુ સાથીઓ,
ચોખ્ખી દાનતથી, પ્રામાણિક દાનતથી અમે આ પડકારના સમાધાનનો નિર્ણય લીધો. છેલ્લા આઠ વર્ષમાં ભારતીય રેલવેના પરિવર્તન પાછળ પણ આ જ મંત્ર છે. આજે ભારતીય રેલવેમાં મુસાફરી કરવી એક સુખદ અનુભવ બની રહ્યો છે દેશના ઘણા રેલવે સ્ટેશન એવા છે જે હવે આધુનિક થઈ રહેલા ભારતની તસવીર દર્શાવે છે. વીતેલા સાતથી આઠ વર્ષમાં જે કાર્યો અમારી સરકારે શરૂ કર્યા છે તે આગામી સાતથી આઠ વર્ષમાં ભારતીય રેલવેનું કાયાકલ્પ કરવા જઈ રહ્યા છે. આજે પ્રવાસનને પ્રમોટ કરવા માટે વિસ્ટાડોમ કોચ છે, હેરિટેજ ટ્રેન પણ છે, ખેડૂતોની પેદાશને દૂર દૂરની માર્કેટ સુધી પહોંચાડવા માટે કિસાન રેલ દોડાવવામાં આવી છે. માલગાડીઓ માટે સ્પેશિયલ ફ્રેઇટ કોરિડોર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશના શહેરોમાં જાહેર પરિવહનને બહેતર બનાવવા માટે બે ડઝનથી વધારે શહેરમાં મેટ્રો નેટવર્કનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગિજનલ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ જેવી ભાવિ સ્સિટમ પર પણ દેશમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
તેલંગાણામાં તો વીતેલા આઠ વર્ષમાં રેલવે અંગે અભૂતપૂર્વ કામ થયું છે. 2014ની અગાઉના આઠ વર્ષમાં તેલંગાણામાં રેલવે માટે 250 કરોડથી પણ ઓછા રૂપિયાનું બજેટ હતું. જ્યારે આજે એ બજેટ ત્રણ હજાર કરોડથી વધુનું પહોંચી ગયું છે. દેડકા જેવા તેલંગાણાના અનેક ક્ષેત્ર પહેલી વાર રેલવે સેવા સાથે સંકળાઈ ગયા છે. 2014 અગાઉના આઠ વર્ષમાં તેલંગાણામાં સવા સો કિલોમીટરથી પણ ઓછી નવી રેલવે લાઇન બની હતી. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં અમે તેલંગાણામાં લગભગ સવા ત્રણસો કિલોમીટર નવી રેલવે લાઇન પૂર્ણ કરી છે. છેલ્લા આઠ વર્ષમાં તેલંગાણામાં સવા બસ્સોથી વધારે કિલોમીટર ટ્રેક મલ્ટિ ટ્રેકિંગનું કામ પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેલંગાણામાં રેલવે ટ્રેકનું વિલીનીકરણ ત્રણ ગણાથી વધારે થયું છે. ખૂબ જ ઝડપથી અમે તેલંગાણામાં તમામ બ્રોડગેજ રૂટ પર વિજળીકરણનું કામ પૂર્ણ કરનારા છીએ.
સાથીઓ,
આજે જે વંદે ભારત ચાલી રહી છે તે એક છેડેથી આંધ્ર પ્રદેશ સાથે જોડાયેલી છે. આંધ્ર પ્રદેશમાં રેલ નેટવર્કને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. 2014ની અગાઉની સરખામણીએ આજે આંધ્ર પ્રદેશમાં અનેક ગણી ઝડપથી રેલવે લાઇન બિછાવવામાં આવી રહી છે. વીતેલા વર્ષોમાં આંધ્ર પ્રદેશમાં સાડા ત્રણ સો કિલોમીટર નવી રેલવે લાઇન બનાવવા તથા લગભગ 800 કિલોમીટર મલ્ટિ ટ્રેકિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અગાઉની સરકારના સમયમાં આંધ્ર પ્રદેશમાં વર્ષે 60 કિલોમીટર રેલવે ટ્રેકનું વિજળીકરણ થતું હતું. હવે એ ઝડપ વધીને વાર્ષિક 220 કિલોમીટરથી વધારેની થઈ ગઈ છે. લોકો માટે કેન્દ્ર સરકારનો આ પ્રયાસ સરળ જીવનથી પણ સતત વધી રહ્યો છે અને બિઝનેસ કરવામાં સરળતામાં પણ વૃદ્ધિ થાય છે. ગતિ અને પ્રગતિનો આ સિલસિલો આવી જ રીતે ચાલતો રહેશે, આ જ વિશ્વાસની સાથે તેલંગાણા તથા આંધ્ર પ્રદેશને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પ્રવાસીઓને શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ,