"ભારતનો વૈજ્ઞાનિક સમુદાય આપણા દેશ માટે એવું સ્થાન સુનિશ્ચિત કરશે જેના માટે આપણામાં પાત્રતા છે"
"21મી સદીના ભારતમાં ડેટા અને ટેકનોલોજીની વિપુલ ઉપલબ્ધતા વિજ્ઞાનને મદદરૂપ થશે"
"આપણી વિચારસરણીમાં વિજ્ઞાન દ્વારા મહિલાઓને માત્ર સશક્ત બનાવવાનો જ નહીં પરંતુ મહિલાઓના યોગદાન દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનો અભિગમ પણ સામેલ છે"
"મહિલાઓની વધતી ભાગીદારી એ પુરાવો આપે છે કે, દેશમાં મહિલાઓ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થઇ રહી છે"
"વિજ્ઞાનના માધ્યમથી કરવામાં આવતા પ્રયાસો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે તે પ્રયોગશાળામાંથી બહાર આવે અને પાયાના પર પહોંચે તેમજ તેની અસર વૈશ્વિક સ્તરેથી પાયાના સ્તર સુધી પહોંચે, જ્યારે તેની મર્યાદા જર્નલથી જમીન સુધીની હોય અને જ્યારે સંશોધનથી વાસ્તવિક જીવનમાં પરિવર્તન દેખાતું હોય"
"જો દેશ ભવિષ્યવાદી ક્ષેત્રોમાં પહેલ કરશે તો આપણે ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવીશું"

નમસ્કાર!

આપ સહુને 'ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ'નાં આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન. આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે દેશની સેવા કરવાનો સંકલ્પ વિજ્ઞાનમાં જુસ્સા સાથે જોડાય છે, ત્યારે પરિણામો પણ અભૂતપૂર્વ આવે છે. મને વિશ્વાસ છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય ભારતને એ 21મી સદીમાં એ મુકામ પર લઈ જશે, જેના માટે તે હંમેશાથી હકદાર રહ્યું છે. આ વિશ્વાસનું કારણ પણ હું તમને કહેવા માગું છું. તમે પણ જાણો છો કે નિરીક્ષણ એ વિજ્ઞાનનો મૂળભૂત આધાર છે. નિરીક્ષણ દ્વારા, તમે વૈજ્ઞાનિકો, પેટર્ન્સને અનુસરો છો, પછી તે પેટર્ન્સનું વિશ્લેષણ કર્યા બાદ, તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચો છો. આ સમય દરમિયાન, એક વૈજ્ઞાનિક માટે દરેક પગલે ડેટા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 21મી સદીના આજના ભારતમાં આપણી પાસે બે વસ્તુઓ વિપુલ પ્રમાણમાં છે. પ્રથમ - ડેટા અને બીજું - ટેકનોલોજી. આ બંનેમાં ભારતનાં વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તાકાત છે. ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. તે માહિતીને આંતરદૃષ્ટિ અને વિશ્લેષણને ક્રિયાશીલ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ નોલેજ હોય કે પછી મોર્ડન ટેકનોલોજી, બંને વૈજ્ઞાનિક શોધમાં મદદરૂપ થાય છે. અને તેથી, આપણે આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ તકનીકો પ્રત્યે સંશોધનાત્મક અભિગમ વિકસાવવો પડશે.

સાથીઓ,

ભારત આજે જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે, તેનાં પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. વિજ્ઞાનનાં ક્ષેત્રમાં ભારત ઝડપથી વિશ્વના ટોચના દેશોમાં જોડાઈ રહ્યું છે. વર્ષ 2015 સુધીમાં આપણે 130 દેશોના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 81મા ક્રમે હતા. પરંતુ, 2022માં, આપણે છલાંગ લગાવીને 40મા ક્રમે પહોંચી ગયા છીએ. આજે ભારત પીએચડી મામલે દુનિયાના ટોપ-3 દેશોમાં સામેલ છે. આજે સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોપ-3 દેશોમાં સામેલ છે.

સાથીઓ,

મને પ્રસન્નતા છે કે આ વખતે ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનો વિષય-થીમ પણ એક એવો વિષય છે, જેની ચર્ચા વિશ્વમાં સૌથી વધુ થઈ રહી છે. ટકાઉ વિકાસ સાથે જ વિશ્વનું ભવિષ્ય સુરક્ષિત છે. તમે સ્થાયી વિકાસના થીમને મહિલા સશક્તીકરણ સાથે જોડ્યો છે. હું માનું છું કે, વ્યવહારિક રીતે પણ, આ બંને એકબીજા સાથે સંબંધિત છે. આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે આપણે વિજ્ઞાનનાં માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવીએ. તેના બદલે આપણે મહિલાઓની ભાગીદારીથી વિજ્ઞાનને પણ સશક્ત બનાવીએ, વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપીએ, આ આપણું લક્ષ્ય છે. ભારતને હાલમાં જી-20 ગ્રૂપની અધ્યક્ષતાની જવાબદારી મળી છે. જી-20ના મુખ્ય વિષયોમાં પણ મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ પણ એક મોટી પ્રાથમિકતાનો વિષય છે. વીતેલાં 8 વર્ષોમાં ભારતે આ દિશામાં શાસનથી લઈને સમાજ અને અર્થવ્યવસ્થા સુધી એ દિશામાં એવાં અનેક અસાધારણ કાર્યો કર્યાં છે, જેની આજે ચર્ચા થઈ રહી છે. આજે ભારતમાં મુદ્રા યોજનાનાં માધ્યમથી લઘુ ઉદ્યોગો અને વ્યવસાયોમાં ભાગીદારી હોય કે પછી સ્ટાર્ટઅપ વર્લ્ડમાં નેતૃત્વની વાત હોય, દરેક જગ્યાએ મહિલાઓ પોતાની તાકાત બતાવી રહી છે. છેલ્લાં 8 વર્ષોમાં, એક્સ્ટ્રામ્યુરલ રિસર્ચ અને ડેવલપમેન્ટ-વર્ગ બહારનાં સંશોધન અને વિકાસમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ ગઈ છે. મહિલાઓની આ વધતી ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સમાજ પણ આગળ વધી રહ્યો છે અને વિજ્ઞાન પણ દેશમાં આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

કોઈપણ વૈજ્ઞાનિક માટે વાસ્તવિક પડકાર એ જ હોય છે કે તેનાં જ્ઞાનને એપ્લિકેશનોમાં કેમ કરીને ફેરવવું જે વિશ્વને મદદ કરી શકે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક તેના પ્રયોગોમાંથી પસાર થાય છે, ત્યારે તેનાં મનમાં એ જ પ્રશ્ન રહે છે, શું તે લોકોનાં જીવનમાં સુધારો કરશે? અથવા તેમની શોધ વિશ્વની જરૂરિયાતોને પૂર્ણ કરશે? વિજ્ઞાનના પ્રયત્નો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં ફેરવાઈ શકે છે જ્યારે તે લૅબથી નીકળીને લૅન્ડ સુધી પહોંચે, જ્યારે તેની અસર ગ્લોબલથી લઈને ગ્રાસરૂટ સુધી હોય, જ્યારે તે જર્નલ્સથી જમીન સુધી વિસ્તરે, જ્યારે તેનાથી પરિવર્તનો રિસર્ચમાંથી પસાર થતાં રિયલ લાઇફમાં દેખાવા માંડે.

સાથીઓ,

જ્યારે વિજ્ઞાનની મહાન સિદ્ધિઓ એક્સપેરિમન્ટ્સ (પ્રયોગો)થી લઈને લોકોના એક્સપિરિયન્સ (અનુભવો) સુધીની યાત્રા કરે છે, ત્યારે તેનાથી એક મહત્વપૂર્ણ સંદેશ જાય છે. આ વાત યુવાનોને ઘણી પ્રભાવિત કરે છે. તેઓ વિચારે છે કે વિજ્ઞાન દ્વારા તેઓ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકે છે. આવા યુવાનોને આગળ વધારવા માટે એક સંસ્થાકીય માળખાની જરૂર હોય છે. જેથી તેમની આકાંક્ષાઓને વિસ્તારી શકાય, તેમને નવી તકો આપી શકાય. હું ઈચ્છું છું કે અહીં ઉપસ્થિત વૈજ્ઞાનિકો એક એવું સંસ્થાકીય માળખું વિકસાવે જે યુવા પ્રતિભાઓને આકર્ષિત કરે અને તેમને આગળ વધવાની તક આપે. ઉદાહરણ તરીકે, ટેલેન્ટ હન્ટ અને હેકાથોનનું આયોજન કરીને, વૈજ્ઞાનિક વિચારસરણીવાળાં બાળકોને શોધી શકાય છે. આ પછી, યોગ્ય રોડમેપ દ્વારા તે બાળકોની સમજ વિકસાવી શકાય છે. તેમાં વરિષ્ઠ વૈજ્ઞાનિકો તેમની મદદ કરી શકે છે. આજે આપણે જોઈએ છીએ કે ભારત રમતગમતમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આની પાછળ બે મહત્વનાં કારણો છે. સૌ પ્રથમ, રમતગમતની પ્રતિભા વિકસાવવા માટે દેશમાં સંસ્થાકીય માળખાને મજબૂત કરવામાં આવ્યું. બીજું, રમતગમતમાં ગુરુ-શિષ્ય પરંપરાનું અસ્તિત્વ અને પ્રભાવ. જ્યાં નવી પ્રતિભાઓને ઓળખીને તેને આગળ વધારવામાં આવે છે. જ્યાં ગુરુ શિષ્યની સફળતામાં પોતાની સફળતાને જુએ છે. આ પરંપરા વિજ્ઞાનનાં ક્ષેત્રમાં પણ સફળતાનો મંત્ર બની શકે છે.

સાથીઓ,

આજે હું કેટલાક એવા વિષયોને પણ તમારી સામે મૂકવા માગું છું, જે ભારતનાં વિજ્ઞાનની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતમાં વિજ્ઞાનનો વિકાસ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયની પાયાની પ્રેરણા હોવી જોઈએ. ભારતમાં વિજ્ઞાન ભારતને આત્મનિર્ભર બનાવનારું હોવું જોઈએ. આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આજે વિશ્વની 17-18 ટકા માનવ વસ્તી ભારતમાં વસે છે. ભારતની જરૂરિયાતોને પહોંચી વળે તેવાં વૈજ્ઞાનિક કાર્યો, તેનાથી વિશ્વની 17-18 ટકા માનવતાને ગતિ મળશે. અને તેની અસર સમગ્ર માનવતા પર પડશે. તેથી, ચાલો આપણે એવા વિષયો પર કામ કરીએ, જે આજે સમગ્ર માનવતા માટે જરૂરી છે. દાખલા તરીકે, જો આપણે એક વિષય લઈએ તો - ઊર્જા. ભારતની ઊર્જાની જરૂરિયાતો સતત વધવાની જ છે. આવી સ્થિતિમાં, જો ભારતનો વૈજ્ઞાનિક સમુદાય ઊર્જા આવશ્યકતાઓને લગતી નવીનતાઓ કરે છે, તો તેનાથી દેશ માટે ખૂબ સારું રહેશે. ખાસ કરીને, દેશ હાઇડ્રોજન ઊર્જાની અપાર સંભાવના માટે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યો છે. તેને સફળ બનાવવા માટે, તે જરૂરી છે કે ઇલેક્ટ્રોલાઇઝર જેવા વિવિધ આવશ્યક ઘટકો દેશમાં જ બનાવવામાં આવે. જો આ દિશામાં કોઇ નવા વિકલ્પોને અવકાશ હોય તો તે દિશામાં પણ સંશોધન થવું જોઇએ. આ માટે આપણા વૈજ્ઞાનિકો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવું પડશે.

સાથીઓ,

આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે માનવતા નવી નવી બીમારીઓનાં સંકટનો સામનો કરી રહી છે. આપણે નવી રસીઓનાં ઉત્પાદન માટે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું પડશે. જેમ, આજે આપણે પૂર અથવા ધરતીકંપ જેવી દુર્ઘટનાઓનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહીએ છીએ. તે જ રીતે, આપણે સંકલિત રોગ સર્વેલન્સ દ્વારા સમયસર રોગોને ઓળખવા પડશે અને તેનો સામનો કરવા માટે ઉપાય કરવા પડશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ મંત્રાલયોએ સાથે મળીને કામ કરવું પડશે. LiFE એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, તમે બધા મારા સાથી તેના વિશે સારી રીતે જાણો છો. આપણો વિજ્ઞાન સમુદાય આ દિશામાં ખૂબ મદદરૂપ થઈ શકે તેમ છે.

સાથીઓ,

ભારતનાં આહ્વાન પર સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષ એટલે કે 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કર્યું છે. તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતના જુવાર-બાજરી અને તેના ઉપયોગને વધુ સારો બનાવવાની દિશામાં કામ કરી શકાય છે. બાયો-ટેકનોલોજીની મદદથી લણણી પછીનાં નુકસાનને ઘટાડવાની દિશામાં વૈજ્ઞાનિક સમુદાય દ્વારા અસરકારક પગલાં લઈ શકાય છે.

સાથીઓ,

આજે વેસ્ટ મેનેજમેન્ટનાં ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિક સંશોધનની અપાર સંભાવનાઓ રહેલી છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, બાયો મેડિકલ વેસ્ટ, એગ્રિકલ્ચરલ વેસ્ટ એ એવાં ક્ષેત્રો છે જે સતત વિસ્તરતા રહે છે. એટલે જ ગયાં વર્ષે બજેટમાં સરકારે સર્ક્યુલર ઇકોનોમી પર ઘણો ભાર મૂક્યો હતો. હવે આપણે મિશન સર્ક્યુલર ઇકોનોમીને વધુ મજબૂત કરવાની છે. આ માટે આપણે એવા ઇનોવેશન પર કામ કરવું પડશે, જેથી મેટલ અને પ્લાસ્ટિકના ભંગારનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. આપણે પ્રદૂષણ ઘટાડવા અને ભંગારને ઉપયોગી બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

સાથીઓ,

આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં પણ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. ઓછા ખર્ચે ઉપગ્રહ પ્રક્ષેપણ યાન આપણી ક્ષમતામાં વધારો કરશે અને વિશ્વ આપણી સેવાઓ લેવા આગળ આવશે. ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ આ તકોનો લાભ લઈ શકે છે. સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાઈને સ્ટાર્ટ-અપ્સ આગળ વધવાનો માર્ગ શોધી શકે છે. આવો જ એક બીજો વિષય છે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. અત્યારે ભારત એક ક્વોન્ટમ ફ્રન્ટિયર તરીકે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ભારત ક્વૉન્ટમ કમ્પ્યુટર, ક્વૉન્ટમ કેમિસ્ટ્રી, ક્વૉન્ટમ કમ્યુનિકેશન, ક્વૉન્ટમ સેન્સર્સ, ક્વૉન્ટમ ક્રિપ્ટોગ્રાફી, અને નવા મટિરિયલ્સની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હું ઇચ્છીશ કે આપણા યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો ક્વોન્ટમનાં ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરે અને આ ક્ષેત્રમાં અગ્રેસર બને.

સાથીઓ,

તમે એ પણ જાણો છો કે વિજ્ઞાનમાં આગેવાની એ જ લે છે જે પહેલ કરે છે. તેથી, આપણે વિશ્વમાં શું ચાલી રહ્યું છે, એ તો જોવું જ પડશે. પરંતુ સાથે સાથે જે કામ નથી થઈ રહ્યાં, જે ભવિષ્યવાદી વિચારો છે, તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આજે વિશ્વમાં એઆઈ, એઆર અને વીઆરની ચર્ચા થઈ રહી છે. આપણે આ વિષયોને આપણી પ્રાથમિકતાઓમાં સામેલ કરવા પડશે. દેશ સેમીકન્ડક્ટર ચિપ્સ તરફ ઘણાં મોટાં પગલા લઈ રહ્યો છે. સમયની સાથે સેમીકન્ડક્ટર ચિપ્સને પણ નવા ઇનોવેશનની જરૂર પડશે. દેશનાં સેમીકન્ડક્ટર પુશને અત્યારથી જ ફ્યુચર રેડી બનાવવાની દિશામાં અત્યારથી અત્યારથી જ કેમ ન વિચારીએ. દેશ આ ક્ષેત્રોમાં પહેલ કરશે, ત્યારે જ આપણે ઇન્ડસ્ટ્રી 4.0ને નેતૃત્વ આપવામાં સક્ષમ હોઇશું.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનાં આ અધિવેશનમાં વિવિધ રચનાત્મક મુદ્દાઓ પર ભવિષ્ય માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર થશે. અમૃતકાળમાં આપણે ભારતને આધુનિક વિજ્ઞાનની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવાની છે. આ જ ઇચ્છા સાથે આપ સહુનો ખૂબ-ખૂબ આભાર અને આ સમિટ માટે મારી ઘણી બધી શુભકામનાઓ. નમસ્કાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”