મહાનુભાવો, સન્નારીઓ અને સજ્જનો, નમસ્કાર!
ઐતિહાસિક અને વાઇબ્રન્ટ શહેર ઇન્દોરમાં હું આપ સહુનું સ્વાગત કરું છું. તે એક એવું શહેર છે જે તેની સમૃદ્ધ રાંધણ પરંપરાઓ પર ગર્વ લે છે. હું આશા રાખું છું કે તમે તેના બધા રંગો અને સ્વાદમાં શહેરનો આનંદ માણશો.
મિત્રો,
તમારું જૂથ રોજગાર- સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક પરિબળોમાંના એકની ચર્ચા કરી રહ્યું છે. આપણે રોજગારના ક્ષેત્રમાં કેટલાક મોટા ફેરફારોની સંપૂર્ણ પકડમાં છીએ. અને, આપણે આ ઝડપી ફેરફારોને પહોંચી વળવા માટે પ્રતિભાવશીલ અને અસરકારક વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂર છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં રોજગાર માટે ટેકનોલોજી મુખ્ય ચાલકબળ બની ગઈ છે અને રહેશે. તે ભાગ્યશાળી છે કે આ બેઠક એવા દેશમાં થઈ રહી છે, જેને છેલ્લા આ પ્રકારની ટેકનોલોજી-સંચાલિત પરિવર્તન દરમિયાન મોટી સંખ્યામાં તકનીકી નોકરીઓનું સર્જન કરવાનો અનુભવ મળ્યો છે. અને તમારું યજમાન શહેર ઇન્દોર ઘણા સ્ટાર્ટઅપ્સનું ઘર છે જે આવા પરિવર્તનની નવી તરંગનું નેતૃત્વ કરે છે.
મિત્રો,
આપણે બધાએ આપણા કાર્યબળને અદ્યતન તકનીકીઓ અને પ્રક્રિયાઓના ઉપયોગમાં કૌશલ્ય આપવાની જરૂર છે. સ્કિલિંગ, રિ-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગ ભવિષ્યના કાર્યબળ માટેના મંત્રો છે. ભારતમાં, અમારું 'સ્કિલ ઇન્ડિયા મિશન' આ વાસ્તવિકતા સાથે જોડાવા માટેનું એક અભિયાન છે. અમારી 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના' હેઠળ અત્યાર સુધીમાં આપણા 12.5 મિલિયનથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને ડ્રોન જેવા ઉદ્યોગ ''ફોર પોઇન્ટ ઓ'' ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.
મિત્રો,
કોવિડ દરમિયાન ભારતમાં ફ્રન્ટલાઈન હેલ્થ અને અન્ય કામદારો દ્વારા કરવામાં આવેલા અદભૂત કાર્યએ તેમની કુશળતા અને સમર્પણ દર્શાવ્યું હતું. તે આપણી સેવા અને કરુણાની સંસ્કૃતિને પણ પ્રતિબિંબિત કરે છે. ખરેખર, ભારત વિશ્વ માટે કુશળ કાર્યબળ પૂરું પાડનારા સૌથી મોટા પ્રદાતાઓમાંનું એક બનવાની ક્ષમતા ધરાવે છે. વૈશ્વિક સ્તરે મોબાઇલ વર્કફોર્સ ભવિષ્યમાં એક વાસ્તવિકતા બનશે. એટલે હવે સાચા અર્થમાં કૌશલ્યના વિકાસ અને વહેંચણીનું વૈશ્વીકરણ કરવાનો સમય પાકી ગયો છે. જી -૨૦ એ આમાં અગ્રણી ભૂમિકા ભજવવી જ જોઇએ. હું કુશળતા અને લાયકાતની આવશ્યકતાઓ દ્વારા વ્યવસાયોના આંતરરાષ્ટ્રીય સંદર્ભને શરૂ કરવા માટેના તમારા પ્રયત્નોની પ્રશંસા કરું છું. આ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન તથા સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારીના નવા મોડલની જરૂર છે. આ નોકરીદાતાઓ અને કામદારો સંબંધિત આંકડાઓ, માહિતી અને ડેટાની આપ-લે શરૂ કરવાનો શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે. આ બાબત વિશ્વભરના દેશોને વધુ સારા કૌશલ્ય, કાર્યબળના આયોજન અને લાભદાયક રોજગારી માટે પુરાવા-આધારિત નીતિઓ ઘડવા માટે સશક્ત બનાવશે.
મિત્રો,
બીજો પરિવર્તનશીલ પરિવર્તન એ ગિગ અને પ્લેટફોર્મ ઇકોનોમીમાં કામદારોની નવી કેટેગરીનો વિકાસ છે. તે રોગચાળા દરમિયાન સ્થિતિસ્થાપકતાના આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યો હતો. તે લવચીક કાર્યકારી વ્યવસ્થા પ્રદાન કરે છે અને આવકના સ્ત્રોતોને પણ પૂરક બનાવે છે. તેમાં ખાસ કરીને યુવાનો માટે લાભદાયક રોજગારીનું સર્જન કરવાની પુષ્કળ સંભવિતતા છે. તે મહિલાઓના સામાજિક-આર્થિક સશક્તિકરણ માટે પરિવર્તનકારી સાધન પણ બની શકે છે. તેની સંભવિતતાને સમજવા માટે, આપણે આ નવા-યુગના કામદારો માટે નવા-યુગની નીતિઓ અને હસ્તક્ષેપો ડિઝાઇન કરવાની જરૂર છે. આપણે નિયમિત અને પર્યાપ્ત કાર્ય માટેની તકો ઊભી કરવા માટે ટકાઉ ઉકેલો શોધવાની જરૂર છે. તેમને સામાજિક સુરક્ષા અને તેમની સલામતી અને આરોગ્ય માટે એક્સેસ કરવા માટે અમને નવા મોડેલોની પણ જરૂર છે. ભારતમાં, અમે એક 'ઇ-શ્રમ પોર્ટલ' બનાવ્યું છે જેનો આ કામદારો માટે લક્ષિત હસ્તક્ષેપો માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર એક વર્ષની અંદર, લગભગ 280 મિલિયન કામદારોએ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે. હવે, કાર્યની આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સાથે, દરેક દેશ માટે સમાન ઉકેલો અપનાવવાનું મહત્વપૂર્ણ બની જાય છે. અમને અમારો અનુભવ શેર કરવામાં આનંદ થશે.
મિત્રો,
લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવી એ ૨૦૩૦ ના એજન્ડાનું મુખ્ય પાસું છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવેલું વર્તમાન માળખું માત્ર એવા લાભો માટે જવાબદાર છે જે અમુક સંકુચિત રીતે રચાયેલા છે. અન્ય સ્વરૂપોમાં પૂરા પાડવામાં આવતા કેટલાક લાભો આ માળખા હેઠળ આવરી લેવામાં આવતા નથી. આપણી પાસે સાર્વત્રિક જાહેર આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, વીમા અને પેન્શન કાર્યક્રમો છે, જેનો કોઈ હિસાબ કરવામાં આવતો નથી. આપણે આ લાભો પર પુનર્વિચારણા કરવી જોઈએ, જેથી સામાજિક સંરક્ષણ કવરેજનું સાચું ચિત્ર કેપ્ચર થાય. આપણે દરેક દેશની વિશિષ્ટ આર્થિક ક્ષમતા, તાકાત અને પડકારોનો વિચાર કરવો જોઈએ. વનસાઈઝ- ફિટ્સ ઓલ અભિગમને અપનાવવો એ સામાજિક સુરક્ષાના ટકાઉ ધિરાણ માટે યોગ્ય નથી. હું આશા રાખું છું કે તમે એવી સિસ્ટમ વિશે વિચારવામાં તમારી કુશળતાનો ઉપયોગ કરશો જે વિવિધ દેશો દ્વારા કરવામાં આવેલા આવા પ્રયત્નોને સચોટ રીતે પ્રતિબિંબિત કરે છે.
મહાનુભાવો,
આ ક્ષેત્રમાં કેટલાક સૌથી તાકીદના મુદ્દાઓને સંબોધવા માટે તમારા બધા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની હું પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે તમે આજે વિશ્વભરના તમામ કામદારોના કલ્યાણ માટે એક મજબૂત સંદેશ મોકલશો. હું આપ સૌને ફળદાયક અને સફળ બેઠકની શુભેચ્છા પાઠવું છું.
તમારો ખૂબ ખૂબ આભાર!