મુખ્ય શિક્ષક: નમસ્તે સર!

મોદીજી: નમસ્તે.

મોદીજી: મેં તમને બધાને ખલેલ તો નથી પહોંચાડી ને? તમે બધા લોકો બહુ સરસ મજાની વાત કરી રહ્યા હતા. ઓનલાઈન કેલરી બર્ન કરી રહ્યા હતા તમે લોકો.

મુખ્ય શિક્ષક: નમસ્કાર સર! અને તમે આવી ગયા સર, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર સર! મેં હમણાં જ આમને કહ્યું કે એક વિશેષ અતિથિ આવવાના છે સર, આ લોકોએ વિચાર પણ નહિ કર્યો હોય અને સર આ લોકો તમારા આવ્યા પહેલા તમારા વિષે ઘણી વાતો કરી રહ્યા હતા. તમારા ઘણા બધા પ્રશંસકો છે અહિયાં આગળ.

મોદીજી: સારું, હું તો અચાનક અહિયાં આવી ગયો છું પરંતુ હું તમને પરેશાન કરવા નથી માંગતો કારણ કે તમે લોકો ખૂબ જ ખુશમિજાજ માહોલમાં હતા અને મને લાગી રહ્યું હતું કે હવે પરીક્ષાની ચિંતા તમને જરાય નથી. તેના કારણે તમારી ખુશીઓનો કોઈ પાર નથી, એવું જોવા મળી રહ્યું હતું. અને તમે લોકોએ એક ઓરડામાં બંધ હોવાના કારણે ઓનલાઈન કેલરી કઈ રીતે બાળવી તે પણ શીખી લીધું છે.

મોદીજી: સારું, કેમ છો તમે બધા લોકો?

વિદ્યાર્થી: મજામાં છીએ સર! ખૂબ સારું છે સર!

મોદીજી: તમે બધા સ્વસ્થ છો?

વિદ્યાર્થી: હા સર, સ્વસ્થ છીએ.

મોદીજી: તમારા પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે?

વિદ્યાર્થી: હા સર!

મોદીજી: સારું આ જ્યારે પરમ દિવસે તમે સાંભળ્યું તેના પહેલા ચિંતા હતી અને હવે ચિંતા જતી રહી એવું છે કે શું?

વિદ્યાર્થી: હા સર! બિલકુલ સર!

મોદીજી: એટલે કે તમને પરીક્ષાની ચિંતા થાય છે?

વિદ્યાર્થી: જી સર! ખૂબ થાય છે!

મોદીજી: તો તો પછી મારુ પુસ્તક લખવાનું બેકાર છે, મેં એક્ઝામ વોરિયરમાં કહ્યું છે કે ક્યારેય ચિંતા ના કરવી, તો પછી તમે ચિંતા શું કામ કરો છો?

વિદ્યાર્થી: સર ચિંતા કઈં નથી થતી સર અને યુવાનોના સ્વાસ્થ્ય સૌથી વધુ જરૂરી હોય છે એટલા માટે આ સર્વશ્રેષ્ઠ નિર્ણય લેવામાં આવ્યો તેની માટે અમે તમારા આભારી રહીશું આજીવન!

મોદીજી: પરંતુ તમે એ કહો, તમારું શુભ નામ શું છે?

વિદ્યાર્થી: સર, હિતેશ્વર શર્મા પંચકુલાથી.

મોદીજી: હિતેશ્વર શર્માજી, પંચકુલામાં રહો છો?

વિદ્યાર્થી: હા સર!

મોદીજી: કયા સેક્ટરમાં?

વિદ્યાર્થી: સેક્ટર દસમાં સર!

મોદીજી: હું સાતમાં રહેતો હતો, ઘણા વર્ષો સુધી રહ્યો છું ત્યાં.

વિદ્યાર્થી: આજે જ ખબર પડી સર મને.

મોદીજી: હા, હું ત્યાં રહેતો હતો.

વિદ્યાર્થી: જી સર, સર અહિયાં તમને ટેકો આપનારા ઘણા બધા લોકો અહિયાં આગળ તમને જોવા માંગે છે બીજી વખત સર.

મોદીજી: સારું એ કહો ભાઈ કે તમે તો દસમા ધોરણમાં ટોપર હતા, તો પાક્કી ઘરમાં તૈયારી હશે કે બારમાં ધોરણમાં પણ ટોપ કરશો. હવે પરીક્ષા જ જતી રહી તો તમારું તો અટકી ગયું બધુ?

વિદ્યાર્થી: સર, હું એ જ કહી રહ્યો હતો, અપેક્ષાઓ હશે પરંતુ મને સારું લાગ્યું સર કારણ કે એટલે કે જો હું પરીક્ષા આપત તો તે દબાણ વધતું જઈ રહ્યું હતું, એક સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો અને અમે જોઇ રહ્યા હતા કે એટલું સુરક્ષિત પણ નથી અને તમે એકદમ આટલો સારામાં સારો નિર્ણય લઈ લીધો છે. અને હું માનું છું સર જેઓ ટોપર છે અથવા જેઓ મહેનત કરે છે, મહેનત ક્યારેય નકામી નથી જતી, તે જ્ઞાન હંમેશા આપણી સાથે જ રહે છે સર. અને જે સતત અભ્યાસ કરી રહ્યું છે, જે સાતત્ય જાળવે છે, સર જે પણ માપદંડ આવશે, જે પણ તમે નિર્ણય લેશો તો તેમાં તેઓ ફરી આગળ પડતાં જ રહેશે. તો તેમાં તેમને એટલી ચિંતા કરવાની જરૂર નથી, કેટલાક લોકો કહી રહ્યા છે કે ટોપર નિરાશ છે કે આમ છે તેમ છે. હું માનું છું કે આપણે જોગવાઈ તો રાખી જ છે કે તમે બીજી વખત પેપર આપી શકો છો. તો એક બહુ સમજી વિચારી લીધેલો નિર્ણય હું તેને માનું છું અને તેની માટે અમે જીવન ભર તમારા આભારી રહીશું.

મોદીજી: સારું બાળકો, તમે જ્યારે આ કેટલાક લોકો હોય છે, મોટા પોતાની જાતને બહુ બહાદુર સમજે છે, મોટા પહેલવાન માને છે અને કહે છે કે હું માસ્ક નહીં પહેરું, હું આ નિયમ પાલન નહિ કરું, હું આ નહીં કરું. ત્યારે તમને લોકોને કેવું લાગે છે?

વિદ્યાર્થી: સર આ નિયમને તો માનવો જ પડશે ને સર.. તો જેમ કે હમણાં તમે કહ્યું કે જ્યારે લોકો માસ્ક નથી પહેરતા અથવા કોવિડ માર્ગદર્શિકાનું પાલન નથી કરતાં, તો એવા સમયે ખૂબ નિરાશાજનક લાગે છે કારણ કે જે આપણી સરકાર છે તેણે આટલી જાગૃતિ નિર્માણ કરી આ મહામારીને લઈને, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો તેઓ પણ ખૂબ જાગૃતિ ફેલાવી રહ્યા છે. જ્યારે લોકો નથી સમજતા આ વાતને તો બહુ ખરાબ લાગે છે. અને હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે અમે અને અમારા એટલે કે અમારા વિસ્તારમાં કેટલાક બાળકોએ તો અમે એક જાગૃતિ અભિયાન કેટલાક મહિનાઓ પહેલા ચલાવ્યું હતું જ્યારે અનલોક કરવામાં આવ્યું હતું અહિયાં આગળ ત્યારે. અને અમે જેમ કે શેરી નાટકો કર્યા, અમે બરાબર કોવિડ માર્ગદર્શિકાઓથી લઈને લોકોમાં અલગ અલગ જગ્યા પર જઈને તેમને જણાવ્યું હતું કે તમારી માટે કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવું, સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું અને હાથ ધોવા તે કેટલા જરૂરી છે અને તમે લોકો તેનું પાલન કરો. તો મને લાગે છે કે આ રીતે જો અમે અમારા સ્તર ઉપર પણ કેટલીક પહેલો હાથ ધરીએ અને પોતે જવાબદાર બનીએ તો બહુ મોટું પરિવર્તન આવી શકે તેમ છે.

મોદીજી: સારું તો હું એ જાણવા માંગુ છું કે તમે લોકોએ, તમારું કારણ કે હું જાણું છું કે જ્યારે 12મા ધોરણમાં બાળકો હોય છે તો તેમના મગજમાં, પરિવારમાં આગળ શું આગળ શું એ જ ચાલ્યા કરતું રહેતું હોય છે. તમે પરમ દિવસ સુધી તો એટલે કે એક તારીખની સવાર સુધી તો એ મૂડમાં જ હતા કે આજે આ વાંચીશ, કાલે પેલું વાંચીશ, સવારે પાંચ વાગે ઉઠીશું, ચાર વાગ્યે ઉઠીશું, આ કરીશું, તે કરીશું, આ બધુ વિચારી રાખ્યું હશે, બધુ ટાઈમ ટેબલ બનાવીને રાખ્યું હશે. અચાનક બધુ જતું રહ્યું, એક ખાલીપો આવી ગયો, તે ખાલીપાને કઈ રીતે ભરશો તમે લોકો?

વિદ્યાર્થી: નમસ્કાર સર, વિધિ ચૌધરી, ગુવાહાટી રોયલ નોબલ સ્કૂલમાંથી!

મોદીજી: ગુવાહાટીથી છે?

વિદ્યાર્થી: હા સર.

મોદીજી: ગુવાહાટીથી છે?

વિદ્યાર્થી: સર હું બસ એટલું જ કહેવા માંગીશ કે તમે જે રીતે કહ્યું હમણાં કે અચાનક સવાર સુધી બધાના મનમાં એટલી બધી વસ્તુઓ હતી. સર તમે જેવુ શરૂ કર્યું હતું તમે તમારા પુસ્તક એક્ઝામ વોરિયર વિષે તમે કહ્યું હતું, તો હું બસ એક જ વસ્તુ કહેવા માંગુ છું અહિયાં બધાને કે હું દસમા ધોરણમાં હતી જ્યારે એટલે કે જ્યારે મારી દસમાં ધોરણની પરીક્ષા થવાની હતી અને હું પ્રવાસ કરી રહી હતી, કોલકાતાથી અહિયાં આવી રહી હતી અને એરપોર્ટ પર મને તમારું આ પુસ્તક દેખાયું. સર મેં તરત જ તેને ખરીદી લીધું હતું અને મારી દસમા ધોરણની પરીક્ષાઓ થવાની હતી. મારો આ પોતાનો અનુભવ હતો સર કે મેં એક મહિના સુધી દરરોજ તે પુસ્તક વાંચ્યું હતું અને સર આ વખતે મને એટલે કે તમે પુસ્તકની શરૂઆત જ એવી વસ્તુ સાથે કરી હતી કે પરીક્ષાની તહેવારની જેમ ઉજવણી કરો. તો સર, તહેવાર માટે ડરવાની શું જરૂર? એટલે કે તહેવાર માટે તો આપણે તૈયારી કરીએ છીએ કે તે સફળ બને. અને તમે સૌથી મોટો મંત્ર જે યોગનો આપ્યો હતો, છેલ્લે એટલે કે તમે જે પુસ્તકમાં યોગના મંત્ર સાથે પૂર્ણાહુતિ કરી હતી. તો સર આ બંને વસ્તુઓ જે છે તે મનમાં સતત હતી કે માની લીધું કે પરિસ્થિતિઓ સારી નહોતી, બધુ જ હતું પરંતુ આ જે ભાવના સાથે અમે પરીક્ષાની જે તૈયારીઓ કરી હતી, મેં બારમા ધોરણમાં જે રીતે કરી સર તમને ખૂબ આભાર છે તે પુસ્તક માટે કે બિલકુલ એવું નથી થયું.

મોદીજી: સારું, મારા સવાલનો જવાબ તો રહી જ ગયો. બીજો પણ એક નવયુવાન સતત હાથ ઉપર કરી રહ્યો છે, તેમને મોકો નથી મળ્યો. શું છે તમારું શુભ નામ?

વિદ્યાર્થી: સર મારુ નામ નંદન હેગડે છે.

મોદીજી: નંદ હેગડે કર્ણાટકથી છો?

વિદ્યાર્થી: હા સર, કર્ણાટકથી, બેંગલુરુથી સર!

મોદીજી: હા બોલો.

વિદ્યાર્થી: સર મેં વિચાર કર્યો કે આ પરીક્ષા મારી જિંદગીની છેલ્લી પરીક્ષા નથી સર, આગળ તો હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે સર. હવે અમારા આરોગ્યને બચાવીને રાખવાનું છે અને આગળ આવનારી પરીક્ષાનો સામનો કરવાનો છે.

મોદીજી: સારું તો હવે પરીક્ષામાંથી મુક્ત થઈ ગયા તો મનમાં શું આઈપીએલ જોવામાં ટાઈમ લગાવશો કે પછી ચેમ્પિયન્સ લીગ ફાઇનલ જોશો કે પછી ફ્રેંચ ઓપન જોવા માટે પોતાનું મગજ કસશો અથવા જુલાઈમાં ઓલિમ્પિક શરૂ થવાના છે તે ઓલિમ્પિક માટે મન લાગશે, ભારતમાંથી ઓલિમ્પિક માટે કોણ લોકો જઈ રહ્યા છે? તેમની પાર્શ્વભૂમિકા શું છે? તેમાં મન લાગશે કે પછી 21 તારીખના રોજ યોગ દિવસ છે તો તેમાં મન લાગશે, શું લાગે છે?

વિદ્યાર્થી: બધી વસ્તુઓમાં મન લાગશે સર!

મોદીજી: આ ચશ્માવાળી દીકરી કઇંક કહેવા માંગે છે, ક્યારનો તેને અવસર નથી મળ્યો તેને.

વિદ્યાર્થી: નમસ્કાર સર! સર જેવી ખબર પડી કે તમે અમારી પરીક્ષા બધી રદ કરી દીધી છે તો પહેલા તો ઘણી વધારે ખુશી થઈ કે આખરે એક તણાવ ઓછો થઈ ગયો કે હવે અમને ખબર છે કે હવે અમારે માત્ર અમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ વાંચવાનું છે. પહેલા થતું હતું કે બોર્ડની તૈયારી કરતાં પછી અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરત. હવે એવું થઈ ગયું છે કે અમારી પાસે એટલો વધારે સમય મળી ગયો છે કે બહુ સારી રીતે અમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકીએ છીએ. તો સર મતલબ કે હું ખૂબ જ આભાર પ્રગટ કરું છું.

મોદીજી: તો મગજમાંથી પરીક્ષા જતી નથી?

વિદ્યાર્થી: હા સર, બિલકુલ નથી જતી.

મોદીજી: તમે ઘરમાં છો તો તમારા મમ્મી પપ્પા પણ સાંભળી રહ્યા હશે અત્યારે આ બધુ?

વિદ્યાર્થી: હા સર!

મોદીજી: ક્યાં છે દેખાડો?

વિદ્યાર્થી: સર હું બોલાવું છું સર!

મોદીજી: ક્યાં છે દેખાડો?

મોદીજી: નમસ્તે જી!

વાલી: નમસ્કાર સર!

મોદીજી: તો તમને શું લાગ્યું દીકરી હવે મુક્ત થઈ ગઈ છે તો?

વાલી: સર સારો નિર્ણય છે કારણ કે આખા દેશમાં ખૂબ વધારે પરિસ્થિતિ ખરાબ છે અને આ બાળકો ઉપરથી સર તણાવ નાબૂદ થઈ ગયો છે અને આગળ માટે તેઓ પોતાના કરિયર માટે તૈયારી કરી શકે છે, અમને સારું લાગ્યું.

મોદીજી: ચાલો, મને પણ સારું લાગ્યું કે તમે ખૂબ જ તેને હકારાત્મક રીતે લીધું છે. હા, તો બીજા કોઈ બાળકો કઈં કહેવા માંગે છે?

વિદ્યાર્થી: નમસ્કાર સર! કેન્દ્રીય વિદ્યાલય બેંગલુરુથી છું સર! સર હું તમારો બહુ મોટો પ્રશંસક છું સર!

મોદીજી: તમારો આભાર!

વિદ્યાર્થી: સર તમારો નિર્ણય બહુ જ સારો હતો સર કારણ કે જો માથું સુરક્ષિત રહેશે તો પાઘડી હજાર તો માથું સલામત રાખવું પડશે.

મોદીજી: હેલ્થ ઇઝ વેલ્થ, આપણે ત્યાં કહે છે ને?

વિદ્યાર્થી: હા સર, સર તમે જ અમારા માટે પ્રેરણાસ્ત્રોત છો.

મોદીજી: સારું માથું સલામત તો પાઘડી હજાર એ તો બરાબર છે પરંતુ માથાનો અર્થ તમે એ તો નથી કરી રહ્યા ને કે મગજ જ સલામત કે આખું ભૌતિક શરીર તેમાં આવરી લો છો?

વિદ્યાર્થી: શારીરિક રીતે પણ સર.

મોદીજી: સારું શું કરો છો શારીરિક તંદુરસ્તી માટે કેટલો સમય આપો છો અને શું કરો છો?

વિદ્યાર્થી: હું દરરોજ સવારે ઊઠીને ત્રીસ મિનિટ યોગ કરું છું સર, યોગ અને કસરત કરું છું સર, હું અને મારો ભાઈ બંને સાથે મળીને કરીએ છીએ સર, મારો નાનો ભાઈ!

મોદીજી: તમારા ઘરના લોકો સાંભળી રહ્યા છે જુઓ, નહિતર પાછા પકડાઈ જશો હું પૂછીશ.

વિદ્યાર્થી: ના સર! ત્રીસ મિનિટ દરરોજ કરું છું સર, હું અને મારો ભાઈ બંને સાથે મળીને કરીએ છીએ સર, દરરોજ યોગ કરીએ છીએ અને હું દરરોજ મારા મનને હળવું કરવા માટે હું તબલા વગાડું છું સર! હું એક વર્ષથી તબલાની તાલીમ લઈ રહ્યો છું, તો દરરોજ હું તબલા વગાડું છું તો તેનાથી મારુ મન હળવું રહે છે સર!

મોદીજી: તો સંગીત તમારા પરિવારના સ્વભાવમાં છે બધાના?

વિદ્યાર્થી: હા હા, મારી મમ્મી પણ સિતાર વગાડતી હતી સર અને તાનપૂરો વગાડતી હતી.

મોદીજી: એટલા માટે ઘરમાં સંગીતનું વાતાવરણ છે.

મોદીજી: સારું અને જેની સાથે હજી સુધી મને વાત કરવાનો મોકો નથી મળ્યો તેમને હવે મોકો આપીશ. હવે એક બાળકી કે જેણે સફેદ ઈયર ફોન લગાવેલા છે તે મારી સામે છે તે કઇંક કહેવા માંગે છે.

વિદ્યાર્થી: નમસ્તે સર! મારુ નામ કશીશ નેગી છે, હું MRADAV પબ્લિક સ્કૂલ સોલન, હિમાચલ પ્રદેશથી છું સર. સર તમને માત્ર એટલું જ કહેવા માંગીશ કે જાણે મારુ આજે સપનું પૂરું થયું છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એટલે કે તમારી સાથે આ રીતે મુલાકાત થઈ શકશે. અને સર તમારો આભાર પ્રગટ કરવા માંગીશ કે તમે જે પણ નિર્ણય લીધો છે તે એકદમ સાચો લીધો છે કારણ કે દોઢ વર્ષ થઈ ગયું હતું અમને +2 ના બાળકોને કે તેઓ માત્ર +2 માં જ હતા એટલે કે તેમની જિંદગી જાણે અટકી ગયેલી હતી. કઇંક વિકાસ પણ નહોતો થઈ રહ્યો અને કઈં નિવૃત્તિ પણ નહોતી આવી રહી તો સર તમે જે નિર્ણય લીધો તેનાથી હું બહુ જ ખુશ છું અને સર તમારો આભાર પ્રગટ કરવા માંગીશ સર, તમારો આભાર!

મોદીજી: જે બાળકીએ આંગળી ઊંચી કરી છે જરા બોલો બેટા.

વિદ્યાર્થી: નમસ્કાર સર! હું દિલ્હી પબ્લિક સ્કૂલ, જયપુર, રાજસ્થાનમાં બારમાં ધોરણની વિદ્યાર્થિની છું. મારુ નામ જન્નત સાક્ષી છે. બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા માટે તમે જે નિર્ણય લીધો છે, હું તેનું સ્વાગત કરું છું. વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય બિલકુલ યોગ્ય છે કારણ કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરી છે. અમને સીબીએસઇ પર અતૂટ વિશ્વાસ છે કે તેઓ મૂલ્યાંકન માટે જે પણ માપદંડ નિર્ધારિત કરશે તે અમારા હિતમાં જ હશે. મને પૂરો વિશ્વાસ છે કે અમને અમારી મહેનતનુ ફળ જરૂરથી મળશે, આભાર સર!

મોદીજી: સારું તો બધા જ માતાપિતાઓ જેટલા પણ છે, બધા જ આવી જાઓ સ્ક્રીન પર, બોલાવી લો તમારા માતા પિતાને જો છે ટો કારણ કે બધાને ઈચ્છા થશે અને ચાલો આ મારી માટે પણ સારું થઈ જશે કે તમારે લોકોએ બધાએ સાચું જ બોલવું પડશે. નવયુવાન કોઈ મારી સામે દેખાઈ રહ્યા હચે, સફેદ શર્ટ વાળા સજ્જન કઇંક બોલી રહ્યા છે.

વિદ્યાર્થી 1: સર મમ્મી અહિયાં આગળ છે નહિ પરંતુ તે અને હું જ્યારે પણ સાથે બેસતા હતા તો તેઓ મને કહેતા રહે છે, મોદીજી કરી નાંખશે, મોદીજી કરી નાંખશે, ચિંતા ના કરીશ અને જેમ જેમ લોકડાઉનમાં રહેતા હતા તો દાઢી પણ વધતી હતી તો મમ્મી કહેતી હતી કે શું કરીશ આ રીતે તો, મેં કહ્યું કે મમ્મી આવા મોદીજીના પ્રશંસક છીએ તો આમ જ વધારીને રાખીશું દાઢી.

વિદ્યાર્થી 2: સર મારુ નામ શિવાંજલી અગ્રવાલ છે, સર હું કેન્દ્રીય વિદ્યાલય, જેએનયુ, નવી દિલ્હીની વિદ્યાર્થિની છું. સર હું એ કહેવા માંગુ છું કે પરીક્ષાઓ જ્યારે રદ થઈ ગઈ છે તો અમને જેટલો પરીક્ષા માટેનો સમય મળ્યો છે, હું તેને મારી પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં, મારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઉપયોગમાં લઇશ અને સર પરીક્ષા રદ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર!

મોદીજી: સારું તમે લોકો એક કામ કરો એક કાગળમાં નંબર લખીને બેસો, કે જેથી હું કહીશ આ નંબર તો તે નંબર હું તરત જ બોલાવીશ. નહિતર શું થઈ રહ્યું છે કે મને તમારું નામ તો ખબર નથી કારણ કે હું અચાનક જ આવી ગયો છું તો હું એમ જ તમને લોકોને હેરાન કરી રહ્યો છું.

વાલી: નમસ્તે સર! અમે તમારા ખૂબ મોટા પ્રશંસક છીએ, તમે જે પણ નિર્ણય લેશો બાળકોના હિતમાં જ હશે. અમે તમારી સાથે છીએ સર, હંમેશા તમારી સાથે રહીશું.

મોદીજી: નંબર વન?

વાલી: નમસ્કાર સર! તમારો ખૂબ ખૂબ આભાર સર, તમારો નિર્ણય ખૂબ જ સારો હતો અમારા બાળકો માટે, અત્યારે તેમની પાસે..

મોદીજી: મેં હમણાં બધાને કહ્યું છે કે તમે આ નિર્ણયમાંથી બહાર આવી જાવ, પરીક્ષામાંથી બહાર નીકળી જાવ. કઇંક બીજી વાત આપણે કરી શકીએ છીએ ખરા?

વાલી: બિલકુલ સર, બિલકુલ! બીજી સારી વાત કરીએ તો શાહરુખ ખાનને મળવાથી એટલું સારું નહોતું લાગ્યું જેટલું આજે તમને મળીને લાગ્યું છે સર. એવું લાગે છે કે જાણે સપનું પૂરું થયું અને આ બહુ સરસ હતું સર, તમે સૌથી શ્રેષ્ઠ છો અને હમણાં જે અમે અમારા બાળકો માટે આવનારો સમય જોઈશું તો તેમાં એ જ ઇચ્છીશું કે આ સમયનો સદુપયોગ કરીએ અને સારી રીતે આગળ જઈને તેમનું કરિયર બનાવે.

મોદીજી: 26

વાલી: સર એક નૃત્યકાર તરીકે મને લાગે છે કે માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય માટે હું નૃત્ય કરું છું. તો હું કથક કરું છું, જ્યારે સાયકલિંગમાં જવાનું મન થાય છે તો હું સાયકલિંગ કરું છું અને સૌથી પહેલી વસ્તુ જે મેં આ પરિણામ આવ્યા પછી તમારો નિર્ણય આવ્યા પછી મેં કરી હતી તે હું બાર વાગ્યા સુધી સૂઈ હતી કારણ કે પરીક્ષાના કારણે સવારે આઠ વાગ્યે ઊઠવું પડતું હતું તો તે દિવસે હું બાર વાગ્યા સુધી સૂતી હતી સર!

વિદ્યાર્થી: સર મારુ નામ.. હું તમિલનાડુથી છું સર! સર મને ખબર હતી કે આવું જ કઇંક બોર્ડનું રદ થવાનું જ હતું સર, તો હું બહુ ઓછું વાંચતો હતો. આમ તો અમે રાજસ્થાનથી છીએ પરંતુ રહીએ છીએ અમે તામિલનાડુમાં.

મોદીજી: તો તમે જ્યોતિષશાસ્ત્ર પણ ભણો છો? જ્યોતિષશાસ્ત્ર જાણો છો? તો એ કેમની ખબર પડી કે આવું કઇંક થવાનું છે?

વિદ્યાર્થી: હા સર, એમ જ અનુમાન લગાવી લીધું હતું અને સારો નિર્ણય હતો અને સારો નિર્ણય હતો.. પરિવાર સાથે સારો સમય વ્યતીત થઈ ગયો લોકડાઉનના કારણે.

મોદીજી: એ તો હમણાં અઠવાડિયામાં જ બધા ઘરના લોકો નારાજ થઈ જશે જોજો. તું આ નથી કરતો, તું જલ્દી નથી ઊઠતો, ચલ નહાઈ લે, તું નહાતો નથી, ચલ તારા પપ્પાનો આવવાનો સમય થઈ ગયો હવે જોજો ખિજાવાના છે થોડા સમયમાં.

વિદ્યાર્થી: નમસ્તે સર! મારુ નામ તમન્ના છે, હું ડીએવી મોડલ સ્કૂલ, પશ્ચિમ બંગાળથી છું. જેમ કે તમે કહ્યું અમારી પાસે હવે ઘણો સમય છે, તો લોકડાઉનમાં મેં અને મારા મિત્રએ એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી, તો તેની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. અને તેની સાથે સાથે મેં..

મોદીજી: શું નામ છે? યુટ્યુબ ચેનલનું નામ શું છે?

વિદ્યાર્થી: તમન્ના શર્મિલી.. તો તેની ઉપર અમે જુદા જુદા પ્રકારના વિડિયોઝ મૂકીએ છીએ. એક અમે નાનકડી કવિતા લખી હતી, તેની ઉપર પણ વિડીયો મૂક્યો છે. એક શોર્ટ ફિલ્મ છે તે પણ નાંખી છે.

મોદીજી: 21, હા બોલો બેટા.

સર મારા દાદીજી અને મારા પપ્પા સાથે છું.

વાલી: સર તમે આપણાં દેશ માટે જે પણ કર્યું છે સર તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. તમારો ખૂબ ખૂબ આભાર. મારી પાસે બીજા કોઈ વધારે શબ્દો નથી કહેવા માટે. તમે જે કઈં પણ કર્યું છે દરેક ક્ષેત્રમાં, તમારો ખૂબ ખૂબ આભાર.

વિદ્યાર્થી: સર મારા કરતાં વધારે મારી દાદીજી હંમેશા અપડેટ રહે છે, તમારા દરેક સમાચાર ફોલો કરે છે અને મને કહેતી રહેતી હોય છે કે આજે આ જાહેરાત થઈ, આજે આ થયું. તે તમારા બહુ મોટા પ્રશંસક છે.

મોદીજી: સરસ તો દાદીજીને બધી રાજનીતિ વિષે ખબર છે?

વિદ્યાર્થી: હા સર! દાદીજીને સંપૂર્ણ રાજનીતિ વિષે ખબર છે. રાજનીતિ સમાચારથી તે સારી રીતે અપડેટ રહે છે.

મોદીજી: સારું તો આઝાદીનું આ વખતે પંચોતેરમુ વર્ષ છે. આઝાદીના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે. શું તમે લોકો આઝાદી જંગમાં તમે જે જિલ્લામાં રહી રહ્યા છો, ત્યાં કઈ કઈ ઘટના ઘટી હતી? આઝાદીના સમયે શું શું થયું હતું? તેની ઉપર એક મોટો સારો એવો નિબંધ લખી શકો છો ખરા?

વિદ્યાર્થી: હા સર, બિલકુલ લખી શકીએ છીએ.

મોદીજી: સંશોધન કરશો?

વિદ્યાર્થી: હા સર.

મોદીજી: પાક્કું?

વિદ્યાર્થી: હા સર!

મોદીજી: ચલો બહુ સરસ!

વાલી: સર હું તમારી બહુ મોટી પ્રશંસક છું સર. સર તમે જે નિર્ણય લીધો છે તે ખૂબ સારો નિર્ણય છે સર અમને લાગે છે. તમે એટલે કે બધા બાળકો વિષે વિચાર કર્યો, એ મને બહુ સારું લાગ્યું સર, હું તમારી બહુ મોટી પ્રશંસક છું સર અને જે તમે કાશ્મીરમાં જે કલમ 370 દૂર કરી હતી સર તે પણ મને બહુ સારું લાગ્યું હતું સર, બહુ સરસ નિર્ણય હતો સર તે પણ!

મોદીજી: આભાર!

વિદ્યાર્થી: સર આ મારા મમ્મી પપ્પા છે.

મોદીજી: તેમને બધાને ખબર પડી ગઈ કે તમે મને શું શું કહ્યું છે, હવે તમારે તેનું પાલન કરવું પડશે.

વાલી: સર હું કઇંક કહેવા માંગુ છું સર! સર તમારા બધા ગુણોનું હું ખૂબ જ સન્માન કરું છું પરંતુ તમારી ઈમાનદારી પર હું સૌથી વધુ મોહિત છું સર. પરંતુ સર એક વિનંતી છે તમને કે હજી પણ આપણાં ભારત દેશમાં જે ઈમાનદારી સાથે કામ કરવા માંગે છે તેમનું બહુ શોષણ થાય છે સર! તેમાં કૃપા કરીને કઇંક એવી નીતિઓ બનાવો કે તે લોકોને સન્માન મળે કે જેથી તેમને તેમની ઈમાનદારીને જોઈને બાળકો તેનું અનુસરણ કરે, બીજા લોકો તેને અનુસરે.

મોદીજી: નીતિ તો બને છે પરંતુ કેટલાક લોકોની નિયત હોય છે તે અડચણ બની જાય છે. આપણે સૌ સાથે મળીને વાતાવરણ બનાવીશું તો જરૂર બનશે, બધુ બરાબર થઈ શકે છે.

મોદીજી: 31?

વિદ્યાર્થી: જય હિન્દ સર!

મોદીજી: જય હિન્દ! હા બોલો બેટા શું કહેવા માંગો છો?

વિદ્યાર્થી: સર મારુ નામ અરની સામલે છે, હું એની બેસન્ટ સ્કૂલ ઈન્દોરથી છું. સર અત્યારે તમે જે નિર્ણય લીધો છે તે તો સારો છે જ પરંતુ તે સિવાય પણ..

મોદીજી: તમારું ઈન્દોર કઈ વાત માટે સૌથી વધુ પ્રખ્યાત છે?

વિદ્યાર્થી: સ્વચ્છતા માટે.

મોદીજી: ઈંદોરે જે રીતે કમાલ કરી બતાવી છે સ્વચ્છતાને લઈને તે ખરેખર બધાની વચ્ચે ચર્ચા છે તેની. આ નંબર બરાબર દેખાતો નથી બેટા, તમારો નંબર પાંચ છે કે શું?

વિદ્યાર્થી: નમસ્કાર સર! સર હું જવાહર નવોદય વિદ્યાલય, મંડી, હિમાચલ પ્રદેશથી છું. સર મારા બાબા તમારા બહુ મોટા પ્રશંસક છે.

મોદીજી: આ તમારું ગામ કઈ જગ્યાએ પડે છે જી?

વાલી: હિમાચલ પ્રદેશની પાસે જીલા મંડી છે, મંડીથી નજીક પડે છે આઠ નવ કિલોમીટર.. અને તમે મજામાં છો?

મોદીજી: હું મજામાં છું! પહેલા તો મને તમારે ત્યાંથી સેવ વડી ખાવા મળતી હતી. ચાલો મને બહુ સારું લાગ્યું, આપ સૌ લોકો સાથે વાત કરવાનો મને મોકો મળ્યો અને મારો આ વિશ્વાસ વધારે દ્રઢ થયો છે કે ભારતનો યુવાન હકારાત્મક પણ છે અને વ્યાવહારિક પણ છે. નકારાત્મક વિચારોની જગ્યાએ તમે લોકો દરેક મુશ્કેલી અને પડકારને પણ તમારી તાકાત બનાવી લો છે. આ આપણાં દેશના યુવાનોની એક વિશેષતા છે. ઘરમાં રહીને આપ સૌ યુવાનોએ જેટલા નવાચાર કર્યા છે, જેટલી નવી નવી વસ્તુઓ શીખી છે, તેણે તમારી અંદર એક નવો આત્મ-વિશ્વાસ જગાડ્યો છે. અને હું જોઈ રહ્યો હતો, આજે હું તો અચાનક આવી ગયો, તમને ખબર પણ નહોતી તેમ છતાં તમે એક પણ વાતચીત કરીને ન તો તમે લથડયા છો, તમે જે રીતે તમારા શિક્ષક સાથે રોજ વાત કરો છો અથવા તમારા માતાપિતા સાથે રોજ વાત કરો છો તે જ રીતે મારી સાથે કરી રહ્યા હતા. આ જે પોતીકાપણું છે ને, તે મારી માટે બહુ મોટી ખુશીની વાત છે. મારી માટે આ અનુભવ ખૂબ જ આનંદદાયક છે કે હું મારા દેશના આટલા ખૂણે ખૂણે બેઠેલા આ બાળકો સાથે આટલી સહજતાથી હું વાતચીત કરી શકું છું. નહિતર તો ક્યારેક શું થાય છે કે તેઓ જોતાં વેંત જ ચમકી જાય છે, અરે તમે છો, પછી તે વાત જ નથી કરતાં. પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે લોકો કઈં પણ ભૂલ્યા વિના ખૂબ વિશ્વાસ સાથે વાતો કરી રહ્યા છો. આ મારી માટે બહુ સારો અનુભવ છે.

સાથીઓ,

તમારા અનુભવ જીવનમાં દરેક તબક્કે તમારા બહુ કામમાં આવવાના છે. જો મુશ્કેલમાં મુશ્કેલ સમય પણ છે તેને વારે વારે યાદ કરીને રડવામાં અને બૂમો પાડવામાં સમય બરબાદ ના કરશો, મુશ્કેલ સમયમાંથી પણ કઇંક શીખ્યું હશે, તે શિક્ષાને લઈને આગળ વધશો તો તમને ખૂબ તાકાત મળશે. તમે જે પણ ક્ષેત્રમાં જશો ત્યાં ઘણું બધુ નવું કરી શકશો. તમે જોયું હશે કે શાળાઓમાં, કોલેજોમાં, આપણને ટીમ સ્પિરિટ વિષે વારંવાર કહેવામાં આવે છે, શિખવાડવામાં આવે છે. સંયુક્ત તાકાતના સંદર્ભમાં આપણને અનેક ઉદાહરણો આપવામાં આવે છે. પરંતુ કોરોનાની મુશ્કેલીઓ વચ્ચે આપણને આ સંબંધ નજીકથી જોવાનો, સમજવાનો જીવવાનો એક રીતે નવીન રીતે અવસર મળ્યો છે. કઈ રીતે આપણાં સમાજમાં દરેક વ્યક્તિએ એક બીજાનો હાથ પકડ્યો, કઈ રીતે દેશે ટીમ સ્પિરિટ વડે આટલા મોટા પડકારનો સામનો કર્યો છે. આ બધાનો આપણે અનુભવ કર્યો છે. જન ભાગીદારી અને ટીમ વર્ક આ અનુભવ મને પાક્કો વિશ્વાસ છે તમને પણ એક નવી તાકાત આપશે.

સાથીઓ,

મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ જેટલો, આપણાં દેશનો આપણે લોકો જો ઇતિહાસ જોઈશું તો ખબર પડશે કે આ વખતે પણ હું જ્યારે કોઇની પણ સાથે વાત કરું છું, જેમ કે હમણાં એક દીકરી કહી રહી હતી, તેના પરિવારના બે સભ્યો તેણે ગુમાવી દીધા છે. આ નાની વસ્તુ નથી હોતી જિંદગીમાં પરંતુ તેમ છતાં તેની આંખોમાં એક વિશ્વાસ ઝળકતો જોવા મળે છે. બધાને લાગે છે બરાબર છે આપત્તિ આવી છે પરંતુ આપણે વિજયી બનીને બહાર નિકળીશું. દરેક હિન્દુસ્તાનીના મોંઢામાંથી, દરેક ભારતીયના મોંઢામાંથી એ જ અવાજ નીકળી રહ્યો છે, સંપૂર્ણ વૈશ્વિક મહામારી છે, આખી સદીમાં ક્યારેય આવું સંકટ નથી આવ્યું, છેલ્લી ચાર પાંચ પેઢીમાં કોઈએ આવું સાંભળ્યું નથી, કોઈએ આવું જોયું નથી, એવું આપણાં લોકોના સમયમાં જોવા મળ્યું છે. પરંતુ તેમ છતાં દરેક હિન્દુસ્તાની પાસેથી એક જ અવાજ નીકળે છે, ના, આપણે તેને પણ હરાવીશું, આપણે તેમાંથી પણ બહાર નીકળી જઈશું અને નવી ઉર્જા સાથે દેશને આગળ લઈને જઈશું. અને સાથે મળીને આગળ વધવું, એ જ તો આપણો સંકલ્પ છે અને મને પૂરો વિશ્વાસ છે તમે લોકો જ્યાં પણ જશો આ જ રીતે એકબીજા સાથે હળીમળીને આગળ વધતાં રહેશો અને દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જશો.

અને જેમ કે મેં કહ્યું કે પાંચ જૂન પર્યાવરણ દિવસ છે, કઇંક ને કઇંક કરો પર્યાવરણ માટે કારણ કે આ પૃથ્વીની પ્રકૃતિને બચાવવી એ આપણાં સૌની જવાબદારી બને છે. એ જ રીતે એકવીસ જૂનના રોજ યાદ છે ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને યુએનમાં આ નિર્ણય જેટલા પણ થયા છે ને, આ યોગ દિવસ એવો છે કે દુનિયાના સૌથી વધુ દેશોએ તેનું સમર્થન કર્યું હતું. તો આ યોગ દિવસમાં તમે લોકો પણ તમારા પરિવારમાં રહીને યોગને જરૂરથી અપનવજો, યોગ કરજો અને મેં કહ્યું તેમ ઘણા બધા મેચ છે, ઓલિમ્પિક છે, જાણવું જોઈએ આપણાં દેશના કયા કયા ખેલાડીઓ આ વખતે ઓલિમ્પિકમાં જઈ રહ્યા છે. ઓલિમ્પિકમાં જનારા રમતવીરોએ કેટલી મહેનત કરી છે, કેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેઓ આગળ આવ્યા છે, તે જાણવાથી આપણને એક નવી પ્રેરણા મળે છે, આપણને એક નવી તાકાત મળે છે. અને એટલા માટે મને વિશ્વાસ છે કે આપણે સૌ નવયુવાન આ સમયનો વધુમાં વધુ સદુપયોગ કરીશું.

આ કોરોના કાળ ખંડમાં જે રીતે રસીકરણ કરવાનું છે, તમારા પરિવારમાં પણ કેટલાક લોકો હશે જેમની નોંધણી વગેરે કરવાનું કામ તમે કરી શકો છો. આસપાસના લોકોની નોંધણી કરાવીને કામ કરશો અને જ્યારે પણ જેમ જેમ રસી આવતી જાય, રસી લોકોને મળતી જશે. તો સેવાના ભાવ સાથે પણ જરૂરથી કોઈ ને કોઈ કામમાં જોડાવ. મારી આપ સૌને ખૂબ શુભકામનાઓ છે. તમારા માતા પિતાના તમારી ઉપર આશીર્વાદ બનેલા રહે. તમારા પોતાના સપનાઓ લઈને તમે જીવો અને તમારા સપનાઓ માટે તમારા માં-બાપને ગર્વ થશે, એવો મને પૂરો વિશ્વાસ છે. મને બહુ સારું લાગ્યું, હું અચાનક તમારી વચ્ચે ઘૂસી ગયો. તમે હસી મજાકની વાતો કરી રહ્યા હતા, જોક્સ સંભળાવી રહ્યા હતા પરંતુ મેં આવીને થોડા હેરાન કરી દીધા તમને લોકોને. પરંતુ મને બહુ સારું લાગ્યું. હું તમારો ખૂબ આભારી છું.

ખૂબ ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.