Not only other participants but also compete with yourself: PM Modi to youngsters
Khelo India Games have become extremely popular among youth: PM Modi
Numerous efforts made in the last 5-6 years to promote sports as well as increase participation: PM Modi

મંચ પર ઉપસ્થિત ઓડીશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી કિરણ રિજ્જુજી, ઓડીશા સરકારમાં મંત્રી શ્રી અરુણ કુમાર સાહુજી, શ્રી તુષાર કાંતિ બેહરાજી અને દેશભરમાંથી આવેલા યુવા સાથીઓ !!

હું તમારી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યો છું, પરંતુ ત્યાં જે માહોલ છે, જે ઉત્સાહ છે, જે ઝનૂન છે, જે ઊર્જા છે, તેને હું અનુભવ કરી શકું છું. આજે ઓડીશામાં નવો ઈતિહાસ રચાયો છે. ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત આજથી થઇ રહી છે. આ ભારતના રમતગમત ઈતિહાસમાં ઐતિહાસિક પડાવ તો છે જ, ભારતની રમતોના ભવિષ્યની માટે પણ એક મોટું પગલું છે. આજે ભારત વિશ્વના તે દેશોની લીગમાં સામેલ થઇ ગયુ છે જ્યાં આ સ્તર પર યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. ઓડીશાની જનતા અને ત્યાંની સરકારને આ આયોજન માટે અને દેશભરમાંથી આવેલા ૩ હજારથી વધુ યુવા ખેલાડીઓને આ રમતો માટે ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

સાથીઓ,

આવનારા દિવસોમાં તમારી સમક્ષ લક્ષ્ય 200થી વધુ ગોલ્ડ મેડલ જીતવાનું તો છે જ, તેના કરતા પણ વધુ મહત્વનું તમારા પોતાના પ્રદર્શનમાં સુધારો, તમારા પોતાના સામર્થ્યને નવી ઉંચાઈ આપવાનું છે. ભુવનેશ્વરમાં તમે એકબીજાની સાથે તો સ્પર્ધા કરી જ રહ્યા છો, પોતાની સાથે પણ સ્પર્ધા કરી રહ્યા છો. યાદ રાખજો, ભુવનેશ્વરમાં કરવામાં આવેલ તમારો પરિશ્રમ, તમારા સપનાઓને, તમારા પરિવારના સપનાઓને અને ભારતના સપનાઓને આગળ વધારશે. તમારી સમક્ષ આ સમારોહની દીવાદાંડી, દૂતી ચંદજી જેવા અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓ છે. તમે મેડલ પણ જીતો અને દેશને તંદુરસ્તી માટે પ્રેરિત પણ કરો, એ જ ભાવના સાથે મેદાનમાં ઉતરવાનું છે.

સાથીઓ,

આજનો આ દિવસ માત્ર એક ટુર્નામેન્ટનો પ્રારંભ નથી પરંતુ ભારતમાં રમતગમત આંદોલનના આગામી તબક્કાની શરૂઆત છે. ખેલો ઇન્ડિયા અભિયાને દેશના ખૂણે-ખૂણે રમતો પ્રત્યે આકર્ષણ અને યુવા પ્રતિભાની ઓળખમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. શાળાના બાળકો માટે થનારા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને હવે એક સ્તર આગળ વધારતા, યુનિવર્સિટીના સ્તર પર શરુ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા અભિયાન વડે દેશમાં શું પરિવર્તન આવ્યું છે, તે ગુવાહાટીમાં ગયા મહીને જોવા મળ્યું છે.

સાથીઓ,

વર્ષ 2018માં જ્યારે ખેલો ઇન્ડિયા ગેમ્સની શરૂઆત થઇ હતી, ત્યારે તેમાં 3500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષોમાં ખેલાડીઓની સંખ્યા 6 હજારથી વધુ થઇ ગઈ છે, એટલે કે લગભગ બમણી. માત્ર સંખ્યા જ નથી વધી રહી, પરંતુ રમત અને ખેલાડીઓનું સ્તર, રમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્તર પણ સતત સુધરી રહ્યું છે. આ વર્ષે ખેલો ઇન્ડિયા સ્કુલ ગેમ્સમાં 80 રેકોર્ડ તૂટ્યા છે, જેમાંથી 56 રેકોર્ડ તો આપણી દીકરીઓના નામે રહ્યા. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આ અભિયાન અંતર્ગત જે પ્રતિભા ઉપર આવી રહી છે, તે ગામડાઓની છે, નાના શહેરોની છે, ગરીબ ઘરોની છે, ટીયર ૩, ટીયર 4 શહેરોની છે. આ તે પ્રતિભા છે જે ક્યારેક સંસાધનોના અભાવમાં, તકના અભાવમાં આગળ નહોતી વધી શકતી. હવે આ પ્રતિભાને સંસાધન પણ મળી રહ્યા છે અને ઓછી ઉંમરમાં જ રાષ્ટ્રીય સ્તરની આ તક પણ મળી રહી છે.

સાથીઓ,

વીતેલા 5-6 વર્ષોથી ભારતમાં રમતગમતને પ્રોત્સાહન અને ભાગીદારી માટે ઈમાનદાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રતિભાની ઓળખ હોય, તાલીમ હોય કે પછી પસંદગી પ્રક્રિયા હોય, દરેક બાજુ પારદર્શકતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેનું પરિણામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતના પ્રદર્શનમાં પણ જોવા મળી રહ્યું છે. ખેલો ઇન્ડિયા અભિયાન તો યુવા પ્રતિભાની ઓળખ માટેનું એક બહુ મોટું માધ્યમ બન્યું છે. તેમાં પસંદગી પામેલા યુવાન ખેલાડીઓને દર વર્ષે લગભગ સવા 6 લાખ રૂપિયા સુધીની મદદ આપવામાં આવે છે. તે સિવાય તેમને દેશની 100થી વધુ એકેડમીમાં તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી આશરે ૩ હજાર એવા ખેલાડીઓની પસંદગી થઇ ચુકી છે. હમણાં તાજેતરમાં એક ખેલો ઇન્ડિયા મોબાઇલ એપની પણ શરૂઆત કરવામાં આવી છે. એ જ રીતે ઓલિમ્પિક પોડિયમ યોજના અંતર્ગત દેશના પ્રતિભાશાળી ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત હાલ દેશના આશરે 100 ટોચના રમતવીરોને સહાયતા આપવામાં આવી રહી છે.

સાથીઓ,

આ તેવા ખેલાડીઓ છે જેઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાની શક્યતા ધરાવે છે. આ યોજનાનો લાભ મેળવનારા ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ, યુથ ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં 200થી વધુ ચંદ્રકો દેશને અપાવ્યા છે. એટલું જ નહીં મેરીટોરીયસ સ્પોર્ટ્સ પર્સન્સ માટે આજીવન પેન્શનની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સાથીઓ,

ખેલાડી પોતાનું ધ્યાન માત્ર પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર લગાવે, બાકીની ચિંતા દેશ કરી રહ્યો છે. પ્રયાસ એ છે કે અભ્યાસની સાથે સાથે રમત પણ વધે અને તંદુરસ્તીનું સ્તર પણ ઊંચું થાય. આપણો યુવાન ખેલાડી દરેક પ્રકારની કારકિર્દી માટે તંદુરસ્ત રહે, તેની માટે રાષ્ટ્રીય ખેલ યુનિવર્સિટી જેવા સંસ્થાનો બનાવવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

દેશના યુવાનોની તંદુરસ્તી હોય કે પછી આંતરરાષ્ટ્રીય ખેલકૂદમાં ભારતની ઉંચાઈ, તેની માટે આપણે સંપૂર્ણ સામર્થ્ય સાથે પ્રયાસ કરવાનો છે. હવે હું પહેલા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆતની ઔપચારિક જાહેરાત કરું છું.!!!

તમને ફરી એકવાર ખૂબ-ખૂબ શુભકામનાઓ.

શ્રીમાન નવીનજીનો, ઓડીશાની સરકારનો, આટલા મોટા સમારોહની યોજના માથે લેવા માટે હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું, તેમને અભિનંદન આપું છું અને જય જગન્નાથ કરીને જગન્નાથની કૃપા સાથે આપણે જીતવા માટે નીકળી પડીએ, આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”