ભારત માતા કી જય,
કેમ છે આપણું હેમનગર! આ ભાઈ મીડિયા વાળા તો ઉભા રહેશે, તમે ક્યાં એમને બેસાડો છો? હવે મને ક્યાં સાબરકાંઠાને જોવાનું બાકી જ છે, તમે તો મને જોયેલોજ છે ને, કેટકેટલાય દસકાઓથી સાબરકાંઠા સાથેનો મારો નિકટનો નાતો રહેલો છે. પેઢીઓ બદલાય ગઈ, રંગરૂપ બદલાય ગયા પણ સાબરકાંઠાનો પ્રેમ એવોને એવો મારા પાર રહ્યો છે અને આપનો આ જે પ્રેમ છે, આપના જે આશીર્વાદ છે એના કારણે મને આપ સૌ ઉપર ભારે ભરોસો પણ છે.
સાથિયો,
કદાચ દુનિયાના લોકો મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે ઓળખાતા હશે પરંતુ દેશ માટે તો હું માત્ર ને માત્ર એક સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલો, આપના માટે ખપી જનારો અને સદાય તમારો સાથી. અહીંયા અનેકોને નામથી બોલાવી શકું અને અનેકો કહી પણ શકે કે,"એ નરેન્દ્રભાઈ ઉભા રો ને જરા". એવો આપણો નાતો અને એજ શક્તિ છે એ શક્તિ ને લઈને અપને આગળ વધી રહ્યા છીએ. અનેક વાર આયો છું, પરંતુ આજે હું આપની પાસે કંઈક માંગવા માટે આયો છું. સરકારી કામોમાં આવું તો કઈ આપવા માટે આવું, કઈ યોજના લઈને આવું, કઈ શિલાન્યાસ હોય, ઉદ્ઘાટન હોય પરંતુ કોકવાર તો માંગવા આવવું જોઈએ ને! અને મને તમારા આશીર્વાદ જોઈએ છે. જેથી કરીને 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે એ સપનાને સાકાર કરવામાં હું કોઈ પાછી પાની ના કરું, મારી કોઈ ઉણપ ના રહી જાય અને એના માટે મને મજબૂત સમર્થન જોઈએ. સાંસદમાં મને ગુજરાતના બધા સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠા એ જોઈએ અને મહેસાણા એ જોઈએ. મને પુરી ખાતરી છે કે 7મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને પ્રત્યેક પોલિંગ બૂથમાં વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ભારતીય જાણતા પાર્ટીને વિજય બનાવશો એવી મને પુરી શ્રદ્ધા છે.
ભાઈઓ અને બહેનો,
2014 માં જયારે તમે મને દિલ્લી મોકલ્યો ત્યારે મને કઈ નાના મોટા કામો કરવા થોડી દિલ્લી મોકલ્યો હતો. તમે મને પડકારોને પડકારવા માટે મોકલ્યો હતો, પડકારોને અવગણવા માટે નહિ. પડકારોનો સામનો કરવા માટે મોકલ્યો હતો અને આ માટીમાં એ તાકાત છે. દુનિયાએ મહાત્મા ગાંધીમાં એ તાકાત જોય હતી. દેશે સરદાર વલ્લભભાઈ પટેલમાં એ સામર્થ્ય જોયું હતું. આ માટીમાં એ તાકાત છે જેણે મને ઉછેરીને મોટો કર્યો અને હું તમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કારો થકી , તમારા દ્વારા આપવામાં આવેલ શિક્ષા દ્વારા આજે દેશની સેવા કરવામાં દિવસ રાત સમર્પણ કરી રહ્યો છું. આજે હું સંતોષ સાથે કહી શકું છું કે મેં કોઈ કસર બાકી નથી રાખી. આ કોંગ્રેસના લોકો દેશને ડરાવતા હતા કે રામમંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે, રામમંદિર બન્યું કે નહિ બન્યું? એકદમ શાનથી બનાવ્યું કે નહિ બન્યું? પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઇ કે ના થઇ? ક્યાંય આગ લાગી? ક્યાંય તુતુ મેં મેં થયું? દેશના તમામ લોકોએ મળીને એને ઉત્સવની રીતે ઉજવ્યું કે નહીં ઉજવ્યું? કોંગ્રેસના લોકો જમીની હકીકતથી કેટલા અજાણ છે અને પોતાની વોટબેન્કની રાજનીતિ માટે કઈ રીતે લોકો ને ભયભીત રાખે છે, ડરાવતા રહે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં કોઈ આગ નથી લાગી પરંતુ કોંગ્રેસના દિલોમાં જે આગ લાગી છે એ કોઈ બુઝાવી નઈ શકે. તમે કલ્પના કરો દેશ આઝાદ થયાના બીજા જ દિવસે પ્રભુ રામનું મંદિર બનવું શરુ થવું જોઈતું હતું, પરંતુ ના થયું, દેશે લડાઈ લડવી પડી. 70-75 વર્ષ સુધી તેને રોકવા માટે કોંગ્રેસે પ્રયત્નો કર્યા. અદાલતો થાકી પણ પ્રયત્નો કર્યા, બહાર પણ પ્રયત્નો કર્યા, કાનૂન પણ બનાવ્યા કે જેથી રામમંદિર બને નહીં. પરંતુ અંતમાં ન્યાયાલયે નિર્ણય આપ્યો...
બેટા, તમારો એ ફોટો મેં જોઈ લીધો બેસી જાવ, પાછળ બેઠેલા લોકોને પરેશાની થશે.
એ લોકોએ, જે રામ મંદિરના ટ્રસ્ટી છે,એમણે બધી બાબતોને માફ કરી દીધી,જે જે લોકોએ રામમંદિરનો વિરોધ કર્યો હતો એ બધાને માફ કરી દીધા છે અને માફ કરીને એમના ઘરે જઈને એમને નિમંત્રણ આપ્યું કે આવો નવેસરથી આપણે આગળ વધીએ. તો પણ આ લોકો જુઓ પ્રભુ રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નકારી કાઢ્યું. ફક્ત ને ફક્ત પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે. વોટ બેંકની રાજનીતિમાં આ લોકો એટલા ડૂબેલા છે કે આ લોકો સંતુલન ખોઈ બેઠા છે.
સાથિયો,
આ લોકો કહેતા હતા કે જમ્મુ-કાશ્મીર માંથી અનુચ્છેદ 370 હટશે તો દેશ તૂટી જશે. દેશમાં લોહીની નદીઓ વહશે. ન જાણે શું શું કહેતા હતા, અહીં સુધી કહેતા હતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉંચકવા વાળું કોઈ મળશે નહીં. એમને ખબર નથી, આ મોદી છે એને ડરાવવા માટેની બધી રમતો બંધ કરી દો. તમે કહો અનુચ્છેદ 370 હટ્યું કે ના હટ્યું? જો થાકી ગયા હોવ તો ફરી જીવિત થઈને જવાબ આપો, શું અનુચ્છેદ 370 હટ્યું કે ના હટ્યું? તમને ગર્વ થયો કે ના થયો? શું દેશમાં ક્યાંય લોહીની નદીઓ વહી? અને આજે લાલ ચોકમાં શાનથી, આન- બાન - શાનથી દેશનો તિરંગો ફરકી રહ્યો છે કે નથી ફરકી રહ્યો?
સાથિયો,
10 વર્ષ પહેલા દેશ આતંકવાદીઓની જ્વાળાથી સળગી રહ્યો હતો અને કોંગ્રેસ, ખબર હતી કે પડોશી દેશ આતંકવાદીઓની આયાત કરી રહ્યો છે અને એમનો એજ ધંધો છે આતંકવાદને આયાત કરવું અને જયારે આતંકવાદીઓ આવતા હતા, ઘણી મોટી ઘટનાને આકાર આપતા હતા, મુંબઈમાં 26/11 કર્યું હતું,ભારતના અલગ અલગ ખૂણાઓમાં બૉમ્બ ધમાકા થતા હતા, ઘણા લોકો મરતા હતા. કાશ્મીરમાં સામાન્ય દિવસોમાં આપણા વીર જવાનો શહિદ થતા રહેતા હતા અને તે સમયની કમજોર સરકાર શું કરતી હતી? ડોઝિયર મોકલતી હતી કે બધા ફોટો, માહિતી અને આ તમારા અહીંયાથી આવ્યા હતા વગેરે વગેર અને કોંગ્રેસ પાકિસ્તાનને કહેતી હતી કે અમારા ઉપર બૉમ્બ કેમ ફેંક્યો? એ પણ એક જમાનો હતો કે જયારે ડોઝિયર મોકલતા હતા, જયારે આજનું ભારત આતંકના આકાઓને ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે અને ઘરમાં ઘૂસીને મારે છે.
સાથિયો,
આપણા દેશમાં વોટબેન્કની રાજનીતિનું શિકાર કોઈ બન્યું તો એ આપણી મુસ્લિમ બહેનો શિકાર બની છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો હતો, આ જે સંવિધાન લઈને ફરી રહ્યા છે ને શાહજાદા, જો સંવિધાન પ્રત્યે જો એટલુંજ સમ્માન હોય તો ભારતના સંવિધાને બનાવેલી સર્વોચ્છ અદાલતે શાહબાનોના કેસમાં કહ્યું હતું, પરંતુ એ લોકોએ સુપ્રીમ કોર્ટનું અપમાન કરીને એક અલગ કાયદો બનાવી દીધો અને મુસ્લિમ બહેનોને સંરક્ષણ ના આપ્યું અને ટ્રિપલ તલાક સમાપ્ત થવાથી ફક્ત મુસ્લિમ બહેનોને સુરક્ષા મળી એટલું જ નહીં, સંપૂર્ણ પરિવારને સુરક્ષા મળી છે કારણકે દીકરી જયારે લગ્ન કરીને જાય છે ત્યારે સમગ્ર પરિવાર ખુબજ આશાઓ સાથે દીકરીને સાસરે મોકલતો હતો પરંતુ માબાપ ને ચિંતા રહેતી હતી કે જમાઈ તીન તલાક બોલીને દીકરીને ફરી ઘરે ના મોકલી આપે! ભાઈને ચિંતા, બાપને ચિંતા, માતાને ચિંતા અને આવી કેટલીય દીકરીઓ તીન તલાક સાંભળીને ઘરે આવી જતી હતી. કુટુંબોના કુટુંબ બરબાદ થઇ જતા હતા પરંતુ વોટબેન્કની રાજનીતિ માટે આ લોકોએ તીન તાલાકના કાયદાને, પરંપરાને રોકવા માટે હિંમત આ બતાવી. મને વોટ બેંકની ચિંતા ન હતી, હું ચૂંટણીમાં હાર જીતના હિસાબે દેશ નથી ચલાવતો, હું મારી મુસલમાન બહેનોને તીન તાલાકમાંથી મુક્તિ અપાવવા માંગતો હતો અને આ દેશમાંથી તીન તલાકને મેં સમાપ્ત કરી દીધો. લાખો બહેનોની જિંદગી બચાવી છે, લાખો પરિવારોની જિંદગી બચાવી છે.
ભાઈઓ બહેનો,
તમારા આશીર્વાદથી મોદીએ જયારે આ બધું કર્યું ત્યારે કોંગ્રેસના શાહજાદાને તાવ આવી જાય છે, તકલીફ થઇ જાય છે અને તાવ આવે ત્યારે માણસ કઈ પણ બોલી દે છે. શાહજાદો કહી રહ્યો છે, જો મોદી ત્રીજી વાર આવ્યા તો દેશમાં આગ લાગી જશે, ખબર નથી પડતી એ લોકોના મગજમાં ક્યાંથી આવી જાય છે! પરંતુ કોંગ્રેસના સપનામો બળીને ખાક થઇ ગયા છે. આ દેશના લોકોએ કોંગ્રેસના દરેક ઇરાદાને જાણી લીધી છે અને તેથી નિરાશાના ગર્તામાં ડૂબેલી કોંગ્રેસ, જે પોતાની પાર્ટીને નથી બચાવી શકતી, જે પોતાની પાર્ટીમાં એક ચિનગારી ભરી નથી શકતી, તે દેશમાં સત્તા પ્રાપ્ત કરવા નીકળ્યા છે? 60 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી પરંતુ આજે એને લેવાના દેવા પડી ગયા છે. આ લોકો ખુલ્લેઆમ શું ભાષા બોલે છે! દેશના વિભાજનની? અરે ભાઈ 1947માં વિભાજન જોઈને દેશ તબાહ થઇ ગયો અને હજુ પણ એમના મોટા મોટા નેતા દેશના વિભાજનની વાતો કરે છે! આ કોંગ્રેસના જે ચટ્ટા પટ્ટા છે ને ઇન્ડી ગઠબંધન એમની રણનીતિ એક જ છે દેશમાં અરાજકતા ફેલાવો,અસ્થિરતા ફેલાવો, દેશ મુશ્કેલીમાં આવી પડે અને કંઈપણ રીતે મોદીને બદનામ કરવાનો છે. એમણે 100 વર્ષની સૌથી મોટી મુશ્કેલી એવા કોરોનાના વખતમાં આજ રમતો રમી. ભારતનું કોવીડ મિશન, વેક્સિનેશન મિશન બાતલ જાય, નિષ્ફળ જાય એ માટે ઘણા ખતરનાક પ્રયત્નો કર્યા. જયારે CAA નો કાયદો આવ્યો ત્યારે દેશમાં નકારાત્મકતા ફેલાવીને દેશમાં અરાજકતાનું વાતાવરણ પેદા કરવા માટે પ્રયત્નો કર્યા. તમે જ મને કહો વિભાજન વખતના શીખ,હિન્દૂ ,ઈસાઈ પાકિસ્તનમાં રહી ગયા હતા, શું એમના પ્રત્યે ભારતની કોઈ જવાબદારીઓ નથી? વિભાજન તો ધર્મના નામે થયું હતું ને! તો જે પાછળ છૂટી ગયા એમનો શું વાંક હતો? ભારત એવા પીડિતોને નાગરિકતા આપે છે તો એમાં કોંગ્રેસને પરેશાની થાય છે. સાથિયો આજે પણ કોંગ્રેસ એમની હરકતોથી ઉપર નથી ઉઠતી. આ લોકો દર વખતે ચૂંટણી હરિ જાય તો બહાનું શોધે છે, EVM ના કારણે,EVM ના કારણે અને જ્યાં જીતી જાય ત્યાં ચૂપ. EVM ના વિરુદ્ધમાં દેશને ભડકાવવાનો પ્રયત્ન કરે છે. હાલમાં સુપ્રીમ કોર્ટે એમને એવો તમાચો માર્યો છે, એવો તમાચો માર્યો છે કે હવે ખબર નઈ એ લોકો ક્યારેય આ બાબતે બોલી શકશે નહીં. આ લોકોએ હવે એવું ચલાવ્યું છે કે સંવિધાન ખતરામાં છે, આરક્ષણ ચાલ્યું જશે, આ જે સંવિધાન અને આરક્ષણની વાતો કરે છે ને કોંગ્રેસ વાળાઓ, બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન, આ લોકોએ 60-70 વર્ષ સુધી રાજ કર્યું પરંતુ આખા દેશમાં લાગુ નહતું કરી શક્યા. કાશ્મીરમાં આ સંવિધાન લાગુ નહોતું થઇ શક્યું, કાશ્મીરમાં દલિતોને, આદિવાસીઓને, પીછડા વર્ગને આરક્ષણ મળતું ના હતું. આ લોકો ફક્ત મોટી મોટી વાતો કરે છે, જયારે આ મોદી છે જેણે આવીને 370 હટાવીને સંવિધાનને કાશ્મીરમાં લાગુ કર્યું. કાશ્મીરમાં જે દલિત છે એમને 70 વર્ષ બાદ અધિકાર પ્રાપ્ત થયા, આદિવાસીઓને અધિકાર પ્રાપ્ત થયા, મહિલાઓને અધિકાર પ્રાપ્ત થયા, OBC ને અધિકાર પ્રાપ્ત થયા. સંવિધાનની પવિત્રતાને દેશના દરેક ખૂણામાં સાચવવાનું કામ મોદી કરે છે. કારણે કે મોદી સંવિધાનને પ્રત્યે સમર્પિત છે.
ભાઈઓ બહેનો,
જયારે દેશના દલિત, આદિવાસી, પછાત વર્ગ દરેકે કોંગ્રેસને નકારી કાઢી છે. આજે દેશના સૌથી વધારે MLA જે ST,SC,OBC જે પણ BJP ના, સૌથી વધારે MP જે ST,SC,OBC જે પણ BJP ના, એ લોકોનું બધુંજ સમાપ્ત થઇ ગયું છે આથી આ લોકોએ ફેક વિડીયોનો એક કારોબાર શરુ કર્યો છે, બધુજ ફર્જી. એમની વાત સાંભળતું નથી કોઈ એટલે એમનું મોઢું અને મોદીનો ચેહરાનો ઉપયોગ કરીને વાતો દર્શાવે છે. અરે, તમારામાં હિંમત હોય તો તમારા ચહેરાથી બોલીને બતાવોને! એ દમ નથી અને એ લોકોને ખબર છે કે દેશ ન તો એમને જોવા માંગે છે, સાંભળવા માંગે છે કે ન તો જોવા માંગે છે અને આજે કોંગ્રેસ પાર્ટી અને એમનું સંપૂર્ણ ઇન્ડી ગઠબંધન એક ફેક ફેક્ટરી બની ગયું છે. એ લોકો કહે છે, મોટી મોટી વાતો કરે છે, મહોબ્બતની દુકાન વગેરે, પણ એમની મહોબ્બતની દુકાન એવી છે ને કે ફેક સામાન, ફેક નારાઓ, ફેક વાયદાઓ આ બધાને વહેચવામાં લાગેલા છે. મોદીને બદનામ કરવાની કોશિશ કરે છે. પરંતુ, મને સંપૂર્ણ ભરોસો છે, હું ભારતમાં જ્યાં જ્યાં ગયો છું, દેશ એમની આ ખોટી વાતો, ફરજી વાતોને સ્વીકાર નથી કરી રહ્યો. પ્રથમ અને બીજા ચરણમાં જે મતદાન થયું છે એ લોકોના હોશ ઉડી ગયા છે અને બહાનાબાજી શોધી રહ્યાં છે અને સંપૂર્ણ પરાજયમાં પણ માનસિક જીત જુએ છે એ લોકોને દેશની જનતા ક્યારેય સ્વીકાર કરવાની નથી અને મને વિશ્વાસ છે કે મારુ ગુજરાત, આ વિજય યાત્રામાં સૌથી આગળ રહેશે. સૌથી વધારે વોટ ગુજરાત આપશે, સૌથી વધારે બુથ જીતીને ગુજરાત આપશે અને બધીજ સીટો ગુજરાત આપશે. સાબરકાંઠાથી એક પ્રાથમિક શિક્ષિકા ચૂંટણીના મેદાનમાં છે. સમાજના નાનામાં નાના વ્યક્તિનું સમ્માન કરવું એ ભારતીય જનતા પાર્ટીની પાસે સમર્પણ ભાવથી કરવાનો પાર્ટીનો ઈરાદો છે અને એ માટે અમારી નાની બેન શોભનાને ઉમેદવારના રૂપમાં લાવ્યા છે. મહેસાણાથી અમારા સાથી હરિભાઈ પટેલ અને અહીંયા વિજાપુરમાં પણ વિધાનસભા ચૂંટણી છે એમાં અમારા ચાવડાજી, સી.જે.ચાવડા, ઘણા જુના પણ બાહોશ ખેલાડી રહ્યા છે. પરંતુ હું એ કહીશ કે તે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમણે મારા એકેય શબ્દોને ટાળ્યા નથી. આજે હું આ જાહેરમાં કહું છું અને મને આનંદ છે કે આજે એ આપણા સાથી બનીને ગુજરાતનું ભાગ્ય બદલવામાં પોતાનું યોગદાન આપશે.
સાથિયો, આપણા દરેકની જવાબદારી છે કે આપણે દરેક બૂથમાં કમળ ખીલવવાનું છે અને તમે એ પણ પાક્કું જાણી લો કે તમે આમને વોટ આપશોને તો વોટ સીધે સીધો મોદીના ખાતામાં જશે. તમારો દરેક વોટ મોદીને મજબૂત કરશે અને આજે સમગ્ર દેશ એક વિશ્વાસથી કહે છે
ફિર એકબાર .....મોદી સરકાર
ફિર એકબાર .....મોદી સરકાર
ફિર એકબાર .....મોદી સરકાર
અને એક બીજી વાત તમારે ભૂલવાની નથી. અહીંયા આપણા ભુપેન્દ્રભાઈ ગુજરાતના વિકાસ માટે જે મહેનત કરી રહ્યા છે, નમ્રતા અને મૃદુતા સાથે. આ વિજય ગુજરાતની વિકાસ યાત્રાને પણ મજબૂતી પ્રદાન કરશે અને એ માટે પણ, ભાઈઓ બહેનો હું ગુજરાતનું એક ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છું અને મારે પેલા જે પહેલી વારના વોટર છે ને એમની સાથે ખાસ વાત કરવી છે. જે લોકોને પહેલીવાર મત આપવા જવાનું છે. કારણકે, અત્યારે જે પહેલીવાર વોટ આપવા જશેને એમને તો ખબરજ નઈ હોય કે એમના માબાપ કેવી મુસીબતમાં જીવતા હતા. કાચા રોડ હોય, હોસ્પિટલ ના હોય, હોસ્પિટલ હોય તો ડોક્ટર ના હોય, હોસ્પિટલ હોય ડોક્ટર હોય તો દવા ના હોય. આ જે 18- 20 વર્ષના જુવાનિયાઓ છે ને એમને ખબર ના હોય કે એમના માબાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા. જે 18-20 વર્ષના મતદાતાઓ છે એમને એ ખબર નઈ હોય કે આ મોદી સાહેબને દિલ્લી મોકલ્યા એ પહેલા દેશની શું દશા હતી! તમે જોયું હશે ચૌરે ને ચૌટે એક સૂચના જોવા મળતી હતી. યાદ હશે, બધા જુના લોકોને યાદ આવશે. કોઈ પણ બિનવારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં. બિનવારસી ચીજ દેખાય તો દૂર રહેવું, બિનવારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી, બિનવારસી ટિફિન દેખાય, કેમ તો દેશમાં ક્યાંય પણ ધડાકો થશે એમ દેશ ભયમાં જીવતો હતો. આ મોદી સાહેબના આવ્યા પછી આ બિનવારસી પછી હું થયું ભાઈ! બંધ થઇ ગયુ કે ના થઇ ગયું! એનો અર્થ એ છે કે એ વૃત્તિના લોકો છે, એમની વૃત્તિ નઈ ગઈ હોય પણ એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી નઈ કરાય અને એટલા માટે આ 18 વર્ષની ઉંમરના જે જુવાનિયાઓ છે ને એમણે આ જોવા જેવું છે.
તમે પહેલા જયારે છાપું ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતા,
પહેલા જયારે છાપું ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતા,
આટલાં ગયા,આટલા લૂંટાયા...
આજે કયા સમાચાર આવે છે? આટલા પકડાયા, નોટો ગણતા ગણતા મશીન થાકી ગયા એવું આવે છે. આવે છે કે નથી આવતું? હવે આ બધે પકડું હું તો પછી તકલીફ તો થાય કે નઈ ભાઈ! તો પછી મોદીને હટાવવા માટેના કારસા રચે કે ના રચે! મારી રક્ષા કોણ કરે?મારી રક્ષા કોણ કરે?મારી રક્ષા કોણ કરે? અરે મારા દેશનો એક એક નાગરિક કરે, આ મારા ગુજરાતનો વહાલો ભાઈ અને વહાલી બેન કરે.
ભાઈઓ બહેનો,
એક જમાનો હતો, ઉમરગામથી અંબાજી સુધી એક આખા પટ્ટામાં વિજ્ઞાનની શાળાજ નહતી બોલો! આ બધા આટલી વાતો કરે છે ને આરક્ષણની, વિજ્ઞાનની શાળાજ નહતી. તો આ મારો આદિવાસી છોકરો વિજ્ઞાનની શાળામા ના ભણે તો એન્જીનીયર કે ડોક્ટર ક્યાંથી થાય ભાઈ! ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ આદિવાસી પટ્ટામાં વિજ્ઞાનની શાળા શરુ થઇ અને આજે તો મેડિકલ કોલેજો આદિવાસી પટ્ટામાં છે, આજે તો યુનિવર્સીટીઓ આદિવાસી પટ્ટામાં છે. વિકાસ કેમ કરાય, તમે વિચાર કરો સાહેબ 4 કરોડ ઘર આપણે બનાવ્યા. ગરીબો કે જેની ચાર ચાર પેઢીઓ સુધી પાકું ઘર ના જોયું હોય, એવા પરિવારોને પાકું ઘર મળેને, અહીંયા બધાને જેને પાકા ઘર મળ્યા છે ને એ બહેનોએ આવીને મને હમણાં આશીર્વાદ આપ્યા. તમે જોયું હશે. આ પાકું ઘર મળેને એટલે એના સપના પાકા થઇ જાય, જીવનમાં કઈ કરવાની ઈચ્છા જાગે, છોકરાઓને ભણાવવાનું મન થાય, જિંદગી બદલાય જાય અને તમને મારી વિનંતી છે, હું કહું એક કામ, તમે કરશો? થાકી નથી ગયા ને! કરશો? એક કામ કરજો આ ચૂંટણીમાં તમે ગામે ગામ જાવને તો ગામમાં એક બે લોકો એવા કે જેમને ઘર ના મળ્યું ના હોય. કારણકે રહી ગયા હોય કામમાં અને કેટલાકમાં ઘર મળ્યું હોય પણ છોકરો જુદો રહેવા ગયો હોય અને એના ના મળ્યું હોય તો એમને કહેજો કે આપણા મોદીભાઈ આવ્યા હતા અને મોદીભાઈએ કહ્યું કે ત્રીજીવાર મોદી સરકાર બનશેને એટલે તમારું ઘર પણ બની જશે અને આ મારી ગેરેંટી છે. તમે કહી દેશો? જેના ઘરમાં ગેસનું કનેક્શન ના હોય તો મારા બદલે તમે કહી જ દેજો, તમને કોરો ચેક આપી દીધો લ્યો, તમે જ મારા માટે મોદી. કોઈને નળથી જળ કનેકશન ના મળ્યું હોય તો કહી દેજો કે ત્રીજી ટર્મમાં પાક્કું.
તમે વિચાર કરો, 2-3 કામો માટે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. આપણે એક યોજના બનાવી છે, કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ, ગુજરાતનો કોઈપણ વ્યક્તિ, ગુજરાતમાં રહેનારો કોઈપણ વ્યક્તિ તમારા ઘરમાં 70 વર્ષથી ઉપરના પિતા,માતા,કાકા,મામા,કાકી ,ફોઈ કોઈપણ આજે તો હોય છે, પરંતુ ખાવાપીવામાં કોઈ તકલીફ ના પડે, માબાપને ખવડાવે,પીવડાવે અને શાંતિથી રાખેપણ ખરા પણ બીમારી આવી જાય ને તો છોકરો ગમેતેટલી મહેનત કરતો હોય ને પણ એના ટાંટિયા ભાંગી જાય, કારણકે એકબાજુ છોકરા મોટા કરવાંના હોય,એમનું ભવિષ્ય જોવાનું હોય, બીજી બાજુ માબાપ માંદા પડી જાય તો શું કરવાનું? તો બોજો બહુજ 35,40,55 વર્ષના ભાઈઓ છે એમના ઉપર પડે અને એટલે જ મોદીએ નક્કી કર્યું છે કે 70 વરશતની ઉપરનો નાગરિક એની હવે બીમારી હોય તેના ઈલાજ કરવાની જવાબદારી આ દીકરાની. એનો ખરચો હવે તમારે ભોગવવાનો નઈ,એ જવાબદારી મોદીની. હવે આ વાત તમે ઘરે ઘરે પહોંચાડો, એમને કહો. મારે બીજું કામ કરવું છે, મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે.મારે તમારું પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે. તમને થશે કે શું થયું છે સાહેબને આજે, પણ વાતો હવામાં નથી આપણી પાસે યોજના છે. આપણે PM સૂર્યઘર યોજના નક્કી કરી છે અને આ PM સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50-60-70 હજાર જેવી જરૂરિયાત મુજબ રકમ આપે છે એ તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટિમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો, તમારે જોઈએ એ મફતમાં વાપરો ઝીરો બિલ અને વધારાની વીજળી સરકાર ખરીદશે અને કમાણી કરો. આજે તમે જે વીજળીનું બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું જોઈએ શું! ને મારી વાત સમજાય છે! કઈ લાગતું નથી સમજતા હોય એવું. આમ એકદમ ધ્યાનમગ્ન થઇ ગયા છો આજે. તમે વિચાર કરો વીજળી બિલ મફત. બીજું કહ્યું તમારું પેટ્રોલનું બિલ, હવે જમાનો ઇલેક્ટ્રિક વેહીકલનો આવવાનો છે,એટલે તમારી પાસે સ્કૂટી હોય, કાર હોય સ્કૂટર હોય. આજે તમે ઘરથી નીકળો એટલે તમારે 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડે. હવે લેક્ટ્રિક વેહીકલ આવશે એટલે તમારા ઘરમાંજ જે વીજળી છે, તમારું વાહન રાત્રે ચાર્જ થઇ જાય અને તમે સવારે નીકળી પડો ને તમારો એક રૂપિયાનો પણ કઈ ખર્ચો નહીં. હવે તમે મને કહો કે આ દેશના મધ્યમ વર્ગનું જીવન કેટલું બદલાય જશે અને એ પૈસા પોતાના પરિવારના કલ્યાણ માટે, સપના પુરા કરવા માટે કેટલા બધા વાપરી શકશે. આપ જુઓ ગુજરાત ગર્વ કરે.
આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ક્યાં?
દુનિયાની સૌથી મોટી ઓફિસનો એરિયા કોનો? સુરતનો.
દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં?
આ તાકાત છે ગુજરાતની ભાઈ અને હવે ઇલેક્ટ્રિક વેહિકલ બનવાના કામ ગુજરાતમાં થવાના, વિમાન બનવાના કામ ગુજરાતમાં થવાના, સેમીકંટકરનું મોટું કામ જે દુનિયાના 4 થી 5 દેશોમાં છે એ ગુજરાતમાં થવાનું. તમારે તો બેય હાથમાં લાડવા છે કે નઈ ભાઈ, પાંચેય આંગળી ઘી માં છે કે નઈ ભાઈ. પછી મોદીને મજબૂત કરવાના હોય કે ના કરવાના હોય. તો મારી તમારા બધાને વિનંતી છે ભાઈઓ ગમે તેટલી ગરમી હોય પણ પહેલા મતદાન પછી જલપાન, મંજુર? પાકે પાયે?
બોલો ભારત માતા કી જય...