“Need of the hour to solve the challenge faced by our planet using human-centric, collective efforts and robust action that further sustainable development”
“Mission LiFE borrows from the past, operates in the present and focuses on the future”
“Reduce, Reuse and Recycle are the concepts woven into our life. The Circular Economy has been an integral part of our culture and lifestyle”
“When technology and tradition mix, the vision of life is taken further”
“Our planet is one but our efforts have to be many - One earth, many efforts”
I congratulate Prime Minister Modi for taking a lead on this global initiative of citizen action to promote pro-climate behaviours: Bill Gates
India and the Prime Minister have been the world leaders with respect to environmental protection and climate change and human behaviour :Prof. Cass Sunstein, author of Nudge Theory
India is central to global environmental action: Ms Inger Andersen, UNEP Global Head
India is serving as kinetic energy behind the decisive climate action on the world stage: Mr Achim Steiner, UNDP Global Head
Mr Aniruddha Dasgupta, CEO and President of World Resources Institute thanks PM for a much needed global movement and conversation
Lord Nicholas Stern, Climate Economist recalls Prime MInister’s landmark speech at CoP 26 at Glasgow to set out an inspiring vision of a new path of development
Mr David Malpass, World Bank President praises Prime Minister’s leadership and empowerment of frontline workers in India’s key initiatives like Swachh Bharat, Jan Dhan, POSHAN etc

નમસ્કાર!

આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ,  લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,

તેમનાં મંતવ્યો બદલ હું તેમનો આભાર માનું છું.

સન્નારીઓ અને સદગૃહસ્થો,

પ્રિય મિત્રો,

નમસ્તે.

આજનો પ્રસંગ અને પ્રસંગની તારીખ, બંને ખૂબ જ સુસંગત-પ્રસ્તુત છે. આપણે લાઇફ- પર્યાવરણ ચળવળ માટે જીવનશૈલી શરૂ કરીએ છીએ. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનનું સૂત્ર છે- ''ફક્ત એક પૃથ્વી''. અને ફોકસ એરિયા છે- ''કુદરત સાથે સુમેળ સાધીને ટકાઉ રીતે જીવવું''. ગંભીરતા અને ઉકેલ આ શબ્દસમૂહોમાં સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે.

સાથીઓ,

આપણી ધરતીના પડકારો આપણા બધા માટે જાણીતા છે. સમયની જરૂરિયાત માનવ-કેન્દ્રિત, સામૂહિક પ્રયાસો અને મજબૂત ક્રિયાઓ છે જે ટકાઉ વિકાસને આગળ ધપાવે. ગ્લાસગોમાં ગયા વર્ષે COP-26 સમિટમાં, મેં મિશન લાઇફ-લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ માટે પ્રસ્તાવ મૂક્યો. આવાં મિશન માટેના પ્રયત્નોને સમગ્ર વિશ્વમાંથી ટેકો મળ્યો. મને આનંદ છે કે લાઇફ મૂવમેન્ટનો આ ઠરાવ આજે સાકાર થઈ રહ્યો છે. આવા રેકોર્ડ સપોર્ટ માટે મારી કૃતજ્ઞતા. નામ સૂચવે છે તેમ, મિશન લાઇફ એક સારા ગ્રહ માટે આપણે જે પણ કરી શકીએ તે કરવા માટે વ્યક્તિગત અને સામૂહિક ફરજ આપણા બધા પર મૂકે છે. લાઇફની દ્રષ્ટિ એવી જીવનશૈલી જીવવાની છે જે આપણા ગ્રહ સાથે સુસંગત હોય અને તેને નુકસાન ન પહોંચાડે. અને જેઓ આવી જીવનશૈલી જીવે છે તેમને ''પ્રો-પ્લેનેટ પીપલ'' કહેવાય છે. મિશન LiFE ભૂતકાળમાંથી ઉછીનું લે છે, વર્તમાનમાં કાર્ય કરે છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સાથીઓ,

પૃથ્વીનાં લાંબાં આયુષ્ય પાછળનું રહસ્ય એ આપણા પૂર્વજોએ પ્રકૃતિ સાથે જાળવી રાખેલી સંવાદિતા છે. જ્યારે પરંપરાની વાત આવે છે, ત્યારે વિશ્વના લગભગ તમામ ભાગોમાં એવી પરંપરાઓ છે જે પર્યાવરણીય સમસ્યાઓનો સરળ અને ટકાઉ ઉકેલ દર્શાવે છે.

ઘાનામાં, પરંપરાગત ધોરણોએ કાચબાનાં સંરક્ષણમાં મદદ કરી છે. તાન્ઝાનિયાના સેરેનગેટી પ્રદેશમાં, હાથી અને બુશ બક્સ( હરણ) પવિત્ર છે.

આમ, તેઓને ગેરકાયદેસર શિકારથી ઓછું નુકસાન થયું છે. ઈથોપિયામાં ઓકપાઘા અને ઓગ્રીકી વૃક્ષો ખાસ છે. જાપાનમાં ફુરોશિકી છે જે પ્લાસ્ટિકનો ટકાઉ વિકલ્પ બની શકે છે. સ્વીડનની લેગોમ ફિલસૂફી સંતુલિત જીવનને પ્રોત્સાહન આપે છે.

આપણે ભારતમાં પ્રકૃતિને દેવત્વ સાથે સરખાવી છે. આપણા દેવી-દેવતાઓની સાથે છોડ અને પ્રાણીઓ જોડાયેલાં છે. મેં ફક્ત થોડાં ઉદાહરણો આપ્યાં છે. આવી બીજી ઘણી પ્રથાઓ છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ એ આપણા જીવનમાં વણાયેલા ખ્યાલો છે. ચક્રીય અર્થવ્યવસ્થા એ આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે.

સાથીઓ,

આપણા 1.3 અબજ ભારતીયોનો આભાર, આપણે આપણા દેશમાં પર્યાવરણ માટે ઘણી સારી બાબતો કરી શક્યા છીએ. આપણું વન આવરણ વધી રહ્યું છે અને તેથી સિંહ, વાઘ, દીપડા, હાથી અને ગેંડાની વસ્તી પણ વધી રહી છે. બિન-અશ્મિભૂત-ઇંધણ આધારિત સ્ત્રોતોમાંથી સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતાના 40% સુધી પહોંચવાની અમારી પ્રતિબદ્ધતા નિર્ધારિત કરતાં 9 વર્ષ આગળ, હાંસલ કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ 370 મિલિયન LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી દર વર્ષે લગભગ 50 બિલિયન યુનિટ્સ વીજળીની ઊર્જા બચત થઈ છે. તેણે દર વર્ષે લગભગ 40 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો પણ સુનિશ્ચિત કર્યો છે. અમે નવેમ્બર 2022ના લક્ષ્યાંક કરતાં 5 મહિના આગળ પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ હાંસલ કર્યું છે.

2013-14માં સંમિશ્રણ ભાગ્યે જ 1.5% અને 2019-20માં 5%  હતું તે જોતાં આ એક મોટી સિદ્ધિ છે. આનાથી ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો થયો છે, 5.5 અબજ ડોલરથી વધુની ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થયો છે. તેણે કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનમાં પણ 2.7 મિલિયન ટનનો ઘટાડો કર્યો છે. અને તેનાથી ખેડૂતોની આવકમાં લગભગ 5.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. પુનઃપ્રાપ્ય ઊર્જા વ્યાપકપણે લોકપ્રિય બની રહી છે અને અમારી સરકાર આ ક્ષેત્રના વિકાસ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

સાથીઓ,

આગળનો માર્ગ નવીનતા અને નિખાલસતા વિશે છે. દરેક સ્તરે, ચાલો આપણે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા સંશોધનકારોને પ્રોત્સાહિત કરીએ. આ હાંસલ કરવા માટે ટેક્નોલોજી એક મહાન સહાયક બની શકે છે. જ્યારે પરંપરા અને ટેક્નોલોજીનો મેળ થશે, ત્યારે LiFEનું વિઝન વધુ આગળ ધપાવાશે. હું ખાસ કરીને શૈક્ષણિક જગત, સંશોધકો અને અમારાં ગતિશીલ સ્ટાર્ટ-અપ્સને આ વિશે વિચારવા વિનંતી કરું છું. આ નિર્ણાયક સમયે વિશ્વને તેમની યુવા ઊર્જાની જરૂર છે. આપણે આપણી શ્રેષ્ઠ પ્રથાઓ અન્ય લોકો સાથે શેર કરવા અને અન્યની સફળ પ્રથાઓમાંથી શીખવા માટે પણ ખુલ્લા હોવા જોઈએ.

મહાત્મા ગાંધીએ ઝીરો-કાર્બન જીવનશૈલી વિશે વાત કરી હતી. આપણાં રોજિંદાં જીવનની પસંદગીઓમાં, ચાલો આપણે સૌથી વધુ ટકાઉ વિકલ્પો પસંદ કરીએ. ચાલો રિ-યુઝ, રિડ્યુસ અને રિસાઇકલના સિદ્ધાંતને અનુસરીએ. આપણો ગ્રહ એક છે પણ આપણા પ્રયત્નો ઘણા હોવા જોઈએ. એક પૃથ્વી, ઘણા પ્રયત્નો.

સાથીઓ,

ભારત બહેતર પર્યાવરણ અને વૈશ્વિક સુખાકારી માટે કોઈપણ પ્રયાસને સમર્થન આપવા તૈયાર છે. અમારો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે. યોગને વધુ લોકપ્રિય બનાવવામાં આગેવાની લેવા બદલ અમને ગર્વ છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ પર ફોકસ, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન જેવી પહેલ મુખ્ય યોગદાન આપી રહી છે. અમને ખુશી છે કે વિશ્વ આ પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે. મને ખાતરી છે કે, લાઇફ ચળવળ આપણને વધુ એક કરશે, અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરશે. હું ફરી એકવાર વિશ્વને આ પ્રવાસનો હિસ્સો બનવા આમંત્રણ આપું છું. ચાલો સાથે મળીને આપણા ગ્રહને બહેતર બનાવીએ. ચાલો સાથે મળીને કામ કરીએ. આ એક્શનનો સમય છે. એક્શન ફોર લાઇફ, પર્યાવરણ માટે જીવનશૈલી માટે એક્શન.

આપ સૌનો આભાર.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.