Government will keep taking decisions to achieve the goal of 5 trillion dollar economy: PM Modi
This year’s Budget has given utmost thrust to Manufacturing and Ease of Doing Business: PM
GeM has made it easier for small enterprises to sell goods to the government, says PM

હર હર મહાદેવ !!

ભારેસંખ્યામાં અહિયાં પધારેલા વણકર અને કારીગર બહેનો અને ભાઈઓ !!

કાશીમાં આ મારો આજનો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. પછી આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેંકડો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને હવે હું એક રીતે સ્વરોજગારના આ કુંભમાં પહોંચી ગયો છું.

અહિયાં જાતજાતના શિલ્પકાર, કલાકાર એક જ છત્ર નીચે તેમના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યુંછે. એક એક દોરાને જોડીને, માટીના એક એક કણને ઘડીને શ્રેષ્ઠતમ નિર્માણ કરનારાઓથી લઈને દુનિયાની સૌથી મોટી કંપનીઓને ચલાવનારા એક જ છત્ર નીચે બેઠા છે. આવું દ્રશ્ય મનને આનંદિત કરે છે, એક નવો વિશ્વાસ ઉત્પન્ન કરે છે ઉત્સાહ વધારીદે છે. ખરેખર, કાશી એક છે પરંતુ તેના રૂપ અનેક છે.

હું યોગીજી અને તેમની આખી ટીમની આ આયોજન બદલ પ્રશંસા કરું છું. યુપીના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવા, તેમને દુનિયાના વ્યાપક ઓનલાઈન બજારમાં ઉપલબ્ધ કરાવવાનો આ જે પ્રયાસ છે, તેનાથી સમગ્ર દેશને લાભ થવાનો છે. એટલું જ નહી, આપણા વણકર સાથીઓને, અન્ય હસ્તશિલ્પીઓને જે મશીનો આપવામાં આવી રહી છે, બેંકોમાંથી જે લોન આપવામાં આવી રહી છે, તેમના જીવનને સરળ બનાવવા માટે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે, આ બધી જ વાતો ખૂબ ખૂબ પ્રશંસનીય છે. આજે પણ જેમને આ સુવિધાઓ અહિયાં મળી છે, એવા તમામ સાથીઓને હું ખૂબ અભિનંદન પણ આપું છું, ખૂબ શુભકામનાઓ પણ આપું છું.

સાથીઓ, ભારતની હંમેશાથી જ એ શક્તિ રહી છે કે અહિયાંના દરેક ક્ષેત્ર, દરેક જીલ્લાની ઓળખ સાથે કોઈ ને કોઈ વિશેષ કળા, વિશેષ આર્ટ અને વિશેષ ઉત્પાદન જોડાયેલ રહ્યું છે. તે સદીઓથી આપણે ત્યાં પરંપરા રહી છે અને આપણા વેપારીઓ-કારોબારીઓએ આ પરંપરાનો પ્રચાર પ્રસાર પણ સમગ્ર દુનિયામાં કર્યો છે. જુદી જુદી રીતના મસાલાઓ, જુદા જુદા પ્રકારના સિલ્ક, ક્યાંક કોટન, ક્યાંક પશ્મીના, ક્યાંક ખનીજો, ખબર નહી શું શું છે, ભંડારનાભંડાર જ ભરેલા પડ્યા છે. આપણા દરેક જીલ્લાની પાસે એક ઉત્પાદન છે અને દરેક ઉત્પાદનની પોતાની એક વિશેષતા છે તેની પોતાની એક ગાથા છે. આપણા આદિવાસી વિસ્તારોમાં પણ સર્વોત્તમ કલાત્મક ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહી, એવા અનેક હસ્તકળાઓ છે, એવા અનેક ઉદ્યોગ છે જે પારંપરિક છે, જે પેઢી દર પેઢી આગળ વધારતા જઈ રહ્યા છે. અને આ જ મેઇક ઇન ઇન્ડિયા અને એક જીલ્લો એક ઉત્પાદન જેવાવિચારોની પાછળની સૌથી મોટી પ્રેરણા છે. ભારતને 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યની પાછળ પણ ભારતનું આ જ સામર્થ્ય છે.

સાથીઓ, આપણી પાસે સંસાધનોની અને કૌશલ્યની ક્યારેય ઉણપ નથી રહી, બસ એક વ્યાપક વિચારધારાની સાથે કામ કરવાની જરૂર છે. જરૂર માત્ર આ ગાથાને દુનિયા સુધી પહોંચાડવાની છે. ઉત્તરપ્રદેશ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, આ કામમાં બહુ મોટી ભૂમિકા નિભાવશે. મને જણાવવામાં આવ્યું છે કે યુપીઆઈડી દ્વારા છેલ્લા 2 વર્ષોમાં, ૩૦ જીલ્લાઓના 3500થી વધુ શિલ્પકારો, વણકરોને ડીઝાઇનમાં સહાયતા આપવામાં આવી છે. બાયર્સ-સેલર્સ મીટના માધ્યમથી, શિલ્પકારો વણકરોના કોન્કલેવના માધ્યમથી, ટુલ કીટ આપીને અનેક વર્કશોપ આયોજિત કરીને યુપીઆઈડીએ હજારો કલાકારોએ પોતાનો વ્યવસાય વધારવામાં પણ અને પોતાના કારોબારમાં નવીનતાલાવવામાં પણ ખૂબ મોટી મદદકરી છે. દુનિયામાં હસ્તકલા અને શિલ્પકારીમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, યુપીના કલાકારો માટે યુપીઆઈડી તેનું એક બહુ મોટું મંચ બની રહ્યું છે.

સાથીઓ, અહિયાં આવતા પહેલા હુંએક જીલ્લો એક ઉત્પાદન સાથે જોડાયેલ એક બહુ શાનદાર પ્રદર્શનને પણ જોઇને આવ્યો છું, અને મારો તમને પણ આગ્રહ છે કે આ પ્રદર્શનને ઝીણવટતાથી જરૂરથી જુઓ તમે. યુપીના જુદા જુદા ભાગોના ઉત્પાદનોનો શાનદાર સંગ્રહ ત્યાં છે. ત્યાં પડિયા પતરાળા બનાવનારા કારીગરોને આધુનિક મશીનો પણ આપવામાં આવ્યા છે અને તેમનો આત્મવિશ્વાસજબરદસ્ત છે.

સાથીઓ, હવે જ્યારે ભારતે 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લીધો છે, આખી દુનિયા પ્લાસ્ટિકનો વિકલ્પ શોધી રહી છે. એવા સમયમાં આપણા પર્યાવરણ અનુકુળ સમાધાન, આપણે સમગ્ર દેશની સાથે–સાથે સમગ્ર દુનિયાની સાથે વહેંચી શકીએ છીએ.

સાથીઓ, જરૂર છે બસ આપણી આ પુરાતન પરંપરાને 21મી સદીની જરૂરીયાતોના આધાર પર ઢાળવાની. પોતાના ઉત્પાદનોને વધુ પરિષ્કૃત કરવા, રીફાઈન કરવા, તેમાંસમયને અનુસાર જરૂરી પરિવર્તન લાવવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદન બનાવવાની છે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પરંપરાથી ચાલી રહેલા આ ઉદ્યોગોને આપણે સંસ્થાગત સહયોગ આપીએ. જ્યારે બદલતી દુનિયા, બદલતા સમય, બદલતી માંગ અનુસાર આ ઉત્પાદનોમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવે. તેનીમાટે આ પારંપરિક ઉદ્યોગો સાથે જોડાયેલ સાથીઓને તાલીમ, આર્થિક મદદ, નવી ટેકનોલોજી અને માર્કેટિંગની સુવિધા મળે એ પણ ખૂબ જરૂરી છે.

વીતેલા 5 સાડા 5 વર્ષોથી આ જ પ્રયાસ અમે સતત કરી રહ્યા છીએ. આ સોલર ચરખો, આ સોલર લૂમ, સોલર લાઈટ, ઇલેક્ટ્રિક ચાકળો આ બધા તેના જ ઉદાહરણો છે. એટલું જ નહી, આજે જે હસ્તકલા સંકુલમાં આપણે બધા બેઠેલા છીએ, તે પણ સરકારની આ જ વિચારધારા અને પહોંચનું પરિણામ છે. તમે મને જણાવો, વર્ષ 2014ની પહેલા બનારસનો, યુપીનો સામાન્ય વણકર, સામાન્ય નિકાસકાર આ રીતે રોકાણકારો સાથે, ઓનલાઈન પ્લેટફોર્મ પર સંવાદ કરી શકતો હતો ખરો? શું તેણે ક્યારેય વિચાર્યું પણ હતું? તે શક્ય જ નહોતું કારણ કે એવું કોઈ મંચ જ નહોતું. ત્યારની સરકારો પાસે પૈસા નહોતા કે સમજણ નહોતી, એવું તો આપણે ના કહી શકીએ. સવાલ હતો કે એપ્રોચની સમસ્યા હતી. હવે દેશ તે જૂની એપ્રોચ કરતા ઘણો આગળ નીકળી ગયો છે. દેશના દરેક ક્ષેત્ર, દરેક વ્યક્તિને સશક્ત અને સ્વાવલંબી બનાવવાની વિચારધારાની સાથે અમે આગળ વધી રહ્યા છે. આ જ કારણ છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરના કેન્દ્ર સિવાય પણ વારાણસી સહીત આખા દેશમાં અનેક એવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં સામાન્ય હસ્તશિલ્પી, સામાન્ય કારોબારી, પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરી શકે.

 

હું યોગીજી અને તેમની ટીમને અભિનંદન આપીશ કે એક જીલ્લો એક ઉત્પાદનની યોજના કેન્દ્ર સરકારના વ્યાપક વિઝનને પણ ગતિ આપી રહી છે. આવા જ પ્રયાસોનું પરિણામ છે કે વીતેલા 2 વર્ષોમાં યુપીમાંથી થનારા નિકાસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ વિકાસ એક જીલ્લો એક ઉત્પાદન જેવી યોજનાઓ અને એમએસએમઈને મળી રહેલી સુવિધાઓના કારણે જ શક્ય બની છે. હવે તેમાં પણ અત્યારે લોન્ચ કરવામાં આવેલ ઈ-કોમર્સ પોર્ટલ પણ આવનારા દિવસોમાં ઘણી મદદ કરશે.

સાથીઓ, આ વખતનું જે બજેટ છે, તેણે પણ સરકારની પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરી દીધી છે. માત્ર આ વર્ષના જ નહી પરંતુ આવનારા 5 વર્ષોની માટે નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસનું એક માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં જે ક્ષેત્રો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે છે ઉત્પાદન અને વેપાર કરવાની સરળતા. તેમાં પણ એમએસએમઈ અને સ્ટાર્ટ અપ્સ પ્રમુખ રહ્યા છે. આ જ મેક ઇન ઇન્ડિયાના, દેશમાં મોટી સંખ્યામાં રોજગાર નિર્માણના મોટા માધ્યમ છે.

સાથીઓ, ટેકસટાઇલ ઉદ્યોગ, કપડા ઉદ્યોગ, દેશમાં ઉત્તરપ્રદેશમાં રોજગાર નિર્માણનું બહુ મોટું માધ્યમ છે. આ સંપૂર્ણ ક્ષેત્ર તો વણકરોનું, જાજમ ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારો અને શ્રમિકોનું એક રીતે મુખ્ય કેન્દ્ર છે. લાખો પરિવારોનું જીવન કપડા અને જાજમ ઉદ્યોગ પર ચાલે છે. આ જ ટેકસટાઇલ ઉદ્યોગને નવું પરિમાણ આપવાનો પ્રયાસ આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધી રહી છે, ઓટોમોબાઇલ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, પ્રવાસન વધી રહ્યું છે, ડીફેન્સ અને કૃષિ ક્ષેત્ર વિસ્તૃત થઇ રહ્યું છે. તેમ તેમ આ ક્ષેત્રોમાં ટેકસટાઇલની માંગ પણ અને તે પણ ટેકનિકલ ટેકસટાઇલની માગ પણ ખૂબ વ્યાપક થઇ રહી છે.

તમે કલ્પના કરી શકો છો, આજેભારત દર વર્ષે કરોડો રૂપિયાથી વધુનું ટેકનિકલ ટેકસટાઇલ આયાત કરે છે. પરંતુ જેટલી જાજમો આપણે નિકાસ કરીએ છીએ તેના કરતા વધુ ટેકનિકલ ટેકસટાઇલ આપણે આયાત કરીએ છીએ. આ સ્થિતિને બદલવા માટે તેના કાચા માલ એટલે કે પોલીમર ફાયબર પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી આ બજેટની અંદર ખતમ કરી દેવામાં આવી છે. ટેકસટાઇલની આ દુનિયા સાથે જોડાયેલ લોકો દાયકાઓથી આની માંગણી કરી રહ્યા હતા, પરંતુ તે કામને આ સરકારે આ વખતે પૂરી કરી નાખ્યું છે. તે સિવાય નેશનલ ટેકનીકલ ટેકસટાઇલ મિશન પણ શરુ કરી દેવામાં આવ્યું છે જેની ઉપર આવનારા 4 વર્ષોમાં 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દેશમાં ટેકનિકલ ટેકસટાઇલના નિર્માણ સાથે જોડાયેલ જરૂરી સુવિધાઓનું, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અને કૌશલ્યનું નિર્માણ કરવામાં આવશે.

સાથીઓ, આ વર્ષના બજેટમાં, યુપીમાં બની રહેલા ડીફેન્સ કોરીડોરની માટે પણ આશરે 3700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હમણાં તાજેતરમાં લખનઉમાં દુનિયાભરની ડીફેન્સ કંપનીઓએ અહિયાં ઉદ્યોગ નાંખવા માટે રૂચી પ્રદર્શિત કરી છે. અનેક કંપનીઓ સમજૂતી કરારો પણ કરી ચુકી છે. આ ડીફેન્સ કોરીડોર વડે વર્તમાન નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ લાભ મળશે અને અનેક નવા લઘુ ઉદ્યોગોની માટે પણ રસ્તો ખુલશે. આ કોરીડોરના નિર્માણ દરમિયાન રોજગારના હજારો નવા અવસર પણ નિર્માણ પામશે.

સાથીઓ, ન્યુ ઇન્ડિયાની એક ઓળખ, સંપત્તિ સર્જકો પર વિશ્વાસ, તેમનું સન્માન પણ છે. આજે પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે કે સામાન્ય જનને અને સામાન્ય કારોબારીને કાગળીયાઓના, દસ્તાવેજોના બોજમાંથી મુક્ત કરવામાં આવે. સરકારી પ્રક્રિયાઓ ગૂંચવણમાં નાખનારને બદલે ઉકેલ આપનાર હોય, રસ્તો બતાવનારી હોય, તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. અહિયાં જે એમએસએમઈ સાથે જોડાયેલ ઉદ્યમી સાથીઓ છે, તમારી ઓડીટની એક બહુ મોટી ફરિયાદ રહેતી હતી. માત્ર 1 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોમાં પણ તમારે કાગળોમાં ગૂંચવાયેલું રહેવું પડતું હતું. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખવા પડતા હતા, ઓડીટનું સર્ટિફિકેટ લેવું પડતું હતું, કેટલો બિનજરૂરી ખર્ચ અને સમયની પણ બરબાદી આ બધી વસ્તુઓ પર કરવી પડતી હતી. આ બજેટમાં તમને આમાંથી મુક્તિ મળી છે. હવે ઓડીટ માત્ર 5 કરોડથી વધુ ટર્નઓવરવાળા ઉદ્યોગોની માટે જ રાખવામાં આવ્યું છે.

સાથીઓ, સરકારના જુદા જુદા વિભાગો ઘણી વાર લાંબી પ્રક્રિયાઓના કારણે નાના ઉદ્યમીઓને કેશફ્લોની સમસ્યા આવતી રહી છે. હવે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જે પછી તમારા સામાનના બીલ અને ઇન્વોઇસના આધાર પર એનબીએફસી તમને ધિરાણ આપી શકશે. લોનની સુવિધાને વધુ સરળ બનાવવા માટે મોબાઇલ એપ આધારિત ઇન્વોઇસ ફાયનાન્સિંગ લોન્સ પ્રોડકટ્સ પણ લોન્ચ કરવાની યોજના છે. તમે તમારા મોબાઇલ ફોનથી લોન લઇ શકો છો એવી સ્થિતિ બની જશે. તે સિવાય વર્કિંગ કેપિટલની માટે પણ એમએસએમઈની માટે નવી યોજનાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

સાથીઓ, એટલું જ નહી, સરકારી ખરીદીથી લઈને લોજિસ્ટિક સુધી પણ અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમનો સીધો લાભ નાના અને મધ્યમ ઉદ્યોગોને થવાનો છે. ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ એટલે કે જીઈએમના બની જવાથી સરકારને સામાન વેચવામાં નાના ઉદ્યમીઓને ખૂબ સરળતા થઇ છે. તેનાથી સરકારી ખરીદીમાં પારદર્શકતા પણ આવી છે. હવે આ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે યુનિફાઇડ પ્રોકરમેન્ટ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સરકાર નાના ઉદ્યમીઓ દ્વારાઆપવામાં આવતા સામાન, સેવાઓ અને કાર્યો, બધાને એક જ મંચ પરથી પ્રોકર કરી શકશે.

સાથીઓ, નિકાસકારોની માટે રિફંડીંગની ડીજીટલ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી નિકાસકારોને રિફંડની સુવિધા ઝડપથી અને વધુ સરળતાથીસુનિશ્ચિત થઇ શકશે. સાથીઓ, એક અન્ય પણ બહુ મોટો સુધારો છે જેના વડે હોલમાં બેઠેલા તમામ શેરધારકોનેને લાભ થવાનો છે. જીએસટી લાગુ થવાથી દેશના લોજિસ્ટિકમાં એક વ્યાપક પરિવર્તન આવ્યું છે. હવે આ પરિવર્તનને વધુ મજબુત કરવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલીવાર નેશનલ લોજિસ્ટિક પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી સિંગલ વિન્ડો ઈ-લોજિસ્ટિક માર્કેટનું નિર્માણ થશે. તેનાથી લઘુ ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બનશે અને રોજગાર નિર્માણમાં પણ મદદ મળશે. એમએસએમઈને સશક્ત કરવા માટે આવા ઉત્પાદનોની આયાતને ઘટાડવામાં આવી રહી છે, જેના કરતા વધુ સારા ઉત્પાદનો ભારતમાં જ બની રહ્યા છે.

સાથીઓ, ટેક્સ સિસ્ટમમાં સુધારો, પછી તે આવકવેરો હોય, કોર્પોરેટ ટેક્સ હોય કે પછી જીએસટી હોય, તેનો પણ વ્યાપક લાભ આપ સૌને, દેશના દરેક સાથીને થવાનો છે. દેશના સંપત્તિ સર્જકોને બિનજરૂરી તકલીફ ના પડે તેની માટે પહેલીવાર ટેક્સપેયર્સ ચાર્ટર બનાવવામાં આવી રહ્યું છે. દુનિયાના ઘણા દેશો હશે જ્યાં આ પ્રકારની વિચારધારા નથી. તેનાથી કરદાતાના અધિકારો નિર્ધારિત થશે. કરદાતાને તેના કારણે સામેથી કોઈપણ આવશે તો તેને પૂછવાની તાકાત મળશે. એક રીતે આ બહુ મોટી ખાતરી કરદાતાને મળી રહી છે. ટેક્સ કલેકશનને ફેસલેસ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટેક્સને 15 ટકા સુધી નક્કી કરવામાં આવ્યા છે. આજે ભારત દુનિયાને તે ખૂબ જ ઓછા દેશોમાં છે જ્યાં કોર્પોરેટ ટેક્સના દરો આટલા ઓછા છે. રોકાણકારોને સરળતા રહે, તેની માટે એક ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ બનાવવાની પણ યોજના છે. તે એક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી કામ કરશે. તેનાથી રોકાણકારોને કેન્દ્ર અને રાજ્ય સ્તર પર જરૂરી કલીયરન્સ અને જરૂરી જાણકારી પ્રાપ્ત કરવી સરળ બની જશે.

સાથીઓ, આ બધા જ પગલાઓ પ્રત્યેક ભારતીયની માટે પ્રત્યેક સ્ટેક હોલ્ડરની માટે, પ્રત્યેક રોકાણકાર માટે, પ્રત્યેક ઉદ્યમીના હિતમાં છે. દેશને 5 ટ્રીલીયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે જે પણ પગલાઓ ભરવા પડશે તે આગળ પણ ભરવામાં આવશે. પછી તે કેન્દ્રની સરકાર હોય કે પછી ઉત્તરપ્રદેશની સરકાર હોય, અમારી એકેય બાજુથી કોઈ ખામી નહી રહે. ભારતને ઉત્પાદનનું પાવરહાઉસ બનાવવા અને ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડવા માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું.

હું એકવાર ફરી, આ ભવ્ય આયોજન માટે, એક લક્ષિત પહેલ માટે અને વૈશ્વિક ઓળખ બનાવવા માટે, આ જે યોજના બનાવી છે જે આજનો સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે, તેની માટે આપ સૌ અભિનંદનના અધિકારી છો. મારા તરફથી આપ સૌને ખૂબ–ખૂબ શુભકામનાઓ છે. અને કેટલાક જ દિવસો બાદ બનારસનો સૌથી પ્રિય મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, મહાશિવરાત્રીની માટે પણ હું તમને સૌને ખૂબ–ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ–ખૂબ અભિનંદન આપું છું.

આભાર !!!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.