આપણે આ દાયકાની જરૂરિયાતો માટે અને સાથે સાથે આવનારા દાયકાઓની જરૂરિયાતો માટે સજ્જ થવું જ રહ્યું: પ્રધાનમંત્રી

કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા કેબિનેટમાં મારા સહયોગી નિર્મલા સીતારામનજી, પિયુષ ગોયલજી, ડો.  હર્ષવર્ધન, પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર, વિજય રાઘવનજી, સીએસઆઈઆરના ડાયરેકટર જનરલ શેખર મંડેજી, તમામ વૈજ્ઞાનિક સમુદાય, ઉદ્યોગ અને શિક્ષણ જગતના સન્માનિત પ્રતિનિધિઓ અને સાથીઓ! સીએસઆઈઆરની આ મહત્વપૂર્ણ બેઠક એક મહત્વના સમયે યોજાઈ રહી છે.

સમગ્ર દુનિયા સામે કોરોના વૈશ્વિક મહામારી સૌથી મોટો પડકાર બનીને આવી છે, પણ ઈતિહાસ એ બાબતનો સાક્ષી છે કે જ્યારે જ્યારે માનવજાત ઉપર કોઈ મોટુ સંકટ આવ્યુ હોય ત્યારે વિજ્ઞાને બહેતર ભવિષ્ય માટે માર્ગો તૈયાર કર્યા છે.

સંકટમાં ઉપાયો અને શકયતાઓ તપાસવી અને એક નવા સામર્થ્યનુ સર્જન કરવું તે તો વિજ્ઞાનની પાયાની પ્રકૃત્તિ છે.

આ કામગીરી સદીઓથી ભારત અને દુનિયાના વૈજ્ઞાનિકોએ કરી છે અને આજે ફરી એક વખત તે આ કામગીરી કરી રહયા છે. કોઈ વિચારને થિયરી સ્વરૂપે મૂકવા, પ્રયોગશાળામાં તેના પ્રેકટીકલ કરવા અને તેનું અમલીકરણ કરીને સમાજને આપી દેવી તેવી કામગીરી વિતેલા દોઢ વર્ષમાં આપણાં વૈજ્ઞાનિકોએ જે વ્યાપક સ્તરે અને જે ઝડપથી કરી છે તે અભૂતપૂર્વ બાબત છે. માનવ જાતને આટલી મોટી આફતમાંથી ઉગારવા માટે એક જ વર્ષની અંદર રસી બનાવીને લોકોને આપવાનું આટલું મોટું કામ  ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત થયુ છે.

વિતેલી સદીનો એ અનુભવ છે કે પહેલાં જ્યારે કોઈ શોધ દુનિયાના કોઈ દેશમાં થતી હતી ત્યારે ભારતે એના માટે અનેક વર્ષ સુધી પ્રતિક્ષા કરવી પડતી હતી, પરંતુ આજે આપણાં દેશના વૈજ્ઞાનિકો અન્ય દેશોની સાથે ખભે ખભા મિલાવીને  માનવજાતની સેવા કરવા માટે  જોડાઈ ગયા છે, તેમની સાથે ચાલી રહયા છે અને  એટલી જ ઝડપી ગતિથી આગળ વધી રહયા છે.

આપણાં વૈજ્ઞાનિકોએ એક વર્ષમાં મેઈડ ઈન ઈન્ડીયા કોરોના રસી બનાવી અને દેશના લોકો માટે તે ઉપલબ્ધ પણ કરી દીધી છે.

માત્ર એક જ વર્ષમાં આપણા વૈજ્ઞાનિકોએ કોવિડ ટેસ્ટીંગ કિટ્સ  અને અન્ય જરૂરી ઉપકરણોથી દેશને આત્મનિર્ભર બનાવી દીધો છે. આટલા ઓછા સમયમાં આપણાં વૈક્ષાનિકોએ કોરોના સાથેની લડતમાં  નવી નવી અસરકારક દવાઓ શોધી અને ઓક્સિજનના ઉત્પાદનને ગતિ આપવાના માર્ગ પણ બતાવ્યા.

તમારા આ યોગદાન અને અસાધારણ પ્રતિભાના કારણે દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો છે. સીએસઆઈઆરના વૈજ્ઞાનિકોએ આ સમય દરમ્યાન અલગ અલગ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.

હું, આપ સૌનો તથા તમામ વૈજ્ઞાનિકોનો, આપણી ઈન્સ્ટીટ્યુટસનો અને ઉદ્યોગોનો સમગ્ર દેશ તરફથી આભાર વ્યક્ત કરૂં છું.

સાથીઓ,

કોઈપણ દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે કે જેટલો બહેતર સંબંધ ઉદ્યોગો અને માર્કેટ સાથે હોય છે. આ અંગે સંકલન થાય છે અને એક બીજા સાથે જોડીને વ્યવસ્થાઓ થતી હોય છે.

આ વ્યવસ્થા જાળવી રાખવા માટે આપણાં દેશમાં સીએસઆઈઆર સાયન્સ સોસાયટીઓ અને ઉદ્યોગો સંસ્થાકિય વ્યવસ્થા અંગે કામ કરી રહી છે. આપણી આ સંસ્થાએ દેશને કેટલા વૈજ્ઞાનિકો આપ્યા છે, કેટલી પ્રતિભાઓ આપી છે, શાંતિ સ્વરૂપ ભટનાગર જેવા મહાન વૈજ્ઞાનિકે આ સંસ્થાને નેતૃત્વ પૂરૂં પાડ્યું છે.

હું જ્યારે પણ તમારી વચ્ચે આવ્યો છું અને એટલા માટે દરેક વખતે એક વાત ઉપર ભાર મૂકતો રહ્યો છું કે જ્યારે કોઈ સંસ્થાનો આટલો મહાન વારસો હોય તો ભવિષ્ય માટેની તેની જવાબદારી તેટલી જ વધી જતી હોય છે. આજે મારી અને દેશની, માનવજાતની પણ આપ સૌ પાસે ઘણી બધી અપેક્ષાઓ છે, વૈજ્ઞાનિકો અને ટેકનિશ્યનો પાસે પણ ઘણી અપેક્ષાઓ છે.

સાથીઓ,

સીએસઆઈઆર પાસે સંશોધન અને પેટન્ટસની પણ એક શક્તિશાળી વ્યવસ્થા છે. તમે દેશની અનેક સમસ્યાઓના ઉપાયો માટે કામ કરી રહ્યા છો, પરંતુ આજે દેશનું લક્ષ્ય અને દેશવાસીઓના સપનાંઓ 21મી સદીના પાયા ઉપર આધારિત છે અને એટલા માટે જ સીએસઆર જેવી સંસ્થાઓ માટે અમારૂં લક્ષ્ય પણ અસાધારણ છે.

આજે જ્યારે ભારત ખેતીથી માંડીને ખગોળશાસ્ત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને સંરક્ષણ ટેકનોલોજી સુધી, વેક્સીનથી માંડીને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, બાયોટેકનોલોજીથી માંડીને બેટરી ટેકનોલોજી સુધી દરેક દિશામાં આત્મનિર્ભર અને સશક્ત બનવા માંગે છે. આજે ભારત પર્યાવરણલક્ષી વિકાસ અને ક્લિન એનર્જીના ક્ષેત્રમાં દુનિયાને રસ્તો દેખાડી રહ્યું છે. આજે આપણે સોફ્ટવેરથી માંડીને સેટેલાઈટ સુધીની બાબતોમાં અન્ય દેશોના વિકાસને પણ ગતિ આપી રહ્યા છીએ. દુનિયાના વિકાસમાં મહત્વના એન્જીનની ભૂમિકા નિભાવી રહ્યા છીએ. એટલા માટે જ આપણાં લક્ષ્ય પણ વર્તમાન સમયથી બે કદમ આગળ હોવા જોઈએ. આપણે આ દાયકાની જરૂરિયાતોની સાથે સાથે આવનારા દાયકાઓની તૈયારી પણ અત્યારથી કરવાની રહેશે. આફતોના ઉકેલની દિશામાં પણ કોરોના જેવી મહામારી આજે આપણી સામે છે, પરંતુ આવા અનેક પડકારો ગર્ભમાં છૂપાયેલા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જલવાયુ પરિવર્તન બાબતે એક ખૂબ મોટી આશંકા દુનિયાભરના નિષ્ણાતો વ્યક્ત કરી  રહ્યા છે.

આપણાં વૈજ્ઞાનિકોએ અને આપણી સંસ્થાઓએ ભવિષ્યના આ પડકારો માટે અત્યારથી જ એક વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયારી કરવાની રહેશે અને કાર્બનકેપ્ચરથી માંડીને એનર્જી સ્ટોરેજ સુધી અને ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીસ સુધી આપણે દરેક દિશામાં આગેવાની લેવી પડશે.

સાથીઓ,

અહિંયા આપ સૌ તરફથી અને ઉદ્યોગો સાથે બહેતર સહયોગ હાથ ધરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ જે  રીતે મેં કહ્યું તે મુજબ સીએસઆઈઆરની ભૂમિકા તેનાથી એક કદમ આગળ છે. તમારે ઉદ્યોગની સાથે સાથે સમાજને પણ સાથે જ લઈને ચાલવાનું રહેશે. મને એ બાબતનો આનંદ છે કે ગયા વર્ષે મેં જે ઉપાયો સૂચવ્યા હતા તેનો અમલ કરવા માટે સીએસઆઈઆર દ્વારા સમાજ પાસેથી સંવાદ અને મંતવ્યો લેવાની પણ શરૂઆત થઈ ગઈ છે. દેશની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તમારા આ પ્રયાસો કરોડો કરોડો દેશવાસીઓનું ભવિષ્ય બદલી રહ્યા છે. ઉદાહરણ સાથે વાત કરીએ તો 2016માં દેશ તરફથી અરોમા મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સીએસઆઈઆર તરફથી તેમાં મહત્વની ભૂમિકા બજાવવામાં આવી હતી. આજે દેશના હજારો ખેડૂતો ફૂલની ખેતી દ્વારા પોતાનું ભાગ્ય  બદલી રહ્યા છે. હીંગ જેવી ચીજ કે જે સદીઓથી ભારતીય રસોઈનો હિસ્સો બની રહી છે. ભારત હીંગ માટે હંમેશા દુનિયાના અન્ય દેશો ઉપર આધાર રાખતું હતું. સીએસઆઈઆર દ્વારા આ દિશામાં પહેલ હાથ ધરવામાં આવી અને આજે દેશમાં હીંગનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આવી અનેક સંભાવનાઓ તમારી લેબોરેટરીમાં સચ્ચાઈને બદલતી રહી છે, વિકસીત કરતી રહી છે. તમે કોઈ વખતે તો એટલું મોટું કામ કરો છો કે સરકાર અને મંત્રાલયને જ્યારે તેની જાણકારી મળે ત્યારે તમામ લોકો આશ્ચર્યચક્તિ થઈ જતા હોય છે. એટલા માટે મારૂ એક તમને સૂચન છે કે તમારી તમામ જાણકારી લોકો માટે સુલભ બનાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિ સીએસઆઈઆરના સંશોધનો બાબતે, તમારા કામ બાબતે, તપાસ કરી શકે અને જો ઈચ્છે તો તમારી સાથે જોડાઈ શકે તે બાબત ઉપર તમારે સતત આગ્રહ રાખવાની જરૂર છે. આમ કરવાથી તમારા કામને અને તમારી પ્રોડક્ટસને પણ ટેકો મળશે અને સમાજમાં ઉદ્યોગો એક વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ ધપશે.

સાથીઓ,

આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂરાં કરવાની નજીક પહોંચ્યો છે અને ખૂબ જલ્દી આપણે ત્યાં પહોંચીશું ત્યારે આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ સંકલ્પો સાથે સમયબધ્ધ માળખું તૈયાર કરીને નિશ્ચિત દિશામાં એક સાથે આગળ વધવાનો રોડ માર્ગ તૈયાર કરીને આપણું વર્ક કલ્ચર બદલવાનું આપણને ખૂબ જ કામમાં આવશે.

કોરોનાના આ સંકટમાં ગતિ ભલે થોડી ધીમી હોય, છતાં આજે પણ આપણો સંકલ્પ આત્મનિર્ભર ભારત અને સશક્ત ભારતનો છે. આજે એમએસએમઈથી માંડીને નવા સ્ટાર્ટઅપ્સ સુધી, ખેતીથી માંડીને શિક્ષણ ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં દેશની સામે અગણિત સંભાવનાઓનો અંબાર પડેલો છે. આ સંભાવનાઓ સિધ્ધ કરવાની જવાબદારી આપ સૌએ ઉઠાવવાની છે. દેશની સાથે મળીને આ સપનાં સાકાર કરવાના છે.

આપણાં વૈજ્ઞાનિકોએ, આપણાં ઉદ્યોગોએ જે ભૂમિકા કોરોના કાળ દરમ્યાન નિભાવી છે તેની સફળતાનું આપણે હવે પછી દરેક ક્ષેત્રમાં પુનરાવર્તન કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમારી પ્રતિભા અને તમારી સંસ્થાની પરંપરા અને પરિશ્રમને કારણે દેશ આ ગતિથી રોજે રોજ નવા લક્ષ્ય હાંસલ કરશે અને 130 કરોડથી પણ વધુ દેશવાસીઓના સપના પૂરાં કરશે. મને આપ સૌના વિચારો સાંભળવાની તક મળી, તમે ઘણી બધી વ્યવહારિક બાબતો બતાવી હતી, અનુભવને આધારે જણાવી હતી. હું જરૂર ઈચ્છા રાખીશ કે જે કોઈ લોકો પાસે આ કામની જવાબદારી છે તે આપ સૌ સાથીઓએ જે સૂચનો આપ્યા છે, જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે તેને પૂરી કરવામાં વિલંબ ના થાય. દરેક બાબતને એક મિશન મોડમાં ગતિ આપીને તેને પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવે, કારણ કે આખરે તો આપણે આટલો સમય આપીને સાથે બેઠા છીએ ત્યારે ઘણાં ઉત્તમ વિચારો આવે તે ખૂબ જ સ્વાભાવિક છે અને આ મંથનમાંથી જે અમૃત નિકળે તેને જન જન સુધી પહોંચાવાનું કામ સંસ્થાકિય વ્યવસ્થા દ્વારા સતત અપગ્રેડ કરતાં રહીને આપણે તેના અમલીકરણની કામગીરી કરવાની છે. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ શુભકામનાઓની સાથે સાથે આપ સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ ઈચ્છા વ્યક્ત કરૂં છું.

આપ સૌને ખૂબ- ખૂબ ધન્યવાદ !

નમસ્કાર !

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”