Quoteમુદ્રા યોજના કોઈ ચોક્કસ જૂથ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય યુવાનોને પોતાના પગ પર ઊભા રહેવા માટે સશક્ત બનાવવાનો છે: પ્રધાનમંત્રી
Quoteઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં મુદ્રા યોજનાનો પરિવર્તનકારી પ્રભાવ છે: પ્રધાનમંત્રી
Quoteમુદ્રા યોજનાએ ઉદ્યોગસાહસિકતા પ્રત્યે સામાજિક વલણ બદલીને એક શાંત ક્રાંતિ લાવી છે: પ્રધાનમંત્રી
Quoteમુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: પ્રધાનમંત્રી
Quoteઆ યોજના હેઠળ 52 કરોડ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે: પ્રધાનમંત્રી

લાભાર્થી - સાહેબ, આજે હું મારી વાર્તા શેર કરવા માંગુ છું કે કેવી રીતે હું પાલતુ પ્રાણીઓના શોખથી ઉદ્યોગસાહસિક બન્યો અને મારા વ્યવસાયનું નામ K9 વર્લ્ડ છે, જ્યાં અમે તમામ પ્રકારના પાલતુ પ્રાણીઓનો પુરવઠો, દવાઓ અને પાલતુ પ્રાણીઓ પૂરા પાડીએ છીએ, સાહેબ. સર, મુદ્રા લોન મેળવ્યા પછી, અમે ઘણી સુવિધાઓ શરૂ કરી, જેમ કે અમે પાલતુ પ્રાણીઓ માટે બોર્ડિંગ સુવિધા શરૂ કરી, કોઈપણ પાલતુ માતા-પિતા જે ક્યાંક બહાર જઈ રહ્યા છે, તેઓ તેમના પાલતુ પ્રાણીઓને અમારી પાસે છોડી શકે છે અને તેમના પાલતુ પ્રાણીઓ ઘરના વાતાવરણમાં અમારી સાથે રહે છે, સાહેબ. સાહેબ, પ્રાણીઓ પ્રત્યેનો મારો પ્રેમ અલગ છે, જેમ કે હું ખાઉં કે ન ખાઉં તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ મારે તેમને ખવડાવવું જ પડશે.

પ્રધાનમંત્રી - તો ઘરમાં બધા તમારાથી કંટાળી ગયા હશે?

લાભાર્થી -સાહેબ, આ માટે હું મારા બધા કૂતરાઓને અલગ રાખું છું, અલગ રાખું છું, અને હું તમારો ખૂબ ખૂબ આભાર પણ માનું છું, કારણ કે સાહેબ, તમારા કારણે ઘણા પ્રાણી પ્રેમીઓ અને NGO કાર્યકરો હવે કોઈપણ પ્રતિબંધ વિના ખુલ્લેઆમ પોતાનું કામ કરી શકે છે. સાહેબ, મારા ઘરે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જો તમે પ્રાણી પ્રેમી નથી, તો સાહેબ તમને મંજૂરી નથી.

પ્રધાનમંત્રી - અહીં આવ્યા પછી તમને ઘણી પ્રસિદ્ધિ મળશે?

લાભાર્થી -સાહેબ, ચોક્કસથી.

પ્રધાનમંત્રી - તમારી હોસ્ટેલ ખૂબ નાની પડશે.

લાભાર્થી -પહેલા હું દર મહિને 20,000 રૂપિયા કમાતો હતો, સાહેબ હવે હું દર મહિને 40,000 થી 50,000 રૂપિયા કમાઈ શકું છું.

પ્રધાનમંત્રી - તો હવે તમે એક કામ કરો, જે બેંકવાળા હતા.

લાભાર્થી -હા સાહેબ.

પ્રધાનમંત્રી – જેમના સમયમાં તમને લોન મળી, તેમને ફોન કરો અને તમારી બધી વસ્તુઓ બતાવો અને તેમનો આભાર માનો, બેંકના લોકો, કે જોવો તમે મારા પર વિશ્વાસ કર્યો અને મને આ કામ કરવા માટે લોન આપી જે ઘણા લોકો કરવાની હિંમત કરતા નથી, આપે મને લોન આપી,  જુઓ હું કેવી રીતે કામ કરી રહ્યો છું.

લાભાર્થી -ચોક્કસ સાહેબ.

પ્રધાનમંત્રી - પછી તેમને સારું લાગશે કે હા, તેમણે કોઈ સારું કામ કર્યું છે.

લાભાર્થી - તેમણે પીએમના આભા સમાન "પિન ડ્રોપ સાયલન્સ" ના વાતાવરણને થોડું તોડ્યું અને અમારી સાથે થોડો ભળી ગયા, તેથી એક વાત જે મને તેમનામાં ખૂબ જ આકર્ષક લાગી અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ખૂબ જ સારા શ્રોતા છે.

લાભાર્થી - હું ગોપીકૃષ્ણન છું, કેરળથી મુદ્રા લોન લઈને ઉદ્યોગસાહસિક છું. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મને એક સફળ ઉદ્યોગસાહસિક બનાવ્યો છે. મારો વ્યવસાય સતત પ્રગતિ કરી રહ્યો છે, ઘરો અને ઓફિસોમાં નવીનીકરણીય ઉર્જા ઉકેલો લાવી રહ્યો છું અને સાથે સાથે નોકરીની તકો પણ ઉભી કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી - દુબઈથી પાછા આવ્યા ત્યારે તમારો શું પ્લાન હતો?

લાભાર્થી - હું પાછો આવ્યો અને મને મુદ્રા લોન વિશે આ માહિતી મળી હતી, તેથી મેં તે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે.

 

|

પ્રધાનમંત્રી - તો, તમને તેના વિશે ત્યાંથી ખબર પડી?

લાભાર્થી -હા. અને રાજીનામું આપ્યા પછી અહીં આવ્યા અને પછી મુદ્રા લોન માટે અરજી કર્યા બાદ મેં આ શરૂ કર્યું.

પ્રધાનમંત્રી -  એક ઘર પર સૂર્યઘરનું કામ પૂર્ણ કરવામાં કેટલા દિવસ લાગે છે?

લાભાર્થી - અત્યારે વધુમાં વધુ બે દિવસ.

પ્રધાનમંત્રી -  બે દિવસમાં એક ઘરનું કામ પૂરું કરી શકો છો.

લાભાર્થી - કામ કરું છું.

પ્રધાનમંત્રી -  તમને ચિંતા હશે કે તમે પૈસા ચૂકવી શકશો નહીં. શું થશે તમારા માતા-પિતા પણ તમને ઠપકો આપતા હશે. આ દુબઈથી ઘરે પાછો આવ્યો, શું થશે?

લાભાર્થી - મારી માતા થોડી ચિંતામાં હતી પણ ભગવાનની કૃપાથી બધું ઠીક થઈ ગયું.

પ્રધાનમંત્રી - જે લોકોને હવે પીએમ સૂર્યઘરમાંથી મફત વીજળી મળી રહી છે તેમની પ્રતિક્રિયા શું છે. કારણ કે કેરળમાં ઘરો નીચાણવાળા છે, વૃક્ષો ઊંચા છે, સૂર્યપ્રકાશ ખૂબ ઓછો આવે છે. વરસાદ પણ છે તો તેઓ કેવું અનુભવી રહ્યા છે?

લાભાર્થી - આ લગાવ્યા પછી, તેમનું બિલ ફક્ત 240-250 રૂપિયાની અંદર આવે છે. ૩૦૦૦ રૂપિયા વાળા લોકોને હાલમાં ફક્ત 250 રૂપિયાની અંદર બિલ મળે છે.

પ્રધાનમંત્રી -  તમે હમણાં દર મહિને કેટલું કામ કરો છો? એકાઉન્ટમાં કેટલા હશે?

લાભાર્થી - આ રકમ મારા માટે છે...

પ્રધાનમંત્રી -  ના, આવકવેરા વિભાગનો માણસ નહીં આવે, ડરશો નહીં, ડરશો નહીં.

લાભાર્થી - રૂ. 2.5 લાખ.

પ્રધાનમંત્રી -  આ નાણામંત્રી મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહું છું કે આવકવેરા અધિકારી તમારી જગ્યાએ નહીં આવે.

લાભાર્થી - રૂ. 2.5 લાખથી વધુ મળે છે.

લાભાર્થી - સપના એ નથી જે આપણે સૂતી વખતે જોઈએ છીએ, સપના એ છે જે આપણને ઊંઘવા નથી દેતા. મુસીબતો અને મુશ્કેલીઓ તો હશે જ, સંઘર્ષ કરનારાઓને જ સફળતા મળશે.

લાભાર્થી - હું હાઉસ ઓફ પુચકાનો સ્થાપક છું. હું ઘરે ભોજન બનાવતો હતો અને મારા હાથનો સ્વાદ સારો હતો, તેથી બધાએ મને કાફે ક્ષેત્રમાં જવાનું સૂચન કર્યું. પછી તેના પર સંશોધન કર્યા પછી જાણવા મળ્યું કે નફાનું માર્જિન વગેરે પણ સારું છે. તેથી જો તમે ફુડ કોસ્ટ વગેરેનું સંચાલન કરો છો, તો તમે સફળ વ્યવસાય ચલાવી શકો છો.

પ્રધાનમંત્રી -  એક યુવા, એક પેઢી છે, થોડું ભણ્યા પછી તેમને લાગે છે કે ના હું ક્યાંક નોકરી મેળવીશ અને સ્થિર થઈ જઈશ, હું કોઈ જોખમ નહીં લઉં. તમારામાં જોખમ લેવાની ક્ષમતા છે.

લાભાર્થી - હા.

પ્રધાનમંત્રી - તો તમારા રાયપુરના મિત્રો તેમજ કોર્પોરેટ જગતના મિત્રો અને વિદ્યાર્થી મિત્રો પણ હશે. તે બધા વચ્ચે તેના વિશે શું ચર્ચા થઈ રહી છે? તમને કેવા પ્રશ્નો પૂછે છે? તેમને શું લાગે છે? આવું કરી શકે છે? તેમણે તે કરવું જોઈએ, શું તેમને પણ આગળ આવવાનું મન થાય છે?

લાભાર્થી - સાહેબ, અત્યારે મારી ઉંમર 23 વર્ષ છે તેથી મારી પાસે જોખમ લેવાની ક્ષમતા અને સમય પણ છે, યુવાનોને લાગે છે કે તેમની પાસે ભંડોળ નથી, પરંતુ તેઓ સરકારી યોજનાઓ વિશે જાણતા નથી, તેથી મારા તરફથી હું તેમને એક સૂચન આપવા માંગુ છું, તમે થોડું સંશોધન કરો જેમ કે મુદ્રા લોન છે તેવી જ રીતે પીએમ ઇજીપી લોન પણ છે, ઘણી લોન છે જે તમે મોર્ગેજ વિના મેળવી શકો છો. તેથી જો તમારી પાસે ક્ષમતા હોય તો તમે તેમાં રોકાણ કરી શકો છો કારણ કે તમારા માટે કોઈ મર્યાદા નથી, તો તમે વ્યવસાય કરો અને ગમે તેટલો વિકાસ કરી શકો છો.

લાભાર્થી – સીડીયાં ઉન્હેં મુબારક હો જિન્હેં છત તક જાના હૈ, અપની મંજિલ આસમાન હાઈ રસ્તા હમેં ખુદ બનાના હૈ. હું એમડી, મુદાસિર નકસબંદી છું, બારામુલ્લા કાશ્મીરમાં બેક માય કેકનો માલિક છું. આ સફળ વ્યવસાય સાથે હું નોકરી શોધનારાઓમાંથી રોજગાર સર્જક બન્યો છું. હું બારામુલ્લાના દૂરના વિસ્તારોમાંથી 42 લોકોને સ્થિર નોકરીઓ પૂરી પાડી છે.

 

|

પ્રધાનમંત્રી -  તમે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છો. બેંકે તમને લોન આપી તે પહેલાં તમારી પરિસ્થિતિ કેવી હતી?

લાભાર્થી - સાહેબ, એકંદરે તે 2021 હતું, આ પહેલા હું લાખો કે કરોડોમાં નહોતો, હું ફક્ત હજારોમાં હતો.

પ્રધાનમંત્રી -  શું તમે પણ UPI વાપરો છો?

લાભાર્થી - સાહેબ, જ્યારે હું સાંજે રોકડ રકમ ચેક કરું છું, ત્યારે મને ખૂબ નિરાશા થાય છે કારણ કે 90% વ્યવહારો UPI દ્વારા થાય છે અને અમારા હાથમાં ફક્ત 10% રોકડ હોય છે.

લાભાર્થી - ખરેખર, મને તમે ખૂબ જ નમ્ર લાગ્યા અને એવું લાગ્યું નહીં કે તે આપણા દેશના પ્રધાનમંત્રી છે, એવું લાગ્યું કે કોઈ આપણા છે અને અમને માર્ગદર્શન આપી રહ્યા છે, તેથી તેમના તરફથી નમ્રતા દર્શાવવામાં આવી.

પ્રધાનમંત્રી -  સુરેશ, તમને આ માહિતી ક્યાંથી મળી, તમે પહેલા શું કામ કરતા હતા, પરિવાર પાસે પહેલાથી શું કામ છે?

લાભાર્થી - સાહેબ, હું પહેલા નોકરી કરતો હતો.

પ્રધાનમંત્રી -  ક્યાં?

લાભાર્થી – વાપીમાં અને 2022માં મને લાગ્યું કે નોકરીથી કઈ થશે નહીં, તેથી મારે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ.

પ્રધાનમંત્રી -  તમે રોજીરોટી કમાવવા માટે રોજ વાપી ટ્રેનમાં મુસાફરી કરતા હતા, ટ્રેનની મિત્રતા અદ્ભુત હોય છે, તો આ…

લાભાર્થી - સાહેબ, હું સેલવાસમાં રહું છું અને વાપીમાં કામ કરતો હતો, હવે હું સેલવાસમાં જ છું.

પ્રધાનમંત્રી - મને ખબર છે કે અપ ડાઉન વાળી ગેંગ છે એ, પણ હવે તેઓ પૂછતા હશે કે તમે આટલું બધું કમાવાનું કેવી રીતે શરૂ કર્યું, તમે શું કરી રહ્યા છો? શું તેમાંથી કોઈને મુદ્રા લોન લેવાનું ક્યાય જવાનું મન થાય છે?

લાભાર્થી - હા સાહેબ, તાજેતરમાં જ્યારે હું અહીં આવી રહ્યો હતો, ત્યારે મારા એક મિત્રએ પણ મને એવું જ કહ્યું હતું કે જો શક્ય હોય  તો મને મુદ્રા લોન માટે થોડું માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી -  સૌ પ્રથમ, હું આપ સૌનો મારા ઘરે આવવા બદલ આભાર માનું છું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે કોઈ ઘરમાં મહેમાન આવે છે અને તેના પગની રજથી ઘર પવિત્ર થઈ જાય છે. તો હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તમારા બધાને પણ કેટલાક અનુભવો થયા હશે, કેટલાકને પોતાનું કામ કરતી વખતે ખૂબ જ ભાવનાત્મક અનુભવો થયા હશે. જો કોઈને કંઈક કહેવું હોય, તો હું સાંભળવા માંગુ છું.

લાભાર્થી - સાહેબ, સૌ પ્રથમ હું તમને એટલું કહેવા માંગુ છું,  કારણ કે તમે મન કી બાત કહો છો અને સાંભળો પણ છો,  તમારી સામે એક ખૂબ જ નાના શહેર રાયબરેલીની એક મહિલા વેપારી ઉભી છે,  જે એ વાતનો પુરાવો છે કે તમારા સહયોગ અને સમર્થનથી MSMEs ને ખૂબ ફાયદો થઈ રહ્યો છે, મારા માટે અહીં આવવાનો આ ખૂબ જ ભાવનાત્મક સમય છે અને અમે તમને વચન આપીએ છીએ કે આપણે સાથે મળીને ભારતને એક વિકસિત ભારત બનાવીશું, જે રીતે તમે MSMEs ને બાળકો જેવો સહકાર આપી રહ્યા છો અને તેમની સાથે બાળકો જેવો વ્યવહાર કરી રહ્યા છો, પછી ભલે અમને સરકાર તરફથી લાઇસન્સ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય કે ભંડોળ મેળવવામાં...

પ્રધાનમંત્રી -  શું તમે ચૂંટણી લડવા માંગો છો?

લાભાર્થી - ના-ના સાહેબ, મેં તમને આ જ કહ્યું છે, જી – જી  કારણ કે મને લાગ્યું હતું કે હું પહેલા આ સમસ્યાનો સામનો કરી રહી હતી, કે જ્યારે પણ હું લોન લેવા જતી, ત્યારે મને ના પાડવામાં આવતી હતી.

પ્રધાનમંત્રી -  મને કહો, તમે શું કરો છો?

લાભાર્થી - બેકરી-બેકરી

પ્રધાનમંત્રી -  બેકરી

લાભાર્થી - જી-જી.

પ્રધાનમંત્રી -  તમે હવે કેટલા પૈસા કમાઓ છો?

લાભાર્થી - સાહેબ, મારું માસિક ટર્નઓવર 2.5 થી 3 લાખ રૂપિયા છે.

પ્રધાનમંત્રી -  ઠીક છે,  કેટલા લોકોને રોજગાર આપો છો?

લાભાર્થી - સાહેબ, અમારી પાસે 7 થી 8 લોકોનું જૂથ છે.

પ્રધાનમંત્રી - ઠીક છે.

 

|

લાભાર્થી - હા.

લાભાર્થી - સાહેબ, મારું નામ લવકુશ મેહરા છે, હું ભોપાલ, મધ્યપ્રદેશનો છું. પહેલા હું નોકરી કરતો હતો સાહેબ, જ્યારે હું કોઈના માટે કામ કરતો હતો ત્યારે હું નોકર હતો સાહેબ, તમે અમારી ગેરંટી લીધી છે સાહેબ, મુદ્રા લોન દ્વારા અને સાહેબ આજે અમે માલિક બની ગયા છીએ સાહેબ. હું, ખરેખર હું MBA છું. અને મને દવા ઉદ્યોગનું બિલકુલ જ્ઞાન નહોતું. મેં મારું કામ 2021 માં શરૂ કર્યું અને સાહેબ, મેં પહેલી વાર બેંકોનો સંપર્ક કર્યો, તેમણે મને મુદ્રા લોન માટે 5 લાખ રૂપિયાની સીસી મર્યાદા આપી. પણ સાહેબ, મને ડર હતો કે હું પહેલી વાર આટલી મોટી લોન લઈ રહ્યો છું; હું તે ચૂકવી શકીશ કે નહીં. તો હું ફક્ત રૂ. 3-3.5 લાખ ખર્ચતો હતો., સાહેબ. સાહેબ, આજ સુધીમાં મારી મુદ્રા લોન 5 લાખ રૂપિયાથી વધીને 9.5 લાખ રૂપિયા થઈ ગઈ છે અને મારું પહેલા વર્ષનું ટર્નઓવર 12 લાખ રૂપિયા હતું, જે આજે 50 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું છે.

પ્રધાનમંત્રી: તમારા બીજા મિત્રો પણ હશે જે વિચારે છે કે આ પણ જીવન જીવવાની એક રીત છે.

લાભાર્થી - હા સાહેબ.

પ્રધાનમંત્રી - છેવટે, મુદ્રા યોજના મોદીના વખાણ કરવા માટે નથી, મુદ્રા યોજના મારા દેશના યુવાનોને પોતાના પગ પર ઊભા રહેવાની અને પોતાનો ઉત્સાહ ઉંચો રાખવાની હિંમત આપશે, હું રોજીરોટી કમાવવા માટે કેમ ભટકતો રહું, હું 10 લોકોને આજીવિકા પૂરી પાડીશ.

લાભાર્થી - હા સાહેબ

પ્રધાનમંત્રી - આ મિજાજ બનાવવો પડશે, શું તમારી આસપાસના લોકો આનો અનુભવ કરે છે?

લાભાર્થી - હા સાહેબ. મારું ગામ- બાચાવાની મારું ગામ છે, જે ભોપાલથી લગભગ 100 કિલોમીટર દૂર છે. ઓછામાં ઓછા બે-ત્રણ લોકોએ કોઈ ઓનલાઈન ડિજિટલ દુકાન ખોલી છે, કોઈએ ફોટો સ્ટુડિયો માટે દરેકે 1-2 લાખ રૂપિયા લોન લીધી છે અને મેં પણ તેમને મદદ કરી છે સાહેબ. મારા મિત્રો પણ સાહેબ....

પ્રધાનમંત્રી -  કારણ કે હવે મને તમારા લોકો પાસેથી અપેક્ષાઓ છે, તમારે લોકોને રોજગાર આપવો જોઈએ, પરંતુ તેમને કહેવું જોઈએ કે તેમને કોઈ ગેરંટી વિના પૈસા મળી રહ્યા છે, તમે ઘરે કેમ બેઠા છો, જાઓ ભાઈ, બેંકના લોકોને પરેશાન કરો.

લાભાર્થી - મેં ફક્ત આ મુદ્રા લોનના કારણે તાજેતરમાં 6 મહિના પહેલા 34 લાખ રૂપિયાનું પોતાનું ઘર લીધું છે.

પ્રધાનમંત્રી -  ઓહ!

લાભાર્થી - હું પહેલા 60-70 હજાર રૂપિયાની નોકરી કરતો હતો, આજે હું મહિને 1.5 લાખથી વધુ કમાઉ છું સાહેબ.

પ્રધાનમંત્રી -  ઠીક છે, તમને ખૂબ ખૂબ અભિનંદન.

લાભાર્થી - અને બધું તમારા કારણે. ખૂબ ખૂબ આભાર સાહેબ.

પ્રધાનમંત્રી -  પોતાની મહેનત કામ કરે છે, ભાઈ.

લાભાર્થી – મોદીજીનું, એવું બિલકુલ લાગ્યું નહીં કે અમે પ્રધાનમંત્રી સાથે વાત કરી રહ્યા છીએ. એવું લાગ્યું કે જાણે અમારા ઘરનો કોઈ, અમારા પરિવારનો કોઈ વડીલ સભ્ય, અમારી સાથે વાત કરી રહ્યો હોય. તે કેવી રીતે બન્યું, ચાલી રહેલી મુદ્રા લોન યોજનામાં અમે કેવી રીતે સફળ થયા, તે આખી વાર્તા સમજી. તેમણે જે રીતે અમને પ્રેરણા આપી કે તમારે અન્ય લોકોને પણ તે મુદ્રા લોન વિશે જાગૃત કરવા જોઈએ જેથી વધુ લોકો સશક્ત બની શકે અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.

લાભાર્થી - હું ગુજરાતના ભાવનગરથી છું.

પ્રધાનમંત્રી -  તમે સૌથી નાના લાગો છો?

લાભાર્થી - હા સાહેબ.

પ્રધાનમંત્રી -  આ આખા ગ્રુપમાં?

લાભાર્થી - હું છેલ્લા વર્ષમાં છું અને 4 મહિનાથી....

પ્રધાનમંત્રી -  શું તમે ભણો છો અને કમાઓ છો?

લાભાર્થી - હા.

પ્રધાનમંત્રી -  શાબાશ!

લાભાર્થી - હું આદિત્ય ટેક લેબનો સ્થાપક છું જેમાં હું 3D પ્રિન્ટિંગ, રિવર્સ એન્જિનિયરિંગ અને રેપિડ પ્રોટોટાઇપિંગ  અને કેટલાક રોબોટિક્સ કામ પણ કરું છું કારણ કે હું મેકાટ્રોનિક્સનો અંતિમ વર્ષનો વિદ્યાર્થી છું, તેથી મને ઓટોમેશન અને તે બધામાં વધુ રસ છે. મુદ્રા લોનથી મને,  જેમ કે હું અત્યારે 21 વર્ષનો છું, તેથી જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે મેં સાંભળ્યું હતું કે લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે, તમને આ વર્ષે તે મળશે નહીં, કોણ માનશે, પહેલા એક કે બે વર્ષ માટે નોકરીનો અનુભવ મેળવો, તમને લોન પછી મળશે. તો જેમ આપણા ભાવનગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે, હું ત્યાં ગયો અને તેમને મારો વિચાર જણાવ્યો, હું શું કરવા માંગુ છું, તેમણે કહ્યું ઠીક છે, તમે કિશોર શ્રેણી હેઠળ 50000 થી 5 લાખ સુધી મુદ્રા લોન મેળવી શકો છો, તેથી મેં 2 લાખની લોન લીધી અને તેને 4 મહિનાથી શરૂ કરી, તેથી હું સોમવારથી શુક્રવાર કોલેજ જાઉં છું અને પછી સપ્તાહના અંતે હું ભાવનગરમાં રહું છું અને મારું બાકી રહેલું કામ પૂરું કરું છું અને હવે હું દર મહિને 30 થી 35000 કમાઈ રહ્યો છું.

 

|

પ્રધાનમંત્રી -  ઠીક છે.

લાભાર્થી - હા.

પ્રધાનમંત્રી -  કેટલા લોકો કામ કરે છે?

લાભાર્થી - હું હાલમાં રીમોટલી કામ કરું છું.

પ્રધાનમંત્રી - તમે બે દિવસ કામ કરો છો.

લાભાર્થી - હું રીમોટલી કામ કરું છું, મમ્મી-પપ્પા ઘરે છે, તેઓ મને પાર્ટ ટાઇમ મદદ કરે છે. મુદ્રા લોન દ્વારા નાણાકીય સહાય ઉપલબ્ધ છે, પરંતુ તમારે તમારા પર વિશ્વાસ રાખવો પડશે, આભાર સાહેબ!

લાભાર્થી- હાલમાં અમે મનાલીમાં અમારો વ્યવસાય ચલાવી રહ્યા છીએ! પહેલા તો મારા પતિ શાકભાજી બજારમાં કામ કરતા હતા, પછી લગ્ન પછી, જ્યારે હું તેમની સાથે ગઈ, ત્યારે મેં તેમને કહ્યું કે બીજા કોઈ પાસે કામ કરવા કરતાં દુકાન ખોલવી વધુ સારી છે, સાહેબ, પછી અમે શાકભાજીની દુકાન ખોલી, તો સાહેબ, જેમ જેમ અમે શાકભાજી રાખતા ગયા, ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા કે લોટ અને ચોખા રાખો, પછી સાહેબ, પંજાબ નેશનલ બેંકનો સ્ટાફ શાકભાજી લેવા અમારી પાસે આવતો, તો મેં તેમની સાથે આ રીતે વાત કરી કે જો આપણે પૈસા લેવા માંગતા હોય તો મળશે, પછી તેઓએ પહેલા ના પાડી, મારો મતલબ છે કે આ 2012-13 ની વાત છે, પછી મેં આ રીતે કહ્યું.....

પ્રધાનમંત્રી -  તમે આ 2012-2013 વિશે કહી રહ્યા છો, જો કોઈ પત્રકારને આ વિશે ખબર પડશે તો તેઓ કહેશે કે તમે પાછલી સરકારને ગાળો આપી રહ્યા છો.

લાભાર્થી - તો પછી તેઓએ, ના-ના, પછી તેઓએ કહ્યું કે તમારી પાસે મિલકત વગેરે છે, મેં એવું કહ્યું નહીં, જેમ જેમ અમને આ મુદ્રા લોન વિશે ખબર પડી, જ્યારે તે 2015-16 માં શરૂ થઈ, પછી જેમ મેં તેમને આ રીતે કહ્યું, તેમણે પોતે જ અમને કહ્યું કે એક યોજના ચાલી રહી છે, જો તમને જોઈતી હોય તો. સાહેબ, જ્યારે મેં કહ્યું કે અમને તેની જરૂર છે, ત્યારે તેમણે અમારી પાસે કોઈ કાગળ, પત્ર કે કંઈપણ માંગ્યું નહીં. તેમણે પહેલી વાર અમને 2.5 લાખ રૂપિયા આપ્યા. મેં તે રૂપિયા અઢી વર્ષમાં પાછા આપ્યા,  તેમણે ફરીથી મને 5 લાખ રૂપિયા આપ્યા, પછી મેં રેશનની દુકાન ખોલી, પછી તે બે દુકાનો મારા માટે નાની થવા લાગી, સાહેબ, મારું કામ ઘણું વધવા લાગ્યું, એટલે કે, જે હું વર્ષમાં અઢી લાખ રૂપિયા કમાટી હતી, આજે હું વર્ષમાં 10થી 15લાખ રૂપિયા કમાઈ રહી છું.

પ્રધાનમંત્રી -  વાહ.

લાભાર્થી - પછી, મેં 5 લાખ પૂરા કર્યા, તો તેમણે મને 10 લાખ આપ્યા, સાહેબ, મેં 10 લાખ પણ પૂરા કર્યા, બસ અઢી વર્ષમાં, તો હવે તેમણે મને નવેમ્બર 2024 માં 15 લાખ આપ્યા છે. અને સાહેબ, મારું કામ ખૂબ વધી રહ્યું છે અને મને સારું લાગે છે કે જો આપણા પ્રધાનમંત્રી આવા જ છે અને જો તેઓ આપણને ટેકો આપી રહ્યા છે, તો આપણે પણ તેમને એ જ રીતે ટેકો આપીશું, આપણે ક્યાંય પણ એવું કંઈ ખોટું નહીં થવા દઈએ જે આપણી કારકિર્દી બગાડે, કે હા, તે લોકોએ પૈસા પરત નથી આપ્યા. હવે હું, બેંકના લોકો કહેતા હતા કે 20 લાખ લો, તો મેં કહ્યું કે અમને હવે તેની જરૂર નથી, તો પણ તેઓએ કહ્યું કે 15 લાખ રાખો અને જરૂર પડે તો ઉપાડી લો, વ્યાજ વધશે, જો તમે ઉપાડશો નહીં, તો તે વધશે નહીં. પણ સાહેબ, મને તમારી યોજના ખૂબ ગમી.

લાભાર્થી - હું આંધ્રપ્રદેશથી આવ્યો છું. મને હિન્દી નથી આવડતી, પણ હું તેલુગુમાં બોલીશ.

પ્રધાનમંત્રી -  કોઈ વાંધો નહીં, હવે તેલુગુ બોલો.

લાભાર્થી - શું સાહેબ!! મારા લગ્ન 2009માં થયા સાહેબ. હું 2019 સુધી ગૃહિણી તરીકે રહી. મને કેનેરા બેંકના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં તેર દિવસ માટે શણની થેલીઓ બનાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. મને બેંક દ્વારા મુદ્રા યોજના હેઠળ 2 લાખ રૂપિયાની લોન મળી. મેં નવેમ્બર 2019માં મારો વ્યવસાય શરૂ કર્યો. કેનેરા બેંકના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને 2 લાખ રૂપિયા મંજૂર કર્યા. તેમણે કોઈ જામીન માંગ્યા નહીં, લોન મેળવવા માટે કોઈ મદદની જરૂર નહોતી. મને કોઈ જામીન વિના લોન મંજૂર થઈ. 2022માં મારા લોન ચૂકવણીના ઇતિહાસને કારણે, કેનેરા બેંકે વધારાના 9.5 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. હવે પંદર લોકો મારા હેઠળ કામ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી -  મતલબ કે 2 લાખ રૂપિયાથી શરૂઆત કરી અને 9.5 લાખ સુધી પહોંચ્યા.

લાભાર્થી - હા સાહેબ!

પ્રધાનમંત્રી -  તમારી સાથે કેટલા લોકો કામ કરે છે?

લાભાર્થી - 15 સભ્યો સાહેબ.

પ્રધાનમંત્રી -  15

લાભાર્થી - બધી ગૃહિણીઓ છે અને બધી RCT (ગ્રામીણ સ્વ-રોજગાર કેન્દ્ર) તાલીમાર્થીઓ છે. હું પહેલા તાલીમાર્થીઓમાંની એક હતી, હવે હું પણ ફેકલ્ટીમાંની એક છું. આ તક માટે હું ખૂબ ખૂબ આભારી છું. આભાર આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર.

પ્રધાનમંત્રી -  આભાર, આભાર, આભાર.

લાભાર્થી - સાહેબ, મારું નામ પૂનમ કુમારી છે. સાહેબ, હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી છું, અમારું કુટુંબ ખૂબ જ ગરીબ હતું, ખૂબ ગરીબ....

પ્રધાનમંત્રી -  શું તમે પહેલી વાર દિલ્હી આવ્યા છો?

લાભાર્થી - હા સાહેબ.

પ્રધાનમંત્રી -  વાહ.

લાભાર્થી - અને હું ફ્લાઇટમાં પણ પહેલી વાર બેઠી છું સર.

 

|

પ્રધાનમંત્રી -  ઠીક છે.

લાભાર્થી - મારા પરિવારમાં એટલી બધી ગરીબી હતી કે જો હું દિવસમાં એક વાર ખાઉં તો મને બીજી વાર ખાવાનું વિચારવું પડતું, પણ સાહેબ, મેં ઘણી હિંમત ભેગી કરી છે, હું ખેડૂત પરિવારની છું.

પ્રધાનમંત્રી -  તમે બિલકુલ સ્વસ્થ છો.

લાભાર્થી - હું ખેડૂત પરિવારમાંથી હોવાથી, મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, તેથી મેં મારા પતિ સાથે વાત કરી, આપણે લોન લઈને પોતાનો વ્યવસાય કેમ ન શરૂ કરીએ, તો મારા પતિએ કહ્યું કે હા, તમે ખૂબ જ સારું સૂચન આપી રહ્યા છો, આપણે તે કરવું જોઈએ, તેથી મારા પતિએ મિત્રો વગેરે સાથે વાત કરી, તેઓએ મને કહ્યું કે મુદ્રા લોન તમારા માટે ખૂબ સારી રહેશે, તમારે તે કરવી જોઈએ. પછી હું બેંકના લોકો પાસે ગઈ, SBI બેંક (સ્થળનું નામ અસ્પષ્ટ) ત્યારે તેમણે મને કહ્યું કે હા, તમે તે કોઈપણ દસ્તાવેજો વિના લઈ શકો છો. તો સાહેબ, ત્યાંથી મને 8 લાખ રૂપિયાની લોન મંજૂર થઈ અને મેં વેપાર શરૂ કર્યો સાહેબ. મેં તે 2024માં લીધી છે સાહેબ અને ખૂબ જ સારી વૃદ્ધિ થઈ છે.

પ્રધાનમંત્રી - તમે શું કામ કરો છો?

લાભાર્થી - સાહેબ, બીજ... જેમાં મારા પતિ ખૂબ મદદ કરે છે, તેઓ મોટાભાગનું બજારનું કામ કરે છે, મેં એક કર્મચારી પણ રાખ્યો છે, સાહેબ.

પ્રધાનમંત્રી - ઠીક છે.

લાભાર્થી - હા સાહેબ. અને હું ખૂબ આગળ વધી રહી છું સાહેબ, મને વિશ્વાસ છે કે હું આ લોન જલ્દી પૂર્ણ કરીશ, મને પૂરો વિશ્વાસ છે.

પ્રધાનમંત્રી - તો હવે તે એક મહિનામાં કેટલી કમાણી કરી શકો છો?

લાભાર્થી - સાહેબ, તે 60000 સુધી જાય છે.

પ્રધાનમંત્રી - ઠીક છે. 60,000 રૂપિયા. તો શું પરિવારે તે માન્યું?

લાભાર્થી - બિલકુલ સાહેબ, બિલકુલ. આજે હું તમારી યોજનાને કારણે આત્મનિર્ભર છું.

પ્રધાનમંત્રી - સારું, તમે ખૂબ સારું કામ કર્યું છે.

લાભાર્થી - આભાર સાહેબ! મને ખરેખર તમારી સાથે વાત કરવાની ઇચ્છા હતી સર. મને વિશ્વાસ જ નહોતો આવતો કે હું પણ મોદીજીને મળવાની છું. મને વિશ્વાસ જ ન થયો. જ્યારે હું અહીં દિલ્હી આવી ત્યારે મેં વિચાર્યું, ખરેખર હું જઈ રહી છું. આભાર સાહેબ,  મારા પતિ પણ આવવાના હતા કે તમે જઈ રહ્યા છો તો શુભકામનાઓ.

પ્રધાનમંત્રી -  મારો ઉદ્દેશ્ય એ છે કે મારા દેશનો દરેક સામાન્ય નાગરિક આત્મવિશ્વાસથી ભરેલો હોય, સમસ્યાઓ આવે છે, દરેક તેનો સામનો કરે છે. જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે. પરંતુ જો કોઈને તક મળે, તો તેણે મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ વધવું જોઈએ અને મુદ્રા યોજનાએ આ જ કર્યું છે.

 

|

લાભાર્થી - હા સાહેબ!

પ્રધાનમંત્રી -  આપણા દેશમાં બહુ ઓછા લોકો છે જે સમજે છે કે ક્રાંતિ કેવી રીતે શાંતિથી થઈ રહી છે. આ એક વિશાળ મૌન ક્રાંતિ છે.

લાભાર્થી - સાહેબ, હું બીજા લોકોને પણ મુદ્રા યોજના વિશે જણાવવાનો પ્રયાસ કરું છું.

પ્રધાનમંત્રી -  બીજાઓને સમજાવવા જોઈએ.

લાભાર્થી - બિલકુલ સાહેબ.

પ્રધાનમંત્રી - જુઓ, જ્યારે અમે નાના હતા ત્યારે અમે સાંભળતા હતા કે ખેતી સૌથી સારી છે, વ્યવસાય મધ્યમ છે અને નોકરી સૌથી નીચી છે... અમે આવી વાતો સાંભળતા હતા, અમે નોકરીને છેલ્લી વસ્તુ માનતા હતા. ધીમે ધીમે સમાજની માનસિકતા એટલી હદે બદલાઈ ગઈ કે નોકરી પહેલા આવે છે, પહેલા નોકરી પહેલા આવે છે, જો આપણને ક્યાંક નોકરી મળે તો આપણે સ્થાયી થવું જોઈએ. જીવનની નિશ્ચિતતા છે. વેપાર મધ્યમ રહ્યો અને લોકો અહીં પહોંચ્યા, ખેતી સૌથી છેલ્લે આવી. એટલું જ નહીં, જો ખેડૂતને ત્રણ દીકરા હોય તો તે શું કરે છે, તે તેમાંથી એકને ખેતીનું કામ સંભાળવાનું કહે છે અને બીજા બેને ક્યાંક જઈને પોતાનું ગુજરાન ચલાવવાનું કહે છે. હવે માધ્યમનો આ વિષય એ છે કે વ્યવસાયને હંમેશા મધ્યમ માનવામાં આવે છે. પરંતુ આજે ભારતના યુવાનો પાસે જે ઉદ્યોગસાહસિક કૌશલ્ય છે, જો તેમને થોડી મદદ મળે, તો તે મહાન પરિણામો લાવી શકે છે અને આ મુદ્રા યોજનામાં કોઈપણ સરકાર માટે આ એક આંખ ખોલનાર બાબત છે. સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ આગળ આવી છે, સૌથી વધુ લોન માટે મહિલાઓએ અરજી કરી છે, સૌથી વધુ મહિલાઓએ લોન મેળવી છે અને સૌથી ઝડપથી લોન ચૂકવનારી પણ મહિલાઓ છે. એટલે કે, આ એક નવું ક્ષેત્ર છે અને આ શક્તિમાં વિકસિત ભારતની સંભાવના દેખાય છે અને તેથી મારું માનવું છે કે આપણે એક એવું વાતાવરણ બનાવવું જોઈએ, તમારા જેવા લોકો જે સફળ થયા છે, તમે જાણો છો કે હવે તમારે કોઈ રાજકારણીના પત્રની જરૂર રહેશે નહીં. તમારે કોઈ ધારાસભ્ય કે સાંસદના ઘરે જવાની જરૂર ન પડી; હું તમને ખાતરી આપું છું કે તમારે કોઈને એક રૂપિયો પણ ચૂકવવો પડ્યો નથી. અને કોઈ પણ ગેરંટી વગર પૈસા મેળવવા અને એકવાર પૈસા આવે પછી તેનો સારો ઉપયોગ કરવાથી, તમારા જીવનમાં એક શિસ્ત આવે છે. નહીંતર કોઈ વિચારશે કે દોસ્ત, મેં લઈ લીધું છે, ચાલો હવે બીજા શહેરમાં જઈએ, બેંકવાળા મને ક્યાં શોધતા રહેશે. તે પોતાના જીવનને ઘડવાની તક આપે છે અને હું ઈચ્છું છું કે મારા દેશના વધુને વધુ યુવાનો આ ક્ષેત્રમાં આવે. તમે જુઓ, દેશના લોકોને કોઈ ગેરંટી વિના 33 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તમે અખબારમાં વાંચ્યું હશે કે આ અમીરોની સરકાર છે. જો તમે બધા અમીરોનો સરવાળો કરો તો પણ તેમને 33 લાખ કરોડ રૂપિયા ન મળે. મારા દેશના સામાન્ય માણસને તમારા હાથમાં 33 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, તે તમારા જેવા દેશના આશાસ્પદ યુવાનો અને મહિલાઓને આપવામાં આવ્યા છે. અને તે બધાએ એક વ્યક્તિને, બે લોકોને, 10 લોકોને અને 40-50 લોકોને રોજગાર આપ્યો છે. એટલે કે, તે રોજગારી પૂરી પાડીને એક વિશાળ અર્થતંત્રનું નિર્માણ કરે છે. તેના કારણે ઉત્પાદન થાય છે પણ સામાન્ય માણસ જે કમાય છે, તે વિચારે છે કે પહેલા તે વર્ષમાં એક શર્ટ ખરીદતો હતો, હવે તે બે ખરીદશે. લોકો બાળકોને ભણાવવામાં ખચકાટ અનુભવતા હતા, હવે ચાલો તેમને ભણાવીએ, આવી દરેક વસ્તુનો સામાજિક જીવનમાં ઘણો ફાયદો થાય છે. હવે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. સામાન્ય રીતે સરકારનો સ્વભાવ એવો હોય છે કે તે નિર્ણય લે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને જાહેરાત કરે છે કે અમે આ કરીશું. તે પછી, કેટલાક લોકોને બોલાવો અને દીપ પ્રગટાવો, લોકો તાળીઓ પાડે, અને અખબારના લોકો વિશે ચિંતા કરતા રહો જેથી હેડલાઇન અખબારમાં છપાય, અને તે પછી, કોઈ પૂછે નહીં. આ સરકાર એવી છે કે તે 10 વર્ષ પછી કોઈ યોજનાના પરિણામોની ગણતરી કરી રહી છે અને લોકોને પૂછી રહી છે કે ઠીક છે ભાઈ, અમે કહી રહ્યા છીએ કે આ થયું પણ તમે અમને કહો કે શું થયું. અને જેમ હું આજે તમને પૂછી રહ્યો છું, આવનારા દિવસોમાં દેશભરમાં, મારા બધા સાથીદારો આવા જૂથો વિશે પૂછપરછ કરશે, તેમને મળશે અને તેમની પાસેથી માહિતી મેળવશે. અને તેના કારણે, જો તેમાં કોઈ ફેરફાર લાવવાનો હોય, કોઈ સુધારો કરવાનો હોય, તો આપણે તે દિશામાં પણ આગળ વધવાના છીએ. પરંતુ હવે જુઓ, અમારા પ્રયાસોએ તેને શરૂઆતમાં 50,000 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધી સતત ચાલુ રાખ્યું. સરકારનો આત્મવિશ્વાસ જુઓ કે પહેલા સરકાર પણ વિચારતી હતી કે ભાઈ, 5 લાખથી વધુ ના આપો, ડૂબી જઈશું તો શું કરીશું, આ લોકો મોદીના વાળ ખેંચી નાખશે. પણ મારા દેશના લોકોએ મારો વિશ્વાસ તોડ્યો નહીં; તમે લોકોએ, મારા દેશવાસીઓમાં મારા વિશ્વાસને મજબૂત બનાવ્યો. અને તેના કારણે, મને 50,000 રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધી પહોંચવાની હિંમત મળી. આ નિર્ણય નાનો નથી. આ નિર્ણય ત્યારે લેવામાં આવે છે જ્યારે યોજનાની સફળતા અને લોકોનો તેમાં વિશ્વાસ બંને દેખાય છે. આપ સૌને ખૂબ ખૂબ  શુભેચ્છાઓ અને મને તમારી પાસેથી અપેક્ષા છે કે જેમ તમે મુદ્રા યોજનાનો ઉપયોગ કરીને 5-10 લોકોને રોજગાર આપો છો, 5-10 લોકોને પોતાનું કામ કરવા માટે પ્રેરણા આપો છો, તેમને હિંમત આપો છો કે તેઓ આત્મવિશ્વાસ કેળવે અને દેશમાં 52 કરોડ લોન આપવામાં આવી છે; સુરેશે કહ્યું હતું કે પહેલા 2.5 લાખ લીધા, પછી 9 લાખ લીધા, એટલે બે લોનની સંખ્યા 52 કરોડ લોકો નહીં હોય. પરંતુ 52 કરોડ રૂપિયાની લોન પોતે જ એક મોટો આંકડો છે. દુનિયાના કોઈ પણ દેશમાં આનો વિચાર પણ કરી શકાતો નથી અને તેથી જ હું કહું છું કે આપણે આપણી યુવા પેઢીને તૈયાર કરવી જોઈએ કે ભાઈ, તમે જાતે જ શરૂઆત કરો, તેનાથી ઘણો ફાયદો થશે. મને યાદ છે, જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે મારો એક કાર્યક્રમ હતો - ગરીબ કલ્યાણ મેળો. પણ મારા કાર્યક્રમમાં, 'હવે હું ગરીબ નથી રહેવા માંગતો' જેવું શેરી નાટક થતું, જ્યાં બાળકો લોકોને પ્રેરણા આપવા માટે નાટક રજૂ કરતા. અને પછી કેટલાક લોકો સ્ટેજ પર આવીને સરકારને પોતાના રેશનકાર્ડ પાછા જમા કરાવતા અને કહેતા કે અમે ગરીબીમાંથી બહાર આવી ગયા છીએ, હવે અમને કોઈ સુવિધાઓની જરૂર નથી. પછી તેઓ પરિસ્થિતિને કેવી રીતે ફેરવી તે અંગે ભાષણ આપતા. તો એક વાર હું કદાચ વલસાડ જિલ્લામાં હતો, ત્યારે 8-10 લોકોનું એક જૂથ આવ્યું અને બધાએ પોતાના બધા ગરીબી લાભો સરકારને સોંપી દીધા. પછી તેણે પોતાનો અનુભવ કહ્યો, તો શું હતું? તેઓ આદિવાસી લોકો હતા અને આદિવાસીઓમાં ભગતનું કામ ભજન મંડળી વગાડવાનું અને સાંજે ગાવાનું હતું, તેથી ત્યાંથી તેમને એક કે બે લાખ રૂપિયાની લોન મળી, તે સમયે મુદ્રા યોજના વગેરે નહોતી, મારી સરકાર ત્યાં એક યોજના ચલાવતી હતી. તેમાંથી કેટલાક વગાડવા માટે વાદ્યો લાવ્યા, કેટલાકે તાલીમ લીધી, અને તેમાંથી તેમણે 10-12 લોકોની બેન્ડ પ્લેયર્સ કંપની બનાવી. અને પછી તે લગ્નોમાં જઈને વાદ્ય વગાડવાનું શરૂ કર્યું અને પછી તેણે પોતાના માટે એક સારો યુનિફોર્મ બનાવ્યો. અને ધીમે ધીમે તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા અને તે બધા સારી સ્થિતિમાં આવી ગયા. દરેક વ્યક્તિ દર મહિને 50-60 હજાર રૂપિયા કમાવવા લાગ્યા. એનો અર્થ એ કે એક નાની વાત પણ મોટો ફેરફાર લાવી શકે છે. મેં મારી નજર સમક્ષ આવી ઘણી ઘટનાઓ જોઈ છે. અને ત્યાંથી મને પ્રેરણા મળે છે, તમારા લોકો પાસેથી જ કે હા, જુઓ, દેશમાં આવી શક્તિ ફક્ત એક વ્યક્તિમાં નહીં પણ ઘણામાં હશે, ચાલો આવું કંઈક કરીએ. દેશના લોકોને સાથે લઈને દેશનું નિર્માણ કરી શકાય છે. આ મુદ્રા યોજના તેમની આશાઓ અને આકાંક્ષાઓનો અભ્યાસ કર્યા પછી કરવામાં આવી હતી અને તે તેનું જ એક સ્વરૂપ છે. મને ખાતરી છે કે તમે લોકો આ સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશો અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળશે. સમાજે તમને આપ્યું છે, તમારે પણ સમાજને આપવું જોઈએ. એવું ન હોવું જોઈએ કે, ચાલો જઈએ અને મજા કરીએ, આપણે સમાજ માટે પણ કંઈક એવું કરવું જોઈએ, જેનાથી મનને સંતોષ મળે.

ઠીક છે, ખૂબ ખૂબ આભાર.

 

  • Anup Dutta July 02, 2025

    joy Shree Ram
  • Gaurav munday May 24, 2025

    🌎
  • Jitendra Kumar May 17, 2025

    🙏🇮🇳🇮🇳
  • Dalbir Chopra EX Jila Vistark BJP May 13, 2025

    ऐए
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha May 11, 2025

    Jay shree Ram
  • ram Sagar pandey May 11, 2025

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय माता दी 🚩🙏🙏जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माता दी 🚩🙏🙏
  • Rahul Naik May 03, 2025

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • Kukho10 May 03, 2025

    PM MODI DESERVE THE BESTEST LEADER IN INDIA!
  • ram Sagar pandey April 28, 2025

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏जय माता दी 🚩🙏🙏जय श्रीराम 🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹
  • கார்த்திக் April 27, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏼
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers

Media Coverage

'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes: Prime Minister's State Visit to Trinidad & Tobago
July 04, 2025

A) MoUs / Agreement signed:

i. MoU on Indian Pharmacopoeia
ii. Agreement on Indian Grant Assistance for Implementation of Quick Impact Projects (QIPs)
iii. Programme of Cultural Exchanges for the period 2025-2028
iv. MoU on Cooperation in Sports
v. MoU on Co-operation in Diplomatic Training
vi. MoU on the re-establishment of two ICCR Chairs of Hindi and Indian Studies at the University of West Indies (UWI), Trinidad and Tobago.

B) Announcements made by Hon’ble PM:

i. Extension of OCI card facility upto 6th generation of Indian Diaspora members in Trinidad and Tobago (T&T): Earlier, this facility was available upto 4th generation of Indian Diaspora members in T&T
ii. Gifting of 2000 laptops to school students in T&T
iii. Formal handing over of agro-processing machinery (USD 1 million) to NAMDEVCO
iv. Holding of Artificial Limb Fitment Camp (poster-launch) in T&T for 50 days for 800 people
v. Under ‘Heal in India’ program specialized medical treatment will be offered in India
vi. Gift of twenty (20) Hemodialysis Units and two (02) Sea ambulances to T&T to assist in the provision of healthcare
vii. Solarisation of the headquarters of T&T’s Ministry of Foreign and Caricom Affairs by providing rooftop photovoltaic solar panels
viii. Celebration of Geeta Mahotsav at Mahatma Gandhi Institute for Cultural Cooperation in Port of Spain, coinciding with the Geeta Mahotsav celebrations in India
ix. Training of Pandits of T&T and Caribbean region in India

C) Other Outcomes:

T&T announced that it is joining India’s global initiatives: the Coalition of Disaster Resilient Infrastructure (CDRI) and Global Biofuel Alliance (GBA).