Quote“સરદાર પટેલ માત્ર એક ઐતિહાસિક હસ્તી નથી પરંતુ દરેક દેશવાસીઓના દિલમાં વસે છે”
Quote“જ્યાં 130 કરોડ ભારતીયો વસે છે તે આ ભૂમિ સમૂહ આપણા આત્મા, સપનાં અને મહત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ છે”
Quote“સરદાર પટેલ શક્તિશાળી, સહિયારું, સંવેદનશીલ અને સતર્ક ભારત ઇચ્છતા હતા”
Quote“સરદાર પટેલથી પ્રેરાઇને, ભારત બાહ્ય અને આંતરિક પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ બની રહ્યું છે”
Quote“જળ, આકાશ, ભૂમિ અને અવકાશમાં દેશનો નિર્ધાર અને ક્ષમતાઓ અભૂતપૂર્વ છે અને દેશે આત્મનિર્ભરતાના નવા મિશનના માર્ગે આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે”
Quote“આ ‘આઝાદીનો અમૃતકાળ’ અભૂતપૂર્વ વિકાસ, મુશ્કેલ લક્ષ્યોની પ્રાપ્તિ અને સરદાર સાહેબના સપનાંના ભારતના નિર્માણનો સમય છે”
Quote“જો સરકારની સાથે સાથે, લોકોની ‘ગતિ શક્તિ’નો પણ ઉપયોગ કરવામાં આવે તો કંઇ જ અશક્ય નથી”

નમસ્કાર !

રાષ્ટ્રીય એકતા દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ!

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ જેમણે સમર્પિત કરી, એવા રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

સરદાર પટેલજી માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણે સૌ દેશવાસીઓનાં હૃદયમાં પણ છે. આજે દેશભરમાં એકતાનો સંદેશ લઈને આગળ વધી રહેલા આપણા ઊર્જાવાન સાથી ભારતની અખંડિતતા પ્રત્યે અખંડ ભાવના પ્રતીક છે. આ ભાવના આપણે દેશના ખૂણેખૂણેમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થઈ રહેલા આયોજનોમાં સારી રીતે જોવા મળી રહી છે.

સાથીઓ,

ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, સંકલ્પનાઓ, સભ્યતા-સંસ્કૃતિના ઉદાર માપદંડોથી પરિપૂર્ણ રાષ્ટ્ર છે.

ધરતીના જે ભૂ-ભાગ પર આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ, એ આપણા આત્માનો, આપણા સ્વપ્નોનો, આપણી આકાંક્ષાઓનો અખંડ હિસ્સો છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજમાં, પરંપરાઓમાં, લોકતંત્રનો જે મજબૂત પાયો વિકસિત થયો તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે. પરંતુ આપણે એ પણ યાદ રાખવાનું છે કે નૌકામાં બેઠેલા દરેક મુસાફરને નૌકાનું ધ્યાન રાખવાનું જ હોય છે. આપણે એક રહીશું, ત્યારે આગળ વધી શકીશું, દેશ પોતાના લક્ષ્યોને ત્યારે જ પ્રાપ્ત કરી શકશે.

|

સાથીઓ,

સરદાર પટેલ હંમેશા ઈચ્છતા હતા કે, ભારત સશક્ત હોય, ભારત સમાવેશી પણ હોય, ભારત સંવેદનશીલ હોય અને ભારત સતર્ક પણ હોય, વિનમ્ર પણ હોય, વિકસિત પણ હોય. તેમણે દેશહિતને હંમેશા સર્વોપરિ રાખ્યું. આજે તેમની પ્રેરણાથી ભારત, બાહ્ય અને આંતરિક, એમ દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં સંપૂર્ણપણે સક્ષમ થઈ રહ્યું છે. છેલ્લા 7 વર્ષોમાં દેશે દાયકાઓ જૂના વણજોઈતા કાયદાઓથી મુક્તિ મેળવી છે, રાષ્ટ્રીય એકતાને જાળવતા આદર્શોને નવી ઊંચાઈ આપી છે. જમ્મુ-કાશ્મીર હોય, નોર્થ ઈસ્ટ હોય કે દૂર હિમાલયનું કોઈ ગામ, આજે બધા પ્રગતિના પથ પર અગ્રેસર છે. દેશમાં થઈ રહેલું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્તરનું નિર્માણ, દેશમાં ભૌગોલિક અને સાંસ્કૃતિક અંતરને મિટાવવાનું કામ કરી રહ્યું છે. જ્યારે દેશના લોકોને એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં જતા પહેલા જ સો વખત વિચારવું પડે તો પછી કામ કેવી રીતે ચાલશે? જ્યારે દેશના ખૂણે-ખૂણે પહોંચવાની આઝાદી હશે, તો લોકો વચ્ચે હૃદયનું અંતર પણ ઓછું થશે, દેશની એકતા વધશે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની આ જ ભાવનાને મજબૂત કરતા, આજે દેશમાં સામાજિક, આર્થિક અને બંધારણીય એકીકરણનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. જળ-થલ-નભ-અંતરિક્ષ, દરેક મોરચે ભારતનું સામર્થ્ય છ અને સંકલ્પ અભૂતપૂર્વ છે. પોતાના હિતોની રક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર નીકળી પડ્યો છે.

અને સાથીઓ,

આવા સમયમાં આપણે સરદાર સાહેબની એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું-

''By common endeavour

we can raise the country

to a new greatness,

while a lack of unity will expose us to fresh calamities''

એકતાનો ભાવ જ્યાં નવા સંકટ લાવે છે, સૌનો સામૂહિક પ્રયાસ દેશને નવી ઊંચાઈ પર લઈ જાય છે. આઝાદ ભારતના નિર્માણમાં સૌનો પ્રયાસ જેટલો ત્યારે પ્રાસંગિક હતો, તેનાથી વધુ આઝાદીના આ અમૃતકાળમાં થવાનો છે. આઝાદીનો આ અમૃતકાળ સરદાર સાહેબના સ્વપ્નોના ભારતના નવનિર્માણનો છે.

સાથીઓ,

સરદાર સાહેબ આપણા દેશને એક શરીર તરીકે જોતા હતા, એક જીવંત એકમ તરીકે જોતા હતા. આથી, તેમના ‘એક ભારત’નો મતલબ એ પણ હતો કે જેમાં દરેક માટે એકસમાન તક હોય, એક સમાન સપના જોવાનો અધિકાર હોય. આજથી અનેક દાયકાઓ અગાઉ, એ સમયમાં પણ, તેમના આંદોલનોની તાકાત એ રહેતી કે જેમાં મહિલા-પુરૂષ, દરેક વર્ગ, દરેક પંથની સામૂહિક ઊર્જા સામેલ રહેતી હતી. આથી, આજે જ્યારે આપણે એક ભારતની વાત કરીએ છીએ તો એ એક ભારતનું સ્વરૂપ કેવું હોવું જોઈએ?

એ એક ભારતનું સ્વરૂપ હોવું જોઈએ-એક એવું ભારત, જેની મહિલાઓની પાસે એકસમાન તકો હોય! એક એવું ભારત, જ્યાં દલિત, વંચિત, આદિવાસી-વનવાસી, દેશના પ્રત્યેક નાગરિક ખુદને એકસમાન અનુભવે. એક એવું ભારત, જ્યાં ઘર, વીજળી, પાણી જેવી સુવિધાઓમાં ભેદભાવ નથી. એક-સમાન અધિકાર હોય.

આ જ તો આજે દેશ કરી રહ્યો છે. આ દિશામાં તો નીતનવા લક્ષ્યો નિશ્ચિત કરી રહ્યો છે. અને આ બધુ થઈ રહ્યું છે, કેમકે આજે દેશના દરેક સંકલ્પમાં ‘સૌનો પ્રયાસ’ જોડાયેલો છે.

સાથીઓ,

જ્યારે સૌનો પ્રયાસ થાય છે તો તેનાથી કેવા પરિણામો આવે છે, એ આપણે કોરોના વિરુદ્ધ દેશની લડાઈમાં પણ જોયું છે. નવી કોવિડ હોસ્પિટલોથી લઈને વેન્ટિલેટર સુધી, જરૂરી દવાઓનાં નિર્માણથી લઈને 100 કરોડ વેક્સિન ડોઝના મુકામને પાર કરવા સુધી, આ દરેક ભારતીય, દરેક સરકાર, દરેક ઈન્ડસ્ટ્રી, એટલે કે સૌના પ્રયાસથી જ સંભવ થઈ શક્યું છે. સૌના પ્રયાસની આ જ ભાવનાને આપણે હવે વિકાસની ગતિનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો આધાર બનાવવાનો છે. અત્યારે હાલમાં જ સરકારી વિભાગોની સહભાગી શક્તિનો પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તરીકે એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. વીતેલા વર્ષોમાં જે અનેક રિફોર્મ કરવામાં આવ્યા છે, તેનું સામૂહિક પરિણામ છે કે ભારત રોકાણનું એક આકર્ષક ડેસ્ટિનેશન બની ગયું છે.

|

ભાઈઓ અને બહેનો,

સરકારની સાથે-સાથે સમાજની ગતિશક્તિ પણ જોડાઈ જાય તો, મોટા મોટા સંકલ્પોની સિદ્ધિ કઠિન નથી, બધુ શક્ય છે. અને આથી, આજે જરૂરી છે કે જ્યારે પણ આપણે કોઈ કામ કરીએ છીએ તો એ જરૂર વિચારીએ કે તેની આપણા વ્યાપક રાષ્ટ્રીય લક્ષ્યો પર શી અસર પડશે. જેમકે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરનારો યુવક એક લક્ષ્ય લઈને ચાલે કે તે કયા સેક્ટરમાં શું નવું ઈનોવેશન કરી શકે છે. સફળતા-નિષ્ફળતા પોતપોતાના સ્થાને છે પરંતુ કોશિશ ખૂબ જરૂરી છે. આ જ પ્રકારે આપણે જ્યારે બજારમાં ખરીદી કરીએ છીએ તો પોતાની પસંદ-નાપસંદની સાથે-સાથે એ પણ જોઈએ કે શું આપણે તેનાથી આત્મનિર્ભર ભારતમાં સહયોગ આપી શકીએ છીએ કે આપણે તેનાથી ઉલટું કરી રહ્યા છીએ.

ભારતની ઈન્ડસ્ટ્રી પણ, વિદેશી રૉ મટિરિયલ કે પૂર્જાઓ પર નિર્ભરતાના લક્ષ્ય નક્કી કરી શકે છે. આપણા ખેડૂતો પણ દેશની આવશ્યકતાઓ અનુસાર નવી ખેતી અને નવા પાકને અપનાવીને આત્મનિર્ભર ભારતમાં ભાગીદારી મજબૂત કરી શકે છે. આપણી સહકારી સંસ્થાઓ પણ દેશના નાના ખેડૂતોને મજબૂત કરે, આપણે જેટલું વધુ ધ્યાન આપણા નાના ખેડૂતો પર કેન્દ્રીત કરીશું, તેમની ભલાઈ માટે આવીશું, ગામના દૂરદૂરના સ્થળો સુધી આપણે એક નવો વિશ્વાસ પેદા કરી શકીશું અને આપણે આ જ દિશામાં સંકલ્પ લેવા માટે આગળ આવવાનું છે.

સાથીઓ,

આ વાતો સામાન્ય લાગી શકે છે પરંતુ તેના પરિણામો અભૂતપૂર્વ હશે.

વીતેલા વર્ષોમાં આપણે જોયું છે કે નાના સમજવામાં આવતા સ્વચ્છતા જેવા વિષયોને પણ જનભાગીદારીએ કેવી રીતે રાષ્ટ્રની તાકાત બનાવ્યા છે. એક નાગરિક તરીકે જ્યારે આપણે એક ભારત બનીને આગળ વધ્યા તો આપણને સફળતા મળી અને આપણે ભારતની શ્રેષ્ઠતામાં પણ પોતાનું યોગદાન આપ્યું. આપ હંમેશા યાદ રાખો-નાનામાં નાનું કામ પણ મહાન છે, જો તેની પાછળ સારી ભાવના હોય. દેશની સેવા કરવામાં જે આનંદ છે, જે સુખ છે, તેનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી. દેશની અખંડિતતા અને એકતા માટે, પોતાના નાગરિક કર્તવ્યોને પૂરા કરતા, આપણા દરેક પ્રયાસ જ સરદાર પટેલજી માટે સાચી શ્રદ્ધાંજલિ છે. પોતાની સિદ્ધિઓથી પ્રેરણા લઈને આપણે આગળ વધીએ, દેશની એકતા, દેશની શ્રેષ્ઠતાને નવી ઊંચાઈ આપીએ, આ જ કામના સાથે આપ સૌને ફરીથી રાષ્ટ્રીય એકતા દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ધન્યવાદ !

  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • Reena chaurasia August 28, 2024

    बीजेपी
  • Jitender Kumar April 28, 2024

    I have written IPC 304 on your App Shri Narendra Modi Sahab. Regards, Jitender Kumar
  • MANDA SRINIVAS March 07, 2024

    jaisriram
  • Shabir. Ahmad Nengroo March 06, 2024

    I have no Invitation.
  • purushothaman.R March 06, 2024

    👌👌👌
  • MLA Devyani Pharande February 17, 2024

    जय श्रीराम
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PMI data: India's manufacturing growth hits 10-month high in April

Media Coverage

PMI data: India's manufacturing growth hits 10-month high in April
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Jammu & Kashmir Chief Minister meets Prime Minister
May 03, 2025

The Chief Minister of Jammu & Kashmir, Shri Omar Abdullah met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office handle posted on X:

“CM of Jammu and Kashmir, Shri @OmarAbdullah, met PM @narendramodi.”