"ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એ દેશની અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ છે"
"આ દરેક હિસ્સેદાર માટે નવી જવાબદારીઓ, નવી શક્યતાઓ અને બોલ્ડ નિર્ણયોનો સમય છે"
"ભારતમાં સદીઓથી હાઇવેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે"
"અમે ગરીબીને સદ્ગુણ તરીકે દૂર કરવામાં સફળ થયા છીએ"
"હવે આપણે આપણી ઝડપ સુધારવી પડશે અને ટોપ ગિયરમાં આગળ વધવું પડશે"
"પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના મલ્ટિમોડલ લોજિસ્ટિક્સનો ચહેરો બદલવા જઈ રહ્યો છે"
"પ્રધાનમંત્રી ગતિ શક્તિ માસ્ટર પ્લાન એ એક મહત્વપૂર્ણ સાધન છે જે વિકાસ સાથે આર્થિક અને માળખાકીય આયોજનને એકીકૃત કરે છે"
"ગુણવત્તા અને મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આપણી લોજિસ્ટિક કિંમત આવનારા દિવસોમાં વધુ ઘટશે"
"ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી સાથે, દેશના સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂત હોવું પણ એટલું જ જરૂરી છે"
"તમે માત્ર રાષ્ટ્રના વિકાસમાં યોગદાન નથી આપી રહ્યા પરંતુ ભારતના વિકાસના એન્જિનને ગતિ પણ આપી રહ્યા છો"

નમસ્કાર જી.
મને આનંદ છે કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા આ વેબિનારમાં સેંકડો સ્ટેકહોલ્ડર જોડાયેલા છે અને 700 કરતાં વધારે તો મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓએ સમય કાઢીને આ મહત્વપૂર્ણ પહેલના મહત્વને સમજીને વેલ્યૂ એડિશનનું કાર્ય કર્યું છે. હું તમામનું સ્વાગત કરું છું. આ ઉપરાંત અનેકાનેક સેક્ટર નિષ્ણાતો તથા વિવિધ હિસ્સેદારો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ વેબિનારને અત્યંત સમૃદ્ધ કરશે. પરિણામલક્ષી બનાવશે એવો મને ભરોસો છે. હું ફરી એક વાર આપ સૌનો સમય કાઢીને અહીં આવવા બદલ આભારી છું તથા હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું.  આ વર્ષનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસને નવી ઉર્જા પ્રદાન કરનારું છે. દુનિયાના મોટા મોટા નિષ્ણાતો તથા ઘણા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે ભારતના બજેટ તથા તેના નીતિવિષયક નિર્ણયોની સારી પ્રશંસા કરી છે. હવે આપણું કેપેક્સ, વર્ષ 2013-14ની સરખામણીએ એટલે કે મારા આવવાના અગાઉ જે સ્થિતિ હતી તેની સરખામણીમાં પાંચ ગણું વધારે થઈ ગયું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત સરકાર આવનારા સમયમાં 110 લાખ કરોડ રૂપિયા રોકાણ કરવાના લક્ષ્યાંક સાથે આગળ ધપી રહી છે. એવામાં પ્રત્યેક હિસ્સેદાર માટે આ નવી જવાબદારીનો, સંભાવનાઓનો તથા સાહસપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે.
સાથીઓ,
કોઈ પણ દેશના વિકાસમાં સ્થાયી વિકાસમાં, ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખતાં વિકાસમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ હંમેશ માટે રહ્યું છે. જે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા ઇતિહાસનો અભ્યાસ કરે છે, તેઓ આ સારી રીતે જાણે છે. જેમ કે આપણે ત્યાં લગભગ અઢી હજાર વર્ષ અગાઉ ચંદ્રગુપ્ત મોર્યએ ઉત્તરાપથનું નિર્માણ કરાવ્યું હતું. આ માર્ગે મધ્ય એશિયા તથા ભારતીય ઉપમહાદ્વિપની વચ્ચે વેપાર-કારોબારને વેગ આપવામાં ઘણી મદદ કરી હતી. ત્યાર બાદ સમ્રાટ અશોકે પણ આ માર્ગ પર અનેક વિકાસ કાર્યો કરાવ્યા હતા. 16મી સદીમાં શેર શાહ સૂરીએ પણ આ માર્ગના મહત્વને સમજ્યું હતું  અને નવી રીતે વિકાસના કાર્યોને પૂર્ણ કરાવ્યા હતા. જ્યારે બ્રિટિશરો આવ્યા તો તેમણે આ રૂટને વધારે અપગ્રેડ કર્યો અને પછી તે જી-ટી રોડ તરીકે ઓળખાયો. એટલે કે દેશના વિકાસ માટે હાઇવેના વિકાસની અવધારણા હજારો વર્ષ પુરાણી છે. આ જ રીતે આપણે જોઇએ છીએ કે આજકાલ રિવરફ્ર્ન્ટ અને વોટરવેની કેટલી ચર્ચા થઈ રહી છે. આ જ સંદર્ભમાં જો આપણે બનારસના ઘાટોને જોઇએ તો તે પણ એક રીતે હજારો વર્ષ અગાઉ બનેલા રિવરફ્રન્ટ જ તો છે. કોલકાતાથી સીધી જ જળ કનેક્ટિવિટીને કારણે ઘણી સદીઓથી બનારસ, વેપાર અને કારોબારનું કેન્દ્ર બની રહ્યું હતું.
રસપ્રદ ઉદાહરણ, તામિલનાડુના તંજાવુરમાં કલ્લણૈ ડેમ છે. આ કલ્લણૈ ડેમ ચૌલ શાસન વખતે બન્યો હતો. આ ડેમ લગભગ લગભગ બે હજાર વર્ષ પુરાણો છે અને દુનિયાના લોકો એ જાણીને નવાઈ પામી જશે કે આ ડેમ આજે પણ ઓપરેશનલ છે. બે હજાર વર્ષ અગાઉ બનેલો આ ડેમ આ ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવી રહ્યો છે. આજે કલ્પના કરી શકો છો કે ભારતનો શું વારસો રહ્યો છે, કઈ વિશેષજ્ઞતા રહી છે, શું સામર્થ્ય રહ્યું છે. કમનસીબે આઝાદી બાદ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલો ભાર મૂકવામાં આવ્યો નહીં જેટલો આપવાની જરૂર હતી. આપણે ત્યાં દાયકાઓ સુધી એક વિચારધારા છવાયેલી રહી છે કે ગરીબી એક મનોભાવ છે. આ જ વિચારને કારણે જ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવામાં અગાઉની સરકારોને તકલીફ પડતી હતી. તેમની વોટબેંકના રાજકારણ માટે તે અનુકૂળ ન હતું. અમારી સરકારે માત્ર આ જ વિચારને દેશની બહાર હાંકી કાઢ્યો નથી પરંતુ તે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિક્રમી રોકાણ પણ કરી રહી છે.
સાથીઓ,
આ જ વિચાર અને આ પ્રયાસોનું પરિણામ મળ્યું છે તે પણ દેશ આજે જોઈ રહ્યો છે. આજે નેશનલ હાઇવેનું સરેરાશ વાર્ષિક બાંધકામ  2014 અગાઉની સરખામણીએ લગભગ બમણું થઈ ગયું છે. આ જ રીતે 2014ની પહેલા દર વર્ષે 600 રૂટ કિલોમીટર રેલવે લાઇનનું વિજળીકરણ થતું હતું. આજે તે લગભગ ચાર હજાર રૂટ કિલોમીટર સુધી પહોંચી રહ્યું છે.  આપણે એરપોર્ટ પર નજર નાખીએ તો એરપોર્ટની સંખ્યા 2014 અગાઉની સરખામણીએ 74થી વધીને 150 આસપાસ પહોંચી ગઈ છે. એટલેકે બમણી થઈ ગઈ છે એટલે કે 150 એરપોર્ટ આટલા ઓછા સમયમાં પૂરા થઈ ગયા છે. આ જ રીતે આજે જ્યારે વૈશ્વિકરણનો યુગ છે તો સી-પોર્ટની પણ ઘણી મોટી ભૂમિકા રહી છે. આપણા પોર્ટની ક્ષમતા પણ અગાઉની સરખામણીએ આજે લગભગ બમણી થઈ ગઈ છે.
સાથીઓ,
અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને દેશના અર્થતંત્રનો ડ્રાઇવિંગ ફોર્સ માનીએ છીએ. આ જ માર્ગે ચાલતા ચાલતા ભારત, 2047માં વિકસિત ભારત બનવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે, હવે આપણે આપણી ગતિને વધારે વેગ આપવાનો છે. હવે આપણે ટોચના ગિયરમાં ચાલવાનું છે. અને તેમાં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઘણી મોટી ભૂમિકા છે. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન, ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, ભારતના મલ્ટિમોડલ લોજિસ્ટિક્સની કાયાપલટ કરવા જઈ રહ્યું છે. આ આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગને, વિકાસને એક રીતે એકીકૃત કરવાનું એક મોટું સાધન છે. આપ યાદ કરો આપણે ત્યાં મોટી સમસ્યા એ રહી છે કે પોર્ટ અને એરપોર્ટ તો બની જતા હતા પરંતુ ફર્સ્ટ માઇલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પર ધ્યાન જ આપવામાં આવતું ન હતું. અને તેમને પ્રાથમિકતા પણ આપવામાં આવતી  ન હતી. સેઇઝ અને ઔદ્યોગિક ટાઉનશિપ બની જતા હતા પરંતુ તેની કનેક્ટિવિટી અને વિજળી, પાણી, ગેસ પાઇપલાઇન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો વિલંબ થઈ જતો હતો.
આ જ કારણે લોજિસ્ટિકની કેટલી તકલીફો પડતી હતી દેશની જીડીપીનો કેટલો મોટો હિસ્સો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હતો. અને વિકાસના દરેક કાર્યને એક અલગ પ્રકારે રોકી દેવામાં આવતા હતા. હવે આ તમામ પ્રકારો એક સાથે, નિશ્ચિત સમયમર્યાદાના આધારે, સૌને સાથે લઇને એક રીતે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. અને મને આનંદ છે કે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પરિણામો પણ આજે આવવાના શરૂ થઈ ગયા છે. અમે એ તફાવત શોધી કાઢ્યો છે જે આપણી લોજિસ્ટિક ક્ષમતાને અસર કરે છે. તેથી જ આ વર્ષના બજેટમાં  મહત્વના પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે અને તેના માટે 75,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ગુણવત્તા તથા મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આપણી લોજિસ્ટિક પડતર આવનારા દિવસોમાં આથી પણ વધારે ઘટનારી છે. તેની ભારતમાં બનેલા સામાન પર, આપણી પ્રોડક્ટની ક્ષમતા પર ઘણી જ હકારાત્મક અસર પડવાની જ છે. લોજિસ્ટિક ક્ષેત્રની સાથે સાથે સરળ જીવન તથા સરળતાથી વેપાર કરવામાં ઘણો સુધારો આવશે. આવામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પણ સંભાવનાઓ સતત વધી રહી છે. હું ખાનગી ક્ષેત્રોને આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપી રહ્યો છું.
સાથીઓ,
ચોક્કસપણે તેમાં આપણા રાજ્યોની પણ ઘણી મોટી ભૂમિકા રહેલી છે. રાજ્ય સરકારો પાસે તેના માટે ફંડની અછત ન રહે તે હેતુથી 50 વર્ષ સુધીની વ્યાજ મુક્ત લોનને એક વર્ષ માટે આગળ ઘપાવવામાં આવી છે. તેમાં પણ ગયા વર્ષના અંદાજપત્રિય ખર્ચની સરખામણીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઇરાદો એ જ છે કે રાજ્ય પણ ગુણવત્તાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમોટ કરે.

સાથીઓ,
આ વેબિનારમાં પધારેલા તમામને મારો આગ્રહ રહેશે કે એક અન્ય વિષય પર જો આપ વિચારી શકતા હોય તો ચોક્કસ વિચારો. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓનું હોવું એટલું જ જરૂરી છે. એટલે કે આપણા ઉત્પાદન ઉદ્યોગને માટે ઘણી મોટી સંભાવનાઓ બનાવે છે. જો આ ક્ષેત્ર પોતાની જરૂરિયાતોનું આકલન કરીને અગાઉથી જ આગાહી કરે, તેનું પણ મિકેનિઝમ ડેવલપ કરી શકાય તો  બાંધકામ ઉદ્યોગને પણ ચીજો એકત્રિત કરવામાં એટલી જ સરળતા રહેશે. આપણે એકીકૃત વલણની જરૂર છે. સરક્યુલર અર્થતંત્રનો હિસ્સો પણ આપણે આપણા ભાવિ નિર્માણ કાર્યોની સાથે જોડવો પડશે. વેસ્ટમાંથી બેસ્ટના ખ્યાલને પણ તેનો હિસ્સો બનાવવો જરૂરી છે અને હું સમજું છું કે તેમાં પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનની પણ મોટી ભૂમિકા છે,
સાથીઓ,
જ્યારે કોઈ સ્થળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે તો તે પોતાની સાથે સાથે વિકાસને પણ લઈને આવે છે. એક રીતે વિકાસની એક ઇકોસિસ્ટમ એક સાથે આપમેળે શરૂ થઈ જ જતી હોય છે. અને હું ચોક્કસ આપણા જૂના દિવસોને યાદ કરું છું, જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો તો સ્વાભાવિક છે કે સરકારની સામે આવડી મોટી હોનારત આવે તો પહેલાથી જ શું કલ્પના રહેતી હોય છે. મેં એમ કહ્યું કે ચાલો ભાઈ ઝડપથી કામ આમ તેમ કરીને પૂર્ણ કરો, સામાન્ય જનજીવન તરફ આગળ ધપો. મારી સામે બે માર્ગ હતા કાં તો એ ક્ષેત્રને માત્ર અને માત્ર રાહત તથા બચાવકાર્યો પછી, નાની મોટી જે કોઈ તોડ ફોડ છે તેને યોગ્ય કરીને એ જિલ્લાઓને તેમના નસીબ પર છોડી દો  અથવા તો પછી આપત્તિને અવસરમાં બદલી નાખું, નવા જ વલણ સાથે કચ્છને આધુનિક બનાવવાની દિશામાં જે કોઈ પણ હોનારત થઈ છે, જે કાંઈ પણ નુકસાન થયું છે પરંતુ હવે કાંઈક નવું કરું, કાંઇક સારું કરું, કાંઇક ઘણું મોટું કરું. અને સાથીઓ, આપને આનંદ થશે કે મેં રાજકીય લાભ કે નુકસાન અંગે વિચાર્યું નહીં, તાત્કાલિક નાનું મોટું કામ કરીને નીકળી જવાનો તથા વાહવાહી લૂંટવાનું કામ કર્યું નહીં, મેં લાંબી છલાંગ લગાવી, મે બીજો માર્ગ પસંદ કર્યો અને કચ્છના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોતાના કાર્યોનો આધાર બનાવ્યો. ત્યારે ગુજરાત સરકારે કચ્છ માટે રાજ્યના સૌથી સારા માર્ગો બનાવ્યા, ઘણા પહોળા માર્ગો બનાવ્યા, પાણીની મોટી મોટી ટાંકીઓ બનાવી, વિજળીની વ્યવસ્થા લાંબા સમય સુધી કામ આવે તેવી બનાવી. અને, ત્યારે મને ખબર છે ઘણા લોકો મને કહેતા હતા કે અરે આવડા મોટા માર્ગ બનાવી રહ્યા છો, પાંચ મિનિટ, દસ મિનિટે પણ એક વાહન અહીં આવતું નથી તો પછી આ બનાવીને શું કરશો. આટલો ખર્ચ કેમ કરી રહ્યા છો. મને આવું કહી રહ્યા હતા. કચ્છમાં તો જાણે કે એક પ્રકારે નકારાત્મક વિકાસ હતો, લોકો ત્યાંથી ચાલી નીકળીને કચ્છ છોડી રહ્યા હતા. છેલ્લા  50 વર્ષથી કચ્છ છોડી રહ્યા હતા.
પરંતુ સાથીઓ,  એ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અમે જે રોકાણ કર્યું તે સમયની જરૂરિયાતોને એક તરફ રાખીને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તમામ યોજનાઓ ઘડી, આજે તેનો અદભૂત લાભ કચ્છ જિલ્લાને મળી રહ્યો છે. આજે કચ્છ, ગુજરાતનો સૌથી ઝડપી વિકાસ કરનારો જિલ્લો બની ગયો છે. જે ક્યારેક સરહદ પર એટલે કે ઓફિસરોની પોસ્ટિંગ કરતા હતા તો સજાના ભાગરૂપે પોસ્ટિંગ માનવામાં આવતી હતી, કાળા પાણીની સજા એમ કહેવાતું હતું. તે આજે સૌથી વિકાસશીલ જિલ્લો બની રહ્યો છે. આવડું મોટું ક્ષેત્ર જે ક્યારેક સાવ વેરાન હતું તે હવે વાયબ્રન્ટ છે અને ત્યાંની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. એક જ જિલ્લામાં પાંચતો એરપોર્ટ છે. અને તેનો સંપૂર્ણ યશ  કોઇને જાય છે તો તે કચ્છમાં જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું, આપત્તિને અવસરમાં બદલી તથા તત્કાલીન જરૂરિયાતોની આગળ જઈને વિચાર્યું તેનું આજે પરિણામ મળી રહ્યું છે.
સાથીઓ,
ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતીની સાથે જ દેશના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ મજબૂત હોવું એટલું જ આવશ્યક છે. આપણું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું મજબૂત હશે, તેટલા જ પ્રતિભાશાળી યુવાનો, કૌશલ્ય ધરાવતા યુવાનો કામ કરવા માટે આગળ વધી શકશે. તેથી જ સ્કીલ ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, નાણાકીય કૌશલ્ય, આંતરપ્રિન્યોર કૌશલ્ય એવા અનેક વિષયો પર પણ પ્રાથમિકતા આપવી, ભાર મૂકવો એટલું જ આવશ્યક છે. અલગ અલગ ક્ષેત્રમાં નાના અને મોટા ઉદ્યોગોમાં આપણે સ્કીલ આગાહી અંગે પણ એક મિકેનિઝમ વિકસિત કરવું પડશે. તેનાથી દેશના માનવ સંસાધન પાસાને પણ ઘણો લાભ થશે. હું સરકારના વિવિધ મંત્રાલયોને પણ કહીશ કે આ દિશામાં ઝડપથી કામ કરે.
સાથીઓ,
આપ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જ નથી કરતાં પરંતુ ભારતના વિકાસ યુગને વેગ આપવા પર પણ કામ કરી રહ્યા છો. તેથી જ આ વેબિનાર સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારોની ભૂમિકા તથા તેમના સૂચનો મહત્વના છે. અને એ પણ જૂઓ કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ તો ક્યારેક ક્યારેક રેલવે, રસ્તાઓ, એરપોર્ટ, પોર્ટ તેની આસપાસઃ હવે જૂઓ આ બજેટમાં ગામડાઓમાં ભંડારણનો મોટો પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે સ્ટોરેજ માટે. ખેડૂતોની પેદાશના સ્ટોરેજ માટે. કેવડું મોટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. અમે અત્યારથી જ વિચારી રહ્યા છીએ.
દેશમાં વેલનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. લાખો ગામડાઓમાં આરોગ્ય સેવા માટે ઉત્તમમાં ઉત્તમ વેલનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ પણ એક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ છે. અમે નવા રેલવે સ્ટેશન બનાવી રહ્યા છીએ, આ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે. અમે દરેક પરિવારને પાક્કું મકાન આપવા પર કામ કરી રહ્યા છીએ. તે પણ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ કામ છે. આ કાર્યોમાં અમને નવી ટેકનોલોજી, ચીજ વસ્તુઓમાં પણ નવીનીકરણ, બાંધકામના સમયમાં પણ સમયમર્યાદામાં કામ કેવી રીતે થાય, આ તમામ વિષયો પર હવે ભારતને ઘણી મોટી છલાંગ લગાવવાની જરૂરિયાત છે. અને તેથી જ આ વેબિનાર ઘણો જ મહત્વપૂર્ણ છે.
મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે. આપનું આ મંથન, આપના આ વિચાર, આપનો અનુભવ આ બજેટને ઉત્તમથી ઉત્તમ રીતે અમલીકરણ કરવાનું કારણ બનશે. ઝડપી ગતિથી અમલીકરણ થશે અને સર્વાધિક સારા પરિણામ મળશે. તેનો મને સંપૂર્ણ ભરોસો છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂભ શુભકામનાઓ છે.
ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.