થાપણદારો અને રોકાણકારો બંનેમાં ભરોસો અને પારદર્શકતાની ખાતરી અમારી સર્વોપરી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી
દેશને બિન-પારદર્શક ધિરાણ સંસ્કૃતિમાંથી મુક્ત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે: પ્રધાનમંત્રી
નાણાકીય સમાવેશિતા પછી, દેશ ઝડપથી નાણાકીય સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી

ફાયનાન્સિયલ સેક્ટર સાથે સંકળાયેલા આપ સૌ સાથીઓને નમસ્કાર!!

આપ સારી રીતે પરિચિત છો કે આ વર્ષના બજેટમાં ફાયનાન્સિયલ સેક્ટર સાથે સંકળાયેલાં અનેક મોટાં પગલાં લેવાયાં છે. બૅન્કિંગ હોય, નોન-બૅન્કિંગ હોય કે પછી ઇન્શ્યોરેન્સ હોય, ફાઇનાન્સિયલ સેક્ટર સાથે સંકળાયેલાં દરેક પાસાંને મજબૂત કરવા માટે એક રોડમૅપ આ બજેટમાં અમે પ્રસ્તુત કર્યો છે. પબ્લિક સેક્ટર સાથે સંકળાયેલા સંસ્થાનોને અમે શક્તિશાળી બનાવીશું, વધારે કેવી રીતે બનાવીશું, પ્રાઈવેટ સેક્ટરના પાર્ટિસિપેશનનો વિસ્તાર કેવી રીતે કરીશું, એની પણ એક ઝલક આ બજેટમાં આપને જોવા મળે છે.

હવે આ બજેટ બાદ આ સંવાદ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે પબ્લિક અને પ્રાઇવેટ, બેઉએ જ ભેગા મળીને આ તમામ વાતોને આગળ લઈ જવાની છે.

સરકારની પ્રાથમિકતા, સરકારની પ્રતિબદ્ધતા આપને ખબર હોવી જોઈએ અને એનાથીય વધારે મહત્વપૂર્ણ એ છે કે આપના સૂચનો, આપની શંકા-આશંકા, એની સમગ્ર ખબર સરકારને પણ હોવી જોઇએ. 21મી સદીમાં આપણે દેશને જે ગતિથી આગળ લઈ જવાનો છે, એમાં આપનું સક્રિય યોગદાન, proactive, હું સમજું છું કે એ બહુ આવશ્યક છે અને એટલે જ આજની આ વાતચીત મારી દ્રષ્ટિએ દુનિયાની જે સ્થિતિ છે એનો લાભ ઉઠાવવા માટે બહુ જ મહત્વપૂર્ણ છે.

મિત્રો,

દેશના ફાયનાન્સિયલ સેક્ટરને લઈને સરકારનું વિઝન બિલકુલ સ્પષ્ટ છે. કોઇ પણ ઈફ્સ એન્ડ બટ્સને સ્થાન નથી. દેશમાં કોઇ પણ Depositor હોય કે કોઇ પણ Investor,બેઉ જ Trust અને Transparencyનો અનુભવ કરે એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે. દેશની નાણાંકીય વ્યવસ્થા ચાલે જ છે, અને જો કોઇ એક વાત પર ટકેલી હોય તો એ છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો, વિશ્વાસ રોકાણ વિસ્તરવાનો અને વિશ્વાસ દેશના વિકાસનો. બૅન્કિંગ અને નૉન બૅન્કિંગ સેક્ટરની જૂની રીતભાતો અને જૂની વ્યવસ્થાઓમાં સ્વાભાવિક રીતે બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે. અને બદલવાનું આપણા લોકો માટે પણ અનિવાર્ય થઈ ચૂક્યું છે. 12-12 વર્ષો અગાઉ Aggressive Lendingના નામે કેવી રીતે દેશના બૅન્કિંગ સેક્ટરને, ફાયનાન્સિયલ સેક્ટરને નુક્સાન પહોંચાડાયું, એ આપ સારી રીતે જાણો પણ છો, સમજો પણ છો. Non-Transparent ક્રેડિટ કલ્ચરમાંથી દેશને બહાર કાઢવા માટે એક પછી એક પગલાં લેવાયાં છે. આજે NPAsને કાર્પેટની નીચે દબાવવાને બદલે, એને અહીં-તહીં દેખાડીને બચવાના બદલે એક દિવસની NPA પણ રિપોર્ટ કરવી જરૂરી છે.

સાથીઓ,

સરકાર એ સારી રીતે સમજે છે કે બિઝનેસમાં ચઢતી-પડતી આવે જ છે. સરકાર એ વાત પણ માને છે કે દરેક બિઝનેસ સફળ હોય, અને જેવું ઇચ્છીએ એવું જ પરિણામ આપે એ શક્ય નથી. આપણે પણ ક્યારેક વિચારીએ છીએ કે મારો દીકરો કે મારા પરિવારનો સભ્ય એ બનશે, નથી બની શક્તો. કોણ ઇચ્છે છે કે મારો દીકરો ન કરે પણ છતાંય ક્યારેક ક્યારેક નથી થતું. તો આ બધી વાતો સરકાર સમજે છે. અને શક્ય નથી અને દરેક બિઝનેસ Decisionની પાછળ ખરાબ દાનત છે, બદઈરાદો છે, સ્વાર્થ છે એવી ધારણા કઈ નહીં તો અમારી સરકારની તો નથી જ. આવામાં સાચી દાનત સાથે લેવાયેલા નિર્ણયોની સાથે ઊભા રહેવાની સરકારની જવાબદારી છે અને એ અમે કરી રહ્યા છીએ અને આગળ પણ કરીશું. અને હું ફાયનાન્સિયલ સેક્ટરના તમામ લોકોને કહેવા માગું છું કે સાચી દાનતથી, સાચા ઇરાદાથી કરાયેલા કામ, આપની સાથે ઊભા રહેવા માટે હું હંમેશા તૈયાર છું. આ આપ લખીને રાખો. Insolvency and bankruptcy code, જેવી મિકેનિઝમથી આજે Lenders અને Borrowersને વિશ્વાસ મળે છે.

સાથીઓ,

સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા, ગરીબ સુધી સરકારી લાભની અસરકારક અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલ રોકાણને પ્રોત્સાહન, આ બધી બાબતો અમારી અગ્રતા છે. વીતેલા વર્ષોમાં જેટલા પણ રિફૉર્મ્સ આ સેક્ટરમાં કરાયા છે, આ બધાં જ લક્ષ્ય એમાં Reflect થાય છે. દુનિયાનું સૌથી મોટું Financial Inclusion હોય, સૌથી મોટું Digital Inclusion હોય, Direct Benefitની આટલી મોટી મિકેનિઝમ હોય કે નાની બૅન્કોનું Merger,કોશિશ માત્ર એ જ હોય છે કે ભારતનું ફાયનેન્સિયલ સેક્ટર સુદ્રઢ હોય, વાયબ્રન્ટ હોય, પ્રોએક્ટિવ હોય. આ બજેટમાં પણ આપ જુઓ છો તો અમે આ વિઝનએ આગળ વધારવાનું કામ અમે કર્યું છે. આપને દેખાતું હશે.

મિત્રો,

આ વર્ષે અમે નવી પબ્લિક સેક્ટર પૉલિસી જાહેર કરી છે. આ પૉલિસીમાં ફાયનાન્સિયલ સેક્ટર પણ સામેલ છે. આપણી અર્થવ્યવસ્થામાં હજીય બૅન્કિંગ અને ઈન્સ્યોરેન્સ માટે બહુ વધારે સંભાવનાઓ છે. આ સંભાવનાઓ જોઈને આ બજેટમાં પણ અમે અનેક પગલાં લીધાં છે. 2 પબ્લિક સેક્ટર બૅન્કોનું ખાનગીકરણ હોય, વીમામાં FDI ને 74% સુધી કરવાનું હોય કે LICનો IPO લાવવાનો નિર્ણય હોય, આ એવાં જ કેટલાંક પગલાં છે.

સાથીઓ,

અમારો સતત પ્રયાસ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રાઇવેટ ઉદ્યમને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે. પરંતુ સાથે સાથે બૅન્કિંગ અને વીમામાં પબ્લિક સેક્ટરની પણ એક પ્રભાવી ભાગીદારી હાલ દેશની બહુ આવશ્યકતા છે. ગરીબો અને વંચિતોને સંરક્ષણ આપવા માટે આ બહુ જરૂરી છે. પબ્લિક સેક્ટરને મજબૂત કરવા માટે equity capital infusion પર જોર અપાઈ રહ્યું છે. એની સાથે સાઅથે એક નવું ARC Structure પણ બનાવાઈ રહ્યું છે જે બૅન્કોની NPAsનું ધ્યાન રાખશે. આ ARC એ Loansને ફરી ફોકસ્ડ રીતે Address કરતું રહેશે. આનાથી પબ્લિક સેક્ટર બૅન્ક મજબૂત થશે અને એમની Lendingની ક્ષમતા પણ વધી જશે.

 

સાથીઓ,

આ રીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેટલાંક ઈન્ડસ્ટ્રીઅલ પ્રૉજેક્ટ્સના વિકાસ માટે એક નવી Development Finance Institution બનાવાઇ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીઅલ પ્રૉજેક્ટ્સની Long Term Financing needsને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે. એની સાથે સાથે sovereign wealth funds, pension funds અને insurance companiesને પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરાઇ રહી છે. Long Term Bonds Issue કરી શકાય એ માટે Corporate Bond Market માટે નવી Backstop Facilities પણ અપાઈ રહી છે.

સાથીઓ,

આ ભાવનાને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પણ મજબૂતાઈથી આગળ વધારાઇ રહી છે. આત્મનિર્ભર ભારત માત્ર મોટા ઉદ્યોગો કે મોટા શહેરોથી નહીં બને. આત્મનિર્ભર ભારત ગામમાં, નાનાં શહેરોમાં નાના-નાના ઉદ્યમીઓ સાથે, સામાન્ય ભારતીયોના પરિશ્રમના યોગદાનું એમાં બહુ મહત્વ છે. આત્મનિર્ભર ભારત ખેડૂતોથી, કૃષિ ઉત્પાદનોને વધારે સારા બનાવતા એકમોથી બનશે. આત્મનિર્ભર ભારત, આપણા MSMEsથી બનશે, આપણા Start Upsથી બનશે. અને આત્મનિર્ભર ભારતની એક મોટી ઓળખ આપણા Start Ups, આપણા MSMEs હશે. એટલે કોરોના કાળમાં MSMEs માટે વિશેષ યોજનાઓ બનાવાઇ. એનો લાભ લેતા લગભગ 90 લાખ ઉદ્યમોને 2.4 ટ્રિલિયન રૂપિયાની ક્રેડિટ મળી ચૂકી છે. MSMEs અને Start Upsને સપોર્ટ કરવો, એમના સુધી ક્રેડિટ ફ્લોનો વિસ્તાર કરવો આપ પણ આવશ્યક સમજો છો. સરકારે અનેક રિફોર્મ્સ કરીને એમના માટે કૃષિ, કોલસા અને સ્પેસ જેવા અનેક સેક્ટરોને ખોલી નાખ્યા છે. હવે એ દેશના ફાયનાન્સિયલ સેક્ટરની જવાબદારી છે કે ગામડાં અને નાના શહેરોમાં ઉછરી રહેલી આ આકાંક્ષાઓને ઓળખીને, એમને આત્મનિર્ભર ભારતની તાકાત બનાવે.

સાથીઓ,

આપણી અર્થવ્યવસ્થા જેમ જેમ મોટી થઈ રહી છે, ઝડપથી વધવા લાગી છે તો ક્રેડિટ ફ્લો પણ એટલો જરૂરી બની ગયો છે. તમારે એ જોવાનું છે કે નવા સેક્ટર્સ, નવા ઉદ્યમીઓ સુધી ક્રેડિટ કેવી રીતે પહોંચે. નવા Startups અને Fintechs માટે આપ નવા અને વધારે સારા financial products તૈયાર કરવા પર ફોકસ કરો. આપ સૌ સારી રીતે જાણો છે કે આપણા Fintech Start ups આજે સુંદર કામ કરી રહ્યા છે અને આ સેક્ટરમાં દરેક સંભાવનાઓને એક્સ્પ્લોર કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ જેટલી Start Up Deals થઈ છે, એમાં આપણા Fintechsની હિસ્સેદારી બહુ વધારે રહી છે. જાણકારો કહે છે કે આ વર્ષે પણ આ Momentum જળવાઈ રહેશે, એટલે આપે પણ એમાં નવી સંભાવનાઓ શોધવાની છે. એ જ રીત, જે આપણું Social Security coverage છે એને યુનિવર્સલ બનાવવામાં આપની શું ભૂમિકા હશે એના પર વિચાર કરો. એની સાથે સંકળાયેલા વધુ સારા સૂચનો અને સમાધાન આ વૅબિનારમાંથી નીકળશે, કેમ કે આપનો આ ક્ષેત્રે ઊંડો અનુભવ છે. અને હું ઇચ્છું છું કે આપ આજે ખુલીને આપના વિચાર મૂકશો. અને મને પાક્કો વિશ્વાસ છે કે આજના મંથનથી જે અમૃત નીકળશે એ આત્મનિર્ભર ભારતને પણ કામ લાગશે, જનકલ્યાણના કામો માટે કામ લાગશે અને આત્મવિશ્વાસને ઊંડો કરવા માટે પણ ખપ લાગશે.

સાથીઓ,

વીતેલા વર્ષોમાં ટેકનૉલોજીના વધારે સારા ઉપયોગે, નવી વ્યવસ્થાઓના નિર્માણે financial inclusionમાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે. આજે દેશમાં 130 કરોડ લોકોની પાસે આધાર કાર્ડ, 41 કરોડથી વધારે દેશવાસીઓ પાસે જનધન ખાતા છે. એમાંથી લગભગ 55% જનધન ખાતા મહિલાઓનાં છે અને એમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા જમા છે. કોરોના કાળમાં પણ આ જનધન ખાતાને કારણે લાખો બહેનોને સીધી મદદ ઝડપથી આપવાનું શક્ય બન્યું છે. આજે UPIથી દર મહિને સરેરાશ 4 લાખ કરોડ રૂપિયાથી વધારેની લેવડ-દેવડ થઈ રહી છે અને Rupay કાર્ડની સંખ્યા પણ 60 કરોડ સુધી પહોંચી ચૂકી છે. આધારની મદદથી instant ઑથેન્ટિકેશન, India Post Bankનું વિશાળ નૅટવર્ક, લાખો કૉમન સર્વિસ સેન્ટર્સના નિર્માણે financial servicesને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડી દીધી છે. આજે દેશમાં 2 લાખથી વધારે બૅન્ક મિત્ર Aadhaar enabled Payment System (AePS) devicesની મદદથી ગામોમાં લોકોના ઘર સુધી બૅન્કિંગ સેવા લઈને પહોંચી રહ્યા છે. સવા લાખથી વધારે પોસ્ટ ઑફિસો પણ એમાં મદદ કરી રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગત વર્ષે એપ્રિલથી લઈને જૂન સુધી આ બૅન્ક મિત્રોએ પોતાની AePS devicesથી 53 હજાર કરોડ રૂપિયાથી વધારેની લેવડ-દેવડ કરવામાં ગ્રામીણોની મદદ કરી છે. અને આપણે એ યાદ રાખવાનું છે કે એ કોરોનાનો એ સમય હતો જ્યારે ભારતમાં લૉકડાઉન હતું.

સાથીઓ,

આજે ભારત ગર્વ કરી શકે છે કે દેશનો લગભગ લગભગ દરેક વર્ગ, કોઇ ને કોઇ રીતે દેશના Financial Sectorમાં Include થઈ ચૂક્યો છે. દેશ હવે દાયકાઓના Financial Exclusionથી મજબૂત થઈ રહ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એનો મંત્ર ફાયનેન્સિયલ સેક્ટરમાં સ્પષ્ટ દેખાય છે. આજે ગરીબ હોય, ખેડૂત હોય, પશુપાલક હોય, માછીમાર હોય કે નાના દુકાનદાર હોય, સૌના માટે Credit Access શક્ય બની છે.

મુદ્રા યોજનાથી જ વીતેલા વર્ષોમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું ઋણ નાના ઉદ્યોગકારો સુધી પહોંચ્યું છે. એમાં પણ લગભગ 70% મહિલાઓ છે અને 50%થી વધારે દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગના ઉદ્યમી છે. પીએમ કિસાન સ્વનિધિ યોજનાથી અત્યાર સુધી લગભગ 11 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 1 લાખ 15 હજાર કરોડ રૂપિયાથી વધારેની મદદ પહોંચી ચૂકી છે. થોડા મહિના અગાઉ જ આપણા street vendors માટે, પાથરણાંવાળા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરાઇ છે. આ વર્ગને પહેલી વાર દેશના Financial Sectorમાં Inclusion કરાયા છે. આનાથી લગભગ 15 લાખ પાથરણાંવાળાને અત્યાર સુધી 10 હજાર રૂપિયાનું ઋણ અપાઇ ચૂક્યું છે. આ માત્ર One Time Inclusion નથી પણ એમની Credit History ભવિષ્યમાં એમને Expand કરવામાં પણ મદદ કરશે. એવી જ રીતે, ટ્રેડ્સ અને પીએસબી લૉન જેવા Digital lending platformsથી MSMEsને સસ્તું ઋણ ઝડપથી મળી રહ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા, ઝડપથી Informal Lendingના કુચક્રમાંથી નાના ખેડૂતોને, પશુપાલકોને, માછીમારોને બહાર કાઢી રહી છે.

મિત્રો,

હવે પ્રાઈવેટ સેક્ટરને પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો પડશે કે આપણા સમાજના આ સેક્શન માટે Innovative Financial Products આપ કેવી રીતે બહાર પાડો છો, જે આપણા Self Help Groups છે એમાં મૅન્યુફેક્ચરિંગથી લઇને Services સુધી, દરેક સેક્ટરમાં બહુ મોટી કૅપેબિલિટી છે. આ એવા ગ્રૂપ્સ છે જેમનું Credit Discipline, આપે અનુભવ કર્યો હશે, બહુ સારું જ રહે છે. પ્રાઇવેટ સેક્ટર એવા ગ્રૂપ્સના માધ્યમથી Rural Infrastructureમાં Investmentની સંભાવનાઓ શોધી શકે છે. આ માત્ર વૅલ્ફેરનો મામલો નથી, પણ એક સુંદર બિઝનેસ મૉડેલ પણ સાબિત થઈ શકે છે.

સાથીઓ,

Financial Inclusion બાદ હવે દેશ Financial Empowerment તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતનું Fintech market આગામી 5 વર્ષોમાં 6 trillionથી વધારે થવાનું અનુમાન છે. Fintech Sectorની આ સંભાવનાઓને જોઇને IFSC GIFT Cityમાં એક World Class Financial Hub બનાવાઈ રહ્યું છે. ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ પણ માત્ર અમારી આકાંક્ષા જ નથી પણ એ આત્મનિર્ભર ભારતની આવશ્યકતા છે. એટલે આ સેક્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને બહુ જ Bold Targets રાખવામાં આવ્યા છે. આ લક્ષ્યોને પૂરા કરવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. આ ઇન્વેસ્ટમેન્ટને લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. આ લક્ષ્ય સમગ્ર ફાયનેન્સિયલ સેક્તરના સક્રિય સહયોગથી જ પ્રાપ્ત થઈ શકશે.

સાથીઓ,

આપણી ફાયનાન્સિયલ સિસ્ટમ મજબૂત હોય, એ માટે પોતાના બૅન્કિંગ સેક્ટરને સશક્ત કરવા માટે પણ સરકાર કમિટેડ છે. અત્યાર સુધી જે બૅન્કિંગ રિફૉર્મ્સ કરવામાં આવ્યા છે, એ આગળ પણ ચાલુ રહેશે. મને વિશ્વાસ છે કે રિફૉર્મ્સને લઈને અને બજેટમાં નક્કી જોગવાઈઓના implementation બાબતે આપના તરફથી સાર્થક સૂચનો મળશે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ અને દુનિયાના આ ક્ષેત્રના મહારથી આજે આખો દિવસ આ વિષય પર અમારું માર્ગદર્શન કરનારા છે. આપની એક-એક વાત મારી સરકાર માટે બહુ કિમતી છે. આપ વિના સંકોચે આગળના રોડમેપ માટે આપણે શું કરી શકીએ છીએ, આપણે મળીને આગળ કેવી રીતે વધી શકીએ છીએ, આપની કોઇ મુશ્કેલીઓ હોય તો અમે કેવી રીતે દૂર કરી શકીએ. આપ જવાબદારી લઈને દેશને આગળ વધારવામાં કેવી રીતે ભાગીદાર બની શકો છો. આ તમામ વિષયોને એક એક્સ્નેબલ પૉઇન્ટની સાથે, રોડમેઓઅની સાથે, ટાર્ગેટની સાથે અને સમયમર્યાદાની સાથે આજની ચર્ચાથી અમે બહુ મોટો લાભ ઉઠાવવા માગીએ છીએ. મને વિશ્વાસ છે કે આપનો આ સમય મૂલ્યવાન છે, એનાથી પણ મૂલ્યવાન આપના સૂચનો છે અને અમારો સંકલ્પ છે. ખૂબ ખૂબ ધન્યવાદ!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.