પૂજ્ય મહાસંઘના આદરણીય સભ્યો, નેપાળ અને શ્રીલંકાના પ્રધાનમંત્રીશ્રીઓ, મારા મંત્રીમંડળના સાથીઓ શ્રી પ્રહલાદ દિંહ અને શ્રી કિરણ રિજિજુ, આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કૉન્ફેડરેશનના મહામંત્રી, પૂજ્ય ડોક્ટર ધમ્માપિયાજી, આદરણીય વિદ્વાનો, ધમ્મા અનુયાયીઓ, વિશ્વભરના બહેનો અને ભાઇઓ.

નમો બુદ્ધાય

નમસ્તે.

વેસકના ખાસ દિને આપ સૌને સંબોધન કરવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. વેસક ભગવાન બુદ્ધના જીવનને ઉજવવાનો દિવસ છે. આપણા ગ્રહની પ્રગતિ અને સુખાકારી માટે તેમણે જે બલિદાનો આપ્યાં એ અને આદર્શ વિચારો પ્રતિબિંબિત કરવાઓ પણ આ દિવસ છે.

મિત્રો,

ગયા વર્ષે પણ, મેં વેસક દિનના એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એ કાર્યક્રમ કોવિડ-19 મહામારી સામે માનવતાની લડતની આગેવાની લેતા તમામ અગ્ર હરોળના કાર્યકરોને સમર્પિત હતો. એક વર્ષ બાદ, આપણે એના સાતત્ય અને ફેરફારના મિશ્રણને જોઇ રહ્યા છીએ. કોવિડ-19 મહામારીએ આપણો પીછો છોડ્યો નથી. ભારત સહિતના કેટલાંય દેશો બીજી લહેરનો અનુભવ કરી રહ્યા છે. દાયકાઓમાં માનવતા અને માનવજાતિએ સામનો કરેલી  આ સૌથી ખરાબ કટોકટી છે. એક સદીથી આપણે આના જેવી મહામારી જોઇ નથી. જીવનમાં એક વાર આવતી આ મહામારીએ ઘણાંના આંગણે કરૂણાંતિકા અને દુ:ખ, પીડા આણી છે.

આ મહામારીએ દરેક દેશને અસર કરી છે. એની આર્થિક અસર પણ એટલી જ મોટી છે. કોવિડ-19 પછી આપણો ગ્રહ પહેલાં જેવો નહીં રહે. આવનારા સમયમાં આપણે ચોક્કસ જ ઘટનાઓને કોવિડ પહેલાં કે કોવિડ પછી એ રીતે યાદ કરીશું. પરંતુ છેલ્લાં એક વર્ષમાં, ઘણા નોંધપાત્ર ફેરફારો પણ થયા છે. મહામારીની વધુ સારી સમજ આપણે હવે કેળવી લીધી છે જે એની સામે લડવાની આપણી વ્યૂહરચનાને મજબૂત બનાવે છે. સૌથી અગત્યનું એ છે કે આપણી પાસે રસી છે જે જિંદગીઓ બચાવવા અને મહામારીને પરાસ્ત કરવા માટે સંપૂર્ણપણે અગત્યની છે. મહામારીના વર્ષમાં જ રસીનો ઉદભવ થવાથી માનવ સંકલ્પ અને નિશ્ચયની શક્તિનો અસરકારક પરચો દર્શાવે છે. ભારતને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે જેમણે કોવિડ-19 રસીઓ પર કાર્ય કર્યું છે.

આ મંચના માધ્યમથી હું ફરી આપણા પહેલાં પ્રતિભાવકો, અગ્ર હરોળના આરોગ્ય કાર્યકરો, તબીબો, નર્સો અને સ્વયંસેવકોને સલામ કરવા માગું છું જેમણે જરૂરિયાતમંદ અન્યોની સેવા કરવા કાજે દરરોજ એમની જિંદગીઓ નિ:સ્વાર્થભાવે જોખમમાં મૂકી. જેમને દુ:ખ અને પીડાઓ થઈ છે અને પોતાનાં આપ્તજનોને ગુમાવ્યાં છે એવા લોકોને હું સાંત્વના પાઠવું છું. હું પણ એમના દુ:ખમાં દુ:ખી છું.

 

મિત્રો,

ભગવાન બુદ્ધનાં જીવનનો અભ્યાસ કરતી વખતે ચાર દર્શનોનો ઉલ્લેખ થાય છે. આ ચાર દ્રષ્ટિ-દર્શનોએ ભગવાન બુદ્ધને માનવ પીડા- દુ:ખનો સામનો કરાવ્યો હતો. એની સાથે સાથે જ માનવ દુ:ખને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાની ઇચ્છા એમનામાં એનાથી જ પ્રજવલિત થઈ હતી.

ભગવાન બુદ્ધે આપણને ‘भवतु सब्ब मंगलम’ શીખવ્યું હતું, સૌને માટે કૃપા, કરૂણા અને કલ્યાણ. ગયા વર્ષે આપણે ઘણાં વ્યક્તિઓને અને સંગઠનોને ખાસ સ્થિતિમાં વધારે સારું કામ કરતા અને દુ:ખ ઓછું કરવા શક્ય તમામ કરી છૂટતાં જોયાં છે.

વિશ્વભરના બુદ્ધિસ્ટ સંગઠનો, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા સાધન અને સામગ્રીના ઉદાર યોગદાનની પણ મને ખબર છે. વસ્તી અને કાર્યના ભૌગોલિક ફેલાવાના સંદર્ભમાં વ્યાપ ઘણો મોટો છે. ઉદારતા છલકાઇ જવાથી અને સાથી માનવોની મદદથી માનવજાતિ નમ્ર થઈ છે. આ તમામ પગલાં ભગવાન બુદ્ધના ઉપદેશોને સુસંગત છે. એ अप्प दीपो भव:ના સર્વોચ્ચ મંત્રને વ્યકત કરે છે.

સાથીઓ,

કોવિડ-19 ચોક્કસપણે આપણે સામનો કરેલ એક મોટો પડકાર છે. એની સામે લડવા માટે આપણે શક્ય તમામ કરી છૂટીએ છીએ ત્યારે આપણે માનવજાતિ જે અન્ય પડકારોનો સામનો પણ કરે છે એના પરથી નજર હટાવવી ન જ જોઇએ. આ સૌથી મોટા પડકારોમાંનો એક આબોહવા પરિવર્તન છે. હાલની અવિચારી જીવન પદ્ધતિએ આગામી પેઢીઓને જોખમ ઊભું કર્યું છે. હવામાનની તરહ બદલાઇ રહી છે. હિમશીલાઓ પીગળી રહી છે. નદીઓ અને જંગલો ખતરામાં છે. આપણે આપણા ગ્રહને ઘાયલ અવસ્થામાં છોડી શકીએ નહીં. ભગવાન બુદ્ધ જીવન જીવવાના માર્ગ પર ભાર મૂકે છે જ્યાં ધરતી માતા ને કુદરત પ્રત્યેનો આદર સર્વોચ્ચ છે.

મને આપને જણાવતા ગર્વ થાય છે કે ભારત એવા જૂજ મોટા અર્થતંત્રોમાંનો એક છે જે એમના પેરિસ લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવાના માર્ગે છે. આપણા માટે ટકાઉ જીવન ખરા શબ્દો વિશે જ નથી, ખરાં પગલાં વિશે પણ છે.

 

મિત્રો,

ગૌતમ બુદ્ધનું જીવન શાંતિ, સુમેળ અને સહ અસ્તિત્વ વિશે હતું. આજે, હજીય એવી તાકાતો છે જેમનું અસ્તિત્વ જ નફરત, આતંક અને બુદ્ધિહીન હિંસા ફેલાવવા પર આધારિત છે. આવી શક્તિઓ ઉદાર લોકતાંત્રિક સિદ્ધાંતોમાં માનતી નથી. આજની તાતી જરૂરિયાત એ છે કે માનવતામાં માનનારા તમામ ભેગા આવે અને આતંક અને ઉદ્દામવાદને પરાસ્ત કરે.

આને માટે ભગવાન બુદ્ધે જે માર્ગ બતાવ્યો છે એ સંપૂર્ણપણે પ્રસ્તુત છે. ભગવાન બુદ્ધના ઉપદેશો અને સામાજિક ન્યાયને અપાયેલું મહત્ત્વ એક વૈશ્વિક સંગઠિત કરતી તાકાત બની શકે છે.

તેમણે યોગ્ય જ કહ્યું હતું-, ,"नत्ती संति परण सुखं:” શાંતિથી મોટું કોઇ સુખ નથી.

મિત્રો,

ભગવાન બુદ્ધ સમગ્ર સૃષ્ટિ માટે તેજપુંજ હતા. એમનાથી આપણે વખતો વખત પ્રકાશ મેળવીને કરૂણા, સાર્વત્રિક જવાબદારી અને કલાયણના માર્ગે જઈ શક્યા. મહાત્મા ગાંધીએ ગૌતમ બુદ્ધ વિશે યોગ્ય જ કહ્યું હતું, “ બુદ્ધે આપણને બાહ્ય દેખાવને પડકારીને  સત્ય અને પ્રેમના અંતિમ વિજયમાં વિશ્વાસ કરતા આપણને શીખવાડ્યું’.

આજે, બુદ્ધ પૂર્ણિમાએ આપણે સૌ, ભગવાન બુદ્ધના આદર્શો પ્રતિ આપણી પ્રતિબદ્ધતાને તાજી કરીએ.

વૈશ્વિક કોવિડ 19 મહામારીના આ મુશ્કેલ સમયમાંથી રાહત પૂરી પાડવા ત્રિ રત્નોને પાર્થના કરવામાં હું તમારી સાથે જોડાઉં છું.

આભાર

ખૂબ ખૂબ ધન્યવાદ

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”