"જો આજે વિશ્વ એવું વિચારે છે કે ભારત મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે, તો તેની પાછળ 10 વર્ષનું શક્તિશાળી લોન્ચપેડ છે"
, "આજે 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે. આજે આપણે જે કરીએ છીએ તે શ્રેષ્ઠ અને સૌથી મોટું છે"
"ભારતમાં સરકાર અને વ્યવસ્થામાં વિશ્વાસ વધી રહ્યો છે"
"સરકારી કચેરીઓ હવે કોઈ સમસ્યા નથી રહી, પરંતુ દેશવાસીઓની સહયોગી બની રહી છે."
"અમારી સરકારે ગામડાઓને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે"
"ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવીને અમે સુનિશ્ચિત કર્યું છે કે, વિકાસનો લાભ ભારતનાં દરેક ક્ષેત્રને સમાન રીતે વહેંચવામાં આવે"
"અમે સંતૃપ્તિના શાસનમાં માનીએ છીએ, અછતના રાજકારણમાં નહીં"
"અમારી સરકાર રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે"
"આપણે 21મી સદીના ભારતને તેના આગામી દાયકાઓ માટે આજે જ તૈયાર કરવાનું છે."
"ભારત એ જ ભવિષ્ય છે"

મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મિત્રો,

આજે ટીવી નાઈનની ટીમે આ સમિટ માટે ખૂબ જ રસપ્રદ વિષય પસંદ કર્યો છે. 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ'  અને બીગ લીપ તો આપણે ત્યારે જ લઈ શકીએ, જ્યારે આપણે ઉત્સાહી અને ઉર્જાથી ભરપૂર હોઈએ. કોઈપણ હતાશ-નિરાશ દેશ અથવા વ્યક્તિ બીગ લીપ વિશે વિચારી પણ શકતો નથી. આજના ભારતનો આત્મવિશ્વાસ કેટલી ઊંચાઈએ છે, તેની આકાંક્ષા શું છે? તે કહેવા માટે આ થીમ જ પૂરતી છે. જો આજે વિશ્વને લાગે છે કે ભારત એક મોટી લીપ લગાવવા માટે તૈયાર છે, તો તેની પાછળ 10 વર્ષનું શક્તિશાળી લોન્ચપેડ છે. તો 10 વર્ષમાં એવું શું બદલાયું છે કે આપણે આજે અહીં પહોંચ્યા છીએ? આ પરિવર્તન માનસિકતાનું છે. આ પરિવર્તન આત્મવિશ્વાસ અને વિશ્વાસનો છે. આ પરિવર્તન ગુડ ગર્વનન્સનું, સુશાસનનું છે.

મિત્રો,

એક બહુ જૂની કહેવત છે - મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. હમણાં જ હું દાસની ક્વોટ સાંભળી રહ્યો હતો પણ મને તેમાં થોડો ફેરફાર કરું છે. તેમણે કહ્યું કે ઈતિહાસ એક રીતે મહાન વ્યક્તિત્વોનું જીવનચરિત્ર છે. આ પશ્ચિમની વિચારસરણી હોઈ શકે છે, પરંતુ ભારતમાં સામાન્ય માનવીનું જીવનચરિત્ર ઇતિહાસ છે. તે જ દેશનું સાચું સામર્થ્ય હોય છે અને તેથી મોટા લોકો આવ્યા, અને જતા રહ્યાં.... દેશ અજર-અમર રહે છે.

 

મિત્રો,

પરાજિત મનથી વિજય મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. તેથી, છેલ્લા 10 વર્ષમાં માનસિકતામાં જે પરિવર્તન આવ્યું છે, જે લીપ અમે લીધો છે, તે ખરેખર અદભૂત છે. આજ પછી દશકાઓ સુધી જેમણે સરકાર ચલાવી, તેમણે ભારતીયતાના સામર્થ્ય પર જ વિશ્વાસ ન હતો. તેમણે ભારતીયોને Underestimate કર્યા, તેમના સામર્થ્યને ઓછા આંક્યા. ત્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવતું કે અમે ભારતીયો નિરાશાવાદી છીએ અને પરાજિત ભાવનાઓને અપનાવીએ છીએ. લાલ કિલ્લાથી જ, ભારતીયોને આળસુ અને સખત મહેનત માટે પ્રતિકૂળ કહેવાતા. જ્યારે દેશનું નેતૃત્વ નિરાશાથી ભરેલું હોય તો દેશમાં આશા કેવી રીતે ફેલાય? તેથી દેશની મોટાભાગની જનતાએ પણ સ્વીકારી લીધું હતું કે હવેથી દેશ આમ જ ચાલશે. તેના ઉપર ભ્રષ્ટાચાર, હજારો કરોડના કૌભાંડો, નીતિગત લકવો, પરિવારવાદ, આ બધાએ દેશનો પાયો ખતમ કરી નાખ્યો હતો.

છેલ્લા 10 વર્ષોમાં આપણે તે ભયાનક સ્થિતિથી દેશને બહાર કાઢીને અહીં લાવ્યા છીએ. માત્ર 10 વર્ષમાં ભારત, દુનિયાની ટોપ ફાઈવ અર્થવ્યવસ્થામાં આવી ગયો છે. આજે દેશમાં જરુરી નીતિઓ પણ તેજીથી બને છે અને નિર્ણય પણ એટલી જ ઝડપથી કરવામાં આવે છે. માનસિકતામાં પરિવર્તને કમાલનું કામ કર્યું છે. 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે. આજે આપણે જે કંઈ કરીએ છીએ, તે શ્રેષ્ઠ અને સૌથી મોટું કરીએ છીએ. આજે વિશ્વ ભારતની સિદ્ધિઓ જોઈને આશ્ચર્યચકિત છે. ભારત સાથે આગળ વધવામાં દુનિયા પોતાનો ફાયદો જોઈ રહી છે. અરે, ભારતે પણ આ કર્યું - આ પ્રતિક્રિયા, ઠીક છે ભારતે આ કર્યું? શું ભારતમાં આવું બન્યું હતું? આ પ્રતિક્રિયા આજના વિશ્વમાં નવી સામાન્ય છે. વિશ્વસનીયતામાં વધારો એ આજે ​​ભારતની સૌથી મોટી ઓળખ છે. તમે 10 વર્ષ પહેલા અને આજના FDIના આંકડા જુઓ. અગાઉની સરકારના 10 વર્ષમાં ભારતમાં 300 બિલિયન ડોલરનું FDI આવ્યું હતું. અમારી સરકારના 10 વર્ષમાં ભારતમાં 640 બિલિયન ડોલરનું FDI આવ્યું. છેલ્લા 10 વર્ષમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, કોરોનાના સમયમાં વેક્સીન પર બંધાયેલો વિશ્વાસ, આજે કરદાતાઓની વધતી સંખ્યા, આ બાબતો દર્શાવે છે કે ભારતની જનતાનો સરકાર અને વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે.

હું તમને વધુ એક આંકડો આપું છું. અહીં આ હોલમાં, મોટાભાગના લોકો એવા હશે જેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હશે. વર્ષ 2014માં દેશમાં લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ રૂ. 9 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જો હું વર્ષ 2024ની વાત કરું તો આજે દેશના લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં 52 લાખ કરોડ રૂપિયા અને તેનાથી વધુનું રોકાણ કર્યું છે. આવું એટલા માટે થયું છે કારણ કે દરેક ભારતીયોને વિશ્વાસ છે કે દેશ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. અને જેટલો વિશ્વાસ તેમણે દેશ પર છે, તેટલો જ પોતાના પર પણ છે. દરેક ભારતીય વિચારે છે - હું કંઈ પણ કરી શકું છું, મારા માટે કંઈ પણ અશક્ય નથી. અને ટીવી નાઈનના દર્શકો એ પણ નોંધ કરતા હશે કે અનેક લોકોનું પ્રિડિક્શન જ્યાં અટકી જાય છે, તેનાથી પણ ઘણું વધું સારું પરફોર્મ કરીને અમે દેખાડ્યું છે.

મિત્રો,

આજે માનસિકતા અને વિશ્વાસમાં આ પરિવર્તનનું સૌથી મોટું કારણ આપણી સરકારનું કાર્ય સંસ્કૃતિ અને શાસન છે. સમાન અધિકારીઓ, સમાન કચેરીઓ, સમાન સિસ્ટમો, સમાન ફાઇલો, પરંતુ પરિણામો અલગ છે. આજે સરકારી કચેરીઓ દેશવાસીઓની સમસ્યાને બદલે સહયોગી બની રહી છે. આ સિસ્ટમ આવનારા સમય માટે શાસનના નવા આદર્શો સ્થાપિત કરી રહી છે.

મિત્રો,

ભારતના વિકાસને વેગ આપવા અને બીગ લીપ લગાવવા માટે, ભારત અગાઉ જે ગિયર પર ચાલી રહ્યું હતું તેને બદલવું ખૂબ જ જરૂરી હતું. અગાઉની સરકારો દરમિયાન ભારત કેવી રીતે રિવર્સ ગિયરમાં હતું તેના કેટલાક ઉદાહરણો આપું. યૂપીમાં 80ના દશકામાં સરયુ કેનાલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ચાર દાયકા સુધી આ પ્રોજેક્ટ અટવાયેલો રહ્યો. 2014માં સરકાર બન્યા બાદ અમે આ પ્રોજેક્ટ ઝડપથી પૂરો કર્યો. સરદાર સરોવર પ્રોજેક્ટ, તે પ્રોજેક્ટનો શિલાન્યાસ 60ના દાયકામાં પંડિત નેહરુએ કર્યો હતો. સરદાર સરોવર ડેમનું કામ 60 વર્ષથી આમ જ પેન્ડિંગ રહ્યું. સરકાર બન્યા પછી, અમે 2017માં આ ડેમનું કામ પૂર્ણ કર્યું અને  તેનું ઉદ્ઘાટન કર્યું. મહારાષ્ટ્રનો કૃષ્ણ કોયના પ્રોજેક્ટ પણ 80ના દાયકામાં શરૂ થયો હતો. તે પણ વર્ષ 2014 સુધી આ રીતે લટકી રહ્યો હતો. આ ડેમનું કામ પણ અમારી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

 

મિત્રો,

છેલ્લા કેટલાક દિવસોમાં, તમે અટલ ટનલની આસપાસ હિમવર્ષાની અદ્ભુત તસવીરો જોઈ છે. અટલ ટનલનો શિલાન્યાસ 2002માં કરવામાં આવ્યો હતો. 2014 સુધી આ ટનલ પણ અધૂરી રહી હતી. અમારી સરકારે પણ તેનું કામ પૂરું કર્યું અને 2020માં તેનું ઉદ્ઘાટન થયું. તમને આસામનો બોગીબીલ બ્રિજ પણ યાદ હશે. આ પુલને 1998માં મંજૂરી પણ મળી હતી. સરકારમાં આવ્યા પછી, અમે તેનું કામ ઝડપથી પૂર્ણ કર્યું અને વર્ષ 2018માં 20 વર્ષ પછી તેનું ઉદ્ઘાટન કર્યું. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, 2008માં મંજૂર. આ પ્રોજેક્ટ પણ લટકતો રહ્યો અને 15 વર્ષ પછી, 2023માં, અમે તેને પૂર્ણ કર્યો. હું તમને આવા ઓછામાં ઓછા 500 પ્રોજેક્ટ ગણાવી શકું છું. 2014માં અમારી સરકાર આવ્યા બાદ આવા સેંકડો પ્રોજેક્ટ ઝડપથી પૂરા થયા.

વડાપ્રધાન કાર્યાલયમાં ટેકનોલોજીની મદદથી અમે એક આધુનિક સિસ્ટમ વિકસાવી છે - પ્રગતિના નામે. દર મહિને હું વ્યક્તિગત રીતે દરેક પ્રોજેક્ટની ફાઇલ સાથે બેસું છું, તમામ ડેટા સાથે બેસું છું, દાયકાઓથી અટવાયેલા પ્રોજેક્ટની સમીક્ષા કરું છું અને મારી સામે ઓનલાઈન, તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને ભારત સરકારના તમામ સચિવ પૂરાં સમયે મારી સામે હોય છે. એક-એક વસ્તુની અહીં વિશ્લેષણ થાય છે. હું છેલ્લાં 10 વર્ષમાં... 17 લાખ કરોડ રુપિયાથી વધુના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી ચુક્યો છું. 17 લાખ કરોડ રુપિયા... .ત્યારે જઈને આ પ્રોજેક્ટ પૂરાં થયા.

તમે મને કહો, જે દેશમાં અગાઉની સરકારો જે ઝડપે કામ કરતી હતી, તો પછી દેશ કેવી રીતે બીગ લીપ લગાવી શકે? આજે આપણી સરકારે એ જૂના અભિગમને પાછળ છોડી દીધો છે. હું તમને અમારી સરકાર તરફથી કેટલાક ઉદાહરણો આપીશ. મુંબઈનો અટલ સેતુ, દેશનો સૌથી મોટો બ્રિજ, સી બ્રિજ. તેનો શિલાન્યાસ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. અમે થોડા અઠવાડિયા પહેલા તેનું લોકાર્પણ પણ કરી દીધું. સંસદની નવી ઇમારત. તેનો શિલાન્યાસ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તે ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જમ્મુ એઈમ્સનો શિલાન્યાસ વર્ષ 2019માં કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે 20મી ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ તેનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, IIM સંભલપુરનો શિલાન્યાસ વર્ષ 2021માં કરવામાં આવ્યો હતો… અને વર્ષ 2024માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્રિચી એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ 2019માં કરવામાં આવ્યો હતો અને થોડા અઠવાડિયા પહેલા તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. IIT ભિલાઈનો શિલાન્યાસ વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલા અમે તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ગોવાના નવા એરપોર્ટનો શિલાન્યાસ 2016માં કરવામાં આવ્યો હતો અને 2022માં તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. લક્ષદ્વીપ સુધી દરિયાની નીચે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ ખૂબ જ પડકારજનક માનવામાં આવતું હતું. અમે આ કામ વર્ષ 2020માં શરૂ કર્યું હતું અને થોડા અઠવાડિયા પહેલા તેને પૂર્ણ કર્યું હતું. બનારસની બનાસ ડેરીનો શિલાન્યાસ વર્ષ 2021માં કરવામાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગઈકાલે જ તમે દ્વારકાના સુદર્શન બ્રિજની અદભુત તસવીરો જોઈ હશે. ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ દેશનું ગૌરવ વધારી રહ્યો છે.  તેનો શિલાન્યાસ પણ અમારી સરકારે વર્ષ 2017માં કર્યો હતો. મોદીની ગેરંટી તરીકે હું જે વાત કરું છું તેનું આ પણ એક પાસું છે. જ્યારે આ સ્પીડ હોય છે, ઝડપથી કામ કરવાની ઈચ્છા હોય છે... જ્યારે કરદાતાઓના પૈસાનું સન્માન થાય છે... ત્યારે દેશ આગળ વધે છે, તો દેશ એક બીગ લીપ માટે તૈયાર હોય છે.

મિત્રો,

ભારત આજે જે સ્કેલ પર કામ કરી રહ્યું છે તે અભૂતપૂર્વ છે, કલ્પના બહારનું છે. હું તમને છેલ્લા એક અઠવાડિયાના કેટલાક વધુ ઉદાહરણો આપવા માંગુ છું… એક સપ્તાહના… 20મી ફેબ્રુઆરીના રોજ, મેં જમ્મુમાંથી IIT-IIM, ટ્રિપલ આઈટી જેવી દેશની ડઝનેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું એકસાથે ઉદ્ઘાટન કર્યું. 24મી ફેબ્રુઆરીના રોજ મેં રાજકોટમાંથી એક સાથે દેશની 5 એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું. આજે સવારે મેં દેશના 27 રાજ્યોમાં 500થી વધુ રેલ્વે સ્ટેશનોના રી-ડેવલપમેન્ટનો શિલાન્યાસ કર્યો. આજના તે કાર્યક્રમમાં જ દેશમાં 1500થી વધુ ઓવરબ્રિજ અને અંડરપાસ પર એક સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવતા પહેલા મેં સોશિયલ મીડિયા સાઇટ-X પર એક થ્રેડ શેર કર્યો છે. જેમાં મેં આવનારા 2 દિવસના મારા કાર્યક્રમો વિશે જણાવ્યું છે. હું કાલે સવારે કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. ત્યાં સ્પેસના કાર્યક્રમો છે ... MSME ને લગતા કાર્યક્રમો છે, બંદરોને લગતા કાર્યક્રમો છે, ગ્રીન હાઇડ્રોજનને લગતા કાર્યક્રમો છે… ખેડૂતોને લગતા કાર્યક્રમો છે… આટલા પાયા પર કામ કરીને જ ભારત બીગ લીપ લગાવી શકે છે. પ્રથમ, બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે પાછળ રહી ગયા. હવે આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. અને આ માટે ભારતમાં દરરોજ થઈ રહેલા વિકાસ કાર્યોથી દેશની ગતિને ઉર્જા મળી રહી છે.

ભારતમાં દરરોજ, એક પછી એક તમારા મનને સજાગ રાખો… ભારતમાં, દરરોજ બે નવી કોલેજો ખુલે છે, દર અઠવાડિયે એક યુનિવર્સિટી ખોલવામાં આવે છે. ભારતમાં દરરોજ 55 પેટન્ટ અને 600 ટ્રેડમાર્ક નોંધાય છે. ભારતમાં દરરોજ લગભગ 1.5 લાખ મુદ્રા લોનનું વિતરણ કરવામાં આવે છે. ભારતમાં દરરોજ સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ્સ બનાવવામાં આવે છે. ભારતમાં દરરોજ સોળ હજાર કરોડ રૂપિયાના UPI વ્યવહારો થાય છે. ભારતમાં દરરોજ 3 નવા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવે છે. ભારતમાં દરરોજ 14 કિલોમીટરના રેલ્વે ટ્રેકનું નિર્માણ થાય છે.  ભારતમાં દરરોજ 50 હજારથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. ભારતમાં દર સેકન્ડે, દર સેકન્ડે… નળના પાણીનું કનેક્શન આપવામાં આવ્યા છે. ભારતમાં દરરોજ 75 હજાર લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આપણે હંમેશા ગરીબી હટાવવાના નારા જ સાંભળ્યા છે. કોણે વિચાર્યું હશે કે 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવશે. પરંતુ આવું બન્યું છે અને અમારી સરકારમાં જ બન્યું છે.

 

મિત્રો,

ભારતમાં કન્ઝમ્પ્શન અંગે તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, જે એક નવો ટ્રેન્ડ દર્શાવે છે. ભારતમાં ગરીબી અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે... એટલે કે સિંગલ ડિજિટમાં. આ ડેટા અનુસાર છેલ્લા દાયકાની સરખામણીમાં કન્ઝમ્પ્શનમાં અઢી ગણો વધારો થયો છે. એટલે કે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પર ખર્ચ કરવાની ભારતના લોકોની ક્ષમતામાં વધુ વધારો થયો છે. તે પણ સામે આવ્યું છે કે છેલ્લા 10 વર્ષોમાં, ગામડાઓમાં વપરાશ શહેરોની તુલનામાં ખૂબ ઝડપથી વધ્યો છે. એટલે કે ગામડાના લોકોની આર્થિક શક્તિ વધી રહી છે, તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા છે. આ આમ જ બન્યું નથી, આ અમારા તે પ્રયાસોનું પરિણામ છે જેનું ધ્યાન ગામડાઓ, ગરીબો અને ખેડૂતો પર છે. 2014થી અમારી સરકારે ગામડાઓને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ગામડાઓ અને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી સુધરી, રોજગારીની નવી તકો ઊભી થઈ, મહિલાઓની આવક વધારવાના માધ્યમો વિકસિત થયા. વિકાસના આ મોડલથી ગ્રામીણ ભારત સશક્ત બન્યું છે. હું તમને વધુ કેટલાંક આંકડા આપીશ. ભારતમાં પ્રથમ વખત ખાદ્યપદાર્થોનો ખર્ચ કુલ ખર્ચના 50 ટકાથી ઓછો થઈ ગયો છે. એટલે કે જે પરિવાર પહેલા પોતાની બધી શક્તિ ખોરાક મેળવવામાં ખર્ચી નાખતો હતો, આજે તેના સભ્યો દરેક વસ્તુ પર પૈસા ખર્ચવા સક્ષમ છે.

મિત્રો,

અગાઉની સરકારોની બીજી વિચારસરણી એ હતી કે તેઓ દેશના લોકોને ગરીબીમાં રાખવાનું પસંદ કરતા હતા. આ લોકો ચૂંટણી સમયે ગરીબીમાં જીવતા લોકોને થોડું થોડું આપીને પોતાનો સ્વાર્થ સંતોષતા હતા. જેના કારણે દેશમાં વોટબેંકની રાજનીતિનો જન્મ થયો. મતલબ કે સરકારે માત્ર તેમના માટે જ કામ કર્યું જેણે તેમને મત આપ્યો.

પરંતુ મિત્રો,

છેલ્લા 10 વર્ષમાં ભારત આ પછાત માનસિકતાને પાછળ છોડીને આગળ વધ્યું છે. ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવીને, અમે સુનિશ્ચિત કર્યું છે કે વિકાસના લાભો ભારતના દરેક ક્ષેત્રમાં સમાનરૂપે વહેંચવામાં આવે. અમે હલકી રાજનીતિમાં માનતા નથી, પરંતુ સંતૃપ્તિના શાસનમાં માનીએ છીએ. તુષ્ટિકરણને બદલે અમે દેશવાસીઓને સંતુષ્ટ કરવાનો માર્ગ પસંદ કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં આ જ અમારો મંત્ર રહ્યો છે, આ જ અમારી વિચારસરણી રહી છે. આ જ સૌનો સાથ, સૌનો વિકાસ. અમે વોટ બેંકની રાજનીતિને પ્રદર્શનની રાજનીતિમાં બદલી નાખી છે. જ્યારે અછત હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અને ભેદભાવ હોય છે. જ્યારે સંતૃપ્તિ હોય છે ત્યારે સંતોષ અને સદ્ભાવ હોય છે.

આજે સરકાર પોતાના તરફથી ઘરે-ઘરે જઈને લાભાર્થીઓને સુવિધાઓ પૂરી પાડી રહી છે. તમે ભૂતકાળમાં મોદીની ગેરેન્ટેડ ગાડી વિશે સાંભળ્યું જ હશે. દેશમાં આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે સરકારી અધિકારીઓ તેમના વાહનોમાં ગામડે ગામડે જાય અને પૂછે કે તમને આ સરકારી યોજનાઓનો લાભ મળ્યો કે નહીં? આજે અમારી સરકાર ખુદ લોકોના ઘરે જઈને તેમને સરકારી યોજનાઓનો લાભ લેવાનું કહી રહી છે. તેથી જ હું કહું છું, જ્યારે સંતૃપ્તિ એક મિશન બની જાય છે, ત્યારે તમામ પ્રકારના ભેદભાવનો અવકાશ અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે હું કહું છું કે અમે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પર વિશ્વાસ રાખનારા લોકો છીએ.

મિત્રો,

અમારી સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે. અગાઉની સરકારો માટે કોઈ કામ ન કરવું… આ સૌથી સરળ કામ બની ગયું હતું. પરંતુ આ વર્ક કલ્ચરથી ન તો રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે અને ન તો દેશ પ્રગતિ કરી શકે છે. તેથી, અમે રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લીધા અને જૂના પડકારોને ઉકેલ્યા. આર્ટિકલ 370 રદ કરવાની વાતથી લઈને… હું ફિલ્મોની વાત નથી કરી રહ્યો. આર્ટિકલ 370 નાબૂદથી લઈને રામ મંદિરના નિર્માણ સુધી, ટ્રિપલ તલાકના અંતથી લઈને મહિલા આરક્ષણ સુધી, વન રેન્ક વન પેન્શનથી લઈને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ સુધી, આવા તમામ અધૂરા કામોને સરકારે નેશન ફર્સ્ટના વિચાર સાથે પૂરા કર્યા.

 

મિત્રો,

આપણે 21મી સદીના ભારતને તેના આવનારા દાયકાઓ માટે આજે જ તૈયાર કરવાનું છે. તેથી, આજે ભારત ભવિષ્યની યોજનાઓમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અવકાશથી સેમીકન્ડક્ટર સુધી, ડિજિટલથી ડ્રોન સુધી, AI થી સ્વચ્છ ઊર્જા સુધી, 5G થી ફિનટેક સુધી, ભારત આજે વિશ્વમાં મોખરે પહોંચ્યું છે. આજે, ભારત વૈશ્વિક વિશ્વમાં ડિજિટલ ચૂકવણીની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. ફિનટેક એડોપ્શન રેટમાં ભારત આજે સૌથી ઝડપથી વિકસતો દેશ છે. ભારત આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે. આજે, ભારત સૌર સ્થાપિત ક્ષમતામાં વિશ્વના અગ્રણી દેશોમાં છે. આજે ભારતે 5G નેટવર્કના વિસ્તરણમાં યુરોપને પાછળ છોડી દીધું છે.  આજે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, ભારત ગ્રીન હાઇડ્રોજન જેવા ભાવિ ઇંધણ પર ઝડપથી કામ કરી રહ્યું છે.

 

આજે ભારત તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ભારત ભવિષ્યવાદી છે. અને તેથી જ આજે બધા કહેવા લાગ્યા છે કે ભારત ભવિષ્ય છે. આવનારો સમય વધુ મહત્વનો છે, આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું અહીં બેઠેલા તમામ પ્રેક્ષકોને ખૂબ જવાબદારી સાથે કહું છું - અમારી ત્રીજી ટર્મમાં... અમારી ત્રીજી ટર્મમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની છે. વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આવનારા પાંચ વર્ષ આપણા દેશની પ્રગતિ અને વખાણના વર્ષો છે. આ ઈચ્છા સાથે અને પૂરા વિશ્વાસ સાથે, આ સેમિનાર થયો હોત કે ન થયો હોત, એક બીગ લીપ ચોક્કસ થઈ હોત. તે ચોક્કસપણે ફાયદાકારક હતું કે તમે બિગ લીપ પ્રોગ્રામનું આયોજન કર્યું, તેથી મને પણ મારા લીપ ખોલવાની તક મળી.આ પ્રોગ્રામ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમે લોકો સવારથી જ બેસીને વિચાર-મંથન કરતા હશો, તો કેટલીક હસી-ખુશીવાળી સાંજ પણ બની ગઈ.

ખુબ ખુબ આભાર

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”