Quote10 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને રૂપિયા 20,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી
Quoteપ્રધાનમંત્રીએ લગભગ 351 FPOને રૂ. 14 કરોડ કરતાં વધારેની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરી; 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને લાભ થશે
Quote“FPO આપણા નાના ખેડૂતોની વધી રહેલી તાકાતને સામૂહિક આકાર આપવામાં અદભૂત ભૂમિકા નિભાવી રહ્યા છે”
Quote“દેશના ખેડૂતોમાં રહેલો આત્મવિશ્વાસ દેશની મુખ્ય તાકાત છે”
Quote“આપણે 2021માં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ પરથી પ્રેરણા લઇને નવી સફરનો આરંભ કરવાની જરૂર છે”
Quote“આજે દરેક ભારતીયની લાગણી ‘દેશ સર્વોપરિ’ની ભાવના સાથે રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવાની થઇ ગઇ છે. આથી જ, આજે આપણા પ્રયાસોમાં અને આપણા સંકલ્પોમાં એકતા છે. આજે આપણી નીતિઓમાં સાતત્ય છે અને આપણા નિર્ણયોમાં દૂરંદેશી છે.”
Quote“PM કિસાન સન્માન નિધિ ભારતના ખેડૂતો માટે ખૂબ જ મોટો આધાર છે. જો આપણે આજે ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ સામેલ કરીએ તો, ખેડૂતોના ખાતાઓમાં આજદિન સુધીમાં રૂપિયા 1.80 લાખ કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે”

ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

આજના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના કૃષિ મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને ભારતમાંથી, ભારતમાં વસતા દેશના તમામ પ્રદેશમાંથી જોડાયેલા મારા કરોડો ખેડૂત ભાઈ-બહેનો, બહાર રહેતા દરેક ભારતીયને, ભારતના દરેક શુભેચ્છકો અને વિશ્વ સમુદાયને વર્ષ 2022 માટે હાર્દિક શુભેચ્છા.

નવા વર્ષની શરૂઆત દેશના કરોડો અન્નદાતાઓ સાથે થાય, વર્ષના પ્રારંભે જ મને આપણા ખેડૂતોના દર્શનનો લહાવો મળે એ બાબત જ મારા માટે ખૂબ પ્રેરણાદાયક છે. આજે દેશના કરોડો ખેડૂત પરિવારોને, ખાસ કરીને નાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો મળ્યો છે. ખેડૂતોના બેંક ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજે, આપણાં ખેડૂત ઉત્પાદન સંગઠનો (FPO), તેની સાથે સંકળાયેલા ખેડૂતોને આર્થિક સહાય પણ મોકલી છે. સેંકડો FPO આજે નવી શરૂઆત કરી રહ્યા છે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે - "આમુખાયાતિ કલ્યાણમ્ કાર્યસિદ્ધિ હિ શંસતિ".

અર્થાત, સફળ શરૂઆત પહેલેથી જ કાર્ય સિદ્ધિની, સંકલ્પોની સિદ્ધિની જાહેરાત કરે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે પાછું વાળીને વર્ષ 2021 તરફ એ જ રીતે જોઈ શકીએ છીએ. 2021માં સો વર્ષની સૌથી મોટી મહામારી સામે લડતી વખતે દેશે સેંકડો ભારતીયોની સામૂહિક શક્તિ સાથે જે કરી દેખાડ્યું છે તેના આપણે બધા સાક્ષી છીએ. આજે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ગત વર્ષના આપણા પ્રયાસોમાંથી પ્રેરણા લઈને આપણે નવા સંકલ્પો તરફ આગળ વધવાનું છે.

આ વર્ષે આપણે આપણી સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરીશું. આ સમય દેશના સંકલ્પોની નવી ગતિશીલ યાત્રા શરૂ કરવાનો, નવા જોમ સાથે નવેસરથી આગળ વધવાનો છે. 2021માં ભારતીયોએ આખી દુનિયાને બતાવી દીધું છે કે આપણે સંકલ્પબદ્ધ થઈએ ત્યારે સૌથી મોટું લક્ષ્ય પણ નાનું બની જાય છે. કોણ કલ્પના કરી શકે છે કે વિવિધતાથી ભરેલો ભારત જેવો વિશાળ દેશ આટલા ઓછા સમયમાં રસીના 145 કરોડ ડોઝ આપવામાં સક્ષમ હશે? કોણ કલ્પના કરી શકે છે કે ભારત એક દિવસમાં 2.5 કરોડ રસીના ડોઝનો રેકોર્ડ બનાવી શકે છે? કોણ કલ્પના કરી શકે છે કે ભારત એક વર્ષમાં બે કરોડ ઘરોને પાઇપ દ્વારા પાણી પહોંચાડશે?

આ કોરોના સમયગાળા દરમિયાન કેટલાય મહિનાઓથી 80 કરોડ નાગરિકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. મફત રાશનની આ યોજના પર જ ભારતે બે લાખ 60 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. વિનામૂલ્યે અનાજની આ યોજનાનો મોટો લાભ ગામડાંને, ગામડાના ગરીબોને, ગામમાં રહેતા અમારા ખેડૂત સાથીઓને તેમજ ખેતમજૂરોને મળ્યો છે.

સાથીઓ,
આપણે એવું પણ કહેવાય છે - સંઘે શક્તિ કલૌ યુગે.

અર્થાત, આ યુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. સંગઠિત શક્તિ એટલે કે દરેકનો પ્રયાસ, સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવાનો માર્ગ. 130 કરોડ ભારતીયો એક સાથે એક પગલું ભરે છે ત્યારે તે માત્ર એક પગલું નથી પણ તે 130 કરોડ પગલાં છે. આપણો - ભારતીયોનો સ્વભાવ રહ્યો છે કે કાંઈક સારું કરવાથી આપણને એક અલગ જ શાંતિ મળે છે. પરંતુ જ્યારે આ તમામ સત્કર્મીઓ સંગઠિત થાય છે, છૂટાછવાયા મોતીની એકસૂત્રમાં માળા રચાય છે ત્યારે ભારત માતા તેજોમય બને છે. અગણિત લોકો દેશ માટે પોતાનું જીવન ખર્ચી રહ્યા છે, દેશનું નિર્માણ કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ આ કામો કરતા જ હતા, પરંતુ હવે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આજે દરેક ભારતીયની શક્તિ સામૂહિક સ્વરૂપમાં પરિવર્તિત થઈ રહી છે અને દેશના વિકાસને નવી ગતિ અને નવી ઊર્જા આપી રહી છે. જે રીતે વર્તમાન સમયમાં આપણે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ સાંભળીએ છીએ, તેમના ચહેરા જોઈએ છીએ ત્યારે આપણને અપાર આનંદ થાય છે. તમામના પ્રયાસોને કારણે જ આજે ભારત કોરોના જેવી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

કોરોનાના આ યુગમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા, સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. 2021માં દેશમાં સેંકડો નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, હજારો નવા વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યા છે. 2021માં દેશમાં ઘણી નવી મેડિકલ કોલેજો બની છે, બીજી ડઝનબંધ મેડિકલ કોલેજો પર કામ શરૂ થઈ ગયું છે. 2021માં દેશમાં હજારો વેલનેસ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દ્વારા દેશના દરેકે દરેક જિલ્લામાં, દરેક તાલુકા સુધી સારી હોસ્પિટલો, સારી ટેસ્ટિંગ લેબનું નેટવર્ક મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી તાકાત આપતા, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન દેશમાં આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ સુલભ અને અસરકારક બનાવશે.

ભાઈઓ અને બહેનો,

કોરોનાએ ભારત સહિત દુનિયાનું અર્થતંત્ર ખોરવી નહોતું નાખ્યું ત્યારે જે આર્થિક પ્રગતિ હતી તેના કરતાં પણ આજે ઘણા આર્થિક સૂચકાંકો નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. આજે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર આઠ ટકાથી વધુ છે. ભારતમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યું છે. આપણું વિદેશી હુંડિયામણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. જીએસટી કલેક્શનમાં જૂના રેકોર્ડ તૂટીને નવા રેકોર્ડ રચાયા છે. આપણે નિકાસ અને ખાસ કરીને કૃષિની બાબતમાં નવાં ધોરણો સ્થાપિત કર્યાં છે.

સાથીઓ,
આજે આપણો દેશ તેની વિવિધતા અને વિશાળતાને અનુરૂપ દરેક ક્ષેત્રમાં વિકાસના નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યો છે. 2021માં ભારતે લગભગ 70 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો માત્ર UPI દ્વારા કર્યા છે અર્થાત ડિજિટલ નાણાકીય વ્યવહાર કર્યા છે. ભારતમાં આજે 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. તેમાંથી 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ તો છેલ્લા છ મહિનામાં શરૂ થયા છે. ભારતના યુવાનોએ 2021માં કોરોનાના સમયમાં પણ 42 યુનિકોર્ન બનાવીને નવો ઈતિહાસ રચ્યો છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને કહેવા માંગું છું કે આ દરેક યુનિકોર્ન સાત હજાર કરોડ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ છે. આટલા ટૂંકા ગાળામાં આટલી પ્રગતિ ભારતના યુવાનો માટે એક નવી સફળતાની ગાથા લખી રહી છે.

અને સાથીઓ,

ભારત આજે એક તરફ તેની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની સંસ્કૃતિને પણ એટલાં જ ગર્વથી સશક્ત કરી રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામ બ્યુટિફિકેશન પ્રોજેક્ટથી લઈને કેદારનાથ ધામ વિકાસ પ્રોજેક્ટ્સ, આદિ શંકરાચાર્યની સમાધિના પુનર્નિર્માણથી લઈને માતા અન્નપૂર્ણાની પ્રતિમા સહિત ભારતમાંથી ચોરાયેલી સેંકડો મૂર્તિઓ પરત લાવવા, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી લઈને ધોળાવીરા અને દુર્ગા પૂજાના તહેવારને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. આમ ભારત પાસે ઘણું બધું છે. દેશ પ્રત્યે સમગ્ર વિશ્વ આકર્ષાઈ રહ્યું છે. હવે જ્યારે આપણે આપણી આ વારસાને મજબૂત કરી રહ્યા છીએ ત્યારે પ્રવાસન પણ ચોક્કસ વધશે અને તીર્થયાત્રા પણ વધશે.

|

સાથીઓ,
દેશ આજે તેના યુવાનો માટે, દેશની મહિલાઓ માટે અભૂતપૂર્વ પગલાં લઈ રહ્યો છે. 2021માં ભારતે દીકરીઓ માટે તેની સૈનિક શાળાઓમાં પ્રવેશના દ્વાર ખોલી દીધા. 2021માં ભારતે મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા પણ ખોલી દીધા છે. 2021માં, ભારતે દીકરીઓની લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ એટલે કે દીકરાઓની સમકક્ષ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. દેશમાં પ્રથમ વખત, પીએમ આવાસ યોજનાને કારણે, લગભગ 2 કરોડ મહિલાઓને ઘર પર તેમના માલિકી અધિકારો મળ્યા છે. આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો તેમજ આપણા ગામડાના મિત્રો સમજી શકે છે કે આ કેટલું મોટું કામ થઈ રહ્યું છે.

સાથીઓ,
2021માં આપણે ભારતીય ખેલાડીઓમાં નવો આત્મવિશ્વાસ પણ જોયો છે. ભારતમાં રમતગમત પ્રત્યે આકર્ષણ વધ્યું છે, એક નવો યુગ શરૂ થયો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓએ આટલા બધા મેડલ જીત્યા ત્યારે આપણે બધા ખુશ થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ આપણા દિવ્યાંગ ખેલાડીઓએ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો ત્યારે આપણે સૌએ ગર્વ અનુભવ્યો હતો.

પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અગાઉની તમામ પેરાલિમ્પિક્સની સરખામણીમાં છેલ્લે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓએ વધુ મેડલ જીત્યા છે. ભારત આજે ખેલાડીઓ અને રમતગમત માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલાં કરતાં વધુ રોકાણ કરી રહ્યું છે. આવતીકાલે હું મેરઠમાં બીજી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા જઈ રહ્યો છું.

સાથીઓ,
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી લઈને સ્થાનિક સંસ્થાઓ સુધી ભારતે તેની નીતિઓ અને નિર્ણયો દ્વારા તેની ક્ષમતા સાબિત કરી છે. 2030 સુધીમાં બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાંથી સ્થાપિત ક્ષમતાની 40 ટકા વીજળી મેળવવાનું લક્ષ્યાંક ભારતે 2016માં નક્કી કર્યું હતું. ભારતે 2030નો આ લક્ષ્યાંક નવેમ્બર 2021માં જ હાંસલ કરી લીધો. જળવાયુ પરિવર્તન સામે વિશ્વની આગેવાની લેતા ભારતે 2070 સુધીમાં વિશ્વની સામે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આજે ભારત હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યું છે, ઇલેક્ટ્રિક વાહનોમાં આગળ વધી રહ્યું છે. દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરોડો એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું જેને પરિણામે તેમના વીજળીના બિલમાં દર વર્ષે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. દેશભરના શહેરોમાં, સ્થાનિક સંસ્થાઓ સ્ટ્રીટ લાઇટને એલઇડીથી બદલવાની ઝુંબેશ ચલાવી રહી છે. અને મારા ખેડૂત ભાઈઓ આપણા અન્ન-દાતા અને ઊર્જા-દાતા બને એ માટે પણ એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને ખેતરોની બાજુમાં સોલાર પેનલ લગાવીને સૌર ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા લાખો ખેડૂતોને સોલાર પંપ પણ આપવામાં આવ્યા છે. આનાથી પૈસાની બચત થાય છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.

સાથીઓ,
2021નું વર્ષ કોરોના સામે દેશની મજબૂત લડાઈને કારણે તો યાદ રહેશે જ પણ સાથે સાથે આ સમયગાળા દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલા સુધારાની પણ ચર્ચા કરવામાં આવશે. છેલ્લા વર્ષમાં ભારતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને સુધારાની પ્રક્રિયાને ઝડપી ગતિએ આગળ ધપાવી છે. સરકારની દખલગીરી ઓછી થવી જોઈએ, દરેક ભારતીયની ક્ષમતા વધારવી જોઈએ અને દરેકના પ્રયાસોથી રાષ્ટ્રીય લક્ષ્યાંક હાંસલ કરવા જોઈએ એવી પ્રતિબદ્ધતા સાથે તેને સશક્ત કરવામાં આવી રહ્યું છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને વેપારને સરળ બનાવવા માટે ગયા વર્ષે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

PM  ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન દેશમાં માળખાકીય બાંધકામની ગતિને નવી બળ આપવા જઈ રહ્યો છે. મેક ઈન ઈન્ડિયાને નવા આયામો આપવા સાથે દેશે ચિપ (Chip) ઉત્પાદન, સેમિકન્ડક્ટર જેવાં નવાં ક્ષેત્રો માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ગયા વર્ષે જ દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી શકે તેવી સાત સંરક્ષણ કંપનીઓ આગળ આવી છે. અમે પ્રથમ પ્રોગ્રેસિવ ડ્રોન પોલિસી પણ લાગુ કરી છે. અવકાશમાં દેશની આકાંક્ષાઓને નવી ઉડાન આપતા ભારતીય અવકાશ સંઘની રચના કરવામાં આવી છે.

સાથીઓ,
ભારતમાં થઈ રહેલા વિકાસને ગામડે ગામડે લઈ જવામાં ડિજિટલ ઈન્ડિયા અભિયાન મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. 2021માં હજારો નવાં ગામોને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડવામાં આવ્યાં છે. આપણા ખેડૂત સાથીઓ, તેમના પરિવારો, તેમનાં બાળકોને પણ તેને કારણે ઘણો ફાયદો થયો છે. 2021માં જ e-RUPI જેવું નવું ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. દેશભરમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ પણ લાગુ કરવામાં આવ્યું છે. આજે દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેથી સરકારી યોજનાઓનો લાભ તેમના સુધી સરળતાથી પહોંચી શકે.


ભાઈઓ અને બહેનો,

વર્ષ 2022માં આપણે આપણી ગતિને વધુ ઝડપી બનાવવાની છે. કોરોનાનો પડકાર આપણી સામે ઊભેલો છે, પરંતુ કોરોના ભારતની ગતિને રોકી શકશે નહીં. ભારત સંપૂર્ણ કાળજી રાખીને કોરોના સામે પૂર્ણ તકેદારી રાખશે અને પોતાના રાષ્ટ્રીય હિતોને પણ પૂરા કરશે. આ સુંદર શ્લોક દ્વારા આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે,
"જહીહિ ભીતિમ ભજ ભજ શક્તિમ. વિદેહી રાષ્ટ્ર તથા અનુરક્તિમ્ ।

કુરુ કુરુ સતતમ્ ધ્યેય-સ્મરણ. સદૈવ પુરતો નિધેહિ ચરણમ્ ।।

અર્થાત,
ડર, ભય તથા આશંકા છોડીને આપણે શક્તિ અને સામર્થ્યને યાદ કરવાનું છે. દેશપ્રેમની ભાવનાને સર્વોપરી રાખવાની છે. આપણાં લક્ષ્યોને યાદ રાખીને, આપણે સતત લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. 'નેશન ફર્સ્ટ'ની ભાવના સાથે રાષ્ટ્ર માટે સતત પ્રયત્નો કરવા એ આજે ​​દરેક ભારતીયની ભાવના બની રહી છે. અને તેથી જ આજે આપણા પ્રયત્નોમાં એકતા છે, આપણા સંકલ્પોમાં સિદ્ધિ માટે અધીરાઈ છે. આજે આપણી નીતિઓમાં સાતત્ય છે, આપણા નિર્ણયોમાં દૂરદર્શિતા છે. દેશના અન્નદાતાઓને સમર્પિત આજનો આ કાર્યક્રમ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પીએમ કિસાન સન્માન નિધિ ભારતના ખેડૂતો માટે ઘણો મોટો આધાર બની ગયો છે. પ્રતિવર્ષ, સમયસર, દરેક હપ્તાની રકમ, કોઈપણ વચેટિયા વિના, કોઈપણ કમિશન વિના હજારો કરોડો રૂપિયા ટ્રાન્સફર થાય છે, ભારતમાં આવું થઈ શકે છે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જો આજની રકમનો સમાવેશ કરવામાં આવે તો કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજે આ કિસાન સન્માન નિધિ ખેડૂતોના નાના-નાના ખર્ચ માટે ખૂબ જ ઉપયોગી છે. નાના ખેડૂતો આ રકમમાંથી સારા ખાતર અને સાધનોનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાના બિયારણની ખરીદી કરી રહ્યા છે.

સાથીઓ,
દેશના નાના ખેડૂતોના વધતા જતા સામર્થ્યને સંગઠિત કરવામાં આપણી ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ - FPO ની ઘણી મોટી ભૂમિકા છે. નાના ખેડૂત જે પહેલા એકલા પડી જતા હતા, તેમની પાસે હવે FPO ના રૂપમાં પાંચ મોટી શક્તિઓ છે. પ્રથમ શક્તિ વધુ સારી સોદાબાજી (બાર્ગેનિંગ) છે. એટલે કે, સોદાબાજી કરવાની શક્તિ. તમે બધા જાણો છો કે જ્યારે તમે એકલા ખેતી કરો છો ત્યારે શું થાય છે? તમે બિયારણથી લઈને ખાતર સુધીની દરેક વસ્તુ છૂટક ભાવમાં ખરીદો છો, પરંતુ તમારે વેચાણે તો જથ્થાબંધ ભાવે કરવું પડે. આનાથી ખર્ચ વધે છે, અને નફો ઘટે છે. પરંતુ FPO દ્વારા આ ચિત્ર હવે બદલાઈ રહ્યું છે.

એફપીઓ દ્વારા ખેડૂતો હવે કૃષિ માટે આવશ્યક ચીજવસ્તુઓ જથ્થાબંધ ભાવે ખરીદે છે અને છૂટક ભાવે વેચાણ કરે છે.

ખેડૂતોને એફપીઓ દ્વારા બીજી સુદ્રઢતા પ્રાપ્ત થઈ છે તે છે મોટાપાયે વેપાર. FPO તરીકે, ખેડૂતો સંગઠિત રીતે કામ કરે છે, તેથી તેમના માટે શક્યતાઓ પણ વિશાળ છે. ત્રીજું બળ છે નવીનતા. ઘણા ખેડૂતો એક સાથે મળે છે, તેથી તેમના અનુભવો પણ એક સાથે ઉમેરાય છે. માહિતી વધે છે. નવી નવીનતાઓનો માર્ગ ખુલે છે. FPOમાં ચોથી શક્તિ જોખમ સામે સુરક્ષાની વ્યવસ્થા છે. સાથે મળીને, તમે પડકારોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકો છો અને તેનો સામનો કરવાની યોજના બનાવી શકો છો.

અને પાંચમી શક્તિ છે બજાર પ્રમાણે કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા. બજાર અને બજારની માંગ સતત બદલાતી રહે છે. પરંતુ નાના ખેડૂતો કાં તો તેના વિશે માહિતી મેળવતા નથી અથવા તેઓ પરિવર્તન માટે સંસાધનો એકત્ર કરી શકતા નથી. ક્યારેક બધા લોકો એક જ પાક વાવે છે અને પછી ખબર પડે છે કે હવે તેની માંગ ઘટી ગઈ છે. પરંતુ એફપીઓમાં તમે માર્કેટ-લક્ષી તૈયારી કરી શકો છો એટલું જ નહીં પરંતુ બજારમાં જ નવી પ્રોડક્ટની માંગ ઊભી કરવાની શક્તિ પણ ધરાવો છો.

|

સાથીઓ,
FPOની આ શક્તિને સમજીને આજે અમારી સરકાર તેમને દરેક સ્તરે પ્રોત્સાહિત કરી રહી છે. આ FPO ને 15 લાખ રૂપિયા સુધીની મદદ પણ મળી રહી છે. આના પરિણામે, આજે દેશમાં ઓર્ગેનિક એફપીઓ ક્લસ્ટર, ઓઈલ સીડ ક્લસ્ટર, વાંસ ક્લસ્ટર અને હની એફપીઓ જેવા ક્લસ્ટરો ઝડપથી વધી રહ્યા છે. આજે આપણા ખેડૂતો 'એક જિલ્લો, એક ઉત્પાદન' જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, તેમના માટે દેશ-વિદેશના મોટાં બજારો ખુલી રહ્યા છે.

સાથીઓ,
આપણા દેશમાં આજે પણ એવી ઘણી વસ્તુઓ વિદેશથી આયાત કરવામાં આવે છે, જેની જરૂરિયાતો દેશનો ખેડૂત સરળતાથી પૂરી કરી શકે છે. ખાદ્ય તેલ આનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે વિદેશમાંથી ખાદ્યતેલ ખરીદીએ છીએ. આ માટે દેશે બીજા દેશોને ઘણું નાણું આપવું પડે છે. દેશના ખેડૂતોને આ પૈસા મળવા જોઈએ, એટલા માટે અમારી સરકારે 11 હજાર કરોડના બજેટ સાથે નેશનલ પામ ઓઈલ મિશન શરૂ કર્યું છે.

સાથીઓ,
દેશે કૃષિ ક્ષેત્રમાં ગયા વર્ષે એક પછી એક ઘણા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યા છે. કોરોનાના પડકારો હોવા છતાં, તમે બધાએ તમારી મહેનત દ્વારા દેશમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદનને રેકોર્ડ સ્તરે લઈ જઈ બતાવ્યું. ગયા વર્ષે દેશમાં અનાજનું ઉત્પાદન 300 મિલિયન ટન સુધી પહોંચ્યું હતું. હોર્ટિકલ્ચર-ફ્લોરીકલ્ચર- હોર્ટિકલ્ચર-ફળ - ફૂલની ખેતીનું ઉત્પાદન હવે 330 મિલિયન ટનથી ઉપર પહોંચી ગયું છે. દેશમાં દૂધનું ઉત્પાદન પણ 6-7 વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 45 ટકા વધ્યું છે. એટલું જ નહીં, જો ખેડૂત રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યો છે તો દેશ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી પણ કરી રહ્યો છે. સિંચાઈમાં પણ, અમે પ્રતિ ડ્રોપ-વધુ પાકને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. છેલ્લા વર્ષોમાં, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા, લગભગ 60 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈ દ્વારા ટપક સિંચાઈ સાથે જોડવામાં આવી છે.

કુદરતી આફતને કારણે ખેડૂતોને થતા નુકસાનને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાથી ખેડૂતોને મળતું વળતર એક લાખ કરોડથી વધુ થઈ ગયું છે. આ આંકડો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દેશભરના ખેડૂતોએ પ્રીમિયમ તરીકે માત્ર રૂ. 21 હજાર કરોડ ચૂકવ્યા હતા પરંતુ તેમને વળતર તરીકે રૂ. 1 લાખ કરોડથી વધુ મળ્યા હતા. ભાઈઓ અને બહેનો, ખેડૂતોને ખેતીનો કચરો, પરાલી વગેરેમાંથી નાણાં મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કૃષિ કચરામાંથી બાયોફ્યુઅલ બનાવવા માટે દેશભરમાં સેંકડો નવા એકમોની સ્થાપના કરવામાં આવી રહી છે. 7 વર્ષ પહેલા દેશમાં દર વર્ષે 400 મિલિયન લિટરથી ઓછા ઇથેનોલનું ઉત્પાદન થતું હતું, ત્યાં આજે તે વધીને 340 કરોડ લિટરથી વધુ થઈ ગયું છે.

સાથીઓ,
આજે દેશભરમાં ગોબરધન યોજના ચાલી રહી છે. તેના દ્વારા ગામમાં ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બાયોગેસનો ઉપયોગ વધારવા માટે દેશભરમાં પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. આ છોડમાંથી દર વર્ષે લાખો ટન ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવશે જે ખેડૂતોને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે. જ્યારે તમને ગાયના છાણના પૈસા મળશે તો એવા પશુઓ જેઓ દૂધ આપતા નથી અથવા જેમણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે તે પણ બોજરૂપ નહીં લાગે. દરેક વ્યક્તિએ દેશના હિત માટે આગળ આવવું જોઈએ, કોઈ લાચાર ન હોવું જોઈએ, આ પણ એક પ્રકારની આત્મનિર્ભરતા જ છે.

સાથીઓ,
પ્રાણીઓની સારવાર ઘરે જ થાય, ઘરે જ કૃત્રિમ ગર્ભાધાનની વ્યવસ્થા થાય તે માટે આજે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પશુઓમાં પગ અને મોઢાના રોગના નિયંત્રણ માટે પણ રસીકરણ મિશન ચાલી રહ્યું છે. સરકારે કામધેનુ આયોગની પણ રચના કરી છે, ડેરી ક્ષેત્રની માળખાકીય સુવિધા માટે હજારો કરોડનું વિશેષ ફંડ બનાવવામાં આવ્યું છે. અમારી સરકારે જ લાખો પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડ્યા છે.

સાથીઓ,
ધરતી આપણી માતા છે અને આપણે જોયું છે કે જ્યાં ધરતી માતાને બચાવવાનો કોઈ પ્રયાસ ન થયો ત્યાં તે જમીન વેરાન બની જાય છે. આપણી પૃથ્વીને ઉજ્જડ બનતી રોકવાનો એક મોટો ઉપાય રસાયણ-મુક્ત ખેતી છે. તેથી છેલ્લા થોડાં વર્ષમાં દેશે વધુ એક ભવિષ્યલક્ષી પ્રયાસ શરૂ કર્યો છે. આ પ્રયાસ છે – પ્રાકૃતિક ખેતીનો. તમે થોડા દિવસ પહેલાં જ આ વિશેની એક ફિલ્મ જોઈ છે, અને હું એ ફિલ્મને સોશિયલ મીડિયા દ્વારા દરેક ખેડૂત સુધી પહોંચાડવા માંગું છું.

પ્રાકૃતિક ખેતી વિશે આપણે આપણી અગાઉની પેઢીઓ પાસેથી ઘણું શીખ્યા છીએ. આ યોગ્ય સમય છે જ્યારે આપણે આપણા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીએ, તેને આધુનિક ટેકનોલોજી સાથે જોડીએ. આજે વિશ્વમાં કેમિકલ-મુક્ત અનાજની ભારે માગણી છે, અને તેના ખરીદદારો ખૂબ ઊંચા ભાવે ખરીદી કરવા તૈયાર હોય છે. હકીકતમાં તેની કિંમત ઓછી અને ઉત્પાદન સારું છે. જે વધુ ફાયદાકારક છે, કેમિકલ-મુક્ત હોવાથી આપણી જમીનનું સ્વાસ્થ્ય, ફળદ્રુપ શક્તિ અને ઉપભોક્તાઓનું  સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આજે હું તમને બધાને વિનંતી કરીશ કે તમારી ખેતીમાં પ્રાકૃતિક ખેતીનો ઉમેરો કરો, તેનો આગ્રહ રાખો.

ભાઈઓ અને બહેનો,

નવા વર્ષનો પ્રથમ દિવસ નવા સંકલ્પનો દિવસ છે. આ સંકલ્પો દ્વારા દેશને આઝાદીના અમૃત વર્ષમાં વધુ સક્ષમ અને સમર્થ બનાવવાનો છે. અહીંથી આપણે નવીનતાનો સંકલ્પ લેવાનો છે, કાંઈક નવું કરવાનું છે. કૃષિમાં આ નવીનતા આજના સમયની જરૂરિયાત છે. આપણે નવા પાકો, નવી પદ્ધતિઓ અપનાવતા ખચકાટ અનુભવતા નથી. આપણે સ્વચ્છતાના સંકલ્પને ભૂલવો ન જોઈએ. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે સ્વચ્છતાની જ્યોત ગામે-ગામ, ખેતર-કોઠાર, દરેક જગ્યાએ પ્રજ્વલિત રહે. સૌથી મોટો સંકલ્પ છે – આત્મનિર્ભરતાનો. સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા. ભારતમાં બનેલી વસ્તુઓને આપણે વૈશ્વિક ઓળખ આપવી પડશે. આ માટે જરૂરી છે કે આપણે ભારતમાં બનતાં દરેક ઉત્પાદન, દરેક સેવાને પ્રાથમિકતા આપીએ.

આપણે યાદ રાખવું પડશે કે આપણા આજનાં કાર્યો અને સંકલ્પો જ આગામી 25 વર્ષની આપણી વિકાસયાત્રાની દિશા નક્કી કરશે અને તેના દ્વારા આપણી ભાવિ પેઢીનું ભાવિ નિર્ધારિત કરશે. આ યાત્રામાં આપણે બધા પરસેવો પાડીશું, દરેક દેશવાસી સખત મહેનત કરશે. મને ખાતરી છે કે આપણે બધા ભારતને તેની ગૌરવશાળી ઓળખ પરત આપીશું અને દેશને નવી ઊંચાઈ આપીશું. આજે નવા વર્ષના પ્રથમ દિવસે દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો એક એવો જ પ્રયાસ છે.

ફરી એક વાર વર્ષ 2022ની, આ નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ આભાર!

  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹
  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp February 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • बबिता श्रीवास्तव August 28, 2024

    हर हर मोदी घर घर मोदी
  • बबिता श्रीवास्तव August 28, 2024

    हर हर महादेव
  • Jitender Kumar Haryana BJP State President August 11, 2024

    🇮🇳
  • Madhusmita Baliarsingh June 25, 2024

    Prime Minister Narendra Modi has consistently emphasized the importance of farmers' welfare in India. Through initiatives like the PM-KISAN scheme, soil health cards, and increased MSP for crops, the government aims to enhance agricultural productivity and support the livelihoods of millions of farmers. #FarmersFirst #ModiWithFarmers #AgriculturalReforms
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In 7 charts: How India's GDP has doubled from $2.1 trillion to $4.2 trillion in just 10 years

Media Coverage

In 7 charts: How India's GDP has doubled from $2.1 trillion to $4.2 trillion in just 10 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tribute to Shree Shree Harichand Thakur on his Jayanti
March 27, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Shree Shree Harichand Thakur on his Jayanti today. Hailing Shree Thakur’s work to uplift the marginalised and promote equality, compassion and justice, Shri Modi conveyed his best wishes to the Matua Dharma Maha Mela 2025.

In a post on X, he wrote:

"Tributes to Shree Shree Harichand Thakur on his Jayanti. He lives on in the hearts of countless people thanks to his emphasis on service and spirituality. He devoted his life to uplifting the marginalised and promoting equality, compassion and justice. I will never forget my visits to Thakurnagar in West Bengal and Orakandi in Bangladesh, where I paid homage to him.

My best wishes for the #MatuaDharmaMahaMela2025, which will showcase the glorious Matua community culture. Our Government has undertaken many initiatives for the Matua community’s welfare and we will keep working tirelessly for their wellbeing in the times to come. Joy Haribol!

@aimms_org”